વાઇલ્ડ ફ્લાવર્સ
પ્રકરણ-11
વાઇલ્ડ ફલાવર્સ
।। ૐ ।।
।। ૐ શ્રી માં ।।
।। ૐ નમો નારાયણાય ।।
લાભપાંચમ - મૂહૂર્ત લખાણ
સુરેખ અસ્ખલિત બોલી રહેલો પ્રેમ વિશ્વાસ પર સુરેખા સાંભળી રહી હતી. સ્વાતીથી કહેવાઇ ગયુ મેં તો અભી પર વિશ્વાસ મૂકી દીધો છે હવે હું સાવ હળવી થઇ ગઇ એની જવાબદારી વધી ગઇ છે મારે શું ? સાથે સાથે સુરેખને કયું તું પણ વિશ્વાસ એકવાર તો મૂકી જો... વિશ્વાસ અને શ્વાસ સાથે ચાલે એવું સુરેખે કહ્યુ એ વાત સાવ સાચી છે. સુરેખાનાં આવુ સાંભળી ગુલાબી કોમળ હોઠ ફફ્ડયા.. એણે કંઇક કહ્યુ. પણ એ ઉદગાર એણે જ સાંભળ્યો. એ હાથનાં નખથી જમીન ખોતરી રહી હતી કંઇક હજી કહેવું હતું સાંભળવું હતું પણ... એનાં ફફડેલાં હોઠ ફરી ના ફફડ્યો આંખે આંસુનો તોરણ બંધાયા...
************
વંદના અને મસ્કીનું પ્રેમરૂપ બધાં જોઇ રહેલાં એકદમ બોલ્ડ અને ખૂલ્લો પ્રેમ વંદના વ્યક્ત કરી રહી હતી અને આખાં ટોળામાં એકજ વ્યક્તિ એવી હતી કે એ વંદનાને જોઇ રહી હતી મસ્કીને વળગીને ચુંબન કરી રહી હતી મસ્કી વંદનાને કેડમાંથી ખેંચીને ભીંસ દઇ રહ્યો હતો એ લોકો શરીર સ્પર્શનું સુખ માણતાં હતાં. આ વ્યક્તિ વંદનાને માણી રહી હતી એનાં અંગેજ વિચારી રહી હતી એ હતી વેદીકા...
વેદીકાને ચાર દિવસ પહેલાંનો જ પ્રસંગ યાદ આવી ગયો એણે વંદનાને ફોન કરેલો સાંજનો સમય હતો લગભગ પાંચ વાગ્યા હશે. વંદના અને વેદીકા બંન્ને આર્ટસ કોલેજમાં હતાં જીવનમાં કંઇ બનવાનું લક્ષ્ય જ નહોતું બસ મોજ મજા કરવી અને લગ્નનો સમય થાય માં બાપ પરણાવે ત્યાં પરણી જવું. વંદના જીંદગી ભોગવવા કંઇ પણ કરવા તૈયાર હતી જ્યારે વેદીકા આર્ટસ એટલે પસંદ કરેલું કે એ સંસ્કૃત ભાષા ત્થા દરેક પુરાણ, ઉપનીષદ અને સનાતન ધર્મ વિશે અભ્યાસ કરી શકો એને ભલી શીખી શકે એનાં રસ હતો. વિધી વિધાન શીખવુ હતુ એને મિત્રો ગમતાં સંગત ગમતી પણ છડેચોક પ્રેમલીલાનું પ્રદર્શન ગમતું નહીં. ટાઇમપાસ માટે કોઇ સાથે સંબંધ રાખી છીનાળા કરવા નહોતાં. વંદના વેદીકા બંન્ને ખાસ સહેલી હોવા છતાં બંન્નેનાં વિચાર, લક્ષ્ણ, સંસ્કાર અને પ્રાર્થના જુદા જુદા હતાં.
અત્યારે વંદનાને મસ્તી સાથે કરતી જોઇને એ સાંજનો પ્રસંગ યાદ આવી ગયો એણે વંદનાને ફોન કરી કહ્યું "વંદના હું લાઇબ્રેરી જવા પ્લાન કરુ છું તું આવે છે ? વંદનાએ કહુ એક કામ હું થોડીવાર જીમ જવા માંગુ છું પછી જઇએ તુ એ પ્રમાણે નીકળ ત્યાં સુધી હું થોડું વર્કઆઉટ કરી લઊં.
વેદીકાએ કહ્યું "ઓકે તો હું ત્યાં સુધી મારે બે ત્રણ અધ્યાય વાંચવા બાકી છે એ પતાવી દઊંતો એ ગ્રંથ લાઇબ્રેરી પાછો આપી શકાય તું જીમમાં પરવાર ત્યાં સુધીમાં હું જીમ પહોચુ છું.
વંદનાનાં પિતા શેરબજારનુ કામ કરતાં.. સટ્ટા સવળા પડેલાં એટલે પૈસો ઘણો હતો દિકરી વંદના એકની એક હતી એની મંમી કીટી પાર્ટી અને સહેલીઓની શોખીન, નાટક મૂવી જોબ જવુ ખૂબજ પસંદ દીકરીને છુટો દોર આપેલો એટલે વંદના એ રીતે જ ઉછરીને તૈયાર થયેલી.
વંદના જીમ પર પહોચી ગયેલી. જીમામાં જઇનેએ વોશરૂમમાં જઇ ફ્રેશ થઇને આવી અને એનાં ખાસ ઇનસ્ટ્રક્ટર સાથે એ એક્ષરસાઇઝ કરતી. વેદીકા વંદના સાથે લાઇબ્રેરી જવા માટે જીમ પર આવી ગઇ. એ બહાર વેઇટીંગમાં વેઇટ કરી રહી હતી. એ વંદનાની રાહ જોઇ રહી હતી ખાસી વાર થઇ વંદના આવી નહીં એટલે એણે રીસેપ્શન પર કહી અંદર આવી એણે જોયું તો વંદના એનાં ખાસ ઇન્સ્ટ્રકટર સાથે "કસરત" કરી રહેલી એનો ઇસ્ટ્રક્ટર વંદનાની પાછળ ઉભો હતો એનાં હાથ વંદનાની છાતી પર હતાં પાછળથી આખો વંદનાને સટીને ઉભો હતો એનો ચહેરો વંદનાની ડોકમાં પરોવાયેલો હતો અને એ જમ્પર પકડી ઉઠબેસ કરાવતો હતો. વેદીકા વંદનાને જોઇ જ રહી. વંદનાની આંખો બંધ હતી એ મજા લઇ રહી હતી વેદીકાથી જોવાયુ નહીં એને થયું આ વંદના આટલી હદ સુધી.... એ પાછી વળી ગઇ અને એ બહાર આવીને એને લીધાં વિના લાઇબ્રેરી જતી રહી...
વેદીકા અત્યારે વંદનાને જે રીતે જોઇ રહી હતી એને થયુ આ એક નંબરની ચાલુ છે બધે મઝા લેવી છે કોઇ કરેકટર નથી આનુ એક દિવસ ફસાસે ત્યારે ખબર પડશે. વેદીકાને વેદીકા તરફ તિરસ્કાર થઇ ગયો હતો. એને મન થયુ કે એ મસ્કીને ચેતવી દે કે... પણ પછી વિચાર આવ્યો હું મસ્તીને ક્યાં ઓખળુ છું કે એ કેવો છે ? જે રીતે અત્યારે બંન્ને જણાં એકબીજાને હોઠ છોડતા નથી આ બિભત્સ વર્તન કરનારાનું કોઇ ચરિત્ર જ નથી હોતુ મારે શું ? અને વિચારોમાં પણ ચૂપ થઇ ગઇ.
થોડીવાર મસ્કીએ પ્રેમાલાપ કર્યો પછી ખબર નહીં એને શું થયું એણે વંદનાને જોરથી ભીંસ દઇને પોતાનાં શરીર દબાવીને ચૂસ્ત દીર્ધ ચુંબન લીધુ અને પછી વંદનાને છોડીને બોલ્યો. વાહ મજા આવી ગઇ.
અભી, સુરેખ, તમસ વેદીખા, સ્વાતી, સુરેખા બધાંજ આવુ જોઇને રેસીસ્ટ ના કરી શક્યા. અભીથી કહેવાઇ ગયુ. "ભાઇ મસ્કી બાકીનું પછી માટે પણ રહેવા દે... તમને ચઢી છે અને કંઇ ભાન નથી.. ચલ હવે બહાર આંટો મારવા જઇએ અહીનું બહુ થઇ ગયું. અને અભી ઉભો થઇ ગયો.
મસ્કીએ વંદનાને ખેંચીને કહ્યું "ચાલો ચલો પણ હું તો આની જોડે કંઇક છેલ્લી સીટ પર બેસીસ બર્થડે એન્જોય કરીશ કાર કોણ ચલાવશે ?
અભીએ કહ્યું "હું અથવા સુરેખ... સ્વાતી એ વચ્ચે બોલી કહ્યું "સુરેખ ચલાવશે... સુરેખ.. સુરેખા આગળ પછી હું અને અભી પછી તમે લોકો.. તમસ કહ્યું તો હું અને વેદીકા કંઇ નહીં અને પાછળ બાઇક પર આવીશું વેદીકાએ સંમતિ દર્શાવી.
મસ્કીએ કહ્યું "એય અભી બીયર ટીન નાસ્તો બધુ સાથે લેજે ક્યાંક દૂર લોંગ ડ્રાઇવ જઇએ રાત્રે મોડાં પાછા અવાય એવી રીતે આજે આ માલ.. આઇ મીન ગીફ્ટ મળી છે ભોગવવી પડશે એણે વંદના સામે ગંદો ઇશારો કરતાં કહ્યુ...
વેદીકા, સુરેખા, સ્વાતી બધાં વંદના સામે જોઇ રહ્યાં. વંદનાએ આવું સાંભળ્યા પછી પણ એવુ કહ્યું "અરે મારાં ડાર્લીંગ મસ્કી આઇ લવ યુ હું તો તને આજે સમર્પિત છું અને મસ્કી વંદનાને કેડમાં દબાવીને રૂમની બહાર નીકળી નીચે તરફ જવા લાગ્યો. અભી-સ્વાતીએ ટીન લીધાં નાસ્તો લીધો- સુરેખે બોટલ અધૂરી સાથે લીધી અને ધીમે રહીને સુરેખાને પૂછ્યું ? આવે છે ને ?
સ્વાતીએ પ્રશ્ન સાંભળી સુરેખા સામે જોયું.. સુરેખાએ કહ્યું હા.. અને સુરેખને જાણે જેકપોટ લાગ્યો. એણે ઉત્સાહમાં બધુ ઉચકી લીધુ અને મસ્કીએ ફેકેલી ગાડીની ચાવી લઇને ઉભો થયો કબીરે કહ્યું અમે ત્રણ બાઇક પર આવીએ છીએ કારણકે તમસ છેક આવવા ના પાડે છે એને વચ્ચે ડ્રોપ કરી દઇશ. સુરેખે તમસને કહ્યું " સાચે જ નથી આવતો ?
તમસે કહ્યું "ના સુરેખ મારે નાઇટ ડ્યુટી છે આઇ કાન્ટ. પ્લીઝ તમે લોકો જઇ આવો સુરેખ કંઇ બોલ્યો નહીં અને બધાં નીચે ઉતર્યા.
સુરેખે ડ્રાઇવીંગ સાંભળ્યું બધાં નીચે આપ્યાં ત્યારે મસ્કી વંદનાને ચૂમી રહેલો બંને જણાં ખૂબ ઉત્તેજીત લાગી રહેલાં. સુરેખે કહ્યું ચાલો અંદર બેસો બધાં. સુરેખ અને સુરેખા આગળ પછી સ્વાતી અને અભી છેલ્લે મસ્કી વંદનાને લઇને બેઠો.. કબીર, તમસ અને વેદીકા બાઇક પર નીકળ્યાં. સુરેખે કબીર ને કહ્યું મારી કાર પાછળ રહેજો અને તમસને ઉતારે ત્યારે ડીપર મારજે હું ઉભો રહીશ.
બધો પ્લાન સમજીને સુરેખે કાર સ્ટાર્ટ કરી અને એણે સુરેખા સામે જોયું સુરેખા વિન્ડોમાંથી બહાર જોઇ રહી હતી અને એની નજર મીરર પર પડી જેમાં મસ્કી અને વંદના દેખાઇ રહેલાં.
અભીએ સ્વાતીનો હાથ પકડી લીધો હતો અને અભીની છાતી પર માથું ઢાળી દીધેલુ અભીએ કપાળ પર ચૂમી ભરીને એને વ્હાલ કરતો કંઇ વાતો કરી રહેલો. એલોકોનું ધ્યાન બીજે કશેજ નહોતું પાછળ મસ્કી અને વંદનાએ નાટકનો જાણે છેલ્લો ભાગ ભીજવવાનો હોય એવું ચાલુ કર્યું.
સુરેખાએ મીરરમાં જોયું પછી એનાંથી ના જોવાયુ એટલે આંખો બંધ કરી દીધી. સુરેખની નજર પડી એણે કહ્યું "હું ડ્રાઇવ બરાબરજ કરુ છું કેમ ડરે છે ? ભલે ડ્રીંક લીધુ પણ સ્વસ્થ છું.
સુરેખાએ આંખો બંધ રાખીને પાછળ તરફ ઇશારો કર્યો સુરેખે પણ મીરરમાંથી પાછળ જોયુ અને એ ભડક્યો એણે અભીને કહ્યું "એય અભલા પાછળ જો પેલા બે જણાં હદ વટાવે છે.
અભીએ ચમકીને પાછળ જોયુ સ્વાતી અને અભી બંન્ને જણાં એકબીજા સામે જોઇ રહ્યાં.
સુરેખાએ કહ્યું "હવે આ હદ થાય છે... સુરેખે કહ્યું હાં સાચી વાત છે એની નજર પાછળ ગઇ અને ત્યાં.....
વધુ આવતા અંકે -- પ્રકરણ-12