કરસનકાકા કોડિયાવાળા Setu દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ચતુર

    आकारसदृशप्रज्ञः प्रज्ञयासदृशागमः | आगमैः सदृशारम्भ आरम्भसदृश...

  • ભારતીય સિનેમાનાં અમૂલ્ય રત્ન - 5

    આશા પારેખઃ બોલિવૂડની જ્યુબિલી ગર્લ તો નૂતન અભિનયની મહારાણી૧૯...

  • રાણીની હવેલી - 6

    તે દિવસે મારી જિંદગીમાં પ્રથમ વાર મેં કંઈક આવું વિચિત્ર અને...

  • ચોરોનો ખજાનો - 71

                   જીવડું અને જંગ           રિચાર્ડ અને તેની સાથ...

  • ખજાનો - 88

    "આ બધી સમસ્યાઓનો ઉકેલ તો અંગ્રેજોએ આપણા જહાજ સાથે જ બાળી નાં...

શ્રેણી
શેયર કરો

કરસનકાકા કોડિયાવાળા

"અલ્યા એ ડફોળ! ચ્યો ગુડાઇ જ્યો?" હાથ મહોતાથી લૂછતાં લૂછતાં ગોળ ચશ્માંની અંદરની ઘુરતી આંખો ઝીણી કરીને કરસનકાકા એ હાક પાડી. અવાજ સાંભળી હાફડો ફફાડો બની ગયેલો એવો મનુ સફાળો આવી ચડ્યો જાણે કોઈ આફત ના આવી ચડી હોય! એને મન કરસનકાકા આફતથી ક્યાં ઓછા હતા.
"હા કાકા"- એ ટુંકમાં બોલ્યો અને આગળ કઈ બોલે એ પહેલાં તો ગોળ ગફોલા માંથી કાકા ફરી તડુક્યા, " તારા ડોહા એ ચ્યારનો ઓર્ડર કર્યો હ ન તન કશી ગતાગમ નહિ?" રસોડાનો દરવાજો બંધ કરી ને બહાર બેઠેલા ગ્રાહકોને સંભળાય નહીં તેનું ધ્યાન રાખવાની તકેદારી કરી એમને અવાજમાં જરાં નરમાશ કરી ને જીભ પર કતાર તીણી કરી ને દાંત કચડીને કહ્યું.
કોડિયાનો વર્ષોથી વેપાર કરતાં કરસનકાકા આજે એમના અનુભવનો રસ પીને નિપૂણ બની ગયા હતા, એમનો કારોબાર ઘણો વિસ્તરી ગયો હતો છતાંય સાદગી હજીય ભોંયતળિયે સાચવી રાખી હતી.આખા શહેરમાં કોડિયાં તો એમના જ વખણાય, દિવાળીનો સમય માથે હતો તો ઘરાકી નો તોટો નહોતો, હોલસેલ વેપારીઓ પણ એમને ત્યાં આવતા તો નાના છૂટક ગ્રાહકો પણ આવતાં, પણ દરેક એમને મન તો ભગવાન જ! કદાચ આ નેમ જ એમને અહી સુધી લઈ આવ્યો હશે.
શૂન્ય માંથી સર્જન કરનાર કરસનકાકા એટલે કરસનકાકા! આખા શહેરમાં એમના જેવું કોઈ નહિ, એમની સાદગી અને કાર્યનિષ્ઠા એ એમને આજે લાખોપતિ બનાવી દીધા. એમને આજે પણ એમનાં મહેનતના દિવસો ભૂલાય નહીં જ્યાં એમને જાતે બનાવેલાં કોડિયાં સાઈકલ પર જઈને ઘરે ઘરે વેચેલા હતાં. દિવાળીના છેલ્લા દિવસ સુધી એમની મહેનત આજે એમના જીવનમાં અજવાસ ભરી દીધો હતો. એમના કોડિયાઓ એ બધાનાં જીવનમાં ઉજાશ કર્યો સાથે સાથે એમના જીવનમાં પણ, આજે એમના ત્યાં કામ કરતા ત્રણસો થી વધારે કામદારો એમના અજવાસ થી આખા વર્ષનો અજવાસ ભાળે છે. મૂળ મહેસાણાના નાનકડા ગામમાંથી આવીને શહેરમાં વસેલા પણ આજેય એમની ભાત માં ગામડાનુ વલણ સ્પષ્ટ ઝાંખતું હતું.
માથાના વાળ પાકી ગયા હતા છતાં હેરડાઈ ને ભેટો નહોતી કરાવ્યો. જાડો થયેલો વાન ગોગ મહારાજ થી ઓછું નહોતું લાગતું,ઘઉંવર્ણો વાન એને એમાં માટીની સુગંધ ભળીને માટિયાળો થઈ ગયો હતો, ક્યાંક ક્યાંક ઉજરડાયેલા ઘા એમના જીવનનાં ઘા ની સાક્ષી પૂરતા હતા, પણ એમની ચપળતા એમની મહેનતથી મેળવેલી સફળતા દાખવતી હતી, એમની દિનચર્યા કોડીયા અને દીવા થી ચાલુ થતી અને એમાં જ પૂરી થતી, એ જ એમની ભક્તિ અને એ જ એમની શક્તિ!
આખું વર્ષ મહેનત કરીને બનાવેલા કોડીયા વેચવાનો સમય એટલે નવરાત્રિના દિવસોથી દિવાળીના તહેવારો સુધી, જો એમાં મહેનત ઓછી પડે તો કેમેય ખપે? એના માટે તો એ પોતે આ ઉંમરે પણ સાવ નવી ઊર્જા સમેટી નવયુવા બની જતા, પરસેવે રેબઝેબ એવા થઈ જતાં કામમાં કે કોઈ અજાણ વ્યક્તિ એમને જોઇને કળી ના શકે કે એ જ આ કારોબારના અધિપતિ હશે! એમનાં કારીગરો ભેગાં બેસીને જમતાં એમને જરાય ક્ષોભ નહિ, એમને ભેગાં કામ કરતાં કરતાં એક જ માટલે પાણી પણ પીતાં એમને નાનમ નહિ!
"હા કાકા, આતો કાર્ટૂન નતા અન પેલી દુકાને પડ્યાતા એટલ..." મનુ એ વળતો જવાબ આપ્યો.
" તો હવાર મો લઈ અવાય ન! અત્યાર ચ્યો દોડ કરવાની? જલ્દી કર ઓય ખોટી ભીડ થાય સ!"
"લાયો... બે મિનિટ ખમ્મા કરો કાકા!" ઉતાવળા પગલે મનુ સેલોટેપ લઈ ને દોડ્યો આવેલાં કાર્ટૂનો ને પેક કરવા.
" મહેતા સાહેબનો ટેમ્પો ચ્યાર નો આઈ જ્યો સ, ઉતાવળ રાખ!"
"હવ કાકા, આઈ જઉં."
" અન બિલ અલવાનું નો ભૂલતો, માયો રોયો પે'લે ભૂલી જ્યો તો." કહીને કરસનકાકા બીજા ઉભેલા ગ્રાહકોને સંભાળવા આગળ જતાં રહ્યાં, દરવાજો ખુલ્લો હતો, ને એમના સાદગીના શબ્દો ગુંજી રહ્યાં હતા.
" બોલો સાહેબ, ચેવું સ...બહુ દા'ડે દેખાયા, બોલો શું સેવા કરું?"