Fari Mohhabat - 6 books and stories free download online pdf in Gujarati

ફરી મોહબ્બત - 6

“ફરી મોહબ્બત”

ભાગ : ૬


"પબમાં નહીં જાય આજે તો ના ચાલે??" અનયે પ્રેમથી ઈવાને પૂછ્યું.

"તું ભૂલી ગયો મેં તને શું કીધું હતું? કે પછી તું તારી મરજીનું કરવા માગે છે?" ઈવાએ ગુસ્સાથી પૂછ્યું.

"બેબ આજે આપણી સગાઈ થઈ છે. તો પણ આટલો ગુસ્સો..??" ઈવાને નાના બાળકની જેમ સમજાવતાં અનયે કહ્યું.

" તો તું પબમાં જવાની વાત ના કેમ પાડે છે!!" ઈવાએ ગુસ્સો ઠાલવ્યો.

" હા તો બેબી પબ માટે ના પાડી રહ્યો છું ને..!! તને તો ડ્રિંક જ કરવું છે ને??" અનયે સમજાવતાં કહ્યું. બુલેટ ચલાવતાં જ બંનેમાં વાતચીત ચાલુ હતી. મેઈન રસ્તો છોડી બુલેટ હાઈવે પર દોડવા લાગ્યું.

"અનય..!! ક્યાં લઈ જાય છે. જો તું મારુ પ્રોમિસ તોડી રહ્યો છે." ઈવા ખીજાતી જતી હતી.

"તને મારા પર ટ્રસ્ટ હોય તો થોડી મિનીટ ચૂપ બેસજે." અનયે કહ્યું. ઈવા અનયનાં ખભા પર કંટાળી આંખ બંધ કરી માથું ઢાળીને પોતાના બંને હાથ અનયના છાતી પર મૂકી દીધા. અનયનું દિલ જોરનું ધબકવા લાગ્યું.

"ઈવા, હજુ થોડી વધારે કસીને પકડ..જો દિલ કેટલું જોરથી ધબકવા લાગ્યું છે મારુ. સંભળાય છે ને??" સ્પીડમાં બુલેટ ચલાવતો અનય મોટેથી બોલી રહ્યો હતો.

"ના તું ફક્ત પબમાં લઈ જા. મારું મૂડ નથી રોમાન્સ ભરી વાતો કરવા માટે." ઈવા એટલું બોલીને ચૂપ થઈ ગઈ. થોડી જ મિનીટોમાં બુલેટ સૂરજીત ઢાબાને ત્યાં આવી ઊભું થઈ ગયું. ઈવા જાગી હોય તેમ ઉઠી. એને મોટી આંખો કરીને જોયું, " અનય, કમઓન યાર..!! સૂરજીત ઢાબો મારુ ફેવિરીટ ફૂડ પ્લેઝ છે. પણ એનો મતલબ એ નહીં કે હું તને પબમાં કહું અને તું અહીંયા ઉતારી દે." અણગમો દેખાડતાં ઈવાએ કહ્યું. અંધારું તો થઈ જ ચૂક્યું હતું. અનયે બુલેટ પાર્ક કર્યું.

"બેબ...પબમાં જઈશું. પણ મને પબ વિશે એટલી જાણકારી નથી. એક દિવસ એના માટે પણ રાખીશું. હા તું એના માટે પૂર્ણ તૈયારી કરજે." અનયે કહ્યું.

"એમાં શું તૈયારી ?" ઈવાએ ડોળા નચાવતા કહ્યું. અનય જાણી ગયો હતો કે વધારે વાતોમાં પાડીને ઈવાનું મૂડ બગડે એના પહેલા જ સરપ્રાઈઝ આપી દઉં.

"ઈવા..ચાલ મારી સાથે." ઈવાનો હાથ પકડતાં અનય એણે લઈ ગયો. સૂરજીત ઢાબાની થોડે અંદર જતાં એક રસ્તો પડતો ત્યાં જ એક નાનકડી પણ મોંઘી હોટેલ આવી હતી. જેનાથી ઈવા પરિચિત ન હતી. છ જેટલા ટેબલ ત્યાં લાગ્યા હતાં. પણ ત્યાં વેઈટરોનું આવનજાવન ચાલુ હતું. અનય સાથે ઈવા આવી તો પહોંચી પણ કશી ચહલપહલ ન જોતાં ફાળ પડી.

અનયને જોતાં જ એક વેઈટર આવી પહોંચ્યો. ટેબલ સુધી લઈ જતા ઈવા અને અનયને છોડી ગયો. ઈવાને સમજતાં વાર ના લાગી કે અનયે આ નાનકડી પણ મોભેદાર હોટેલ બુક કરાવી છે. કેમ કે ટેબલ પર પડેલું એક ગિટાર પણ હતું. ઈવા જાણતી હતી કે અનયને ગિટાર વગાડવાનો ઘણો શોખ છે.

અનયે ચેર ખેંચી અને ઈવા ચેર પર ગોઠવાઈ. બેસતાં જ ઈવાએ કહ્યું," તો તું સરપ્રાઈઝ પણ આપી શકે છે." ઈવાનું મૂડ તરત ચેન્જ થઈ ગયું.

" કેમ નહીં..!! તારા જેવું હસીન પાર્ટનર મળી જવું એ તો ઉપરવાળાની મહેરબાની..!!" આંખ બંધ કરતાં અનયે મજાક કરી.

"સો કેન્ડલ લાઈટ ડીનરની સરપ્રાઈઝ?" ઈવાએ પૂછ્યું.

"નહીં. કેન્ડલ લાઈટ દારૂની." અનયે કહ્યું અને ઈવા ઠહાકા સાથે હસી પડી. અનયે થોડી ચેર આઘી ખસાવી. ગિટાર ઉઠાવ્યું અને ચેર પર ગોઠવાયો. ગિટારને થોડું વગાડીને ટેસ્ટ કર્યું. વેઈટર, સગાઈ સેલિબ્રેટ માટેનું કેક સાથે હાર્ડ અને સોફ્ટ ડ્રિંક્સની બોટલ મૂકીને ગયો.

"ઈવા તારું ફેવિરીટ સોંગ?" અનયે પૂછ્યું.

"તું સ્ટાર્ટ કર. હું તને કહું છું." ઈવાએ કહ્યું.

"પહેલા તું કેક તો કાપી દે." અનયે કહ્યું.

"આપણે બંને?" ઈવાએ ચાકુ ધરતાં પૂછ્યું.

"સ્યોર.!!" અનયે કહ્યું. બંનેએ સાથે મળીને કેક કાપી એકમેકનાં મોંઢામાં ટુકડો મુક્યો.

અનયે ચાર પાંચ ધૂન લવ સોંગની વગાડી. પરંતુ ગિટાર વગાડતાં જ અનય ફક્ત ઈવાની આંખોને જોઈને નશો કરતો રહ્યો. જ્યારે ઈવા ચડી જાય એટલું હાર્ડ ડ્રિંક્સ જાતે જ બનાવીને પીતી જતી હતી. ગિટાર બંધ કરીને ટેબલ પર મૂક્યું, " બસ કર ઈવા. તને ચડી ગઈ છે."

"તો ચડવા દે." ઈવા નશાની હાલતમાં મસ્તી કરવા લાગી. એ પોતાની ચેર પરથી ઉઠી અને અનયના નજદીક આવી, " બોલ અનય તું મને કેટલો પ્રેમ કરે છે??"

"ડાર્લિંગ હું તો તારો આશિક બની ગયો છું. પ્રેમની હદ વિશે નહીં પૂછ." અનયે પ્રેમથી કહ્યું. અનય ઈવાની બધી જ ખુશીને એક આંધળા આશિકની જેમ પૂરી કરતો જતો હતો.

"આશિક...!! તું મારા માટે શું કરી શકે છે એ કહે...!! જાન આપી શકે મારા માટે??" ઈવાએ નશાની હાલતમાં પૂછ્યું.

"હા આપી શકું." અનયે સ્વસ્થ સ્વરે કહ્યું અને ઈવા હસી. મોટેથી હસી. દૂર ઊભેલા વેઈટરનું ધ્યાન દોરવાયું.

"ઈવા. તને ચડી ગઈ છે. યાર..!!" પોતાના સરપ્રાઇઝ પર અફસોસ જતાવતાં અનયે લાચાર સ્વરમાં કહ્યું.

" એ ફક્ત બોલવા માટે. પણ જાન આપવા માટે તો મોટું જીગર જોય. જીગર..!!" નશાની હાલતમાં ઈવા કહેતી જતી હતી.

"બેબ...!!" અનય ઉઠીને ઈવાની નજદીક ગયો. ઈવાએ નશાની હાલતમાં જ અનયનાં હોઠો પર પોતાનાં હોઠ ચાપી દીધા અને પછી પોતાનાથી અળગો કરી લેતાં ફરી પૂછ્યું, " બોલ મારા માટે મરવા પણ તૈયાર છે ને..?" વધુ પડતું થઈ રહ્યું છે એ જોતાં જ અનય ચૂપ રહ્યો. ત્યાં જ ઈવાએ ટેબલ પર મૂકેલું ચાકુને તરત જ ઉઠાવ્યું અને પોતાના ડાબા હાથના કાંડા પર મૂકતા અનયને કહ્યું, " જો હું તારા પ્રેમમાં જાન આપવા પણ તૈયાર છું."

"ઈ...વા...!!" અનય જોરથી ચિલાવ્યો.


(ક્રમશ....)


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED