ફરી મોહબ્બત - 4 Pravina Mahyavanshi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ભાગવત રહસ્ય - 149

    ભાગવત રહસ્ય-૧૪૯   કર્મની નિંદા ભાગવતમાં નથી. પણ સકામ કર્મની...

  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

શ્રેણી
શેયર કરો

ફરી મોહબ્બત - 4

“ફરી મોહબ્બત”

ભાગ : ૪


ક્મ્બક્ત આ દિલ ...!! ઈવા માટેની અનયની ચાહત...!!આખરે અનયે મોમને સમજાવી મનાવી જ લીધી.

અનય સતત ઈવા સાથે ચેટ કરતો રહ્યો. વિડિયો કોલ ફોન કોલ્સમાં એ વધુ ને વધુ દિવસો કાઢતો ગયો. એ પૂર્ણ રીતે ઈવાનાં પ્રેમમાં પાગલ બની ચુક્યો હતો. એના માનસપટ પર ફક્ત ઈવા અને ઈવા જ છવાઈ ગઈ હતી. એક સમય એવો પણ આવ્યો કે હવે ઈવા વગર એણે ચાલતું ન હતું. ઈવા ન હોય જીવનમાં તો એણે એકલું જીવવું પણ શક્ય ન હોય તેવી એની સ્થિતિ લાગવા લાગી.

“ઈવા, ફ્રી હોય તો આજે મળીએ આપણે?” અનયે ફોન પર આતુરતાથી પૂછ્યું.

“કેમ શું કામ છે?” ઈવાએ કહ્યું.

“કામ હોય તો જ મળવાનું? મને મળવું છે બસ તને.” અનય ઝડપથી બોલ્યો.

“અરે હું ફ્રી નથી યાર. કામ હોય તો બોલ.” ઈવાએ કંટાળતા જવાબ આપ્યો.

“સાંજનાં છ, બ્લુ માઉન્ટ રેસ્ટોરેન્ટ હું પહોંચી જઈશ.” એટલું કહીને અનયે ફોન કટ કર્યો.

“અરે ...” ઈવા બોલતી જ રહી ગઈ.

***

આજે અનયનો વેલેન્ટાઇન ડે હોય તેવી રીતે એણે રેડ શર્ટ અને બ્લેક જીન્સ પહેર્યું હતું. રેસ્ટોરેન્ટમાં પોતાની સીટ પર બેસી ક્યારનો ઈવાનો વેઈટ કરતો હતો. કોઈન્સીડેન્ટલી ઈવા પણ આજે શોર્ટ મરૂન કલરનો ડ્રેસ પહેર્યો હતો. એન્ટર થતાની સાથે જ અનયે એક્સાઈડ થઈને હાથ ઉંચો કર્યો. ઈવાએ જોઈને ઝડપથી ટેબલ સુધી પહોંચી ગઈ.

“ શું વાત છે રેડ એન્ડ મરુન.” ચેર પર બેસતાં જ ઈવાએ બંનેનો ડ્રેસ કોડનો થોડો ઘણો કલર મેચ થતાં હોવાથી કીધું.

“બતાતા હું. થોડી સાસ તો લે લે.” ઈવાને ચેર તરફ ઈશારા કરતાં અનયે કહ્યું.

“હમ્મ. બોલ હવે એમ અચાનક શું કામ હતું?” ઊંડો શ્વાસ લેતાં ઈવાએ પૂછ્યું.

“ઈવા આય લવ યુ.” ઝડપથી અનયે કહી દીધું.

“અરે યાર શું થયું છે તને. મેં આય લવ યુ કીધું એટલે જરૂરી નથી કે તને જવાબ આપવાનો જ છે.” ઈવાએ અનજાણ બનતા કહ્યું.

“વાહ તમે છોકરીઓને માનવા પડે. જે જવાબ જોઈતો હોય તે ન મળે તો ઝગડો કરે. અને જવાબ આપે તો યકીન ના કરે.” અનયે મજાક કરી પણ ઈવા સિરીયસ થઈ ગઈ. એ ચૂપ થઈ ગઈ હતી કેમ કે હંમેશાં મજાક કરતો અનયના મોઢેથી એવું ઉચ્ચારણ પણ મજાક જેવું લાગતું હતું. ઈવાની ફીલિંગ્સ એ વાંચી શકતો હતો. એણે ધીરેથી પોતાના હાથ ઈવા પર રાખ્યાં અને કહ્યું, “ઈવા આય લવ યુ યાર, ફર્સ્ટ ડે થી તારા લવમાં પડયો છું. બસ ઘરમાં થોડું મનાવવાનું હતું એટલે સમય લીધો.”

ઈવાની આંખો ઝુખેલી હતી. એનાં ચહેરા પર થોડીક શરમ તો થોડી ખૂશી દેખાતી હતી.

“ઈવા યાર હવે બીજી છોકરીઓની જેમ નહિ બની જા. મેં શું કીધું. તું હવે સામેથી કશું બોલતી નથી...!!” અનય ઈવા ક્યારે જલ્દીથી જવાબ આપે એટલી પણ રાહ જોઈ શકતો ન હતો એટલે એણે પણ ઝડપથી જે આવે એ બકી દીધું.

ઈવાની આંખો થોડી સેકેંડો સુધી ઝુકેલી જ રહી. અનયે એક સેકેંડનો પણ વિલંબ કર્યાં વગર ધીરેથી ઈવાને ચેરની બહાર લાવી અને પોતે એક પગ વાળીને નીચે બેઠો. ઈવાના નાજુક હાથ પોતાના હાથમાં લઈને રોઝ આપતાં કહ્યું, “આય લવ યુ સો મચ ઈવા. તું મારી દુનિયા છે.”

ઈવા પણ ગદગદ થઈને રોઝ સ્વીકારતાં કહ્યું, “આય લવ યુ ટુ મચ અનય.”

બંને જણ થોડી સેકેંડ માટે ભેટી પડ્યા અને લોકોની ભીડને ધ્યાનમાં રાખીને છુટા પડ્યા. રાતનું ડીનર લઈને પોતાનાં ભવિષ્યનાં સંબંધનાં સપના આંખોમાં લઈને બંને વાતો કરતાં રહ્યાં. બંને તૈયારી કરવા લાગ્યાં કે હવે ઘરે જાણ કરવી જોઈએ કે અમે બંને લગ્ન કરવા માંગીએ છીએ.

રવિવારનાં દિવસે અનય પોતાની મમ્મી જીજાજી બહેન સાથે ઈવાનાં ઘરે ગયા. આમ જોવા જઈએ તો ઈવાનાં ડેડને આ રિશ્તો પસંદ ન હતો. કારણ કે અનયનું પોતાનું ઘર ન હતું. ભાડેનાં ઘરમાં રહેતા હોવાથી. પણ પોતાની છોકરી ઈવાના પ્રેમના માટે એમણે હા પાડી. તેમ જ અનયની જેમ ઈવાએ પણ પોતાનાં મોમ ડેડને પહેલાથી જ મનાવી લીધા. પરંતુ અનયનું આગમન ફર્સ્ટ ટાઈમ ઈવાના ઘરમાં હતું. એ થોડો નર્વસ હતો. બધાની નજર એના પર જ હતી. કેમ કે એ ઈવાને પોતાનાં ઘરે તો લઈ ગયો હતો. ઈવા અનયનાં મોમ જીજા બહેનને તો મળી જ ચૂકી હતી.

અનયને અત્યારે એમ લાગતું હતું જાણે એ જ પોતે નવી નકોર દુલહન હોય...!! બધા એને એવી રીતે જોઈ રહ્યાં હતાં તે જોતાં તો અનયને એવા બધા જ વિચારો આવવા લાગ્યાં.

અનય દેખાવે લાંબો હતો. એકધારો બાંધો ધરાવતો અનયનો વાન ગોરોચિટો હતો. એ હંમેશા દાઢીને ક્લીન કરવામાં માનતો.

આમતેમની વાતો કરી મોઢું મીઠું કરી સગાઈ માટે ચર્ચા થઈ.

હવે ફક્ત સગાઈની તારીખ જ નક્કી કરવાની હતી. અનયની ખૂશીનો કોઈ ઠીકાનો ન હતો. કેમ કે બંનેના મોમ ડેડ માની ગયા એ જ સૌથી મૂલ્ય વાત હતી.

"અનય તું ખુશ તો છે ને? રાત્રે ફ્રી થઈને કોલ કરતાં ઈવાએ પૂછ્યું.

"હા. ખૂશ બહોત ખૂશ." અનયે આનંદમાં આવતાં કહ્યું.

"અનય મેં એક વિચાર કર્યો છે?" ઈવાએ લાડમાં કહ્યું.

"બોલને ઈવા?? હું તો ફક્ત એ જ ચાહું છું કે આ સગાઈ જલ્દીથી જલ્દી થઈ જાય." અનય ઈવાને ખૂબ ચાહતો હતો. હવે એનાથી રહેવાતું ન હતું.

"હા. હું પણ એ જ ચાહું છું એહાન. મારો વિચાર એ છે કે આપણે કેમ નહિ 14 ફેબ્રુઆરીએ સગાઈ રાખીયે??" ઈવાએ પ્રેમપૂર્વક કહ્યું.

"હા ઈવા આ ડેટ લાઈફ ટાઈમ યાદ રહી જાય એવી છે." અનયે કહ્યું.

"તો ઠીક છે. આપણે આજ ડેટ રાખીશું." ઈવાએ કહ્યું.

"ઈવા આય લવ યુ." અનયે કહ્યું.

" આય લવ યુ ટુ માય જાનુ." ઈવાએ કહ્યું.

ફોન મુકાઈ ગયો. પરંતુ અનયને આ ખુશીની પળોથી પણ ઊંઘ લાગવા ન લાગી. એ પડખું ફેરવતો રહ્યો. ઈવા ચારેતરફ એને દેખાવા લાગી. એ બબડયો," શું આને જ પ્રેમ કહેવાતો હશે?? વાઉં આ તો લવ મેરેજ લાગે છે. અનય તું જે ચાહતો હતો એ જ થઈ રહ્યું છે." એને ઓશીકું લીધું અને પોતાના બંને પગ વચ્ચે ભેરવીને સૂવાની કોશિશ કરી. એ ઈવાના સપનામાં રાચતો રહ્યો.

***

" અરે અનય સગાઈ માટે ૨૦ ફેબ્રુઆરીની ડેટ નીકળી છે." અમિતકુમારે ફોન કરતાં કહ્યું.

"જીજા ૧૪ ફેબ્રુઆરીએ સગાઈ થાય એવું કશુંક અરેંજ કરો ને..!!" અનયે મસ્કો મારતા કહ્યું.

"મારા સાલા થોડું એક્સાઈટમેન્ટ બચાવીને રાખ. મેરેજ કરવાની હજું વાર છે." મજાક કરતાં અમિત કુમારે કહ્યું.

"જીજા શું તમે પણ. ક્યાં વાત લઈ જાઓ છે. ઠીક છે ૨૦ ફેબ્રુઆરી." અનયે શરમાતાં કહ્યું.

"કોંગ્રેટ્સ.."અમિતે કહ્યું.

"થેંક યુ જીજા." અનયે કહ્યું અને ફોન મુક્યો. પરંતુ એ હવે વિચારમાં પડી ગયો કે ઈવાને કેવી રીતે મનાવશે...!! એને તરત જ ઈવાને ફોન કર્યો અને ડાયરેક્ટ કહ્યું," ઈવા, ડેટ ફિક્સ થઈ ગઈ છે. જો તું નારાજ નહિ થતી પણ ૨૦ ફેબ્રુઆરીએ નીકળી છે."

"શું યાર...!!" ઈવા નારાજ થતાં કહ્યું.

ઘણું બધું મનાવ્યાં બાદ ઈવા સમજી. પરંતુ ઘણા ઓછા દિવસો રહ્યાં હતાં તૈયારી માટેના. બંનેના ઘરેથી સગાઈની તૈયારીઓ ચાલુ કરી દીધી.

અનયે સગાઈની તૈયારી સાઈડ પર રાખીને પહેલા પોતાનાં વર્કમાં બીઝી થઈ ગયો હતો. બીજી તરફ ઈવા પણ પોતાનું કામ આટોપતી હતી. કેમ કે બંનેને સગાઈ માટેની શોપિંગ કરવાની હતી. તેમ જ બંને પોતાની પળો માણવા માટે કામથી થોડી છુટ્ટી લેશે એમ નક્કી કર્યું હતું. પરંતુ અનયને ક્યાં ખબર હતી કે એની ખૂશીને કેવી આગ લાગવાની હતી...!!

અનયે ઓફિસનું કામ સંભાળવા માટે પોતાના જ નદજીકનો મિત્રને રાખી દીધો જે એ જ ફિલ્ડનો અનુભવી હતો. અનય હવે હળવોફૂલ થઈ ગયો. એને વિચાર્યું કે હવે ઈવા સાથે એ સારી રીતે ટાઈમ સ્પેન્ડ કરીને શોપિંગ કરી શકશે.

ઈવા અને અનય બંને સગાઈની તૈયારીમાં લાગી ગયા. બંને સગાઈની તારીખ નજદીક આવી ત્યાં સુધી કંઈક ને કંઈક શોપિંગ કરતાં રહ્યાં. આખો દિવસ શોપીંગમાં ખરીદીમાં નીકળી જતો અને મોડી રાત સુધી ફોન પર વાતો કરતાં રહેતાં.

પરંતુ અનયને ક્યાં જાણ હતી કે એની આ ખૂશી વધારે સમય ટકવાની ન હતી..!!

"અનય, તું અત્યારે ને અત્યારે જ આવ અહિંયા." ઈવાએ ફોન પર કહ્યું.

"શું થયું...??" ચિંતીત સ્વરે અનયે પૂછ્યું.


(ક્રમશઃ)