ફરી મોહબ્બત - 5 Pravina Mahyavanshi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ફરી મોહબ્બત - 5

ફરી મોહબ્બત

ભાગ :


"ઈવા...??" ઈવા પાસે પહોંચતા જ અનયે વ્યાકુળ થતાં પૂછ્યું.

"તારે એટલું લેટ કેમ થયું? હું ક્યારની આ કેફેમાં તારી રાહ જોઉં છું..!" ઈવા નારાજ થતાં બોલી.

"ઓકે સોરી. હવે બોલ આટલી રાહ શેની જોઈ રહી હતી મારી?" નાના બાળકની જેમ ઈવાને મનાવતા અનયે કહ્યું.

"સગાઈ થઈ જાય એટલે આપણે પબમાં જઈશું. યુ નો ડ્રિંક્સની મહેફિલ માણીશું." ઈવાએ સહેજતાથી કહ્યું અને આ સાંભળી અનય ચોંક્યો.

"શું..!! હું સમજ્યો નહીં..??" અનયનાં કાન પર વિશ્વાસ જ બેસતો ન હોય તેમ અનયે ફરી પ્રશ્ન પૂછ્યો.

"એ જ કે સગાઈ થઈ ગઈ છે એની ખુશીમાં મારે ડ્રિંક્સ કરવું છે." ઈવાએ દ્રઢતાથી કહ્યું.

"ઈવા તું ડ્રિંક્સ...?? ક્યારથી?? અને તે આ વાતની ક્યારે પુષ્ટિ કરી નથી..!!" અનયે વિસ્મયતાથી એક પછી એક પ્રશ્ન પૂછ્યા.

"અત્યારે ખબર તો પડી ને હું ડ્રિંક્સ કરું છું એ..!!" મિજાજમાં ઈવાએ કહ્યું.

"પણ ઈવા હું તો ડ્રિંક્સ એવું કશો નશો કરતો નથી..!!" અનય કહેવા લાગ્યો.

"તું ન કરતો હોય એટલે મારે પણ ન કરવું જોઈએ..!!" ઈવાએ ગુસ્સો ઠાલવતા કહ્યું.

"મારું કહેવું એવું નથી. પણ..!!" અનય બોલતો અટક્યો.

"પણ શું..?? કે મને આવી છોકરી ન જોય એમ?? નશા કરવાવાળી?? સંસ્કારી છોકરી જોય એમ..!!" ઈવાએ એક પછી એક પોતાના સવાલ રાખ્યાં.

"ના મારે એવું નથી કહેવું..!" અનયને શું બોલવું એ સમજાતું ન હતું.

અનય, ઈવાને બૂરી રીતે ચાહતો હતો. પોતે એક સંસ્કારી ઘરનો હતો. ના તો એણે એવું ચાહ્યું હતું કે ના એના મોમે એવું વિચાર્યું હતું કે એમને એક ડ્રિંક્સ લેતી વહું મળે..!!

"તો શું..? લુક અનય. તારે ના પાડવી હોય તો ના પાડી શકે છે. પણ હું તો ડ્રિંક્સ કરતી જ આવી છું. અને મેરેજ પછી પણ એ ચાલુ જ રહેશે. બટ ડોન્ટ વરી. હું ફક્ત પ્રસંગોપાત જ ડ્રિંક કરું છું." ઈવાએ સમજાવ્યું.

"હં..!!" અનયનાં મોઢામાંથી ફક્ત એટલું નીકળ્યું.

"તો સગાઈ થઈ જાય એટલે સાંજે આપણે પબમાં જઈશું ને? પ્રોમિસ..??" ઈવાએ હાથ આગળ ધરતાં લાડમાં કહ્યું.

"હા પ્રોમિસ." અનય ઈવાની વાતમાં દોરવાઈ ગયો હોય તેમ પ્રોમિસ કરતો બોલ્યો.

"લવ યુ અનય." ઈવાએ મંદ સ્વરમાં કહ્યું.

***

ઈવાની પબમાં જવાની સાથે ડ્રિંક લેવાની આદતની વાત સાંભળી અનયની રાત વ્યાકુળતામાં પસાર થવા લાગી. એ પોતાની સાથે જ સંવાદો કરતો રહ્યો, " અનય..?? ઈવાને ચૂઝ કરવામાં તું કશા પ્રકારનો થાપ તો ખાઈ નથી રહ્યો ને?? એ તારા માટે લાયક તો છે ને..?? તારા મોમ સાથે અને આ ઘરમાં એને ફાવશે ને..?? હજું પણ મોડું નથી થયું તું મેરેજ માટે ના પાડી શકે છે. કેમ કે મોમને પણ આવું બધું નશા કરવાનું ક્યાં પસંદ છે..!!

"ના ના એને ના પાડવાની વાત જ નથી આવતી. હું એને ચાહું છું. એના પ્યારમાં હું પાગલ બન્યો છું. એના વગર હું જીવી શકું એમ નથી." અનય કશમેંકશમાં પોતાના દિલને સમજાવા લાગ્યો.

"હું મારા પ્યારમાં ઈવાને એવી ભીંજવી દઈશ કે એની ખરાબ આદતો આપમેળે છૂટી જશે. બસ ફક્ત ઈવા મારી એક વાર થઈ જવા દે." પોઝિટીવ સાંત્વના આપતો અનયે પોતાના દિલ દિમાગને શાંત કર્યું.

અનય જેવા જ છોકરા છોકરી કે પછી એવા કેટલા બધા આશિકો જે પ્રેમમાં ગળાડૂબ થયા બાદ નજરે બની રહેલી ઘટનાને પણ અવગણીને દિલનું માની મેરેજ માટેના ખોટા નિર્ણયો લઈ લેતાં હોય છે અને પસ્તાવામાં કોઈક વાર આખી ફેમિલીનો પણ વારો આવી જતો હોય છે. ખૈર..!!

***

ઈવા માટે કપડા, સોનાની જે વસ્તુ હોય અને બીજું વ્યવહાર પ્રમાણે લાવવાનું હોય એ બધું જ શોપિંગ થઈ ગઈ હતી. જોરશોરમાં ફક્ત સગાઈ માટે ચાલેલી તૈયારી અનયનો ઉત્સાહમાં વધારો કરી રહી હતી. એ તો આ બધું જ જોઈને ખુશીથી હવામાં જ ઉડી રહ્યો હતો. સગાઈમાં આ હાલત છે તો મેરેજ માટે અનયનું શું થશે..!!

આખરે એ સગાઈની ડેટ આવી ગઈ ૧૬ ફેબ્રુઆરી.

અનયે વહેલી સવારે કપલ ફોટોશૂટનું આયોજન કર્યું હતું. ફોટોશૂટ માટે તૈયાર થઈને આવેલી ઈવાને જોઈને અનય એકવાર ફરી મોહિત થઈ ગયો. ઈવાની ખૂબસૂરતી જોઈને એ પાગલ થઈ રહ્યો હોય તેવું એ મહેસૂસ કરતો જતો હતો.

"ઈવા.. તું ખૂબ જ બ્યુટીફૂલ લાગી રહી છે." અનયે ખૂબ જ પ્રેમથી કહ્યું.

"થેંક યુ. બટ તને યાદ છે ને સાંજે પબ...." ઈવાએ યાદ અપાવતાં કહ્યું.

"હા..!! હા..!! મને યાદ છે." અનયે કહ્યું.

"તું પણ ઘણો હેન્ડસમ લાગી રહ્યો છે અનય..!" ઈવાએ કાતિલ આંખોથી કહ્યું.

"એક કિસ કરતો ફોટોશૂટ..ગાલ પર?" અનયે કહ્યું. થોડી આનાકાની બાદ ઈવાએ હા કહ્યું.

ફોટોશૂટ સારી રીતે પતી ગયું હતું. અનયે સારો એવો ખર્ચો કર્યો હતો. ફક્ત સગાઈ માટે જ અનયે એક વિશાળ ગ્રાઉન્ડ બુક કર્યું હતું. ઈવા અને અનય બંને ગ્રાઉન્ડ પર પહોંચ્યા. ગ્રાઉન્ડ પર મંડપ બાંધીને સારું એવું ડેકોરેશન તેમ જ અલગ પ્રકારની સજાવટો કરીને સ્ટેજને મનમોહક બનાવામાં આવ્યું હતું.

આખરે રીતરસમ વિધીઓ સાથે સગાવહાલોની હાજરીમાં અનયની સગાઈ ઈવા સાથે થઈ જ ગઈ. સગાઈ પૂરી થતાં જ સાંજના ચાર વાગી ગયા હતાં. બધું આટોપતા પોતપોતાના ઘરે આવતાં પાંચ તો વાગી જ ગયા હતાં. ઘરે આવીને બંનેને પોતપોતાના ઘરે ફ્રેશ થઈને આરામ કરતાં છ વાગી ગયા.

"ઈવા, શું કરે છે? તું ખૂશ તો છે ને..!!" અનયે સાંજે આરામ ફરમાવતાં ફોન કરીને પૂછ્યું.

"અનય તું કશું ભૂલી રહ્યો છે?" ઈવાએ નારાજ થતાં કહ્યું.

"શું..?" અનયે પૂછ્યું.

"મહેફિલ..પબ...ડ્રિંક્સ..!!" ઈવાએ શોર્ટમાં પતાવ્યું.

"હા ઠીક. તારી ઈચ્છા સરઆંખો પર..!!" એટલું કહીને અનય હસ્યો.

"ઠીક છે હું રેડી થઈને તને ફોન કરું. લવ યુ અનય..!!" ઈવાએ મીઠડા સ્વરમાં કહ્યું.

"લવ યુ ટુ ડાર્લિંગ." કહીને અનયે ફોન મુક્યો.

અડધો કલાક પૂરો થઈ ગયો હતો. પણ હજું ઈવાનો ફોન આવ્યો નહીં. અનય રાહ જોતો ગુસ્સામાં જ બબડયો, " આ છોકરીઓને તૈયાર થવાનું એટલે..." અનયે બીજી દસ મિનીટ રાહ જોઈ અને આખરે કોલ કરી જ લીધો, " ઈવા તારે નથી આવવું તો કહી દે યાર..!! મને સખત ઊંઘ લાગી રહી છે."

અનયનો આટલો ગુસ્સો ઠાલવ્યા બાદ પણ ઈવા કશું બોલી નહીં.

"અરે શું?? આવવું છે કે નહીં?" અનયે ફરી પૂછ્યું.

"અરે બીજા સગાવહાલા ઘરે જ રોકાયેલા છે. એટલે મોમ એ લોકોનું માન રાખીને કહી રહ્યાં છે કે અત્યારે એટલી સાંજ થઈ જ ગઈ છે તો હરતાં ફરતાં રાત થઈ જશે..!! સો કેન્સલ કરું છું આજનું..!" કહીને ફોન મુકાઈ ગયો.

અનય વિચારવા લાગ્યો, " એટલે ડ્રિંક્સ..પબમાં જવું.. એ બધું જ ફેમિલીથી છૂપી રીતના કરે છે ઈવા.!!"

દસ મિનીટમાં ઈવાનો ફોન આવ્યો, " હું રેડી છું. મળીયે આપણે."

ઈવા માને એમાંની ન હતી. જીદ્દી હતી તદ્દન જીદ્દી. ઈવાએ શું સેટિંગ કર્યું ભગવાન જાણે..!!

અનય બુલેટ લઈને ઈવાનાં ઘરના નજદીક આવેલા રસ્તા પર રાહ જોતો ઊભો થઈ ગયો. ઈવા ઝડપથી આવી રહી હતી. એને જોઈને હંમેશની જેમ અનય એના પર ફિદા થઈ જતો. એ સંપૂર્ણપણે ઈવાનો થઈ જતો. ઈવા પાછળ બેસી ગઈ. અનય તંદ્રામાંથી જાગ્યો હોય તેમ પૂછવા લાગ્યો, " બેબ, ક્યાં જવાનું છે?"

“ મને ક્યાં પણ નથી જવું. મને ડ્રીંક કરવું છે. આપણે સીધા પબમાં જઈએ. ડ્રીંક કરવું છે મારે.” ઈવા નાના બાળકની જેમ જિદ્દ કરતાં કહેવા લાગી.


(ક્રમશઃ)