આખા ઈવેન્ટ દરમિયાન ચેર પર બૈઠા બૈઠા અનયે ફક્ત અને ફક્ત ઈવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું. ના તો એ પોતાની સીટ પરથી હાલ્યો ના એણે પોતાની ડોકને ત્યાંથી હટાવી. ઈવાને જોતાં જ અનયે એવી તો પોતાના મનમાં વસાવી નાંખી કે એણે ફક્ત હવે ઈવા જ જોઈતી હતી. એ ઈવાને પસંદ કરવાં લાગ્યો હતો. એનું રૂપરંગ સર્વસ્વ જાણે એના દિલોદિમાગ પર છવાઈ ગયું હોય તેમ એ પોતે એના સપનામાં રાચતો થઈ ગયો. અમિત એનો જીજાજી પણ એની સાથે જ બેસ્યો હતો એની પણ એણે નોંધ લીધી નહિ. ઈવેન્ટ પૂરો થયા બાદ અમિતે એણે ઢંઢોળ્યો ત્યારે જ એ જાણે સપનાંમાથી હકીકતમાં આવ્યો હોય તેમ એણે સમજાયું.
“અરે ઓ મજનું. તારો જીજા ક્યારનો બેસ્યો છે તારી સાથે. એક નજર મારા પર પણ નાંખ..” અમિતે ગુસ્સાથી કહ્યું અને તે સાથે જ અનયે જીજા તરફ જોયું ત્યારે જાણે એની ડોકમાં કળ વળી હોય તેમ ડોકીને એક હાથથી મસળતા કહ્યું, “ ઓહ્હ કુમાર...તમે પણ છો ને અહિયાં..!!”
“હાં હું છેલ્લા બે કલાકથી તારી સાથે જ લગોલગ બેસ્યો છું.” અમિતે ફરી ગુસ્સો ઠાલવ્યો.
“અરે જીજા...ઈવાની હું રાહ જોઈ રહ્યો છું. એટલે આ ફંકશન અટેઈન તો કરવું જ રહ્યું.” અનય આતુર નજરે કહેવા લાગ્યો.
“ખતમ થઈ ગયું છે. હવે તો સીટ પરથી ઉઠ ભાઈ. જરા ફ્રેશ થઈને આવીએ.” અમિતે અકળાઈને કહ્યું.
અનયને પોતાની સીટ પરથી ઉઠવું જ ન હતું જ્યાં સુધી ઈવા ન આવે ત્યાં સુધી. પરંતુ અમિત સાથે કમને એ ફ્રેશ થવા માટે ગયો.
ઈવેન્ટ પૂર્ણ થયા બાદ ઈવા પોતાની કાર પાસે આવીને ઊભી થઈ ગઈ ત્યાં જ અમિત અને અનય પણ આવ્યાં.
“સો ગાઈઝ..!! તમે વાત કરો. એકમેકને જાણો. પછી જણાવજો.” અમિત એટલું કહીને બંને હાથનો અંગૂઠો દેખાડતાં નીકળી ગયો.
“આપણે કોઈ ઢાભા પર ઊતરીએ? અહિયાંથી પંદર મિનીટના દુરી પર સૂરજીત ઢાબો આવેલો છે.” ઈવાએ પૂછ્યું.
“જી.. હું મારી કાર કાઢું ?” ઈવાએ પહેરેલા મરૂન રંગના વેલવેટ શોર્ટ પર દેખાતાં ગોરા ઘુંટણ પર એક નજર નાંખતા અનયે પૂછ્યું. જે પહેલી વાર અનયે ઈવાને ધ્યાનથી નીહાળી હતી.
“હા લઈ લો પછી ત્યાંથી જ આપણે ઘરે જવા માટે નીકળી જઈશું.” ઈવાએ કીધું. એ પણ હેન્ડસમ અનયને થોડી સેંકેન્ડ માટે ધ્યાનથી જોવા લાગી.
બંને પોતપોતાની કાર કાઢીને સૂરજીત ઢાબા પર પહોંચ્યા. રાતનાં અગ્યાર વાગી ગયા હતાં.
“શું લેશો તમે? લચ્છા પરાઠાનો ઓર્ડર આપું?” ઈવાએ પૂછ્યું.
“હા આપી દો. મને લાગે સૂરજીત ઢાબા તમારું ફેવરીટ ફૂડ પ્લેસ છે?” અનયે પૂછ્યું.
"તમે ફુડી છો?" ઈવાએ પૂછ્યું.
"તમારો જેટલો નહિ. તમે ઢાબા પર લાવ્યાં પછી આગળ વાત જ શું?" અનયે કહ્યું અને ઈવા ટહાકા સાથે હસી.
નાસ્તો પતાવ્યા બાદ બંને લટાર મારતા રાતનાં અંધારામાં આજુબાજુ એક પત્થર પર ગોઠવાયા.
રાતનાં સૂમસામ વાતાવરણમાં દૂરથી ફક્ત હાઈવે પર જતાં વાહનોની ધીમી લાઈટો દેખાતી હતી.
બંને થોડી મિનિટો સુધી શાંત રહ્યાં પછી અનયે જ વાતની શુરૂઆત કરી.
“ચાર વર્ષ પહેલા જ મારા ડેડનું ડેથ થયું એમાં જ મોમની તબિયત બગડતી રહી. મોમને ઘરમાં એકલતા પણ સતાવી રહી છે એટલે બધા જ મારા પાછળ પડ્યા છે કે હવે મેરેજ કરી લે..!!”
ઈવા અનયની શાંતિથી વાત સાંભળી રહી હતી.
“એમ તો ઘરમાં નોકર ચાકરો અને બીજી બધી જ ફેસીલીટી છે તો પણ પહેલાથી કામ કરતાં આવ્યાં છે મોમ એટલે બને એટલું કામ કરીને સમય કાઢે છે. અને કહ્યાં કરે છે કે વહુ જોય છે વહુ.”
ઈવાએ અનયની બધી જ વાત સાંભળી અને કહ્યું, “અનય, તમને વાઈફ નથી જોઈતી ફક્ત ઘરમાં વહુ જોઈએ છે?”
“મારો મતલબ એવો જરા પણ નથી ઈવા..!!” અનયે શાંતિથી કહ્યું.
“મને સખ્ત નફરત છે એવા લોકોથી જેઓ મેરેજ તો કરી નાંખે છે પરંતુ વહુને ઘરની દીકરી તરીકે નહિ પરંતુ એક નોકરાની તરીકે રાખે...!!”
“ઈવા તમે ક્યાંથી ક્યાં લઈ જાઓ છો વાતને..” અનય બોલી ઉઠ્યો.
બસ ફક્ત એટલી જ ચર્ચામાં બંને જાણે વર્ષોથી એકમેકને જાણતા હોય તેવી રીતે દલીલો આગળ કરતાં ગયા અને ઝગડી પડ્યાં. પહેલી જ મુલાકાતમાં બંનેએ કોઈના પર કોઈ જાતનું સારું ઈમ્પ્રેશન છોડ્યું નહિ અને બંને છુટા પડ્યા. બંને પોતપોતાની કાર ચલાવતાં ફક્ત એક જ વિચારો કરતાં રહ્યાં, ઈવા વિચારી રહી હતી કે અનય પોતાની જગ્યા પર સાચ્ચો હતો અને એ એના વિચારો છે મને થોડું શાંતિથી કામ લેવું જોઈતું હતું. જયારે અનય પણ એ જ વિચારી રહ્યો હતો કે ઈવા આજનાં જમાનાની મોડેલ યુવતી છે અને એના વિચારો ખુલ્લા હશે એટલે એણે એના વિચારો સામે રાખ્યાં.
ઘરે પહોંચતા જ બંને ફ્રેશ થઈને એકમેકનાં વિચારો કરતાં બેડ પર પડ્યા. ઈવા સૂવાની તૈયારી કરી રહી હતી પણ મન બેચેન હતું. જયારે અનયની પણ સામે સેમ સ્થિતિ હતી. એણે તરત જ ફેસબુક પર સોરીનો મેસેજ કર્યો. બીજી તરફ ઈવા પણ સોરી કહેવાં માટે જ મેસેન્જર ઓપન કર્યું ત્યાં જ સામેથી અનયનો સોરીનો મેસેજ રીડ કર્યો. ઈવાનાં હોઠો પર અનયનો મેસેજ વાંચી સ્મિત આવી ગયું. ઈવાએ તરત જ મેસેજ ટાઈપ કર્યો.
"હેય અનય મારી જ ભૂલ હતી. રિયલી સોરી."
બંનેએ થોડીક ચેટ કર્યાં બાદ ગેરસમજ દૂર કરીને વોટ્સએપ નંબર એક્સચેન્જ કર્યા. જોતજોતામાં રાતનાં બે વાગ્યે વિડીઓ કોલ પર એવા ગોસીપે ચડ્યા કે તેઓની રાત ક્યાં પૂરી થઈ એ તેઓ બંને જાણી ના શક્યા...!!
સતત એક મહિના સુધી ચેટ પર અને વિડિઓ પર ચીટચેટ થવા લાગી. બંનેને જેઓ ટાઈમ મળે એવો એકમેકને કોલ કરીને સમય આપતાં.
ઈવાને અનય એટલો બધો પસંદ પડી ગયો હતો કે એણે મનોમન નિર્ણય લઈ લીધો કે હું મેરેજ કરીશ તો આ જ હેન્ડસમ યુવાન અનય સાથે..!!
આજે ઈવાનું મન વિચલિત થઈ રહ્યું હતું. એ બડબડવા લાગી. “ શું કરું કહી દઉં આય લવ યુ? કે એ સામેથી કહે એની રાહ જોઉં. બટ...એણે સામેથી જવાબ ન આપ્યો તો..!! પણ સામેથી કોઈ છોકરી પ્રપોઝ ક્યાં કરે છે? બટ ઈવા યુ આર યુનીક. તું ફોરવર્ડ માઈન્ડની છે. તારો સ્વભાવ બધી જ છોકરી જેમ થોડો છે. એન્ડ યુ ઓલ્સો બ્રેવ ગર્લ. ધેન વ્હાય આર યુ વેઈટીંગ ?"
એક મહિનો બાદ બંનેએ ફરી મુલાકાત ગોઠવી. “ઈવા હું તને લેવા આવું ને ઘરે?” ઉતાવળા થઈને અનયે ફોન પર પૂછ્યું.
“હા. મોમ ડેડને પણ એક વાર વાત કરી લઈએ.” ઈવાએ સમજદારીથી કહ્યું.
“અત્યારે શું કામ ઈવા? આપણે બંને તો મળી લઈએ ને..!!ચાલ ઠીક છે. હું મળવા આવું છું તારા મોમ ડેડને.” અનયે કહી દીધું.
“ઓકે. ઓકે. આપણે પહેલા મળી લઈએ.” ઈવાએ અનયની વાત માન્ય કરતાં કહ્યું.
ઈવા પોતાના લાંબા વાળોને રમાડતી તૈયાર થવા લાગી. બીજી તરફ અનય પણ પરફ્યુમ્સનો સ્પ્રે કપડાંના બદલે ખૂશીમાં જ હવામાં કરવાં લાગ્યો. એવામાં જ અનયના મોબાઈલની રીંગ વાગવા લાગી. ઈવાનો ફોન હતો.
“હેલ્લો, અરે આવ્યો યાર..!!”
“અરે હા બાબા. કોઈ ઘાઈ નહીં હૈ. શું પૂછું છું બાઈક છે ને તારી પાસે?”
“હા છે કેમ?
“હા તો બસ બાઈક જ લઈને આવજે.”
***
પોતાનાં ઘરની થોડે દૂર ઈવા ઊભી રહીને અનયની રાહ જોતી હતી.
“ઠક..ઠક ઘૂરાટી બોલાવતું બૂલેટ એના થોડે દૂર પાર્ક થયું. માથા પરનું હેલમેટ કાઢીને યુવાન એની સામે આવીને ઊભો થઈ ગયો. ઈવા એ હેન્ડસમ યુવાનને જોતી રહી. એ હેન્ડસમ યુવાન એટલે અનય.
અનયે કશું પણ વિચારવા વગર જોરથી ઈવાને હગ કરી લીધી. સામેથી ઈવાએ પણ એવો જ રીસ્પોન્સ આપ્યો. જાણે બંને પ્રેમી જોડા કેટલા વર્ષો બાદ મળ્યા હોય તેમ..!!
“બોલ ક્યાં જવું છે ફરવા.”
“તું ક્યાં લઈ જવાનો?”
“અચ્છા તું !! ઈવા, મને રિસ્પેક્ટ જોય હા. એવું નહીં ચાલે.”
“તું કહું તો કેમ ના ચાલે? તું ડોહો છે જો હું તને તમે કહું?”
“અચ્છા વાતમાં દમ છે ઈવા હા.”
“એક્ચ્યુલી હું, તું કહું તો મને પોતાનો લાગે છે અનય તું.”
“વધારે રોમાન્ટિક નહિ બન ઈવા. મારાથી આ તારા લવલી લીપ્સ પર કિસ ના થઈ જાય.”
“એહ..!! તને આ બધી વાતો સિવાય બીજું કશું આવડતું જ નથી કે?”
“તો શીખવાડને તું બીજું. જે તને આવડે એ..!!”
“અરે...તું.”
“ચાલ બેસી જા. રાત તો તું ચેટથી પૂરી કરે જ છે. અહિયાં ગોસીપ કરીને દિવસ પણ પૂરો કરી દેશે.”
અનયની પાછળ લગોલગ ઈવા બેસી ગઈ.
“અરે ઈવા શું કરે છે. થોડું ડિસ્ટન્સ રાખ. મારાથી કન્ટ્રોલ થશે નહિ પછી..”
(ક્રમશઃ)