WILD FLOWER - 13 books and stories free download online pdf in Gujarati

વાઇલ્ડ ફ્લાવર્સ - પ્રકરણ-13

વાઇલ્ડ ફ્લાવર્સ
પ્રકરણ-13
વંદના-મસ્કીની વધુ પડતી સ્વછંદતા અને બેફીકરાઇ જોઇને સુરેખાને હવે તીરસ્કાર થઇ રહેલો એજ વેદીકાની સ્થિતિ હતી. સુરેખા વંદનાનાં છેલ્લા વાક્યથી ખૂબ અકળાયેલી વંદના બોલી હતી અલ્યા કબીર આતો અમારું ઘડીયા લગ્ન નહી પણ ઇન્ટ્રોડકશન હતું ફીઝીક્લ ફાવટ આવે છે કે નહીં ? મસકી ફાવે છે કે નહીં એજ જોવું હતુ અને ખડખડાટ હસી. સુરેખાથી સહન ના થયું એ સાંભળીને એ બોલી માફક ફાવટ નહીં. આ નરી સ્વછંદતા છે આનુ પ્રાઉડ લેવા જેવુ શું કર્યુ. તે તારી જાત જે રીતે અભડાવી છે લગ્ન સાચે કરે તો ઠીક નહીતર બજારુ અને તારામાં કોઇ ફરક ના રહ્યો. કોણ જાણે કેટલા સાથે ?... અને સુરેખે એના મોઢાં પર હાથ દઇને કહ્યું "સુરેખા જેને જે કરવુ હોઇ એ કરે આપણે શું ?
એ વાક્યો સુરેખાનાં સાંભળી બધાંજ સડક થઇ ગયાં પણ સુરેખાની વાતને અનુંમોદન મૌનમાં આપી દીધુ. પણ નશામાં રહેલી વંદનાએ વધારે સ્વછંદતા અને નાગાઇ નોંધાવી કહ્યું બધા તારા જેવી ગામડાના ના હોય જ્યાં દોરે ત્યાં પણ ના જાય એતો વાંઝણી હોય એ પ્રતિભાવ ના આપે હું તો સંપૂર્ણ મુક્ત ? અને ફોરવર્ડ છું તારાં વિચાર તારી પાસે રાખ અને હું શું છું એને મારા સુધીજ રહેવા દે તો સારું નહીંતર...
ત્યાં મસ્કીએ એનાં હોઠ વંદનાનાં હોઠ પર મુકતાં કહ્યું તું પણ શું વાદવિવાદ કરે છે ? કોની સાથે કરે છે ? જાણે લડવાનાં મુડમાં આવી ગયા હોય એવું વાતાવરણ થઇ ગયું.
સુરેખાથી સહેવાયું નહીં સુરેખનો હાથ હટાવી આંખોનાં ડોળા મોટાં કરી બોલી ઉઠી... આતો ઉછેર અને સંસ્કારનું વરવું પ્રદર્શન છે આમેય નાગાની પાશેરી ભારે જ હોય.
ત્યાં અભી બોલ્યો "બસ હવે ઝગડો બંધ કરો પ્લીઝ આપણે ફરવા નીકળ્યાં છીએ આખો માહોલ બગડી ગયો.
સુરેખા સમસમીને ચૂપ બેઠી થોડીવાર પછી બોલી પ્લીઝ મારે હોસ્ડેલ પાછા જવુ છે. મારી કોઇ લાયકાતજ નથી બધાં સાથે ફરવા નીકળવાની તમારી ઐયાશી તમને મુબારક.
સુરેખે વાતાવરણની નસ પકડી અને બોલ્યો ચાલો મ્યુઝિક ચાલુ કરું છું આપણે પાછા વળીએ. કબીરે કહ્યું ભાઇ નીકળ્યાં છીએતો લોંગ ડ્રાઇવ કરીને જઇએ.
સુરેખે કહ્યું "આટલી તો લોંગ ડ્રાઇવ કરી હવે કેટલે જવું છે ? ચાલ 10 KM આગળ જઇએ પછી રીર્ટનજ જઇશું. થોડીવાર ચૂપકીદી છવાઇ અને ગાડીમાં રહેલી CD ચાલુ કરી. અને ગીતો વાગવા શરૂ થયાં. થોડીવાર બધાં ચૂપ બેઠાં.
સુરેખ-સુરેખા એકદમ શાંત થઇ ગયાં હતાં. અભી-સ્વાતી એમનાં પ્રેમાલાપમાં હતાં. એકબીજાનાં હાથમાં હાથ પરોવી બેસી રહ્યાં દશ્ય જોયાં. સંવાદો સાંભળી એણે મનમાં નક્કી કરી લીધેલુ કે હવે વંદના સાથે ફેન્ડશીપ નહીંજ રાખુ એને સુરેખા સાથે સાથ પુરાવવો હતો. પણ એ ચૂપ રહી.
કબીરે કહ્યું "તમે લોકો ગાડી સ્ટાર્ટ કરો હું અને તમસ બાઇક પરજ સારાં છીએ અને પાછળ ફોલો કરીએ છીએ પણ બધાનો મૂડ જોઇને મેં સજેસ્ટ કરેલું એ લોકો ગાડીને ઘેરીને ઉભા હતાં એમની બાઇક પર ગયાં. બાઇક સ્ટાર્ટ કરી..
સુરેખે ગાડી સ્ટાર્ટ કરી અને સુરેખાએ વેદીકા તરફ નજર કરી કહ્યું તને ફાવે છે ને ? નહીંતર આગળ આવી જા... વેદીકાએ કહ્યું અભી-સ્વાતીને ફાવે તો મને ફાવે છે. એમ કહીને હસી.
ત્યાં અભીએ કહ્યું "અમને વધારે ફાવે છે ચિંતા ના કર અને સ્વાતી હસી પડી. વેદીકાએ કહ્યું" તો વાંધો નહીં એ પણ હસી પડી.
સુરેખને લાગ્યું ચાલો વાતાવરણ થોડું હલકું થયુ ગાડી સ્ટાર્ટ કરી અને એણે થોડે આગળ જઇને કબીરને ઇશારો કર્યો. સુરેખે ગાડી સીધી રીટર્ન લીધી અને શહેર તરફ મારી મૂકી.
મસ્કી વંદના છેક પાછળ બેઠેલાં એમનો અવાજ બંધ થઇ ગયો હતો. એણે વંદનાનાં ખોળામાં માથુ મૂકી દીધુ હતું.
બંન્ને જણાં નશા અને ઊંઘમાં ઝૂલી રહ્યાં હતાં.
સુરેખાએ સુરેખ તરફ જોયું અને ધીમેથી બોલી "હોસ્ટેલજ લે છે ને ? સુરેખા માથું હલાવી હા પાડી.
***********
હોસ્ટેલ પહોંચીને સુરેખે સુરેખા-સ્વાતી - અભી બધાને ઉતાર્યા. પાછળ કબીર અને તમસ આવી ગયાં. બધાને થાક અને ઊંઘ બેઉ ભેગું થયું હતું.
હોસ્ટેલ આવતાંજ સુરેખાને હાંશ થઇ એ ઉતરી ગઇ અને સુરેખ સામે જોઇ બોલી "થેંક્સ… સુરેખે કહ્યું "કેમ શું કર્યુ છે કેમ થેંક્સ કહે છે ? પણ એક પ્રશ્ન પુછું ?
સુરેખાએ કહ્યું "બોલ" સુરેખે કહ્યું આવતા સન્ડે હું આવીશ મળીશ મને ? મારે થોડી વાત કરવી છે આજે ચાન્સ હતો છતાં બોલી નથી શક્યો. કબીરનાં રૂમ પર આવીશ.
સુરેખા થોડીવાર ચૂપ રહી પછી બોલી "ઓકે" પછી સ્વાતી અભી સાથે વાત કરી રહી હતી એટલે થોડીવાર એની રાહ જોઇ ઉભી રહી અને સ્વાતી આવી એટલે સુરેખને બાય કહીને બંન્ને જણાં હોસ્ટેલ તરફ ગયાં.
સુરેખે વેદીકા અને વંદનાને કહ્યું "તમે લોકો અમારી સાથે કારમાંજ આવો અને તમસને કહ્યું તું પણ આવી જા તને ડ્રોપ કરી દઇશ. પછી હું અને મસ્કી જતા રહીશું વેદીકા અને વંદના એક્ટીવા પર આવી હતી પણ.. રાત્રી ઘણી થઇ ગઇ હતી. વંદનાને ખાસ હોંશ નહોતો એટલે વેદીકાએ ના છૂટકે હા પાડી.. સુરેખે કહ્યું ભલે રહ્યું અહીં એકટીવા કાલે લઇ જવાશે અત્યારે બધાં સાથેજ જઇએ.
બધાએ એક સૂરે હા પાડી અને કબીરે કહ્યું ચાલો મળીએ થોડાં ભારે અને કચવાટ વાળા મૂડે બધાંએ કબીરને બાય કહ્યું કબીર એનાં રૂમ તરફ ગયો અને બાકીનાં બધાં ગાડીમાં ગોઠવાય મસ્કી અને વંદનાતો એમની જગ્યાએથી હલ્યાં પણ નહોતાં. અને સુરેખે ગાડી ઘર તરફ ભગાવી.
****************
આમને આમ ઘણાં દિવસ નીકળી ગયાં કોઇ એકબીજાને મળ્યુ નહીં. સુરેખ બીજા રવિવારે હોસ્ટેલ જવાનો હતો પણ કોઇ કારણ સર જઇ ના શક્યો. વેદીકા એનુ એક્ટીવા લઇ આવી હતી.. એકબીજાને ફોનથી વાત કરી લેતાં.
મસ્કીની બર્થડેનાં દિવસ પછી થોડાં મન ઊંચા થયાં હતાં અને આમને આમ ક્વીઝ અને ટેસ્ટ નજીક આવેલાં બધાં એમાં પ્રીપેરેશનમાં પડી ગયાં. વેદીકાએ વંદનાને બોલાવવાની બંધ કરી દીધુ હતું આખી ટોળી જાણે વીખેરાઇ જવાનાં અંત તરફ હતી.
સુરેખનાં ફાધરની ટ્રાન્સફર આવી એમને વડોદરાથી સુરત હાજર થવાનું હતું પણ ઘરમાં નિર્ણય લેવાયો કે હમણાં એ એકલાંજ જશે અહીં સુરેખની કોલેજ છે એટલે સુરેખ અને એની મંમી અહીંયા રહેશે અને વ્યવસ્થા નક્કી થયા મુજબ સુરેખ અને એની મંમી ઘરે રહ્યાં અને બંકીમચંદ્ર અધવર્યુ નવી જગ્યાએ ફરજ પર હાજર થઇ ગયાં.
ઘણાં સમય સુધી મસ્કી પણ જાણે ટોળાથી અલોપ રહ્યો. એકવાર સવારે સુરેખનો મોબાઇલ રણક્યો. કબીરે ફોન કરેલો કબીરે કહ્યું "સુરેખ આજે આવને હોસ્ટેલ ઘણો સમય થઇ ગયો ટેસ્ટ પણ પુરી થઇ ગઇ હવે તો ફ્રી થયો હોઇશ. શું કરે છે ? આવે છે ?
સુરેખે કહ્યું "આજેજ આવુ છું.. બધાને પુરતો સમય મળી ગયો હશે હવે તો. ચાલ મળીએ. સાંજે આવુ છું બીજા કોને બોલાવ્યાં છે ? કબીરે કહ્યું. મેં અભી અને મસ્કીને ફોન કરેલાં મસ્કી તો ફોનજ નથી ઉપાડતો પણ અભી આવવાનો છે એતો અઠવાડીયે એકવાર અહીં આવેજ છે સ્વાતીને મળવા.
સુરેખ કહ્યું "ઓકે મળીએ બધી વાત કરીએ. સુરેખે એની મોમને કહ્યું "માં હું સાંજે મારાં ફ્રેન્ડ્સને મળવા જવા વિચારુ છું અને હું વહેલો પાછો આવી જઇશ પાપા પણ નથી એટલે.. સુરેખ આગળ બોલે પહેલાંજ દર્શનાબહેન કહ્યું તું તારે જા ઘણો સમય થઇ ગયો છે. એમ પણ તારાં પાપા આજે આવે છે એટલે એકલી નથી સુરેખે કહ્યું "પાપા આવવાનાં છે ? તેં તો કહ્યુંજ નહીં ?
માં એ કહ્યું. મને હમણાંજ ફોન આવેલો બે દિવસ માટે આવે છે. તું તારે જા આવીને પછી શાંતિથી બેસીસુ વાત કરવા.
સુરેખે કહ્યું "ઓકે મોમ થેંક્સ કહીને એણે ફરીથી ફોન ઉપાડ્યો અને કબીરને કહ્યું હું સાંજે નક્કી આવુ છું.
સાંજે સુરેખ કબીરને ત્યાં પહોચી ગયો એણે જોયુ અભી ક્યારનો આવી ગયો છે. કબીરનાં રૂમમાં આજે ફરીથી વસ્તી થઇ ગઇ.
સામેથી હોસ્ટેલમાંથી સ્તુતિ અને સુરેખા બંન્ને જણાં કબીરનાં રૂમ પર આવવા નીકળ્યાં. સુરેખે જોયું કે સ્વાતી સાથે સુરેખા આવી રહી છે અને એં મનમાં આનંદ છવાયો એણે કબીરને કહ્યું " થોડી પ્રાઇવેસી કરી આપજે. આજે....
વધુ આવતા અંકે - પ્રકરણ-14


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED