Fari Mohhabat - 10 books and stories free download online pdf in Gujarati

ફરી મોહબ્બત - 10

“ફરી મોહબ્બત”

ભાગ : ૧૦


અનય કેબીનમાંથી ઝડપથી બહાર આવ્યો. સાગર ત્યાં જ ભટકાયો, " સાગર મારું કામ જરા સંભાળી લે. મને અત્યારે નીકળવું પડશે. પછી વાત કરું તને." અનય નીકળી ગયો. પણ સાગર શાનમાં સમજી ગયો કે જરૂર અનયનું ઈવા સાથે કશુંક ઉખેડાયું હશે.

અનય ઝડપથી ઈવાના ઘરે પહોંચ્યો. અવનીએ દરવાજો ખોલ્યો.

"મારી ઈવા?" અંદર પેસતા જ પાગલની જેમ અનયે બરાડા મારતા પૂછ્યું.

"બેડરૂમમાં..!" અવનીએ ગુસ્સાથી કહ્યું.

ઈવા બેડ પર સૂતેલી હતી. હાથમાં પાટો બાંધ્યો હતો.

"ઈવા..!!" અનય બેડ પર ઈવાની નજદીક જઈને ગોઠવાયો. ઈવાએ ચેહરો ફેરવી દીધો.

"શું છે આ બધું?? અને આ પાટો કેમ બાંધ્યો છે?? મારી સાથે હોસ્પિટલમાં ચાલ. મમ્મી ડેડી ક્યાં ગયા?? તું એવું કરી જ કેમ શકે..!!" અનયે દુઃખી થતાં એક પછી એક પ્રશ્ન પૂછ્યા.

"ઈવાએ બ્લેડ મારી છે હાથમાં. મેં ઘાવ સાફ કરીને દવા લગાડીને પાટો બાંધી દીધો છે." અવની તુછકાર ભાવે બોલવા લાગી.

"પણ તમે તો કીધું ઈવાએ નસ કાપી દીધી છે." અનયે કહ્યું.

"નસ કાપી કે બ્લેડ મારી લોહી તો વહ્યું જ ને..!!" અવની ટોન મારતી હોય તેમ કહેવા લાગી.

"અવની તું જા." ઈવાએ કહ્યું. અવની જતી રહી.

અનયે ઈવાનો ચહેરો ફેરવ્યો.

"ઈવા..!" "ઈવા..!" "ઈવા..!" અનય ઈવાનો ચહેરો ફેરવતો રહ્યો. ઈવા નામ પૂકારીને અનયની જીભ ઘસાઈ ગઈ. પણ ઈવાએ ચહેરો અનય તરફ કર્યો જ નહીં. અચાનક અનયની આંખમાંથી આંસુ પડીને ઈવાના જમણા ગાલ પર પડ્યું.

"ઈવા, તું આટલી નાની વાતમાં હાથ પર બ્લેડ મારી દેશે? અરે તું મારી મોહબ્બતને ક્યાં સુધી અજમાવશે??" અનય ઘણો દુઃખી થતાં બોલ્યો. પણ ઈવાએ કશો ઉત્તર આપ્યો નહીં.

" બોલને તને શું થઈ ગયું છે?? તું મારાથી ખૂશ નથી??" અનયે પૂછ્યું. " બોલને ઈવા???"

ઈવા જાણતી હતી કે અનય એનો સાચો આશિક બની ગયો હતો. એ એને પાગલની જેમ ચાહતો હતો. એટલે ઈવા પોતાની મનમાની વધુ ને વધુ કરી રહી હતી. પરંતુ અનય સમજી જ શકતો ન હતો કે ઈવા કેમ આવું કરી રહી છે..!!

"ઈવા..!! તું મને પ્રોમિસ આપ. હવે તું એવા કોઈ પણ પગલાં ના લેશે જેનાથી તને નુકસાન થાય. આ બધું મારાથી સહન નથી થતું એ તું જાણે જ છે. પછી કેમ આવું કરી રહી છે??" અનયને એમ લાગતું કે એ પોતે જ સવાલ કરીને પોતે જ સાંભળી રહ્યો છે. કેમ કે પોતાના બોલવાથી ઈવાને તો કશી અસર જ થતી ન હતી. બેડરૂમમાં થોડી મિનિટો માટે શાંતિ છવાઈ ગઈ. અનયને શું સુજ્યું? પરંતુ એને મોબાઈલમાં ઈવાના ડેડને કોલ લગાવ્યો.

"શું છે? ફોન કોણે લગાવે છે?" ઈવાએ ગુસ્સાથી પૂછ્યું. " ઓલી ઓફિસવાળીને તો નથી કરી રહ્યો ને??" ઈવાએ અનય તરફ ફરતા પૂછ્યું.

અનયથી હસી પડાયું. અનયે ફોન કટ કરી દીધો." પાગલ છે. તારા દિમાગમાં શું ભરાઈ ગયું છે ઈવા??"

"તને શું થઈ ગયું છે? પહેલા તો મારા બોલવાના પહેલા જ હાજર થઈ જતો. અને હવે?? હવે તો તને સમય જ નથી મારા માટે..!!" ઈવાએ નારાજ થઈને કહ્યું.

" ઈવા હું ઓફિસનું કામ પણ નહીં કરું?? તું આઠ દિવસ માટે તારું કામ પતાવી આવી તો મેં ધીરજ રાખીને. તને ફક્ત અડધો કલાકની પણ મારી રાહ જોવા માટે ધીરજ નથી." અનય પ્રેમપૂર્વક સમજાવા લાગ્યો.

" હા નથી એટલી ધીરજ. કેમ કે હું તને વધુ ચાહું છું." ઈવાએ મક્કમતાથી કહ્યું.

"હું તો તને ચાહતો જ નથી..!!" પાટા કરેલો હાથ લઈને ચૂમતા અનયે કહ્યું.

"મને મનાવવાની જરૂર નથી." ઈવાએ કહ્યું.

" મને મનાવતા આવડતું જ ક્યાં છે. એવું હોત તો આજે તને આવું કરવા પડતે." અનયે દુઃખી થતાં કહ્યું. ઈવા કશું બોલી નહીં.

" તને સારું હોય તો ફરવા જઈએ?" અનયે ઈવાના આંખમાં આંખ પરોવતાં કહ્યું.

"મને નથી સારું. તું જા ઓફિસમાં." ઈવાએ નાની બાળકીની જેમ કહ્યું.

" ઉફ્ફ તારી અદા." અનયે કહ્યું અને ઈવાને લીપ કિસ કરવા એ નજદીક ગયો.

" મને તને કિસ પણ નથી આપવી." ઈવાએ મોઢું ફેરવી દીધું.

" તારી ના મા તો હા છે ને બેબ. તારે નથી આપવી ને કિસ. તો હું તો કરી શકું જ ને!!" અનયે વધુ નજદીક જતાં કહ્યું.

"તું હવે મને કિસ પણ ના કરતો." ઈવાએ કહ્યું.

અનયે ઈવાને ઉંચકી લીધી, "ઓકે. હું નહીં કરીશ કિસ. તને ઊંચકીને જ લઈ જાઉં છું ફરવા. ચાલશે ને??" અનય એક નાના બાળક પર હેત વરસાવતો હોય એટલી હદથી પોતાનો પ્યાર ઈવા પર ન્યોછાવર કરતો જતો હતો.

"નીચે ઉતાર મને. કિસ તો શું !! હું તને મેરેજ બાદ પણ સેક્સ કરવા પણ નહીં લઉં. તું મારાથી દૂર જ રહેજે સમજ્યો.!" ઈવાએ મક્કમ સ્વરે કહ્યું અને એક હાથેથી જ અનયને હડસેલી દીધો.

(ક્રમશ..)

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED