વાઇલ્ડ ફ્લાવર્સ - પ્રકરણ-16 Dakshesh Inamdar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

વાઇલ્ડ ફ્લાવર્સ - પ્રકરણ-16

વાઇલ્ડ ફલાવર્સ
પ્રકરણ-16
અભીએ સુરેખાને ભાભી કહીને બોલાવી એમાંજ ભાંડો ફુટી ગયો કે આ લોકોએ ચોક્કસ કોઇ નશો કર્યો છે. અને સુરેખા ભડકી હતી એને મસ્કી પર ખૂબજ ગુસ્સો આવેલો એ બોલી ચાલો બધુ પુરુ થયું હવે અહીંથી નીકળો બધાં પોતપોતાનાં ઘરે જાવ અમે પણ નીકળીએ છીએ અને મસ્કી બોલ્યો. સુરેખા કેમ કાયમ આવુ કરે છે ? અરે અને ફલેવર્ડ સીગરેટ પીધી છે બીજી કંઇ નથી કર્યુ નથી કોઇ નશો કર્યો... સાચુ કહુ છું.
મને ખબર છે બધાંને હું નડતા ગ્રહ જેવો છું હું જ અહીંથી જતો રહુ છું. મારી ભૂલજ હતી કે હું અહીં આવ્યો. બધાં શાણા છો હું જ એક નાલાયક છું હું જાઉં છું અને ગુસ્સામાં રૂમની બહાર નીકળી ગયો.
મસ્કીનાં નીકળી ગયાં પછી કબીર બારી પાસે આવ્યો. એણે નીચે જોયુ મસ્કી એની ગાડી લઇને પુરપરાટ નીકળી ગયો. કબીરે કહ્યું "સુરેખા તારી વાત સાચી લાગે છે મને પણ હવે વ્હેમ આવે છે કે સીગરેટમાં ડ્રગજ હતું મસ્કીડો કોઇવાર ફસાવી દેશે. સુરેખ બોલ્યો "પણ આપણને એક પીધી ત્યાં સુધી ખબરજ ના પડી. "આપણે બીજી લેવાં કેવાં તૂટી પડેલાં એ ભૂલી ગયો ? અભી બોલ્યો.
કબીરે કહ્યું હાં એ વાત સાચી છે આપણને બીજી માટે રીતસર તલપજ લાગી હતી. જરૂર ડ્રગ હતુજ. સુરેખે કહ્યું એનાં ઠૂંઠા આપ મને હું લેબોરેટરી ટેસ્ટ કરાવીશ અને સાચુ કારણ પણ લઇશ કે એમાં શું હતું ?
અભી બોલ્યો આ મસ્કીડા સાથે ફ્રેન્ડશીપ રીસ્કીજ છે મારે કોન્ટેક્ટ ઓછો કરવો પડશે. કબીર બોલ્યો હવે મારાં રૂમ પર એને એલાઉજ નહીં કરુ નીહંતર મને હોસ્ટેલ છોડાવશે.
સુરેખે કહ્યું "તને હોસ્ટેલ છોડાવશે અને મને મારો પ્રેમ માંડ હાથ લાગ્યો છે એ છોડાવી દેશે મને બીલકુલ નહીં પોષાય હું મસ્કીની દોસ્તીજ આજ અબ ઘડીથી છોડું છું અને એણે સુરેખા તરફ યાચક નજરે જોયું.
સુરેખાએ સુરેખની પાસે જઇને કહ્યું "પ્લીઝ સુરેખ આપણી જીંદગીમાં આવુ ફરી ના બને બસ એજ આશા રાખુ. હવે તને હું નહીં છોડી શકું નહીં ભૂલી શકું...
સુરેખ લાગણીવશ બન્યો અને સુરેખાને વળગી પડ્યો. સુરેખાએ કહ્યું આપણું મિલન એટલુ સસ્તુ ના બનાવીએ કે કોઇ પણ નાની ગેરસમજ આપણાં સંબંધ પર અસર કરે પ્લીઝ સુરેખ..
સુરેખે કહ્યું "ક્યારેય એવુ નહીં થવા દઊં અને એલોકોની નજર અભી અને સ્વાતી પર પડી એ લોકો તો કબીરની નજર ચૂકાવી હોઠથી હોઠ મિલાવી રસપાન કરી રહેલાં.
સુરેખાને હસુ આવી ગયું એ બોલી.. "ઇતના તો ચલતા હૈ" એમ કહી એણે પણ સુરેખનાં હોઠ પર હોઠ મૂકી દીધાં. કબીર બેઊ કપલને જોઇ રૂમની બહારજ નીકળી ગયો.
થોડીવારનાં રસપાન પછી સ્તુતિ બોલી "એય સુરેખા આ લોકોને નશો જાણે મને ચઢી ગયો. અભલા તું પીએ સીગરેટ પછી બધો નશો મારામાં કેવી રીતે આવી ગયો ?
સુરેખાએ કહ્યું સ્તુતિ તારી વાત સાચી છે આજે કંઇક જુદોજ નશો વર્તાય છે... કંઇક તો છે આ નશામાં... એમ કહી ચારે જણાં હસી પડ્યાં.
સુરેખે કહ્યું "હવે અહીં નહીં મારાં ઘરે મળીશું આપણે ચારે... મારી મોમને કોઇ વાંધો નહીં હોય હું ખાત્રી આપુ છું એટલામાં બહારથી કબીર આવ્યો. અંદર અંદર પ્લાનીંગ કરી દીધું મારું શું ? હું વાંઢો છું પણ... આગળ બોલે પહેલાં સુરેખે કહ્યું "અરે કબીર તું પણ આવજે તને પણ બોલાવીશ.. મારી મોમ સાથે વાતો કરી બીઝી રાખજે ત્યાં સુધી અમે અમારો કવોટા પુરો કરી લઇશું અને સ્તુતિ-સુરેખા શરમાતાં હસી પડ્યાં.
*************
મસ્કી કબીરનો હોસ્ટલથી ગાડીમાં ગુસ્સામાં નીકળીને ગલ્લે આવીને ઉભો રહ્યો. એને એટલું ખુન્નસ ચઢેલું કે બધાં બહુ સુફીયાણી વાતો કરે છે અને સીગરેટ તો કેવી માંગી જાણે જોઇ ના હોય.. ત્યાં એનાં ફોનમાં રીંગ આવી એણે ફોન તરત ઉપાડ્યો "હાય વંદુ કેટલાં સમયે ફોન કર્યો ? મને તો તું ભૂલી ગઇ હેં ? કેમ તારો ટેસ્ટ બરાબર નહોતો રહ્યો ? શું વાત છે ? કેમ ફોન કર્યો ?
વંદનાએ કહ્યું "એવું નથી યાર એ રાત અને એ અનુભવતો યાદગાર હતો. પણ અત્યારે બજારની ઉતર ચઢે પાપા ટેન્શનમાં હતાં હું એમની મદદમાં હતી. તારી યાદ તો બહુ આવતી હતી પણ મને એ ગ્રુપ નહીં ફાવે બધાં બહુ ચાંપલા અને હિપોક્રિટ છે અને મારી વિચારશરણી સાવ જુદી. આખાં ગ્રુપમાં મને તારાં સિવાય કોઇ સાથે નહીં ફાવે.
મસ્કીને જોઇતું હતું એવુંજ બધું વંદના બોલી એણે કહ્યું તું ક્યાં છે ? મારે તારી સાથે વાત કરવી છે હું હમણાં કબીરનાં રૂમ પરથી પાછો આવ્યો છું ખૂબ હર્ટ થયેલો છું ડીસ્ટર્બ છું તું કહે ત્યાં લેવા આવું આવે છે ?
વંદનાએ કહ્યું "તું ઘર પાસેજ આવી જા હું ત્યાં સુધી તૈયાર થઇ જઊં. તું ડીસ્ટર્બ છે તો હું પણ એટલી ડીસ્ટર્બ છું યાર ક્યાંક જઇએ ફ્રેશ થઇ આવીએ આવી જા રાહ જોઊં.
મસ્કીએ કહ્યું "ચાલ થા તૈયાર હું તરત જ પહોચુ છું અને મસ્કી ગાડીમાં બેઠાં અને વંદનાને ઘરે લેવા પહોંચી ગયો.
મસ્કી વંદનાનાં બંગલાની નજીક પહોચ્યો અને જોયું વંદના ગેટની બહાર જ રાહ જોતી ઉભી છે એણે એવો સેક્સી અડધો ઉઘાડો ડ્રેસ પહેરેલો એમાં શરીરનુ પ્રદર્શન જ હતું. મસ્કી એને જોઇને ઉછળી જ પડ્યો એણે કારનો દરવાજો ખોલી કહ્યું આવી જા મારી અપ્સરા આજે તો તું મને વધારે ઘાયલ કરી રહી છે શું મસ્ત માલ લાગે છે....
વંદનાએ હસતાં કહ્યું તારો જ છે ને ? ચાલ ક્યાંક એવી જગ્યાએ લઇ જા કે જ્યાં રીલેક્ષ થવાય ઘણાં દીવસ થઇ ગયાં.. ખૂલ્લી હવામાં મજા નથી કરી.
મસ્કીએ કહ્યું "ચાલ પહેલાં કલબ જઇએ પછી ત્યાં પરમીટ રૂમમાં બીયર પીએ પછી દૂર લોંગ ડ્રાઇવ જતા રહીશું શું કહે છે ? લેટ થશે તો ? ઘરે કીધુ છે ને ?
વંદનાએ કહ્યું "ડોન્ટ વરી મોમ ડેડ પણ કોઇ પાર્ટીમાં જવાનાં છે મેં કીધુ હું મારી ફ્રેન્ડસ સાથે મૂવી જોવા જઊં છું લેટ થશે ચિંતા ના કરશો.
મસ્કી કહે વાહ તું તો લાયસન્સ કઢાવીનેજ આવી છે. વંદનાએ મસ્કીને ચૂમી ભરતા કહ્યું.. બસ હવે આપણે જલ્સા જ જલ્સા કરીશું અને તારે ઘરે ? મસ્કી કહે "મારાં ઘરે મને બધાં ઓળખે જ છે મારી કોઇ ચિંતા નહીં કરે દીદી હતી એ યુ.એસ. પાછી ગઇ સાથે મોમ પણ ગઇ છે થોડો વખત પાપા છે એ પણ એમનાં ગ્રુપમાં બીઝી હશે.
વંદનાએ કહ્યું વાહ બધું બહુ અનુકુળ છે ચાલો બીન્દાસ અને મસ્કીએ કહ્યું લે આ સીગરેટ કેસ તારી અને મારી સળગાવ.. દમ મારાતં મારતાં કલબ જઇએ મજા આવશે અને વંદનાએ કેસ લીધું અને બે સીગરેટ કાઢીને સળગાવી અને એક પોતે અને બીજી મસ્કીનાં બે હોઠ વચ્ચે મૂકી આપી પછી બોલી.. મસ્કી આ સીગરેટની મને ઇર્ષા આવે છે તારાં હોઠ પર તો મારાં હોઠ હોવા જોઇએ સીગરેટ નહીં... મસ્કીએ કહ્યું. થોડો દમ મારી લે પછી એજ પ્રોગ્રામ કરીશું અને બંન્ને જણાં સીગરેટનાં દમ મારી રહ્યાં.
કલબ આવી ગાડી પાર્ક કરીને મસ્કીએ કહ્યું મારી જાન સીગરેટમાં મજા આવી ? વંદનાએ કહ્યું અરે સાલો કંઇક જુદોજ નશો છે આમાં ... બીયરની શું વીસાત છે ?
મસ્કીએ ગાડી લોક કરીને વંદનાનાં ખભે હાથ મૂકીને કલબમાં પ્રવેશ લીધો. દરવાજો સલામ મારી અને મસ્કીએ સ્માઇલ આપીને ઇશારો કર્યો. પેલો હસીને ખસી ગયો એ લોકો પરમીટરૂમમાં ગયાં..કલબનાં અમુક સ્પેશીયલ સભ્યો માટે પરમીટ રૂમ હતો. મસ્કીએ એનાં ફાધરનાં કાર્ડ સાથે અંદર એન્ટ્રી લીધી અને ખૂણાની સીટ પકડી.
મસ્કીએ ઓર્ડર કર્યો. બંન્ને જણાં એકબીજામાં પરોવાઇને સારૂ એવું ઢીંચ્યુ. પછી વંદનાએ કહ્યું ખાવુ અહીં નથી એતો કોઇ ધાબા પર જ મજા આવશે પ્લીઝ.
મસ્કીએ કહ્યું જેવો હુકમ રાણી કહીને બંન્ને જણાં કલબની બહાર નીકળી પાર્કીંગમાં ગયાં.
ગાડી ખોલીને વંદના પાછલી સીટ પરજ જઇને બેસી ગઇ. મસ્કીએ કહ્યું. ખાવા નથી જઊં ધાબા પર ?
વંદનાએ મસ્કીથી આંખો મચાવીને મસ્કીને કહ્યું અંદર આવ એસી ચાલુ કરી સેન્ડ્રલી લોક કર પછી તને સમજાવું છું શું કરવાનું છે ? કંઇ તને સમજણ જ નથી પડતી.. ડફોળ જ છે એમ કહીને પછી....
વધુ આવતા અંકે - પ્રકરણ-17