“ફરી મોહબ્બત”
ભાગ : ૨૩
અચાનક જ અનયનો કાન ફાટી જાય એવો અવાજ સંભળાતા જ ઈવાએ ઝટથી અંકુરને ધક્કો મારી દીધો.
"અનય આ જો ને અંકુરભાઈએ મને ગઈકાલે જ પ્રોમિસ કરી કે એ સિગારેટ નહીં પી. પણ આજે જો ફરીથી સિગારેટ પીધી. મેં એ જ વાસ ચેક કરતી હતી." ઈવા અચકાતા સ્વરે કહેવા લાગી.
"મને કશું સાંભળવાનું નથી. આવતીકાલે સવારે આપણે ઘરે જતાં રહીશું." અનય વાતને વધુ ખેંચવા માગતો ન હતો. એને એટલા જ કઠણ હૃદયે તો કહ્યું ખરું પણ અંદરથી એ સાવ ભાંગી ચુક્યો હતો. કેટલીક સેંકેન્ડ સુધી તો રૂમમાં શાંતિ છવાયેલી રહી પરંતુ બીજી જ પળે અનય બાથરૂમમાં ટોવેલ લઈને સ્નાન કરવા માટે જતો રહ્યો. અનય શૂન્યમસ્ક બનીને કેવી રીતે ફ્રેશ થઈને બાથરૂમની બહાર આવ્યો એ પણ એને યાદ ન રહ્યું પરંતુ બીજે જ પળે એક બીજો ઝાટકો લાગ્યો. એ દ્રશ્ય જોઈને અનય ચિલાવ્યો, " ઈવા....!!"
ઈવા જમીન પર પડી ગઈ હતી એના આજુબાજુ લોહી પડ્યું હતું એણે હાથમાં બ્લેડ મારી દીધી હતી. અને અંકુર એના બાજુમાં બેસીને એણે સંભાળતો હતો.
"ઈવા... આવું કેમ કર્યું...!!!" અનય ઈવાની બાજુમાં જઈને બેસી ગયો. અંકુરે ફોન કરીને ફર્સ્ટ એડ કીટ મંગાવી. પહેલા ઈવાના હાથમાં અનયે પાટાપટ્ટી કરી.
"ઈવા...!!" અનયે ઈવાને પોતાના ખોળામાં લેતા રડુરડું સ્વરે પુકારવા લાગ્યો. ઈવાના આંખમાં આંસુ સરતા જતા હતાં.
"અનય તું જેવું વિચારે છે એવું કશું નથી. અંકુર મારો ભાઈ છે. એના મેરેજ થઈ ચૂક્યા છે. તું ખોટું વિચારી રહ્યો છે." ઈવાએ રડતાં રડતાં કહ્યું.
" ઈવા મારે લાંબુ નથી ખેંચવું. આપણે આજે રાત્રે જ નીકળી જઈશું. હવે આવતીકાલ સુધી પણ હું રોકાઈ ના શકું." અનયને ગુસ્સો અકળામણ બીજા કેટલાય ભાવ એકસાથે ઊભરી રહ્યાં હતાં.
" ચાલ ઉઠી જા હવે. આવું કેમ કરી નાંખે તું દરેક વખતે...!! બ્લેડ મારીને શું સાબિત થઈ જવાનું છે!!" અનય ખિજાયો.
આ સાંભળીને ઈવાએ રડતાં જ પોતાની સચ્ચાઈ સાબિત કરવાં માટે અમસ્તાં જ ધાગાથી અંકુરના હાથમાં રાખી તરીકે બાંધીને દેખાડી દીધી અને અનયને વિશ્વાસ અપાવ્યો કે અમે બંને ભાઈ બહેન છે અમારા વચ્ચે એવું કંઈ નથી જે તું વિચારે છે.
પરંતુ અનય ભલે ઈવાના પ્યારમાં પાગલ માણસ હતો પણ એ એકદમ જ ગાંડો તો ન જ હતો કે પોતાની નરી આંખથી જોયેલું સત્ય જૂઠું સાબિત થાય. એ સમજી તો ઘણું બધું ચુક્યો હતો...પણ આ મોહબ્બત.... ઈવા સાથે થયેલી મોહબ્બત......!! અનય એકવાર મોકો આપવા માંગતો હતો. એ ફરી મોહબ્બત કરવા માગતો હતો ઈવાને...!!
અનયને શક તો હતો જ ઈવા અંકુર વચ્ચે કંઈ તો એવું રંધાતું હતું પરંતુ યકીન આજની ઘટના બાદ થઈ ગયું. અનય અત્યાર સુધીનું બંનેના બીહેવ જોઈને વિચારમાં પડી જતો કે ઈવા મારી પત્ની છે કે અંકુરની..!! બંનેમાં એવું ગજબનું ફાવતું કે બંને સાથે મળીને ડ્રિંક્સ પણ પીતા અને અનય તો કોઈ અજનબી હોય એવી રીતે એના પર કોમેન્ટ્સ પાસ કરતાં અને એની મજાક ઉડાવતાં. હા એક ભાઈ ફ્રેન્ડ પણ હોઈ શકે અને એક ફ્રેન્ડ ભાઈ તરીકે પણ હેલ્પ કરી શકે છે. પરંતુ ઈવા અને અંકુર જે એકમેકને ભાઈ બહેન ગણાવે છે એ વિચારથી કોણ સમજી શકે કે એ બંનેમાં એવું પણ કંઈક હશે..!!
"ઈવા, ઉઠ આપણે આજે નીકળી જઈશું. હું પેકીંગ કરી લઉં છું." અનય એટલું કહીને પેકીંગ માટે લાગી ગયો. અંકુર કશું પણ કહેવા વગર રૂમની બહાર નીકળી ગયો.
"અનય...!! પ્લીઝ તું જેવું સમજે છે એવું કશું નથી. અંકુર મારો માનેલો ભાઈ છે. મારા બે દિવસ હજુ એન્કરિંગના બાકી છે. હું મારા ઈવેન્ટના કામને આમ અધવચ્ચે જ છોડીને તો જઈ ના શકું ને. પ્લીઝ અનય...!! તારી સામે જ તો મેં અંકુરભાઈને ધાગાની રાખી બાંધી દીધી ને...!! ગેરસમજ નહીં રાખતો. અમે બંને ભાઈબહેન છીએ. અંકુરભાઈએ મારા આ એન્કરિંગના કેરીયરમાં પણ ઘણી બધી હેલ્પ કરી છે." ઈવા સમજાવતી જતી હતી. પરંતુ અનય કશું જ કહ્યાં વગર બેગ પેક કરતો જતો હતો.
"એક દિવસ બાદ મારું બર્થડે પણ આવી રહ્યું છે. મારા શો દરમિયાન જ મારા બર્થડે માટેના સ્પેશિયલ સરપ્રાઈઝ પણ હશે. પ્લીઝ...!!" ઈવાએ ફરી સમજાવ્યું.
" ઠીક છે. લાસ્ટ એન્કરિંગનો પ્રોગ્રામ પતે એટલે આપણે ત્યારે જ નીકળી જઈશું." અનયે વાત ત્યાં જ સ્ટોપ કરી દીધી.
***
એન્કરિંગના લાસ્ટ દિવસે જ ઈવાનો ધામધૂમથી સ્ટેજ પર બર્થડે સેલિબ્રેટ કરવામાં આવ્યો. અંકુર ઈવાના સંબંધમાં આટલું ઉજાગર થવા છતાં પણ કશો ફેરફાર નજરે આવ્યો નહીં. બંને એવા જ હસીમજાક કરતાં અનયના નજરે દેખાવા લાગ્યા. અંકુર જે રીતે ઈવાના મોઢામાં કેકનો ટુકડો મૂક્યો એ જોતાં જ અનય વિચલીત થઈ ઉઠ્યો. એ બંનેને જોતાં જ અફસોસ કરી મૂકતો એ વિચારથી જ કે ઈવા મારી પત્ની છે કે પછી અંકુરની....!!
ત્યાં જ માઈક લઈ અંકુરે જ એનાઉન્સમેન્ટ કર્યું, " દોસ્તો...!! ઈવાના પ્યારા હસબન્ડને તો તમે હવે ઓળખો જ છો. પરંતુ તેમની એક ખાસિયત તમે જાણતા નથી. એ અચ્છો ગિટારિસ્ટ પણ છે." અંકુરના કહેવાની સાથે જ એક બોયે અનયના હાથમાં ગિટાર સોંપી દીધું. ના છૂટકે અનયે ગિટાર સંભાળતાં એક ચેર પર જઈને ગોઠવાયો. તારને છેડી.
અનયે સોંગ ગાતા પહેલી ધૂન, "હેપ્પી બર્થડે ઈવા...હેપ્પી બર્થડે ઈવા...હેપ્પી બર્થડે ડીયર ઈવા...હેપ્પી.....બર્થડે.....ઈવાવાવાવાવા.....!!" વગાડીને પૂરું કર્યું. ઉપસ્થિત લોકોએ ટાળીઓ મારી. તાળીઓ બંધ થઈ. અનય ઈવા ભણી જોવા લાગ્યો.
"અનય થેંક યુ સો મચ." અંકુરે માઈક પર કહ્યું. પણ અનય ને શું સુજ્યું...!! એને ગિટારની ફરી તાર છંછેડી..ઈવા ભણી ફરી એને જોયું. અનયની નજરમાં ગુસ્સો હતો કે દર્દ એ ઈવાને સમજાયું નહીં. અનયે ફરી ગિટાર પર ધ્યાન આપ્યું.
અનયે ગિટાર પર ધૂન વગાડતા સોન્ગ ગાવા લાગ્યો, "તું પ્યાર હૈ કિસી ઔર કા...તુજે ચાહતા કોઈ ઔર હૈ...તું પસંદ હૈ કિસી ઔર કી... તુજે માંગતા કોઈ ઔર હૈ.. ક્યાં હકીકત હૈ... ક્યાં ફસાના હૈ....યે જમાને મેં કિસને જાના હૈ..." તે સાથે જ ઉપસ્થિત લોકોની ચિચયારી આવવા લાગી..."વૉવોંવોઊઊંઊંઉઊંઊં.....ઊંઊંઊં....!!
ચિચિયારીઓ સાંભળી અનય હોંશમાં આવ્યો હોય તેમ ગિટાર વગાડતો બંધ થઈ ગયો. એને ઈવા પર એક નજર નાખી. બીજી જ પળે એને સખત એટલો ગુસ્સો આવતો હતો કે ગિટાર જ અહીંયા ફેંકીને જતો રહે પરંતુ એને એવું કર્યું નહીં. એને ધીમેથી ગિટાર ચેર પર રાખ્યું અને સ્ટેજ પરથી સડસડાટ ઉતરી પડ્યો.
(ક્રમશ)