લખોટી Setu દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

લખોટી

વેરાયેલી લખોટીઓ એવી લાગી રહી હતી જાણે પથ્થરની ભાત ભૂમિ પર પથરાઈ ગઈ! આજુબાજુ એનો રણકાર એવો ગુંજી રહ્યો જાણે સ્પંદનને ધ્રુજારીનાં સૂર વ્યક્ત કર્યા! બાળપણના સાથી સાથે આજે એવો તે ભેટો થઈ ગયો જેની કલ્પના સુદ્ધાં નહોતી. અવિનાશે આજે કંઇક એવું મહેસુસ કર્યું જેનું એના જીવનમાં સ્થાન ક્યાંય દૂર દૂર સુધી ડોકાતું નહોતું, સફળતાની કેડીમાં એ એવો તો રચી ગયો હતો કે જીવન શું છે એની કલ્પના પણ એના માટે એક સપનું હતું. બસ આખો દિવસ મશીનની જેમ એના લેપટોપ અને મોબાઈલમાં એની જિંદગી સમેટાઈ ગઈ હતી.
અવિનાશ એટલે એ જે ગંભીતાપૂર્વક જીવાતું એક જંતુ જે માણસ ઓછો પણ મશીન વધારે. દરેક વાતમાં એનો મતલબ કોઈ તર્કબદ્ધ જ હોય. એનું વ્યક્તિત્વ એક કડક વલણ સ્પષ્ટ કરતું હતું, એની સામે કોઈ હળવાશથી વાત કરવાની હિંમત કરી શકે એવી મજાલ નહિ.એની દરેક વાતમાં એનું મૌન જાણે એની આભા ઓકતું હતું. એને કોઈ ભાગ્યે જ કોઈ વાતનો જવાબ વ્યવસ્થિત આપે, અને જો આપે તો પણ એની પાછળ ક્યાંક કડવાશ હોય એ નક્કી જ! એના આવા વ્યક્તિત્વની ઝાંખી એને સૌથી દૂર રાખતી હતી.
અવિનાશ પહેલાં એવો નહોતો, એનો સ્વભાવ એની ઉંમરની સાથે એવો થતો ગયો. એની યુવાની જેમ જેમ પાકટ થતી ગઈ તેમ તેમ એનો સ્વભાવ ગૂઢ બની ગયો. એનો ઇરાદો કોઈ ને દુઃખી કરવાનો ક્યારેય નથી હોતો પણ એની જવાબદારીઓ એને એવો ઘેરી લીધો હતો કે એ સમય ની સાથે સભાન બની ગયો. એનું બાળપણ છૂટતું ગયું અને એની ગંભીરતા વધતી ગઈ, એ ગંભીરતા એટલી ગૂઢ બની કે આજે એની દુશ્મન બની બેઠી હતી.
સવારના પહોરમાં એ ઓફિસ જવાના માર્ગે નીકળ્યો, એના રસ્તામાં ઘરની નીચેના ચોગાનમાં બાળકો રમતા હતા, એ પણ લખોટી! આજનાં મોબાઈલના યુગમાં બાળકોને આવી બાહ્ય રમતો રમતાં જોવું સૌને માટે અજુક્તું છે! પણ ખબર નહિ આજે ક્યાંકથી કોઈએ બાળકોને આવી રમત ક્યાંથી શીખવી હશે! બાળકોના મોઢા પર કંઇક અલગ ખુશી ઝલકતી હતી.સૌને સ્વાતંત્રતા ની એક નવી દિશા દેખાતી હતી, જે ક્યાંક મોબાઈલ અને ટીવી એ છીનવી લીધી હતી. ખૂણામાં બેઠા બે ચાર ડોસાઓ આ રમતને નિહાળીને પોતાના પરાક્રમો તાજા કરતાં હતાં.
એવામાં અવિનાશ નું ત્યાંથી નીકળવું એને લખોટી ભરેલો ડબ્બો એક બાળકના હાથમાંથી છટકી જવો, અનાયાસે એક ધડીએ વણાઈ ગયા! બધા અવિનાશના ઉગ્ર સ્વભાવથી પરિચિત હતા એના કારણે બધા બાળકો લખોટીઓ વેરતાનો સાથે આઘાપાછા થઈ ગયા નિર્દોષતા ડોળ કરતા કરતાં! પણ અવિનાશની આંખોમાં ગુસ્સો નિરંતર નીતરતો હતો એ દર્શાવતું દ્રશ્ય સૌ જોઈ રહ્યા.બધા ને એમ જ હતું કે અવિનાશ શું કરી નાખશે? એના પગ આગળ વેરાયેલી લખોટીઓ જાણે એના ગુસ્સાની અગનજ્વાળાના બની જાય!
પણ અહી તો અલગ જ ઘટ્યું, અવિનાશ નાં ચહેરાના હાવભાવ રોજ કરતા સાવ અલભ્ય હતા, કોઈને ન કળ્યું હોય એવું એનું સ્મિત એના ચહેરા પર ફરફી ઉઠ્યું, એનાં ચહેરા પર સ્મિત જોવાનો લ્હાવો સૌને મળ્યો. એનું સ્મિત જાણે આખું ગગન નીરખી રહ્યું, પંખીઓનો કલરવ પણ ખીલી ઉઠ્યો, સંતાયેલા છોકરાઓનો ડર ક્યાંય ભાગી ગયો, એમાંનો એક છોકરાએ આવીને એની સામે ઉભો રહી ગયો, જાણે એની માફીના માંગવાનો હોય! બે ત્રણ બાળકો આવીને લખોટી વીણવા માંડ્યાં, અવિનાશ એ લખોટીઓ જોઈ રહ્યો.
એ લખોટીઓ જાણે એને કશું કહી ના રહી હોય! એની જિંદગીના રસોને પાછા લાવવા પ્રયાસ કરી રહી હતી.
ઘર કરી ગયેલી નિરાશાઓ, ગુસ્સો, અહંકાર જે ગુણોનો એ આદી બની ગયો હતો જ જાણે લખોટીઓ સાથે વેરાઈ ગયા. વેરાયેલી લખોટીઓ અને એનું વ્યક્તિત્વ જીવન જીવી રહ્યાં એક સાથે. શું ખબર કે શું કારણ પણ એની જિંદગી પળવારમાં પલટી ગઈ. એને એનું લેપટોપ બેગ બાજુએ મૂક્યું, મોઢા પર સ્મિત સાથે એને બાળકોને એકદમ છોકરમતના ઉમળકા સાથે બૂમ પાડી, " ચાલો બાળકો એક દાવ થઈ જાય?"
એની સાથે એને એના પગ આગળ પડેલી લખોટીઓ મુઠ્ઠીમાં લીધી અને બાળકની જેમ એને જોવા માંડ્યો.