Fari Mohhabat - 7 books and stories free download online pdf in Gujarati

ફરી મોહબ્બત - 7

“ફરી મોહબ્બત”

ભાગ :૭


અનયે ઝટથી ઈવાના હાથમાંથી ચાકુ લઈને ફેંકી દીધું. તે સાથે જ ઈવાને પોતાની બાહોમાં સમાવી દીધી. ઈવાને કપાળ પર ચુંમતા ભય સાથે કહેવા લાગ્યો, " ઈવા, તું પાગલ છે?? પ્રેમની સાબિતી તારી પાસે માંગે જ કોણ છે?? અને તું પણ કેમ માંગી રહી છે મારી પાસે?? પ્લીઝ હવે એવું ક્યારે પણ કરતી નહીં. હું તને પ્રેમ કરું છું. તું મને કરે છે. જાન આપીને જ પ્રેમની સાબિતી આપવી હોય તો આપણો પ્રેમ જીવતો કેવી રીતે રહેશે??" અનય ખૂબ પ્રેમથી સમજાવતાં ઈવાની પીઠને પંપાળતો રહ્યો. ઈવા નાના બાળકની જેમ લપકી રહી.

હોટેલની ચારેતરફ લાંબા બારેક જેટલા પગથિયાં આવેલા હતાં. મુખ્ય પ્રવેશદારની પગથિયાની નીચે આવેલી લોનમાં જ છ ટેબલ ગોઠવવામાં આવ્યા હતા. મધ્ય ભાગમાં આવેલા ટેબલ પર ઈવાએ નશાની હાલતમાં જ તમાશો ખડો કરી લીધો હતો એની નોંધ ઉપરથી કાચની બનાવેલી કેબિનમાંથી મેનેજરે નોંધ્યું. મેનેજર તરત પગથિયાં ઉતરતો નીચે આવ્યો, " હું..." મેનેજર કશું બોલે એના પહેલા જ અનયે હાથના ઈશારાથી કહેવા લાગ્યો, " બધું ઓકે છે." ઈવાએ અનયનાં ખભા પર માથું ઢાળી દીધું હતું. અનય એને સંભાળતો ડાબી સાઈડના પગથિયાં તરફ લઈ ગયો. એ પાંચ પગથિયાં જેટલો ઈવાને લઈને ચડ્યો અને ત્યાં જ એકાંતમાં બંનેને કોઈ ન જોય એવી રીતે ઈવાને લઈને બેસ્યો.

"ઈવા...!!" અનયે કહ્યું. અનયના ખભા પર ઈવાએ માથું મૂકતા એના બધા જ વાળ મોઢા પર આવી ગયા હતા. અનય એ બધા જ વાળને સહેલાવતા એક પછી એક પાછળ કરતો જતો હતો. અનય એને નાના બાળકની જેમ લાડ કરતો રહ્યો. તરહ તરહની પ્રેમની વાત કરતો રહ્યો. એની આંગળીઓમાં પોતાની આંગળીઓ ઘણી મજબૂતાઈથી ભેરવી રાખી હતી. થોડી થોડી સેંકેન્ડમાં ઠંડો પવન પણ વહી રહ્યો હતો જેનાથી ઈવાને ચહેરાને તાજગી આપી રહ્યો હતો. એનો અનૂભવ અનય કરી રહ્યો હતો પરંતુ અનય મુંઝવણમાં હતો કે આ નશાની હાલતમાં ઈવાને કેવી રીતે સંભાળશે. પણ ખૂબ જ કાળજી અને પ્રેમથી એક કલાકથી પણ વધુ સયતથી અનયે ઈવાને પગથિયાં પર બેસાડીને સાચવી.

ઈવાની ડ્રીંકની અસર પણ ઓછી થવા લાગી.

"અનય યાર ભૂખ લાગી છે. તું આવી રીતે અહીંયા શું કામ બેઠો છે?" નશો ઉતરતાં જ ઈવાએ કહ્યું.

"એટલે જ તો હું ડ્રિંક નથી લેતો ને..!!" અનયે હસતાં કહ્યું અને ઈવાને પોતે કરેલા નશાનું ભાન થયું હોય તેમ ઠહાકા સાથે હસી." ઓહ આ'મ સોરી જાન."

"જાન...!!" " આ વર્ડ્સ તો તારા મોઢામાંથી ફરી કાઢતી જ નહીં." કહીને અનયે ઈવાના ગાલ પર ટપલી મારી થોડો હસ્યો.

" ચાલ." અનય ઉઠ્યો અને ઈવાને હાથ ધરતાં ઉઠાવી. બંને રમતા હસી મજાક કરતાં પગથિયા ઉતરવા લાગ્યાં. જાણે કશું બન્યું જ ન હોય તેમ..!! ડીનર ટેબલ પર આવી બંને ગોઠવાયા. વેઈટર અજીબોગરીબ નજરે નિહાળતો રહ્યો. રાતનું ભોજન લેતાં જ અગ્યાર થઈ ગયા હતાં.

"ઈવા ચાલ હવે ઘણું મોડું થઈ ગયું છે." અનયે કહ્યું.

"હજું અગ્યાર જ થયા છે ને. હું બાર વાગ્યે પણ જાઉં તો પણ મને કોઈ પૂછવાવાળું નથી." ઈવાનાં ચહેરા પર ઈગો છલકાયો.

"એ તો બધું ઠીક. પણ ઈવા મારી પણ જિમેંદારી છે ને.!! તારા ઘરેથી લાવ્યો છું. તો તારા ઘરે સહીસલામત તને મૂકીને જાઉં." અનયે કહ્યું. પણ ઈવાએ વધારે દલીલ ન કરી.

બંને પ્રેમભરી વાતો કરતાં હાથમાં હાથ પરોવી પાર્ક કરેલું બુલેટ પાસે આવ્યા. અનયે બુલેટ રફતારથી ભગાવ્યું. તે સાથે જ ઈવાએ અનયને કસીને પકડી લીધો. ઈવાનું મૂડ ડ્રિંક લઈને સારું થઈ ગયું હતું.

"અનય..આઈ લવ યુ. તો આખરે ડ્રિંક માટેનું પ્રોમિસ તે પૂરું જ કર્યું. હટકે હતું હા તારું સરપ્રાઈઝ. મારા માટે આટલું બધું કર્યું તે..!! થેંક યુ..!!" ઈવાએ પાછળથી અનયને બોચીમાં કિસ કરતાં કહ્યું. કિસની અનુભૂતિ થતા જ અનયના શરીરમાં કરંટ વાગ્યો હોય તેમ એ થોડો થડકયો. પરંતુ તરત જ સ્વસ્થ થઈ ગયો.

"તો પછી કરવું જ પડે ને. જેણે હટકે વાઈફ મળવાની હોય.. એણે હટકે સરપ્રાઈઝ તો આપવું જ પડે ને..!" અનયે બુલેટ ચલાવતાં કહ્યું.

ઈવા કશું બોલી નહીં. થોડી સેંકેન્ડમાં અનયે કહેવા માંડ્યું, " ઈવા, રાત આપણે ત્યાં જ રોકાતે તો?? કિસ કરીને તું મને ગાંડો કરી મુકશે. યાર હવે નથી રહેવાતું."

"ચૂપ..!!" ઈવાએ કહ્યું અને અનય " હા હા..!" કરતો હસ્યો.

અનયે ઈવાનું ઘર આવતાં પહેલા જ અધવચ્ચે જ બુલેટ રસ્તાની એક ધાર પર અંધારામાં પાર્ક કર્યું.

" શું થયું? આમ વચ્ચે?" ઈવાએ પૂછ્યું.

"બોચીમાં કિસ કરે એના કરતાં લિપ પર કિસ કરને ઈવા..!" અનયે ઈવાના પ્રેમમાં લસ્ત થતાં કહ્યું. ઈવા શરમાઈ.

"તને યાદ પણ છે ઈવા?? નશાની હાલતમાં તે મને જોરથી લિપ કિસ કરી દીધી. પણ મજા ના આવી ખારી કિસમાં. એક મીઠ્ઠીવાળી આપી દે ને..આપણી પહેલી લિપ કિસ એક યાદગાર જેવી હોવી જોઈએ કે નહીં?!"

ઈવાએ શરમાતા નીચું મોઢું કરી દીધું. અંધારું ઘણું હતું. રાતના સમયે વાહનોની અવરજવર પણ ઓછી હતી. અનય ઈવાના નદજીક ગયો. એ વધુ નજદીક આવ્યો. અનયે ઈવાનો ચહેરો ઉઠાવ્યો. ઈવાએ શરમાતા જ આંખ બંધ કરી ચહેરો ફેરવી દીધો. ઈવાનાં હોઠો અને અનયનાં હોઠો બંને એક થવા માટે થોડી સેંકેન્ડ માટે તો મસ્તી કરતા રહ્યાં. અનય બેબાકળો બન્યો. ઈવાના હોઠોને પોતાનાં હોઠોમાં લેવા માટે. એને વધુ રાહ ન જોઈ. લપાકથી ઈવાના હોઠોને દબાવ્યા. બંનેની આંખો બંધ થઈ. બંને એકમેકના હોઠોનો ટેસ્ટ કરતાં રહ્યાં. અનય ધીરેથી ઈવાથી અલગ થયો. આંખોને ઝૂખાવી શરમાતી ઈવાને ખૂબ પ્રેમથી અનય જોતો રહ્યો. " થેંક યુ" કહીને અનયે ઈવાના કપાળ પર ધીમેથી એક કિસ કરી દીધી.

અનય ઈવાને ઘરે છોડી ગયો. પરંતુ એ ચાહતો હતો કે હવે દરેક પળ ઈવા સાથે જ ગાળે. અનયની ઈવા માટેની અનહદ ચાહના એને પૂરી રીતે પાગલ બનાવી રહી હતી.

અનય ઈવાને બૂરી રીતે ચાહતો થઈ ગયો હતો. પરંતુ ઈવાની સામે એની આજની હરકત વિશે પોતાના ચહેરા પર એકપણ જાતનો અણગમો ભાવ દેખાડ્યો નહીં. પરંતુ ખરી રીતે જોવા જાય તો એ અંદરથી ખૂબ સહેમી ગયો હતો કે ઈવા આવું કરી જ કેમ શકે..!!


(ક્રમશ....)


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED