વીરાલી Setu દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

વીરાલી

ક્યાં જાઉં? શું કરું? કશી ખબર નહિ પડતી શું થશે હવે? સવાલોમાં ઘેરાયેલ વિરાલી વ્યાકુળ લાગી રહી હતી. એની આંખોમાં દેખાતો ભય વધારે ડરામણો લાગ્યો હતો, એની કપાળની કરચલીઓ જાણે ઉલજયેલા પ્રશ્નો ઉકેલવા મથામણ કરી રહી હોય એમ લાગતું હતું, માથા પર વળતો પરસેવો એના દિલમાં ઉઠેલી આગને ઠરવાની મથામણ કરી રહ્યો હતો. વાતાવરણ તંગ હતું, એની વ્યથા વ્યક્ત કરવા એ પ્રયત્નશીલ જાણતી હતી પરંતુ એ કોઈને કહી શકે એવી સ્થિતિમાં એ ન્હોતી ભાસતી.
વીરાલી નું આજે બારમાં ધોરણ બોર્ડ નું રિઝલ્ટ હતું, ભણવામાં પહેલેથી હોશિયાર હોવાથી એવું એને બધી એક્ઝામ માં હોવું એ સામાન્ય હતું, એ એના એક એક માર્ક્સ માટે આવી વ્યાકુળતા સેવતી હતી હંમેશથી.પણ આજે વિજ્ઞાનપ્રવાહમાં એની એક્ઝામ માં કેટલા માર્ક્સ આવશે એના ઉપર એનું આગળનું ભવિષ્ય નિર્ભર હતું. એના મનમાં થતી ઉલ્જણ સહજ હતી, પણ એની મનોસ્થિતિ પહેલી વાર એટલી વિકટ હતી.
એને કરેલી મહેનતનું આજે પરિણામ હતું, પરંતુ એની કરેલ મહેનત પ્રમાણે પરિણામ ના આવે તો એ શું જવાબ આપશે બધાને? એનું ડોક્ટર બનવાનું સપનું તૂટી તો નહિ જાય ને? બાયોલોજી નું પેપર થોડું ખરાબ ગયું હતું મતલબ એમાં બે ત્રણ માર્ક્સના જવાબો ખોટા હતા. એમાં એના માર્ક્સ ઓછા આવશે તો એને મેડિકલ ક્વોટામાં એડમિશન ભારે થઈ જશે. પપ્પાની એટલી પહોંચ નથી કે સેલ્ફ ફાઇનાન્સ માં ફી ભરીને એને ડોક્ટર બનાવી શકે અને કદાચ એનું એડમિશન લઈ પણ લે તો એના નાના ભાઈ બહેનને કેવી રીતે ભણાવી સકસે? સવાલોની હારમાળા એકીસાથે એવી રીતે ઉમટતી હતી કે એને ક્યાંય રોક લાગવી મુશ્કેલ હતી.
વિરાલી આમ સુધી સાદી છોકરી, ભણવામાં હોશિયાર એથીય એ ઉમદા એટલી કે હંમેશ માટે બીજા માટે વિચારો વધારે કરતી, ઘરની પરિસ્થિતિ થી જાણે નાની હતી ત્યારથી જ બધું જાણતી હોય એમ દરેક વાતમાં મોટા વ્યક્તિની પ્રતિભાથી જ વર્તે, બચપણમાં જ એને સમજણના સાર સર કરી લીધા હતા.જેમ જેમ મોટી થતી ગઈ તેમ તેમ ઘરના બીજા સભ્યો ની દરકાર કરવાની એની આભા એના વ્યક્તિત્વને ચાર ચાંદ લગાવી દેતી હતી.
વિરાલી ઘરનું મોટું સંતાન હોવાથી બધી વાતે એને સમજણ દાખવવાની વાતોમાં એ કાયમ સફળ જ રહી, આ વખતે પણ એને એના પરિણામની સાથે એની ભવિષ્યના આયોજન ની કોઠાસૂઝ દેખાતી હતી, એના પરિણામની અસર એને ક્યાં ક્યાં વર્તાશે એ એને જુવાનીના ઉંબરે દેખાતી હતી, એના નિર્ણયો ક્યાં ક્યાં અસર કરશે એ જાણતી હતી.
બોર્ડનું પરિણામ હોઇ એના મનમાં ઉત્કૃષ્ટતા વધારે હતી, એના મનમાં દરેક ક્ષણ કિંમતી હતી, એના મનમાં ચાલી રહેલી દરેક હલચલમાં એ વધારે વિહ્વળ બનતી જતી હતી, વિચારોનું વૃંદાવન એની ચારે કોર ઘરાઈ રહ્યું હતું, ઘડીક તો એને એમ પણ થયું આ બધું છોડીને ક્યાંક ચાલી જાય.જાય તો જાય ક્યાં? એવા પગલાંથી કોઈ મુશ્કેલીનો હલ થશે નહિ.પરીક્ષાનું પરિણામ છે જિંદગીની છેલ્લું પરિણામ તો નથીને! કોઈ ખોટી ભૂલ કરી બેસીએ તો મારા ઘરના વ્યક્તિઓ કેટલા દુઃખી થશે? એમનું એ દુઃખ સાંભળવા હું જ નહિ રહું તો એમની વેદના ઓછી કેવી રીતે કરી શકીશ? મક્કમતાથી નિર્ણય લઈને મારે બધી પરિસ્થિતિ નો સામનો કરવો જ રહ્યો હવે તો!
વિરાલીના આવા બધા મનોમંથન સાથે એની જાણે કોઈ અજીબ સંબંધ થઈ ગયો હતો, એક બાજુ એનું પરિણામ અને એક બાજુ એનું ડોક્ટર થવાનું સપનું, બન્નેને ન્યાય મળી રહે એ માટે હવે સજ્જ થાય છૂટકો નહોતો, એની પાસે દરેક પરિસ્થિતિનો સામનો કરવાની શક્તિ તો હતી જ પરંતુ હવે એની સાથે સાહસ સાધવું એ એનો નિર્ણય હતો. એ હવે સજ્જ હતી માટે એ સફળ હતી!