Fari Mohhabat - 1 books and stories free download online pdf in Gujarati

ફરી મોહબ્બત - 1

"ફરી મોહબ્બત"


પ્રસ્તાવના


ફરી મોહબ્બત સંપૂર્ણપણે એક કાલ્પનિક પ્રેમ કહાણી છે. વાર્તામાં આવતા નામ, ઘટના, સ્થળ અને બીજા બધા જ બનાવો અને ચિત્રણ કાલ્પનિક છે. જેમ કે નામ પરથી વાચકમિત્રો આપ સૌ જાણી ગયા હશે કે કહાણી શું કહેવા માંગે છે.

લવ, મોહબ્બત, ઈશ્ક, ચાહ, ચાહત, લવ જેવા શબ્દો જો તમે પ્રેમમાં હો ત્યારે આ બધા જ વર્ડ્સ તમને એટલા પ્યારા લાગશે પરંતુ વિચારો જ્યારે આ જ વર્ડ્સથી સામેવાળું પાત્ર તમને ઠગી જાય દિલ પર ઘા કરી જાય ત્યારે તમારી માનસિક શારીરિક હાલત શું બનતી હશે..!! એવા જ લવનાં બનાવોમાંથી પસાર થયેલો મુખ્ય પાત્ર અનયની ફરી મોહબ્બત" જે બેહદ ઇન્ટરેસ્ટીંગ કહાણી છે. વાંચક મિત્રો આપને જરૂર પસંદ આવશે.

***

ભાગ : ૧

"દિલ સંભલ જા ઝરા ફીર મોહબ્બત કરને ચલા હૈ તું...." ના સોન્ગ પર ગિટાર પર ધૂન વગાડતાં અનયની આંગળીઓ બેહદ દર્દથી ચાલી રહી હતી. એના આંખમાં આવેલા આંસુઓ એના ગિટાર પર પડી રહ્યાં હતાં.

***

“એન્ડ લાસ્ટ......લાસ્ટ...થર્ડ ઈનામ જાય છે...મિસ્ટર નયન નહાર...તાલિયા..”

“અબે બજાઓ રે...”

નવરાત્રીના ચાલતાં ગરબાના લાસ્ટ ડે ના ઈનામોને અનાઉન્સ કરતી ઈવા પૂરા જોશ સાથે એંકરીંગ કરી રહી હતી.

“અરે દો હાથો સે તાલિયા બજાઓ રે...ઈતની કંજુસાઈ આજ તો મત દિખાઓ..” પોતાના પાતળા સ્વરથી ઈવા ઝૂમતી કહી રહી હતી અને બીજા ઉપસ્થિત લોકોને પણ મનોરંજન પૂરું પાડી રહી હતી.

નામ ઘોષિત થતાં જ બ્લેક ટીશર્ટ પર બાદનીનો કલરફૂલ ડુપ્પટો અને બ્લુ ડેનીમ જીન્સ પહેરેલ એક નવયુવાન ભાગતો સ્ટેજ પર પહોંચી ગયો અને ઈવાની સહેજ નજદીક જઈને બોલ્યો, “મેડમ નયન નહીં અનય..!! અનય નહાર..”

“ઓ...ઓકે..સોરી..”

“હું માનનીય પ્રતિક મહેતાને કહીશ કે તેઓ મિસ્ટર અનય નહારને અભિનંદન કરીને એમણે ભેટ અર્પિત કરે..”

અનય આભાર માનીને પોતાનું ઈનામ લઈને જતો રહ્યો.

કાર્યક્રમ પૂરો પતી જ ગયો હતો પરંતુ અનય હજુ સુધી સ્ટેજનાં નીચે જ પોતાના ફ્રેન્ડો સાથે ઊભો હતો. ઈવા સ્ટેજના દાદરા ઉતરીને નીચે આવી રહી હતી ત્યાં જ અનય ને શું યાદ આવ્યું ભગવાન જાણે એ ઈવા તરફ ફર્યો અને રિક્વેસ્ટ કરીને પોતાની સાથે સેલ્ફી લીધી.

ઈવાએ એના સોફ્ટ અવાજથી અનયને કહ્યું, “ આય એમ નોટ અ સેલીબ્રીટી..વ્હાય યુ ટેક સેલ્ફી વિથ મી..?”

“અરે મેમ તમે કોઈ સેલીબ્રીટીથી કમી થોડા છો..” અનય થોડા મસ્તીના મૂડમાં હોય તેવી રીતે કહેવાં લાગ્યો. પરંતુ ઈવા ને ઝાઝો સમય ન હતો કે એ અનયની વાત સાંભળે કે એની સાથે ઊભી રહીને વાત કરે. એણે કહી દીધું, “ ઓકે ગાઈઝ એન્જોય યોર નાઈટ..બ બાય..”

***

બે વર્ષ બાદ

અનય પોતાના બેડ પર સૂતો મોબાઈલમાં યુટ્યુબ ચેનલ પર સ્ક્રોલ કરતો જોઈ રહ્યો હતો ત્યાં જ એની નજર એક ખૂબસૂરત સિલ્કી લાંબા વાળો વાળી છોકરી પર ગઈ. થોડું દિમાગ પર જોર લગાવ્યું અને સીધો બેડ પર બેસી ગયો. “ ઓહ માય ગોડ...ટુ બ્યુટીફૂલ ગર્લ. આ તો....” એના મોઢામાંથી અનાયસે જ શબ્દો નીકળી ગયા.

એણે યાદ આવ્યું કે, આ એ જ ઈવા મેડમ હતી જેની સાથે બે વર્ષ પહેલા સેલ્ફી લીધી હતી. ઈવાનું એક ચેનલ હતું એમાં પણ એ બે યુથની ટીમ વચ્ચે એંકરીંગ કરતી નજર આવી રહી હતી કે આ સોશિયલ મિડિયાનું ચેનલ સારું છે કે બીજા સોશિયલ મિડિયાનું ચેનલ..!!

અનય આખી રાત ગાળી દીધી ફક્ત ઈવાના જેટલા પણ વિડિઓ હતાં એ જોવામાં. સવારે સન્ડે હતો અને એ લેટ ઉઠ્યો ત્યાં જ એના મોમ એણે ઉઠાડી રહ્યાં હતાં, “ અનય ઉઠ, તને કેટલી વાર કહું કે મને આવી રીતે તને ઉઠાડવાનું નથી બનતું. મોટો થઈ ગયો છે હવે મારાથી નથી થતું... કુમાર આવ્યાં છે ઘરે અને તું હજું સૂતો છે..”

એટલું સાંભળીને અનય સીધો જ બાથરૂમમાં ફ્રેશ થવા જતો રહ્યો અને કુમાર એટલે કે એનો મોટા જીજાજી જે મસ્ત મજાના ફ્રેન્ડ પણ હતાં એ અમિત જોશી આવ્યાં હતાં.

ફ્રેશ થઈને અનય ડ્રોઈંગ રૂમમાં દાખલ થતો જ હતો ત્યાં અમિતે ડોક પર એક ટપલી મારીને કહ્યું, “ હજું સુધી સૂતો છે. બૈરી લાવશે તો એટલું સુવા નહીં દે..”

“અરે શું અમિત કુમાર..આવતાની સાથે જ મજાક. બોલો ક્યાંક ફરવા જવાનો પ્લાન છે..” અનય થોડાક શિષ્ટાથી બોલ્યો.

“હાં તને હનીમૂન પર મોકલવાનો પ્લાન છે.” સહેજ ધીરેથી ફક્ત અનયને સંભળાય એવી રીતે અમિતે કહ્યું.

“અનય તને ફરવાનું જ જોઈએ છે. હવે વહુ લાવ તું. એ જ વાત કરવાં આવ્યો છે કુમાર..” મોમે ટાપસી પૂરી અને અનય પ્રશ્ન નજરે અમિત સામે જોવા લાગ્યો.

“અ...નય વહુ લાવ વહુ..” અમિતે મજાકિયા સ્ટાઈલમાં અનયનું નામ પુકાર્યું.

“અરે શું વાત છે?? કોઈ બકો તો ખબર પડે.” અનયને એના લગ્નની વાતની ગંધ આવી ગઈ હોય તેવા લહેકામાં કહ્યું.

“જો ભાઈ હું આ વાત કેટલી વાર કહી ગઈ છું કે તારા પપ્પાના જવા બાદ મારી તબિયત સારી નથી રહેતી. મને ઘર સૂમસામ લાગી રહ્યું છે તું એક વહુ લાવી દે..” મોમે સીરિયસલી વાત કહેવાં માડી પરંતુ અનયે વાતને વચ્ચેથી જ કાપતાં કહી દીધું, “ શું મમ્મી, વહુ શું દુકાનમાં મળે? જો હું તને લાવી આપું. હું પ્રેમ લગ્ન કરવાં માગું છું. મને આવી રીતે નહીં ફાવે કે તમે કોઈ પણ છોકરી ફોટામાં દેખાડે અને હું પસંદ કરી લઉં..!! અરે કુમાર..કુમાર તું જ સમજાવને મમ્મીને..!!”

“કુમાર બીમાર કંઈ નહીં.. હું તારી આજે કોઈ વાત સાંભળવાનો નથી. મમ્મીએ બરાબર કીધું છે.” અમિતે કહ્યું.

“બીમાર..??” અનયે પૂછ્યું.

“અરે તું છોડને. તું મૂળ વાત પર આવ.” અમિતે કહ્યું. અને ઘરમાં જાણે કોઈ હાસ્યાસ્પદ નાટક સ્ટેજ પર ભજવાતું હોય તેવું થવા લાગ્યું. એમાં જ અનયની મોમના આંખમાં આંસુ આવી ગયા અને પૂરા ઘરનો માહોલ ફરી હાસ્યાસ્પદમાંથી કોઈ દુઃખજનક ઘટનામાં ધસી ગયો હોય તેવો થઈ ગયો.

“મમ્મી શું તમે પણ વાતેવાતે રડ્યા કરો છો. અરે ગળામાં ફ્રી માં લગ્ન નામનો ફાંસો બાંધવા માંગો છો. બોલો હવે શું કહેવાં માગો છો??” અનયે ગુસ્સાથી કહ્યું.

“અનય તને ઘણી બધી છોકરી દેખાડી પણ તું એકને પણ પસંદ કરતો નથી. હવે લાસ્ટ આ એક છોકરીને જોઈ લે. એ તારી પસંદ પ્રમાણે કદાચ...કદાચ તારી સાથે ફીટ થાય..બાકી આપણે શું કરી શકીએ..!!” અમિત નિસાસો નાંખતો હોય તેમ એક્ટ કરીને મોબાઈલમાં ફોટો દેખાડતાં કહેવાં લાગ્યો.

અનયનું મન જરા પણ ન હતું પણ મોમ અને જીજાનું માન રાખીને એણે એક નજર મોબાઈલમાં નાંખી અને તે સાથે જ શરીરમાં શોક લાગ્યો હોય તેવો આંચકો થયો.

“ઈવા નામ છે. તને તો ખબર જ છે આજનો જમાનો ડિજિટલ વર્લ્ડનો છે. એંકરીંગ કરે છે. શો માટે બહાર જવાનું પણ થાય. યુટ્યુબ ચેનલ ચલાવે છે...અને....” અમિત બીજું પણ બોલવા જતો હતો ત્યાં જ અનયની મોમે વાતને કાપતાં કહ્યું, “ ના કુમાર ના, આપણાને એવી છોકરી નથી જોઈતી. બહાર જવાનું અને ત્યાં જ રહેવાનું. ના ફાવે..”

“મમ્મી, અમિત કુમારની પૂરી વાત તો સાંભળી લો. શું કહેવાં માંગે છે.” દિલમાં આગ લાગી હતી મોબાઈલમાં ફોટો જોઈને એટલે અનય ક્યાંથી સાંભળે મમ્મીનું..!!

“હાં એ તમે વિચારી લો. બાકી છોકરી સ્વભાવે સારી છે. મા બાપની એક જ છોકરી છે. લાડકોડથી તો બધા જ ઉછરે છોકરાઓ. પણ અનયને સૂટ થાય એવી છોકરી છે એટલે આગળ વાત કરવી હોય તો કહો...” અમિત કહેતો જતો હતો અને અનયે ઝટથી કહી દીધું, “ હા અમિત કુમાર વાત આગળ કરજો. મોમની તબિયત પણ સારી નથી રહેતી. જો નસીબમાં હશે તો થશે..” અનયને ખબર ન હતું કે એ શું બોલતો જતો હતો.

“પણ મમ્મીના શું વિચારો છો એ તો જાણો.” અમિતકુમારે કહ્યું.

“કુમાર, મમ્મીને હું મનાવી લઈશ.” અનય ધીરેથી કહ્યું. મમ્મી કિચનમાં નાસ્તો લેવા માટે ગયા ત્યાં જ અનયે ફરી પૂછ્યું, “ ઈવા..?”

“ઈવા અમારા કંપનીની ક્લાયન્ટ છે. ગુજરાતીમાં અમારી વાત થવા લાગી એટલે ફ્રેન્ડશીપ પણ થઈ ગઈ અને એવાં જ ગોસીપમાં જાણવા મળ્યું કે એના મોમ ડેડ પણ જોઈ રહ્યાં છે લગ્ન માટે કોઈ સંસ્કારી છોકરો. એણે અરેંજ મેરેજ કરવું છે એમ કહેતી હતી એટલે મેં તને એનો પિક્ચર દેખાડ્યો.” અમિતે જાણકારી આપતા કહ્યું.

“પણ હું ક્યાં અરેંજ મેરેજ કરવાં માગું છું. તને તો ખબર જ છે ને..” અનયે કહ્યું.

“અરે તું રહેવા દે ને અરેંજ અને લવ મેરેજ કર્યાં કરે છે..” અમિતકુમારે કહ્યું અને અનય હસ્યો.

***

અનયને હવે સુખચેન છીનવાઈ ગયું હોય તેમ થવા લાગ્યું. એનો જીવ પોતાનાં કાબુમાં ન હોય તેવો થવા લાગ્યો. અમિત કુમારના ગયા બાદ એણે ઈવાને મળવાની એની સાથે વાત કરવાની અદમ્ય ઈચ્છા થવા લાગી. પહેલું કામ એણે ફેસબુક પર રિક્વેસ્ટ મોકલી અને હાય હેલ્લોના મેસેજ કર્યાં પરંતુ ઈવાનો કોઈ રિસ્પોન્સ પંદર દિવસમાં પણ મળ્યો ન હતો. બીજી તરફ અમિત કુમારને પૂછ્યું તો જાણવા મળ્યું હતું કે એ કોઈ ઈવેન્ટમાં બિઝી છે એટલે બહાર ગામ ગયેલી છે એ આવીને વાત કરશે.

અમિતે વીસ દિવસ બાદ ઈવાના એક ઈવેન્ટ દરમિયાન મુલાકાત બંનેની ગોઠવી દીધી. અમિતે બંનેનો નાનો પરિચય આપ્યા બાદ ત્યાંથી ખસી ગયો અને બંનેને એકાંતમાં વાત કરવાં માટે છોડી દીધા. અનયને તો એવું લાગતું હતું કે તેના દિલમાં જાણે જાન જ ના હોય. એણે શું ફર્સ્ટ બોલવું એ જ સુજતું ન હતું. એણે બધી જ હિમ્મત એકઠી કરીને કહ્યું, “ આપણી બે વર્ષ પહેલા મુલાકાત થઈ હતી જો તમને યાદ હોય તો...મેમ...!!”

“મેમ....!!” એટલું કહીને ઈવા જોરથી હસી પડી.

અનય બધું પહેલાથી જ વિચારીને આવ્યો હોય તેમ બે વર્ષ પહેલા ક્લિક કરેલી સેલ્ફી દેખાડતાં મોબાઈલ આગળ ધર્યો અને ઈવા ધ્યાનથી જોવા લાગી. થોડા સેકેંડમાં જ કહ્યું , “ ઓહ્હ..!!” અને એના લાંબા વાળોને એકબાજુ કરતી તે હસી.

ઈવા...!! મોસ્ટ બ્યુટીફૂલ ગર્લ વિથ સોફ્ટ વોઈસ. એક વાર જોય એટલે જોવા જ ગમે એવી નાજુક નમણી છોકરી. એ વધુ ગોરી ન હતી પણ ઘહુંવર્ણ ચમકતી એની ત્વચા હતી. એની આંખની પાપણો ઓહ માય ગોડ જાણે મેકઅપ કરતી વખતે આજની નારીઓ આર્ટીફિસ્યલ લગાડીને ખૂબસૂરતીમાં ચારચાંદ લગાવી દે એવી પરંતુ એણે તો કુદરતી બક્ષીસ હતી. કાંચની જેવી મોટી એની ચમકદાર આંખો..!! એની વાળની સ્ટાઈલ આજે પણ એ જ હતી જે એંકરીંગ કરતી વેળાએ બે વર્ષ પહેલાં હતી. એણે લાંબા સિલ્કી વાળોને છુટા રાખ્યાં હતાં. એ વાળમાં જ હાથ ફેરવતી રહેતી. ઈન્શોર્ટ, એના વાળ સાથે એ પોતે જ રમતી રહેતી. ક્યારેક પૂરા સેથીયા સાથે વાળને લેફ્ટ બાજુ કરતી ક્યારેક રાઈટ બાજુ લેતી અને ઓહ માય ગોડ એમાં જ એની અદા પર કોઈને પણ ફિદા થવા ગમતું. એકદમ માસૂમ બાળકીની જેમ ખૂબ જ સમજી વિચારીને બોલતી. ઘણું બધું ધ્યાનથી સાંભળતી અને પછી જ શોર્ટમાં જવાબ આપતી. ફક્ત હસ્યા જ કરતી એ જ એની જાણે અટ્રેક્ટ કરવાની કળા હોય તેમ એના પાતળા હોઠો પર સ્માઈલ રહેતી.

“તમે તો સાચે જેવા દેખાવો છો એવા જ રિયલમાં પણ છો. ” અનયે એના સંપૂર્ણ ચહેરાને વાંચતાં કહ્યું.

“તમને મારા વિષે તો બધું જ ખબર છે. થોડું તમારા વિષે તો જણાઓ.” સોફ્ટ સ્વરથી ઈવાએ કહ્યું.

“મારો પોતાનો નાનો મોટો બિઝનેસ કહી શકો. મારી પોતાની એક એડવર્ડટાઈઝિંગની એજેન્સી છે. અને મારું નામ તો ખબર જ છે અનય..!!” અનયે કહ્યું.

અનયને વાત કરવી હતી પણ ઈવાને ઈવેન્ટ માટે એંકરીંગ કરવાં માટે સ્ટેજ પર જવાનું હતું.

“મારે જવું પડશે મિ.અનય. મેં અમિત સરને કહ્યું હતું કે ઈવેન્ટ ખતમ થાય એટલે મુલાકાત ગોઠવજો. પણ...”

ઈવા બોલવા જતી હતી ત્યાંજ અનયે વાતને અટકાવતાં કહ્યું, “ કુમાર અમિતે તો મને ઈવેન્ટ પછીનો જ સમય આપ્યો હતો પણ હું જરા જલ્દી...”

ઈવાને અનયની વાતથી હસવું આવ્યું. એ ટહાકા સાથે હસતી. જે લોકોને ખૂબ ગમતું. એ એવી રીતે જ હસી. એ અનયને ટકટક જોતી રહી પછી કહ્યું, “ તમે ઇવેન્ટ પૂરો થાય ત્યાં સુધી વેઈટ કરતાં હોય તો...તમને ઈવેન્ટ માણવા પણ મજા આવશે.”

“સ્યોર તમે મારું ટેંશન ના લો. હું તમને જ જોવા આવ્યો છું. આઈ મીન ઈવેન્ટને...” અનયથી બોલાઈ ગયું.

(ક્રમશઃ)

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED