ફરી મોહબ્બત - 31 - અંતિમ ભાગ Pravina Mahyavanshi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ફરી મોહબ્બત - 31 - અંતિમ ભાગ

“ફરી મોહબ્બત”

ભાગ : ૩૧



અનય ગીત એકમેકના પ્યારમાં ગળાડૂબ રહ્યાં.

સમય વીતતો જતો હતો. અનયની લાઈફ ગીતના આગમનથી સવરી ચૂકી હતી. એને ફરી મોહબ્બત થઈ ચૂકી હતી ગીત સાથે...!! તેઓ બંને ક્યારેક રેસ્ટોરન્ટમાં મળતા. ક્યારેક થિયેટરમાં મૂવી જોવા તો ક્યારેક ગાર્ડન કે પછી બીચ પર ફરવા જતાં. તેઓ બંને એકમેકને ચાહતા. ખૂબ ચાહતા.

અનય અવારનવાર ગીતને એના મોમ ડેડને મળવા માટે ભાર આપતો હતો કે ડિવોર્સ પતે એટલે ગીત સાથે મેરેજ કરવાની વાત થઈ શકે. પણ ગીત આ બધી જ વાત ટાળી દેતી એમ કહીને કે હજુ આપણી રિલેશનશિપને થોડો સમય આપીએ. અનયે પણ એની વાત માન્ય રાખી.

"અનય, મેં તને કીધું હતું ને યાર અમારું ગ્રૂપ ફરવા જવાનું છે. તું પણ આવને."ગીતે ફોન પર કહ્યું.

"અરે યાર ગીત. હું તારા ગ્રૂપ સાથે મિક્સ નહીં થઈ શકીશ યાર. ક્યાં જવાના છે? આપણે બંન્ને જઈને આવીએ?" અનયે કહ્યું.

"અનય આવને યાર. તું મિક્સ થઈ જશે. મારી બેસ્ટ ફ્રેન્ડ અંજના સાથે પણ તારી ઓળખાણ કરવાની છે." ગીતે કહ્યું. ઘણું મનાવ્યાં બાદ અનય માન્યો.

શહેરના નજદીક જ આવેલું વોટર પાર્કમાં ગીતનું ગ્રૂપ થતા અનય ફરવા માટે ગયા.

ગીતે પોતાની બેસ્ટ ફ્રેન્ડ અંજના સાથે ઈન્ટ્રો કરાવ્યો. તેમ જ અંજનાએ પોતાનો બોયફ્રેન્ડ સેમ સાથે પરિચય કરાવ્યો. અનય ગીતની જોડી સાથે બીજી ત્રણ જોડી હતી એટલે કે ચાર જોડીઓ મળીને ફરવા આવ્યા હતાં. અનયનો ભળતો સ્વભાવને કારણે ગીતના ગ્રૂપ સાથે એ તરત જ મિક્સ થઈ ગયો.

"વાઉં ગીત તારો બોયફ્રેન્ડ કેટલો ક્યૂટ છે યાર. હેન્ડસમ...!! તારી કેટલી કેર કરે છે જાણે હસબન્ડ જ હોય તેમ..!!" અંજનાએ કહ્યું.

"અનય મારો બોયફ્રેન્ડ નથી. મારો હસબન્ડ જ છે. અમે બંને પતિપત્ની તરીકે જ રહીએ છીએ. બસ ફક્ત અત્યાર સુધી તો મર્યાદામાં જ રહ્યાં છે. આગળ હવે ખબર નહીં..!!" ગીતે કહ્યું.

"કાશ...!! મારો બોયફ્રેન્ડ પણ અનય જેવો હોત..!! ગીત યાર મને તારાથી જલન થઈ રહી છે શું બોયફ્રેન્ડ મળ્યો છે યાર તને....!!" અંજનાએ કહ્યું અને ગીત હસી પડી.

ગીત અને અંજના બેસ્ટ ફ્રેન્ડ હતી એટલે બધી જ વાતો તેઓ એકમેકને શેર કરતાં.

અનય ગીત વોટરપાર્કની મસ્તી દરમિયાન વધુ નજદીક આવતા ગયા. પ્રેમ તો બંનેમાં હતો જ પરંતુ... એમની મોહબ્બત બંને ક્યારે એક થાય એવી ઈચ્છતી હતી...!! બધા પોતપોતાના બોયફ્રેન્ડ ગર્લફ્રેંડ સાથે અલગથી રૂમ ફાળવ્યો હતો. અનય ગીતે પણ પોતાનો રૂમ બુક કર્યો હતો. બંને બધી રીતે મસ્તી કરતાં. કિસનો દોર પણ ચાલુ જ હતો. પરંતુ અત્યાર સુધી તેઓ આટલું એકાંત છતાં શારીરિક સંબંધ બાંધ્યો ન હતો. તેઓ બંને સંયમ જાળવવાની કોશિશ કરતા રહેતાં.

અનય ગીતના ગ્રૂપ સાથે સારી રીતે હળીમળી ચુક્યો હતો. અનય ગીતની બેસ્ટ ફ્રેન્ડ અંજના સાથે પણ હવે ખુલીને વાત કરતો થઈ ગયો હતો.

***

"મને છોડીને નહીં જા.... મને છોડીને નહીં જા..." અનય બેડ પર સૂતો જ આંખ બંધ કરીને બબડતો રહ્યો. એ આંખ ઉઘાડવાની કોશિશ કરતો રહ્યો પણ એ એમાંથી નીકળી શકતો ન હતો. મહામહેનતે એ લડીને આંખ ખોલી હોય તેમ બેડ પર બેસી ગયો, " ઓહ આ કેવું સપનું હતું?? શેનું હતું સપનું?? યાદ પણ આવતું નથી... હું શું બડબડી રહ્યો હતો..!!" અનયે લાખ કોશિશ કરી પણ એને સ્પષ્ટપણે સમજાયું નહીં કે સપનું આવ્યું એ શેના માટે હતું..!!

અનય ગીતના દિવસો એકમેકને પ્રેમ કરવામાં તેમ જ જાણવામાં નીકળતાં રહ્યાં. તેમ જ અવારનવાર હવે ગીતના ફ્રેન્ડ સર્કલ સાથે ફરવા માટે પણ અનય જોડાઈ જતો.

***

"ગીત તું મને આજે મળી શકે છે?" અનયે પૂછ્યું.

"હા. પણ શું થયું?? તું એટલો પરેશાન કેમ છે?" ગીતે પૂછ્યું.

"મળીએ આપણે." કહીને અનયે કોલ કટ કર્યો.

***

"ગીત હું શું સાંભળું છું તારા મોમને આપણી રિલેશનશિપ વિશે જાણ છે. પણ તેઓએ તને આસ્વસ્ત કરી છે કે તું આ રિલેશનશિપને આગળ વધાવ નહીં...!! તું શું ચાહે છે ગીત...?? મને એકવાર તારા મોમ ડેડ સાથે મુલાકાત તો કરાવ." અનયે ગીત સાથે આ જ વિષય પર ચર્ચા કરવા માટે મુલાકાત કરી.

"તને કોણે કીધું??" ગીતે પૂછ્યું.

"મને જેણે કીધું હોય એણે...!! તું મુખ્ય વાત પર આવ." અનયે કહ્યું.

"અચ્છા...!! અંજના એ..!!" ગીતે કહ્યું.

"હા એને જ કીધું. હવે એ બધું છોડ. તું મને તારા મોમ ડેડ સાથે ક્યારે ઓળખાણ કરાવે છે એ કહે..??" અનયે પૂછ્યું.

"કરાવીશ. સમય નથી આવ્યો." ગીતે કહ્યું.

"તારા મોમ ના પાડે છે. તને મળવા પર રોક લગાવી છે. તો પણ તું મને મળી રહી છે?" અનય ગીતની આંખોમાં ડૂબી જતાં પૂછ્યું.

"મોહબ્બત કરું છું તને." ગીતે જવાબ આપ્યો અને અનય 'પોતાનું સર્વસ્વ લૂંટાવી નાખું' એવી વિચારોની સ્થિતીથી પસાર થઈ ગયો.

ગીતના જવાબ બાદ અનયને હવે ઈવા પાસેથી ડિવોર્સ જલ્દીથી જોઈતો હતો. લૉયરના કોલની રાહ જોતા તો એના કેટલા બધા મહિના નીકળી ગયા. પણ સામેથી ઈવાના લોયરનો ફોન આવ્યો જ નહીં. એને હવે નિર્ણય કરી જ લીધો હતો કે એ પોતે જ હૈદરાબાદ જઈને ડિવોર્સ ઈવાને આપી દેશે. પછી ગીત સાથે મેરેજ કરી લેશે.

***

"અનય...!!" ગીતે કહ્યું.

"હમ્મ...!!" અનયે કહ્યું.

અનયે ગીતના ખોળામાં પોતાનું માથું રાખ્યું હતું. એ જ્યારે જ્યારે ગીતને મળતો ત્યારે એ અદ્ભૂત ફીલ કરતો. એના દિલને સૂકુન મળતું. તેઓ બંને આજે ગાર્ડનમાં મળ્યા હતાં. જ્યાં તેઓની જેમ જ પ્રેમીપંખીડા મળતાં.

"મારી ગ્રુપની બધી જ છોકરીઓ મારાથી ખૂબ જલે છે." ગીતે લાડમાં કહ્યું.

"કેમ??" અનયે કહ્યું.

"તને જોઈને...!! આ વાતથી કે ગીતને કેટલો હેન્ડસમ અને ચાહનાર વ્યક્તિ મળ્યો છે જે દરેક પળે કેર કરનારો તેમ જ જે જોઈએ એ આપનારો અને હેલ્પ કરવાવાળો...!! ગીતે ચહેરા પર સ્મિત લાવતા કહ્યું.

"જેણે ગીત જેવી છોકરી મળી હોય એ પછી કેમ નહીં મરી મીટવાનો...!!" અનયે કહ્યું અને ગીત હસી પડી.

"અનય, મારી લાસ્ટ યરની પરીક્ષા તો પૂરી થઈ ગઈ. મારું ગ્રૂપ ક્યાંક ફરવાનું વિચાર કરી રહ્યાં છે. તમે કોઈ ફાર્મહાઉસ બુક કરવાનો. આપણે જઈએ ફરવા."

"ઠીક છે." અનયે કહ્યું.

***

ગીત અનય તેમ જ ગીતનું ફ્રેન્ડ સર્કલ આજે ફાર્મહાઉસમાં મજા કરવા માટે આવ્યા હતાં. સ્વિમિંગ પૂલની મસ્તીથી લઈને એકાંતપળ માણવાની મજા બધા જ લઈ રહ્યાં હતાં.

અનય ગીતની રિલેશનશિપ એટલી મજબૂત થઈ ચૂકી હતી કે લિપ કિસ તો તેઓ જ્યારે મળતા અને છૂટા પડતા ત્યારે અચૂક કરતાં. પરંતુ એના આગળ હજુ તેઓ વધ્યા ન હતાં.

સ્વિમિંગ પુલની મસ્તી બાદ અનય ફાર્મહાઉસના રૂમ પર આવી ચુક્યો હતો. ગીતને પાણી વધારે ગમતું. એ હજુ પણ ફ્રેન્ડ સર્કલ સાથે મસ્તી કરવાના મૂડ પર હતી. પણ એને જોયું કે અનય રૂમ પર જતો રહ્યો છે તો એ પણ ફ્રેશ થયા બાદ અનય પાસે દોડી ગઈ.

"શું થયું અનય. કેમ આવી ગયો?? મને કીધું પણ નહીં??" ગીતે કહ્યું.

"તારા જેટલું પાણીમાં હું ક્યાં વધારે મસ્તી કરું છું. અને તને એટલે નહીં કીધું કેમ કે તું પાણીમાં રમતા કેટલી ખૂશ હતી. એટલે ડિસ્ટબ નહીં કર્યું." અનયે કહ્યું. પણ એ ગીતના ભીંજાયેલાં વાળ. એમાંથી નીતરતું પાણી...!! ગીતનું ગજબનું રૂપ...!! આ એકાંત...!! અને ગીત સાથે મોહબ્બત...!! જાણે આ બધું જ એના સંયમની પરીક્ષા લેતું હોય તેમ અનય પોતાની જાતને સંયમમાં જાળવવાની પૂરી રીતે કોશિશ કરી રહ્યો હતો. એટલે જ એને એમ કહીને પડખું ફેરવી દીધું, " ગીત હું થોડી વાર સુઈ જાઉં છું યાર. થાક લાગી છે."

ગીતે ઝડપથી અનયના પડખાને પોતાની તરફ ફેરવતા કહ્યું, " થાક...!! શેની થાક!! મસ્તી કરવા આવ્યા હોય એને થાક શેનો...!!" કહીને ગીતે અનય સાથે મસ્તી કરવાની ચાલુ કરી દીધી. બંને એકમેક સાથે અડપલાં કરવા લાગ્યા. બંને મોહબ્બતમાં હતાં. અનયની લાખ કોશિશ છતાં એકાંતમાં સંયમ જાળવી ના શક્યો. તેઓ બંને એકમેકને કિસો કરતાં રહ્યાં. અનય ગીત જે ચાહતા હતા એ હદ આજે વટાવી દીધી હતી. બંનેએ મોહબ્બતની તરસ એકમેકને પામીને તૃપ્ત કરી લીધી.

"આય લવ યુ." ગીત અનયના ખુલ્લા બદનને વેલની જેમ વીંટડાઈને સૂતી હતી.

"આય લવ યુ ટુ ગીત." અનયે ગીતના કપાળને પ્રેમથી ચૂમી લેતા કહ્યું.

"અનય હું પ્રેગ્નેન્ટ તો ના થઈ જાઉં ને. ફર્સ્ટ ટાઈમ છે??" ગીતે ચિંતીત સ્વરે પૂછ્યું.

"ના થાય. એનું ધ્યાન મેં રાખેલું હતું." અનયે બીજી કપાળ પર કિસ કરતા કહ્યું.

થાકેલા બંને નિરાંતની ઊંઘમાં સરી પડ્યા.

***

અનય ગીતના દિવસો પ્રેમથી જતા હતાં.

અનય નિર્ણય લઈ ચુક્યો હતો કે એ હૈદરાબાદ જઈને ઈવાને ડિવોર્સ આપીને આવે. એની તૈયારી પણ થઈ ચૂકી હતી. હવે ફક્ત એ ગીતને જણાવવાનો જ હતો કે એ હૈદરાબાદ થોડા દિવસ માટે જવાનો છે. એના પહેલા જ એને પોતાના બિઝનેસને લગતું થોડું વર્ક પૂરું કરવાનું હતું એના માટે છ દિવસ માટે એને ચેન્નઈ પણ જવું હતું.

અનય ચેન્નઈ જાય છે એ ગીતને કહી ગયો હતો. પરંતુ ત્યાં જ જતાની સાથે જ અચાનક એની તબિયત વધુ જ બગડી ગઈ. એને તરત જ ત્યાં ડોક્ટરની મુલાકાત લેવા પડી.

"ચેન્નઈ પહોંચી ગયો અનય??" ગીતે પૂછ્યું.

"હા હું પહોંચી ગયો છું. ગીત હું પછી ફોન કરું. થોડો બિઝી છું. ફ્રી થઈને કરું છું." કહીને અનયે ફોન કટ કર્યો પરંતુ એને એ ન જણાવ્યું કે એની તબિયત સારી નથી. એ જ વિચારથી કે ગીત વધારે ટેંશન ના લે....!!

અનયની તબિયત વધુ કથળી હોવાથી તેમ જ જલ્દીથી સાજા થઈ જવાય એ વિચારથી સ્ટ્રોંગ ટેબ્લેટ લીધી હતી. ટેબ્લેટ લેવાથી એને ઘેન ચડ્યું હતું. એ ગાઢ નિંદ્રામા સરી પડ્યો હતો. બીજી તરફ ગીત આખી રાત અનયને કોલ કરતી રહી પરંતુ અનય તબિયત ખરાબ રહેવાના કારણે તેમ જ ટેબ્લેટ લેવાથી ગાઢ ઊંઘમાં, ફોન ચાલુ તો હતો પણ સાયલન્ટ પર હોવાથી ગીતનો એક પણ ફોન ઊંચકી ના શક્યો.

અનયે સવારે જોયું તો અસંખ્ય ગીતના મિસ્કોલ હતાં. અનય ગભરાઈ ગયો... હવે કેવી રીતે મનાઉ ગીતને...!!

અનયે તરત જ કોલ કર્યો. પરંતુ ચાર પાંચ વાર કર્યા બાદ પણ ગીતે ફોન ઉઠાવ્યો નહીં. અનયે ટ્રાય ચાલુ જ રાખી. ગીતે ફોન ઊંચક્યો.

"સોરી ડાર્લિંગ...!!" અનયે પ્રેમથી મનાવતા કહ્યું.

"શું સોરી?? આખી રાત જાગીને તને કોલ પર કોલ કર્યો. અને તું એટલો બિઝી કે એક ફોન સામેથી કરી ના શકે??" ગીતે ગુસ્સામાં કહ્યું.

"ગીત યાર...!! મારી વાત તો સાંભળ. તબિયત સારી ન હતી. ટેબ્લેટ પણ એવી લીધી હતી કે ઘેન ચડીને ગાઢ ઊંઘમાં જ સરી ગયો હતો." અનયે સમજાવવાનો પ્રયત્ન કર્યો.

"હા...!! રાઈટ...!! તું તો બિઝી હતો. ક્યાંથી તને મારા લીધે ટાઈમ હોય..!!" ગીત નો ગુસ્સો કમી થતો જ ન હતો.

"ઓહહ ગીત..!! આય લવ યુ. હું તને મળીને વાત કરું છું. કેમ કે અહીંયાંનું થોડું કામ પતાવાનું છે એટલે સાચ્ચે જ બિઝી રહીશ."અનયે જે સાચું હતું એ કહી દીધું પરંતુ ગીતે ફોન ગુસ્સામાં જ કટ કરી દીધો.

***

અનય ચેન્નઈનું કામ પતાવીને ખૂબ જ આતુરતાપૂર્વક ગીતને મળવા માટે ચાહી રહ્યો હતો કેમ કે ઈવા સાથે એ ડિવોર્સ લઈ રહ્યો છે પછી આપણે મેરેજ કરી લઈશું એ ખુશી ની વાત કરવા એ બેચેન બન્યો હતો.

અનય ગીત બંને એક રેસ્ટોરન્ટમાં મળ્યા.

"ગીત...!! હું તને જરૂરી વાત કરવા માગું છું." અનયે ઉત્સુકતાથી કહ્યું.

"મને પણ જરૂરી વાત કરવી છે." ગીતના ચહેરા પરથી અનય કળી શકતો ન હતો કે એ શું કહેવા માગે છે પરંતુ પોતે ઉત્સુક હતો પોતાની વાત કહેવા માટે એટલે એને કહેવાનું ચાલુ કર્યું એ વિચારથી કે ગીતની નારાજકી આ વાત સાંભળીને દૂર થઈ જશે, " ગીત આપણે બંને જલ્દીથી મેરેજ કરી લઈશું..ડિવો...!!" અનય પોતાની આગળ વાત ધપાવે એના પહેલા જ ગીતે અધવચ્ચે વાત અટકાવતા કહ્યું, " નથી કરવા મેરેજ મને તારી સાથે. નથી કરવા મેરેજ...!!"

અનય હસ્યો.ગીતની બાલિશ નારાજગી જોઈને એને હસવું આવ્યું. " ઓહ...સોરી કીધું ને. તબિયત સારી નથી એટલી જ વાત છે."

"અનય...!! હું મેરેજ માટે ગંભીર છું. મને તારી સાથે મેરેજ નથી કરવા...!!" ગીતે મક્કમતાથી કહ્યું.

"ઓહ ગીત...!! હવે નારાજગી શેની?? મારી વાત તો સાંભળ..!! હું ઈવાને ડિવોર્સ આપવા હૈદરાબાદ જવાનો છું. એના પહેલા બિઝનેસને લગતું કામ પૂરું કરવા ચેન્નઈ ગયો. ત્યાં જ મારી તબિયત બગડી. દવાની ઘેનના કારણે હું ફોન તારો ઉંચકી ના શક્યો..!! બસ એટલી જ વાત...!! તો એમાં હું કાયમનો બિઝી કેવી રીતે થઈ ગયો તારા માટે?? હું તને હંમેશા ઝંકુ છું ગીત...!! પણ આ કમ્બક્ત કામ આવે એટલે એને તો પૂરું કરવું જ પડે ને...!! જીવન નિર્વાહ માટે આ એક જિંદગીનો ભાગ જ છે. તું હવે...!! જ્યારે આપણે મેરેજ કરવાના છે તો નારાજ કેમ થઈ રહી છે...!! પ્લીઝ સોરી કહું છું અત્યારે પણ...!! હું હૈદરાબાદ જઈને આવું. ડિવોર્સ નું કામ પતાવી આવી. પછી તું તારા મોમ ડેડ સાથે મારી મુલાકાત ગોઠવ." અનયે ખૂબ જ શાંતિથી એક એક શબ્દોને પ્રેમથી સમજાવતાં કહ્યું.

"અનય...!! મારે નથી કરવું મેરેજ તારી સાથે...!! હું ચોખ્ખી ના પાડું છું. મને તારી સાથે મેરેજ નથી કરવા." ગીતે પણ પોતાના શબ્દો પર એટલો જ ભાર આપીને કહ્યું.

"શું થયું છે ગીત...!! હું કામના માટે બહાર શું ગયો...!! તારું તો દિલ જ બદલાઈ ગયું..!! મારા માટેની મોહબ્બત જ બદલાઈ ગઈ." અનયને વિશ્વાસ જ બેસતો ન હતો કે ગીત પોતે જ કહી રહી છે કે એને મેરેજ નથી કરવા...!!

"બસ...!! મને આગળ હવે વાત નથી કરવી. આ આપણી છેલ્લી મુલાકાત છે અનય...!! તું મને મળવાની કોશિશ ના કરતો પ્લીઝ. મારે મેરેજ કરવું જ નથી તારી સાથે...!!" ગીતે રડતાં કહ્યું અને એ ત્યાંથી જતી રહી. અનય પણ એના પાછળ ભાગ્યો ભરપૂર મનાવી. પણ ગીત માની નહીં....!! ગીત માની જ નહીં...!!

***

અનય ગીત સાથેની મોહબ્બતનો સદમો બરદાસ્ત કરી શકતો ન હતો. એ 'ફરી મોહબ્બત' કરીને તદ્દન તૂટી ચુક્યો હતો. ગીતને કોલ કરીને ચેટ પર બધી રીતે મનાવાની કોશિશ કરી પણ ગીત એક જ વાત પર અડગ હતી કે 'મને અનય તારી સાથે મેરેજ કરવા જ નથી...!!'

અનયનું ડિપ્રેશનમાં જવું સ્વભાવિક હતું. એક વાર મોહબ્બતમાં ધોકો ખાઈ ચુકેલો અનય ફરી મોહબ્બતમાં પડ્યો પણ ત્યાં પણ એને કમ્બક્ત હારવું જ પડ્યું...!! ફરી મોહબ્બતથી હારી ચુકેલો અનયે કસમ ખાદી કે હવે એ 'ફરી મોહબ્બત' માં નહીં પડે.

એ રોજ વિચારતો કે, " મારુ દિલ શું રમકડું છે?? ક્યારે પણ કોઈ પણ રમી ને ફેંકી દે...!! ના હું ફરી મોહબ્બત માં નહીં પડું.... નહીં પડું હું ફરી મોહબ્બત માં.....નહીં પડું... હું.....!!" કહીને એ કાળજું ફાડી નાંખે એટલી હદથી રડી પડ્યો.

એના કેટલા મહિના તો ડિપ્રેશનમાં નીકળ્યા. ફેમિલીએ ફરી સપોર્ટ કર્યો. અનયને ડિપ્રેશનમાંથી બહાર કાઢ્યો. અને ઈવા સાથે ડિવોર્સ આપવા માટે હૈદરાબાદ જવા માટે મનાવ્યો.

ઈવાને એ જાતે પોતે હૈદરાબાદ જઈને ડિવોર્સ આપીને આવ્યો. અનય પોતે હવે હળવો મહેસૂસ કરી રહ્યો હતો.

***

અનયને પાછળથી એટલે કે ગીતની બેસ્ટ ફ્રેન્ડ અંજના દ્વારા જાણવા મળ્યું હતું કે ગીતે શા માટે લગ્ન કરવાની ના પાડી..!! ગીતના મોમ ડેડ ચાહતા ન હતા કે ગીત એક ડિવોર્સી આદમી સાથે પરણે...!! હાલાકી અનયને એ ડર સતાવતો જ હતો એટલે જ એ મળવા માંગતો હતો ગીતના મોમ ડેડ ને...!! પરંતુ....બધું સમય પહેલા જ વ્યર્થ થઈ ગયું.

અનય જીવી તો રહ્યો હતો પોતાની ફેમિલી તેમ જ જીવનમાં આગળ કશું બની શકે એ માટે...!! પરંતુ એણે હવે 'ફરી મોહબ્બત' કરવામાં જરાય વિશ્વાસ નથી...!!

(સમાપ્ત)

પ્રવિણા માહ્યાવંશી

છેલ્લે,

વાચક મિત્રો આપ સૌનો ખૂબ ખૂબ આભાર. આપના અમૂલ્ય મંતવ્યો "ફરી મોહબ્બત" વાંચીને આપવાનું ભૂલતા નહીં. માતૃભારતી ટીમ તેમ જ સર મહેન્દ્ર શર્માનો ખૂબ ખૂબ આભાર 😊

ખૂબ આભાર.