શ્રેયા ક્લાસમાં ગઈ, જોયું તો ચિક્કાર ભરતો ક્લાસ આજે સજ્જ થઈને બેઠો હતો, સૌ એની જ રાહ જોતાં હતાં એવું વર્તાતું હતું. એ જેવી પ્રવેશી સૌ ઊભા રહીને અભિવાદન કરવા માંડ્યાં. એને કશુ સમજાયું નહિ, એ આમતેમ જોવા માંડી કે સૌ કોઈ બીજાનું અભિવાદન કરતા હશે, પરંતુ અહી તો એનું જ અભિવાદન હતું! એ જરાં ઘબરાઈ, કશી સમજણ ના પાડતાં એના મુખ પર આશ્ચર્ય ભાવ સહજ હતો.
એણે મેડમની સામે જોઈ રહી જાણે એ કઈ પૂછી ના રહી હોય! ભણવામાં જરાય ધ્યાન ના હોય એવી એની અલગારી અલ્લડતા આજે અજવાળી રહી હોય એમ લાગતું હતું, જે મેડમ ક્યારેક દુશ્મન બની બેઠા હતા એ જ એની સામે મલકાતા વદને તાળીના સૂરમાં સૂર પુરાવી રહ્યા હતા. આજે એમનો ભાવ કંઇક જુદો જણાઈ રહ્યો હતો
" શ્રેયા! તને અભિનંદન છે મારા તરફથી અને બધાં વિદ્યાર્થીઓ તરફથી પણ!"
" પણ કેમ? મને કંઈ સમજ ના પડી."
" હા તને નહિ ખબર હોય, હું જાણું છું."
" તો પછી?"
" તને ખબર છે તે છેલ્લાં અઠવાડિયે તને મેં ક્લાસમાંથી કાઢી મૂકી હતી તારા ગેરવર્તન વ્યવહારના કારણે અને તે લાઇબ્રેરી જઈને ગુસ્સામાં એક પેઇન્ટિંગ કર્યું હતું!"
" હા મેડમ, પણ તમને કેવી રીતે ખબર મેં પેન્ટિંગ કર્યું હતું?"
બધા ક્લાસમાં ચૂપ થઈને આવો કંઇક સવાંદ સંભાળી રહ્યા હતા, એનામાં એક તોફાની છોકરાઓ મલય વચ્ચે ડબકો મૂકતા બોલી પડ્યો," મેં કીધું હતું એ તો!"
કલાસ આખો શોરબકોર કરવા માંડ્યો, સૌ અંદરોઅંદરના ગણગણાટ કરવા માંડ્યા શ્રેયાના અભિવાદન નાં રહસ્ય પરથી પડદો ઉઠાવવા આતુર હોય!
" હા સાચી વાત, મલય જ મને કહેવા આવ્યો હતો."
" તો એમાં આટલું બધું માન મને કેમ?"
" હા, એ દિવસે હું તને લાઈબ્રેરી માં શોધવા આવી હતી, પણ તું નહોતી પણ તારી બનાવેલી પેઇન્ટિંગ સુકાતી હતી, જે તું ત્યાં મુકીને જતી રહી હતી."
" એ તો મને મળતી જ નથી, ક્યાં ગઈ એ ખબર નહિ મને! તમે જોઈ છે?"
" હા એ મેં લીધી હતી અને મને બહુ ગમી હતી."
શ્રેયા ખુશ થઈ ગઈ , એને એની એ પેઇન્ટિંગ મળી ગઈ અને ઉપરથી મેડમે વખાણ પણ કર્યા.
" ક્યાં છે એ?" એને એકી શ્વાસે પૂછી લીધું.
" એ મેં સાહિત્ય ચિત્ર પરિસદના સેમિનારમાં મોકલી આપી હતી ભાગ લેવા માટે અને કાલે ત્યાંથી ફોન આવ્યો હતો કે તારી એ પેઇન્ટિંગ રાજ્યકક્ષાએ પસંદ કરવામાં આવી છે."
" સાચે?"
"એને તારું નામ રાજ્યકક્ષાની પેઇન્ટિંગ સ્પર્ધામાં પસંદ કરવામાં આવ્યું છે આપણા જિલ્લામાં."
શ્રેયાની તો ખુશીનો પાર ના રહ્યો. એ તો હરખપદુડી બનીને કૂદવા માંડી જાણે એને વિશ્વની બધી ખુશીઓ મળી ના ગઈ હોય!
" થેંક યૂ મેડમ થેક યુ સો મચ! મને ખબર જ નહોતી કે તમે મારા માટે આટલું બધું વિચાર્યું હતું!"
" ના એ તો તારી સાચે એમાં કલા છલકાતી હતી, હું જાણું છું તને ભણવામાં રસ ઓછો છે પણ તને જે પ્રવૃતિમાં રસ છે એ હું જાણું શકી."
" ખૂબ ખૂબ આભાર મેડમ!"
" તારે કાલે ત્યાં હાજર રહેવાનું છે રજીસ્ટ્રેશન માટે, તું તૈયાર છે ને?"
શ્રેયા કશું બોલી જ ના શકી મેડમ ના શબ્દો આગળ, એને અજાણતામાં જીત મેળવી લીધી મેડમની નફરતની આડમાં. આજે એનું પહેલું પગથીયું સર કર્યું એની જિંદગીનું જે એને સેવ્યું હતું. એની કલાની કદર થતી જણાઈ એને પહેલી વાર, જીતનો અહેસાસ થયો પહેલી વાર!