ફરી મોહબ્બત - 26 Pravina Mahyavanshi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

  • સંઘર્ષ જિંદગીનો

                સંઘર્ષ જિંદગીનો        પાત્ર અજય, અમિત, અર્ચના,...

  • સોલમેટસ - 3

    આરવ રુશીના હાથમાં અદિતિની ડાયરી જુએ છે અને એને એની અદિતિ સાથ...

શ્રેણી
શેયર કરો

ફરી મોહબ્બત - 26

“ફરી મોહબ્બત”

ભાગ : ૨૬

અનયે ઘરે જવા માટે ટ્રેન પકડી હતી. ટ્રેનમાં બેઠા બેઠા જ એ ઈવાને કોલ કરતો રહ્યો. પણ ફોન સ્વીચ ઓફ જ આવતો હતો. એ પોતાના મનને સધિયારો આપતો રહ્યો, " અનય શું કામ એટલો ચિંતિત છે?? ઈવા કદાચ સૂઈ ગઈ હશે!! એટલે જ ફોન સ્વિચ ઓફ રાખ્યો હશે...!! પણ એનો ફોન મેં ક્યારે પણ સ્વીચ ઓફ નથી જોયો... બિઝી આવે.. પણ સ્વીચ ઓફ તો કદી નહીં...!!"

અચાનક એને ભાન પડ્યું હોય તેમ બાજુમાં જ રહેતો મકાનમાલિકને ફોન લગાવ્યો,"રવિભાઈ અનય બોલું."

"હા..!!" રવિભાઈએ કહ્યું.

"ઈવાનો ફોન સ્વિચઓફ આવી રહ્યો છે. જરા જોતા આવશો." આજીજી સ્વરે અનયે કહ્યું.

"હા ઈવાબેનને તો એક કલાક પહેલાં જ બહાર જતા જોઈ." રવિભાઈએ માહિતી આપી.

"ઠીક છે." કહીને અનયે ફોન મૂક્યો.

ઈવા મોમ ડેડના ત્યાં ગઈ હશે. એમ વિચારી અનયે ઈવાના ડેડને કોલ લગાવ્યો. પરંતુ ઈવા ત્યાં પણ પહોંચી ન હતી. અનયની ચિંતા વધતી જતી હતી. ઈવાને જાણતા સગાંવહાલાં અને ફ્રેન્ડ્સ લોકોને કોલ કર્યો પણ ઈવા ત્યાં પણ ન હતી...!!

આખી ટ્રેનનો પ્રવાસ અનયને કોઈ ઉચાટનો સંતાપ આપતો હોય તેવી રીતે ગાળ્યો. અનય પોતાના ઘરે જવાના બદલે સીધો જ ઈવાના ઘરે ગયો. ઈવાના મોમ ડેડના ઘરથી થોડા જ અંતરે અનયનું ઘર પણ આવતું હતું. મોમ ડેડ સાથે થોડી ઘણી ચર્ચા કર્યાં બાદ એ પોતાના ઘરે આવ્યો અને બીજો એક આંચકો લાગ્યો....!!

લોક ખોલતાની સાથે જ અનય સીધો બેડરૂમમાં ગયો. એને વિચિત્ર કશુંક લાગી રહ્યું હતું. કબોર્ડનો દરવાજો અર્ધખુલ્લો જ નજરે પડ્યો. એને બંને દરવાજા ખોલ્યા...!! ઈવાના ખાનામાં એના કપડા કમી લાગતા હતાં. કંઈક શંકાથી એને તિજોરીનું ખાનું ઊંઘાડયું...!! ઘરેણાં જે રહેતા એ પણ ગાયબ હતા...!! જે કેશ હતી એ પણ તિજોરીમાંથી ગાયબ હતી...!! અનયને ધ્રાસકો પડ્યો...!! "ક્યાં ગઈ હશે ઈવા...!!" અનયનું મન વિચલિત થવા લાગ્યું. અનયને ગભરાહટ થવા લાગી. એવામાં જ એણે ફરી ઈવા પર કોલ લગાવીને જોયું પણ ફોન સ્વીચ ઓફ આવી રહ્યો હતો.

"ઓહહ ઈવા તું ક્યાં છે..!!” અનયે જોરથી ચીખ મારી. અનયનું તો દિમાગ જ ચાલતું બંધ થઈ ગયું. અનયે ફટાફટ ઈવાના ડેડને કોલ લગાવ્યો અને બધી જ જાણ કરી. એને અમિતકુમારને પણ ફોન કરીને વિગત આપી.

અનયનું શરીર એને પોલીસ સ્ટેશને ઢસડીને લઈ ગયું કેમ કે એને લાગી રહ્યું હતું કે હવે એના શરીરમાં જાન જ ન હતી. અનયે અમિતકુમાર અને ઈવાના ડેડ સાથે પોલીસ સ્ટેશને જઈને ઈવાનો મિસિંગ રિપોર્ટ લખાવ્યો.

અનય ભાંગી ગયેલા દિલે ઘરે પહોંચ્યો.

ઘરે પહોંચતા પહોંચતા તો એના દિલે એને આખી રીતે ખાઈ નાંખ્યો હોય તેમ સાવ જ કથળી ગયેલા શરીર સાથે એ ઘરે આવ્યો...!! એ પાગલ થઈ ચૂક્યો હતો. એ પોતાના બેડરૂમમાં જઈને બેડ પર પડી ગયો. એ મોબાઈલથી સતત ઈવાને કોલ કરતો રહ્યો. એને ખાતરી હતી કે ઈવા અંકુર સાથે નાસી છૂટી હશે...!! તો પણ પોતાના દિલને આશ્વાસન આપવા માટે કોલ કરતો જ જતો હતો કે ઈવા અત્યારે એનો ફોન ઉઠાવશે...!! પરંતુ બધું વ્યર્થ...!!

ઈવાના ડેડ બેડરૂમમાં આવી પહોંચ્યા.

"અનય દિકરા. અમને માફ કરજે. મારી દીકરી તને દગો આપીને જતી રહી...!! હું મારી દિકરીને કદી માફ નહીં કરીશ. એના જ મરજીથી તો તારી સાથે લગ્ન કરવા માટે રાજી થયા હતાં.. એને કેમ એવું કરી નાખ્યું...!! દિકરા માફ કરી દેજો...!!" ઈવાના ડેડ ગળગળા સ્વરે કહેવા લાગ્યાં.

અનયને બધું જ ખબર હતું કે ઈવા અંકુર સાથે જ ભાગી ગઈ હશે પરંતુ એ ચૂપ રહ્યો. એ દુઃખી થતો રહ્યો.

અમિતકુમારે ફોન પર અનયના મોમને કથિત ઘટના સહિત ખબર આપી દીધી. અનયના મોમ દેશમાં રહેવા માટે જતા રહ્યાં હતાં. અનય ઈવાના રોજના કંકાસને જોઈને...તેઓ પણ કશું કરી શકતા ન હતાં કારણ કે એમની તબિયત સારી રહેતી ન હતી.

***

અનયના મોમ પણ બીજા દિવસે ઘરે આવી પહોંચ્યા.

બે દિવસ બાદ પોલીસ સ્ટેશનથી ફોન આવ્યો. અનયને તો ખાતરી જ હતી. પરંતુ હવે સાચું સાંભળીને અનય સચ્ચાઈને જીરવી શકવાનો ન હતો....!!

પોલીસે તપાસ બાદ ઈવાની કોલ હિસ્ટ્રી જણાવી. ઈવા અંકુર કેટલા સમયથી કેટલા કલાકથી લઈને લાસ્ટ કોલ અંકુર સાથે ક્યારે થયો એ બધું જ વિગતવારમાં જણાવ્યું.

તેમ જ અંકુરનો પણ મોબાઈલ જે દિવસથી ઈવા ભાગી હતી ત્યારથી સ્વિચ ઓફ જ આવતો હતો. અંકુરના મોબાઈલનું લાસ્ટ લોકેશન પણ અનયના ઘરની આસપાસ મળી આવ્યું હતું...!! ઈશારો તો બધું ઈવા અંકુર તરફ જ જતું હતું...!!

અનયના દિલના ટુકડે ટુકડા થતા જતા હતા.

***

અનય હવે એકલો જ બેડરૂમમાં પડ્યો રહેતો. એને પોતાને બેડરૂમમાં જ બંધ કરી રાખ્યો હતો. એ હવે બહાર નીકળતો જ ન હતો. અનયની મોમ આ બધું જ જોઈને દુઃખ અનુભવતી.

અનયને તો હવે પોતાનો નવો બિઝનેસ કેટલી મહેનતથી ઊભો રાખ્યો હતો એ પણ યાદ ન હતું. કેમ કે એ ઈવાની યાદોને જ મમળાવીને જીવવા લાગ્યો હતો. એ ઈવાની યાદોમાં જ ઝૂરી રહ્યો હતો.

ઈવા અંકુર સાથે ભાગી ગઈ હતી. એ જ ઈવા જેણે અનય દિલોજાનથી ચાહતો હતો...!!

"મારા પ્યારમાં એવી તો શું કમી હતી કે તને અંકુર સાથે ભાગી જવા પડ્યું..!!" અનય એકલો જ બેહદ દર્દ ઉપજાવે એવી યાતનાથી વાત કરતો.

"બોલને ઈવા....એવું તો શું કમી હતું કે તને મને મૂકીને અંકુર સાથે ભાગવા પડ્યું....!!"

અનય હવે બંધ બેડરૂમમાં પડી રહેતો. ઈવાની યાદો એને સતાવતી. એ રડતો. ક્યારેક ગુસ્સાથી ચિલ્લાવી લેતો. પણ ઈવા એની સમક્ષ નજર આવતી ન હતી...!!

અનયનો પ્રશ્ન એક જ હતો કે ઈવાએ એની સાથે એવું કેમ કર્યું!! આ દગો આપવાનું કારણ શું હતું...!! પરંતુ એને જવાબ મળતો ન હતો. અનય ધીરે ધીરે ડિપ્રેશનમાં સરતો ગયો.

***

અનયની વાઈફ અનયનું ઘર છોડીને ભાગી ચૂકી હતી એ જ વાત હવે હવાની જેમ સગાસંબંધીઓમાં ફરતી થઈ ચૂકી હતી. સાગરને પણ આ વાત મળી ગઈ હતી. એ પોતાને રોકી શક્યો નહીં. એ અનયના ઘરે આવી પહોંચ્યો. અનયની મોમે સાગરને અનયની હાલત વિષે દુઃખી થઈને જાણ કરી.

સાગર બેડરૂમમાં પ્રવેશ્યો.

"દોસ્ત...!!" સાગરે કહ્યું. તે સાથે જ અનય નાના બાળકની જેમ સાગરને ભેટી પડ્યો. એ ઈમોશનલ થઈને રડી પડ્યો. સાગરે એની પીઠ પર હાથ ફેરવીને સાંત્વના આપતો ગયો.

" સાગર હું મોહબ્બતથી હાર્યો યાર...!! ઈવા મારી થઈ જા શકી યાર...!! હું લાયક ન હતો... હું ન હતો લાયક એના....!!" આંસુ અનયના થમતાં ન હતા.

"અનય....!! દોસ્ત...!! તું પોતાનો દોષ કેમ કાઢી રહ્યો છે. તારા તરફથી ફરી મોહબ્બત માટે પણ ઈવા સાથેની કોશિષથી પણ હું વાકેફ છું. એ બીજાને ચાહે છે એ તું જેટલું જલ્દી સ્વીકારી લેશે એટલું જ તારા દિલને હળવું મહેસૂસ થશે." સાગરે અનયને સમજાવ્યો.

"સાગર હું એ જ તો સ્વીકારી નથી શકતો. મેરેજના ફર્સ્ટ ડે થી એને મને પોતાનાથી દૂર રાખ્યો હતો...!! મારે તો ત્યારે જ સ્વીકારી લેવું જોઈતું હતું જ્યારે એ અંકુર સાથે કિસ કરતા ઝડપાઈ. પણ આ કમ્બક્ત દિલ બધું જાણવા છતાં પણ જીદે ચડ્યું હતું કે ઈવાની સાથે ફરી મોહબ્બત કરવી છે. એને મારો પ્યારનો એહસાસ આપવો છે. એ મારા પ્રેમની એક દિવસ તો કદર કરશે જ પણ એ ફક્ત મારો ભ્રમ હતો...ભ્રમ....!!" અનય પોતાની દિલની ભડાશ સાગર સામે કાઢી રહ્યો હતો.

"અનય તું સચ્ચાઈને સ્વીકાર... સામનો કર...તારો નવો બિઝનેસ તારી રાહ જોઈ રહ્યો છે." સાગરે પણ પોતાના તરફથી અનયને સમજાવવાની કોશિષ કરી. પરંતુ એ ઈવાની યાદોથી છુટ્ટી શકતો ન હતો. એ બૂરી રીતે ઈવામાં જ ફસાતો જતો હતો.

***

થોડા દિવસ બાદ ઈવાનો એક નાનકડો લેટર એના ડેડ પર આવ્યો. એ લેટર વાંચીને અનય સાવ જ ભાંગી ચુક્યો.

(ક્રમશ)