વાઇલ્ડ ફ્લાવર્સ - પ્રકરણ-14 Dakshesh Inamdar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

વાઇલ્ડ ફ્લાવર્સ - પ્રકરણ-14

વાઇલ્ડ ફ્લાવર્સ
પ્રકરણ-14
સુરેખ અને અભી કબીરનાં રૂમ પર આવી ગયાં હતાં. અભી તો ક્યારનો આવી ગયો હતો. કબીર દ્વારા જાણવા મળ્યુ કે અભી તો અહી નિયમિત આવે છે સ્તુતિને મળવાં. સુરેખે જોયુ બારીમાંથી કે સામે લેડીઝ હોસ્ટેલમાંથી સ્તુતિ સાથે સુરેખા પણ આવી રહી છે એણે અભીને કહ્યું અભલા તું સ્તુતિને લઇને રાઉન્ડ મારવા જ્જે અને કબીરને કહ્યું થોડી પ્રાઇવેસી કરી આપજે મારે વાતો કરવી છે.
કબીરે કહ્યું "એક કામ કરું છું હું કેન્ટીનમાંથી ત્યાં સુધી ગરમા ગરમ સમોસા, પાપડી અને ચા લઇ આવુ છું. અભલો જશે બહાર પણ એ લોકો આવી જાય પછી નીકળું એમણે આપણે પ્લાન કર્યો છે એવું ના લાગે.
અભીએ કહ્યું "આમેંય મારે સ્તુતિ સાથે પણ વાત કરવી છે તું રૂમમાં રહે છે હું બહાર એની સાથે ટહેલાવીશ. ઓકે ? કબીરે કહ્યું "તું સાલા અવારનવાર આવે છે તારી વાતો પુરીજ નથી થતી ? અભીએ કહ્યું "તને ખબર ના પડે. તું કામ કર તારુ.
કબીરે સ્તવનને કહ્યું "સ્તવન થોડાં છૂટા કાઢ મારે હજી મનીઓર્ડર નથી આપ્યો યાર હું નાસ્તો ચા બહું લઇ આવું પછી સાથે બેસી ઉજાણી કરીશું.
સ્તવને ખીસામાંથી વોલેટ કાઢી 500ની નોટ ઘરીને કહ્યું. છૂટા નથી આજ લઇજા અને તરત ના આવી જઇશ ત્યાં થોડાં ગપ્પા માર જૈ મને સમય મળે અને ત્યાં બહાર પગરવ થયો.
સ્તુતિ અને સુરેખા બંન્ને આ ટવીન્સ ક્યારેય છૂટાજ નથી પડતાં ચાલ સ્તુતિ આપણે આંટો મારીને આવીએ.
સુરેખા સમજી ગઇ પણ બોલી નહીં. એને હસવું આવી ગયુ અને સુરેખ સામે જોઇ બોલી "હાય ! સુરેખે કહ્યું "હાય સુરેખા કેમ છે ? ઘણો સમય થઇ ગયો તને જોયે.
ત્યાં અભી બોલ્યો "બહુ સમય થઇ ગયોને હવે જોયાં કર અમે આવીએ આંટો મારીને એમ કહી હસતાં હસતાં એ અને સ્તુતિ બહાર નીકળી ગયાં.
કબીર કંઇક લખવાનો ડોળ કરતો ટેબલ પર બેસી રહેલો. સુરેખા એની હાજરીથી ચૂપ હતી. સુરેખે કહ્યું "કેમ કંઇ બોલતી નથી ? હું તો ઘણાં સમયે આવ્યો છું. ત્યાં કબીર બોલ્યો "તો તમે વાતો કરો ત્યાં સુધી હું કેન્ટીનમાંથી આપણાં લોકો માટે ચા નાસ્તો લઇ આવુ. આ ગયો ને આવ્યો તરત પાછો આવું છું. સુરેખે કબીર સામે આંખો કાઢી. કબીરે કહ્યું હાં હાં કરો વાતો સમજી ગયો. ગરમ ગરમ બનાવડાવીને લાવુ છું. એટલે થોડો સમય લાગશે રાહ જોજો.
કબીરની વાત સાંભળી સુરેખાથી હસી પડાયું એણે કહ્યું કબીરભાઇ મને બધી ખબર પડે છે વાંધો નહીં બહુ ગરમા ગરમ બનાવડાવી શાંતિથી જ આવજો. બધાં પ્લાન કરો છો અને જાણે મને ખબર ના પડવાની હોય હું એટલી બુધ્ધુ નથી.
સુરેખે કહ્યું "તને ક્યાં એવું. કીધુ ? પણ આતો... કઈ નહીં કબીરીયા જા હવે... ક્યાં સુધી આમ ડોબાની જેમ ઉભો રહીશ ?
કબીર ગયો અને સુરેખને હાંશ થઇ એણે સુરેખાની આંખમાં જોયુ અને બોલ્યો કેટલાય સમય પછી આટલું મોહક સ્મિત જોવા મળ્યું છે આજે દીલ ગાર્ડન ગાર્ડન થઇ ગયું.
સુરેખાએ કહ્યું "વાહ કવિ જેવું બોલે છે. સુરેખે કહ્યું સામે કવિતા જેવી બેઠી છે પછી કવિજ થવું પડે ને. બાય ધ વે કેવું ચાલે છે બધુ ? ફાઇનલની તૈયારીઓ આવશે હવે તો હેને ?
સુરેખાએ ખોટાં ખોટાં નારાજ થતાં કહ્યું તું ફાઇનલ પરીક્ષા ની વાતો કરવા આવ્યો છે ? અહીં તો કેટલીય રાત વિચારોમાં ગઇ છેવટે નિર્ણય પર આવી છું તું તો મને કહેતો હતો તું આવીશ ત્યારે ઘણી વાતો કરવી છે અને ચાર અઠવાડીયા નીકળી ગયાં ચાર રવિવાર એમ જ ગયાં.
સુરેખ હસી પડ્યો વાહ ક્યા બાત હૈ આજે તો મારે બોલવાનું તું બોલી રહી છે ? સૂરજ કઇ દીશામાં ઉગ્યો છે ?
સુરેખાએ કહ્યું એવી વાત નથી મેં પણ ઘણો વિચાર કર્યો છે એવું નથી કે હું તને પસંદ કરતી નથી પણ ભણવાનું બગડે નહીં એ જ ભય હતો પછી મન મનાવ્યું અને સાચી ખબર પડી કે આમ ના બોલવામાં વિચારોમાં રહેવાય છે અને વધારે ભણવું બગડે છે એનાં કરતાં સ્વીકાર કરીને હોંશથી ના ભણું ?
સુરેખે ખુશ થતાં એનો હાથ લંબાવી સુરેખાનો હાથ એનાં હાથમાં લઇને કહ્યું "થેંક્યુ.. આવો સ્પર્શ કરી શકું ને ? સુરેખા શરમથી સંકોચાઇ ગઇ હતી એણે શરમાતા કહ્યું.
જેને પસંદ કરતાં હોઇએ એનો સ્પર્શ કોને ના ગમે ? એમ કહીને સુરેખનો હાથ દાબ્યો. સુરેખતો સોળે કળાએ ખીલી ગયો અને વધારે હિંમત કરીને સુરેખાનાં ગાલ પર ચુંબન કરી લીધું.
સુરેખા કંઇ બોલી નહીં અને ચહેરો આખો શરમથી લાલ થઇ ગયો હતો એનાં શરીરમાં લોહી ઝડપથી દોડવા માંડ્યું એણે પ્રતિભાવમાં સુરેખનો ગાલ ચૂમી લીધો.
સુરેખે આગળ વધતાં એને બાહોમાં સમાવી લીધી. સુરેખાને સુરેખનો સ્પર્શ અને હૂંફ ખૂબ ગમ્યાં એણે પણ એટલો જ સહકાર આપ્યો. બંન્ને જણાં ક્યાંય સુધી વળગીને બેસી રહ્યાં. બંન્નેનાં શ્વાસ જોર જોરથી ચાલી રહેલાં. ગરમ શ્વાસોની સરગમ બંન્ને ઉત્તેજીત કરી રહી હતી બંન્નેની બાંહોની ભીંસ વધી રહેલી અને આનંદ સાગરમાં ડૂબી રહેલાં.
ત્યાંજ સુરેખે સુરેખાનાં હોઠ પર હોઠ મૂકી દીધાં. અને બંન્નેનાં હોઠનું મિલન એટલું તોફાની હતું કે ક્યાંય સુધી બંન્ને જણાં મધુરસ પીતાં રહ્યાં. સુરેખાની આંખમાં આંસુ આવ્યા સુરેખે કહ્યું કેમ આંસુ ? મેં કંઇ ખોટું કર્યું ?
સુરેખા એ કંઇ બોલ્યા વિનાંજ ફરીથી એનાં હોઠ સુરેખનાં હોઠ પર મૂકી દીધાં પાછી સમાધી લાગી ગઇ પછી સુરેખાએ કહ્યું "બસ આજ સીમા રહેશે અહીંથી આગળ કંઇ નહીં કરુ નહીં કરીએ... પ્રોમીસ મી મારે પ્રેમ કરવો છે પણ સ્વચ્છદતાં કે શિષ્ટતા ભૂલૂ એવું કંઇ નહીં. બાકીનું લગ્ન કર્યા પછી જ હશે અને મારી સાથે લગ્ન કરવાનો હોય તો જ આગળ વધીશું.
સુરેખે કહ્યું આઇ પ્રોમીશ - પ્રેમમાં આજ તો સીમા કે મર્યાદા ના હોય પણ હાલ જે સ્થિતિ છે એમાં મર્યાદા શણગારની જેમ શોભશે. મને તારું આ ચરિત્ર અને સ્વભાવ વધારે આકર્ષે છે પણ હોઠ પર પ્રતિબંધ ક્યારેય નહીં રાખતી હું આગળ કંઇ નહીં માંગુ તું પોતે ઇચ્છીશ ત્યારે જ થશે એ પહેલાં નહીં જ.
સુરેખાએ હોઠથી ચુંબન કરતાં કહ્યું "આઇ લવ યુ સુરેખ... આઇ મીસ યુ.. એવું ત્રણ અઠવાડીયાથી મારે કહેવું હતું તારો સ્વીકાર થઇ ગયો હતો મારે સમર્પણ કરવું હતું.
સુરેખા કહે મારે કોઇનાં નામ લઇને વાત કરવી નથી પણ એટલું ખૂલ્લું અને બિભત્સ મને બીલકુલ પસંદ નથી પ્રેમ કે આવેગ જો પ્રદર્શનની વસ્તુ નથી એ આગવી મૂડી છે આપણો અંગત ખજાનો છે એ બતાવવા માટે નથી અનુભવવા અને એહસાસ કરવા માટે છે.
સુરેખે કહ્યું "આઇ લવ યુ સુરેખા. હું બધુજ સમજુ છું જાણુ છું અને શરમતો સ્ત્રીનું ઘરેલું છે એ ના હોય તો સ્ત્રી સ્ત્રી તરીકે શોભતી જ નથી અને આપણે પ્રેમનું વરવું પ્રદર્શન નજરે જોયેલું છે જે ક્યારેય સ્વીકારવા પાત્ર નથી જ.
બંન્ને જણાં એકબીજામાં પરોવાયેલા વાતો કરતાં હતાં અને કબીર દરવાજો નોક કરીને અંદર આવ્યો એને ખ્યાલ આવી ગયો કે વસંત ખીલી છે પ્રેમમાં બહાર આવી ગઇ છે.
કબીરે કહ્યું "પેલાં અભલાને ફોન કર જલ્દી આવે નહીતર સમોસા અને ચા બધું ઠડું થઇ જશે. સુરેખે અભીને ફોન કર્યો.
સુરેખાએ કહ્યું "કબીરભાઇ તમે બેસો હું આપુ છું બધાને સર્વ કરું છું અને એણે કામ હાથમાં લીધુ અને લાવેલો એ પેપરડીશમાં અને પેપર કપમાં ચા ભરવા માંડી ત્યાંજ સ્તુતિ અને અભી આવી ગયાં.
કબીર બોલ્યો "બોલો સીયા રામ કી જય.. આ લોકોનું પાકુ ગોઠવાઇ ગયુ છે માહોલ બદલાઇ ગયો છે ચાલો એ વાત પર ગરમા ગરમ સમોસા અને ચા થઇ જાય.
સ્તુતિ બોલી મને તો ખબરજ હતી આ પત્થરનું પાણી થવાનું જ છે પત્થર મીણની જેમ ઓગળી જવાનો છે. સુરેખનો પ્રેમ એટલો ગરમ હતો કે... અભીએ અટકાવતાં કહ્યું "તું ગરમ ઠંડાની ક્યાં માણે છે આ ચા ઠંડી થઇ જશે ચા પી લઇએ.
સ્તુતિતો અભીનાં ખોળામાંજ બેસીને ચા પીવા લાગી એ જોઇ સુરેખાને ખડખડાટ હસું આવી ગયું બધાં હસી પડ્યાં.
ત્યાંજ કબીરનાં મોબાઇલમાં રીંગ આવી એણે ફોન ઉપાડ્યો... "હાં મસ્કી બોલ... બધાનાં કાન સરવા થયાં. હાં સુરેખ અને અભી બંન્ને છે બોલ શું કહે છે ? તું આવે છે ? એકલો કે બેકલો ?
મસ્કીએ કહ્યું "અલ્યા વાનર એકલો જ હું બેકલો જ ક્યાં છું દોસ્તો સાથે મહેફીલ જમાવવા આવુ છું કબીર બોલ્યો "મહેફીલ ?
વધુ આવતા અંકે - પ્રકરણ-15