ફરી મોહબ્બત - 3 Pravina Mahyavanshi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ફરી મોહબ્બત - 3

“ફરી મોહબ્બત”

ભાગ : 3

અનયની નોનવેજ વાતોથી ઈવાએ એણે પાછળથી ટપલી મારી અને કહ્યું, “ હા ચાલશે કન્ટ્રોલ ના થતું હોય તો એક હોટેલનો રૂમ બૂક કરાવી દઈશ.” એટલું કહી ઈવા હસી અને અનય પણ હસ્યો.

આખા રાઈડ દરમિયાન બંનેની વાત પૂરી જ થઈ ન હતી. બંને જાણે એમ લાગે કે વાતના વડા.

“ઈવા, બીચ પર પાર્ક કરું ને?” જોરદાર હવામાં બૂલેટ ચલાવતો અનય કહી રહ્યો હતો.

“હા” ઈવાએ કહ્યું.

થોડું અંતર કાપ્યાં બાદ અનયે બીચના પાર્કિંગ સ્થળે બૂલેટ પાર્ક કર્યું.

અનયે પોતાના જમણા હાથને વી આકારનો કર્યો તે સાથે જ ઈવાએ પોતાનો હાથ એમાં નાંખી દીધો અને જાણે બંને પોતાની રિસેપ્શન પાર્ટીમાં ચાલતાં હોય તેવી રીતે ચાલવા લાગ્યાં.

“ઈવા તને જોઈને એવી રીતે લાગે જ નહીં કે તું પણ મારી જેમ મસ્ત મજામાં જીવનારી છોકરી હશે.”

“અરે તે આજે જોઈ હશે પણ હું તો એવી રીતે જ જીવું છું.”

“મને તો પહેલા એમ જ લાગ્યું કે તું બહુ સમજી વિચારીને જવાબ આપે છે એટલે ખુબ જ સમજદાર હશે પણ તું તો મારી જેમ જ નીકળી.”

“હા એ તું સમજદાર નહીં હશે. હું તો છું.” ઈવાએ કહ્યું.

બપોરના સમયે બીચ પર આવ્યાં હતાં એટલે લોકોની ભીડ કમી હતી.

“અહિયાં બેસીએ ને ઈવા?”

“તને જ્યાં બેસવું હોય ત્યાં બેસી જા.” ઈવા એટલું બોલીને હસી. “અરે યાર કેટલું પૂછપૂછ કરે છે.”

“તારી ચોઈસને પૂછવું પડે ને..” એટલું કહીને અનય હા હા હા કરીને હસવા લાગ્યો અને પછી કહ્યું. “નહીં તો પહેલા દિવસની જેમ ઝગડો કરી બેસશે.” એટલું કહીને તે દોડ્યો. ઈવા એની પાછળ દોડી એણે મારવા માટે અને કહેવાં લાગી, “ અરે ઓહ્હ ઝગડા મેને સ્ટાર્ટ કીયા થા ક્યાં પહેલે?? અરે તું હાથ માં આવ એક વાર. પછી તને કહું ઝગડો કોણ કરે છે.”

બંને કોઈ મોટી એજ ના ન હતાં. અનય ચોવીસ વર્ષનો હતો જયારે ઈવા બાવીસ વર્ષની હતી. બંનેની વાત પણ માસુમિયત ભરી હતી. એમાં કોઈ ગુસ્સો કે ઈગ્ગો ન હતો. ફક્ત રમતિયાળ મસ્તી હતી.

બંને થાકીને એક એકાંત સ્થળે પહોંચ્યા જ્યાં તેઓને કોઈ જોઈ ના શકે. પહેલા અનય બેસ્યો અને ઈવા સામે હાથ ધર્યો. અનયનો હાથ પકડીને જાણે પોતે પડી જ રહી હોય તેવી રીતે ઈવા પડતી બેસી ગઈ.

“ઓય્ય, શું કરે છે યાર રેતી ઉડે છે આંખમાં?” અનયે મીઠો ગુસ્સો ઠાલવ્યો.

“હા તો તને મારો હાથ પકડતા નથી આવડતું.” ઈવા લાડમાં બોલવા લાગી.

“મેડમ પકડતાં તો બધું જ આવડે છે. એક વાર મારો હાથ પકડીને જો. જિંદગીભર છોડીશ નહીં.” અનયે સિરીયસ થઈને બોલ્યો.

“અનય શું આજે આપણે સાત ફેરા ખાવા આવ્યાં છે? કમ ઓન. ચીલ્લ..!!” ઈવાએ કહ્યું.

“કેમ તને મારી સાથે મેરેજ નથી કરવાં?” અનયે પૂછ્યું.

“મેં ના પાડી? ઈનફેક્ટ મેં પોતે લગ્ન માટે સામેથી હા કરી રહી છું. ‘આઈ લવ યુ’ કીધું છે તો પણ તારો કોઈ આન્સર નથી આવ્યો.” ઈવાએ અનયની આંખોમાં આંખ પરોવતાં કહ્યું.

અત્યારની આ મુલાકાત દરમિયાન પહેલી વાર બંનેએ એકમેકની આંખોમાં જોયું હશે. હજુ સુધી બંને મસ્તી કરતાં હતાં. અનય ઈવાની મેગ્નેટ આંખોમાં જોતો રહ્યો. ઈચ્છવા છતાં પણ એની આંખોમાંથી એ હટી શકતો ન હતો. જાણે એમ જ લાગતું હતું કે ઈવા અત્યારે જ એને પોતાનો કરી બેસશે. ઈવાએ પોતાની નજર હટાવી ત્યારે જ અનય એ ચુંબકીય નજરોથી ખસી શક્યો. એણે પોતાની નજર ઝુખાવી અને કહેવાં લાગ્યો, “ ઈવા મને થોડો સમય આપ. એટલીસ્ટ આપણે એકમેકને જાણી લઈએ. મને નથી લાગતું કે થોડી ઘણી ચેટ થઈ એટલે આપણે પ્યારમાં પડી ગયા અને આપણે લગ્ન કરી લઈએ."

“અનય, તું લવ મેરેજમાં માને છે. એટલે તારું એવું કહેવું હશે. પણ હું તો અરેંજ મેરેજ કરવાની છું તો મને તો તારી પાસેથી જવાબ જોઈએ જ ને.” ઈવાએ કહ્યું.

“હા તો લવ તો થવા દે યાર.” અનયે આળસ દેખાડતાં કહી રહ્યો હતો.

“ચાલ ઊભો થા. અહિયાં મારી પાસે કેમ આવ્યો છે.” ગુસ્સો દેખાડતાં ઈવાએ કહ્યું.

“બસ એમ જ તારો ઓટોગ્રાફ લેવા. તું ઘણી ફેમસ છે. તારા ફોલોવર્સ પણ વધુ છે એટલે મળવું તો પડે જ ને.” અનયે એણે ચીડવતા કહ્યું.

“અનય તારી સોશિયલ મિડિયાવાળી વાત બંધ કર. હું મારો સમય કાઢીને અહિયાં તને મળવા આવી છું. મારામાં કોઈ ઈન્ટરેસ્ટ ના હોય તો બોલી દે.” ઈવાએ ગુસ્સાથી કહ્યું.

“ઈવા, હું એમ જલ્દીથી મેરેજનો ડિસીઝન લઈ ના શકું. પ્લીઝ થોડો સમય આપ.” અનયે શાંતિથી કહ્યું.

“હા સમય જોય છે ને તને? કેટલો ? જ્યાં સુધી મારી સાથે લવ ના થાય એટલો ને..?” ઈવાએ ચિડાઈને કહ્યું.

“તને એટલી મેરેજની જલ્દી કેમ છે.” અનયે પ્રશ્ન પૂછ્યો.

“બીકોઝ મને તારાથી લવ થઈ ગયો છે. મને મેરેજની જલ્દી નથી પણ મારા ‘આઈ લવ યુ’ નો જવાબ જોઈએ છે અનય..” ઈવા ગુસ્સાને કાબૂમાં રાખી કહેવાં લાગી.

અનય ઈવાનું સાંભળીને મૌન થઈ ગયો.

“અરે બોલ ને ચૂપ કેમ છે?” ઈવાએ પૂછ્યું.

“હું આપીશ તને જવાબ” અનય દરિયાના મોજા ભણી જોતાં કહી રહ્યો.

એવી રીતે બંનેની બે કલાકની મુલાકાત આજે થઈ અને અનય ઈવાને ઘરે છોડીને પોતાના ઘરે જતો રહ્યો.

***

“મમ્મી, ઈવા સારી છોકરી છે. તું એકવાર મળી તો લે. એ ઘણું સમજું છે. આપણા ઘરમાં હળીમળીને રહે એવી છોકરી છે.” મુલાકાત બાદ સાંજના સમયે અનયે મમ્મીને સમજાવતાં કહી રહ્યો હતો.

“હા સમજું છોકરી હશે. પણ તમારું બંનેનું એવું કામ છે કે તમારે બહાર રહેવું પડે. મને તો છોડો, તમે બંને એકમેકને સમય આપી શકશો?” અનયની મમ્મી એક સમજદાર નારી હતી. એણે પણ પોતાના તરફથી અનયને સમજાવાનો ઘણો પ્રયત્ન કર્યો.

અનય પોતે ઈવાને કેટલો ચાહતો હતો એનું એકરાર કર્યું ન હતું. એ થોડો સમય લેવા માંગતો હતો. ઘરમાં સમજાવા માંગતો હતો. હકીકતમાં અનય તો ફોટો જોઈને જ પોતાનું દિલ ઈવા પર ન્યોછાવર કરી દીધું હતું. ફર્સ્ટ મુલાકાતમાં થોડીક કચકચ બંનેની થઈ ગઈ હતી. પરંતુ પસંદ તો તે ત્યારે પણ કરતો જ હતો. ભલે એણે ઈવા સામે એવું કહ્યું હતું કે ચેટ પર પ્યાર ન થાય. પણ એ ફોટો અને ચેટ દરમિયાન જ એના પ્રેમમાં પાગલ બન્યો હતો. એના બધા જ વિડીયો જોયા બાદ એણે એમ પણ થયું હતું કે કાશ, આવી છોકરી આપણી પણ લાઈફમાં આવવા જોઈએ..!!

અનય સંપૂર્ણપણે ઈવાને ચાહતો થઈ ગયો હતો.

(ક્રમશઃ)