Shikaar - 43 books and stories free download online pdf in Gujarati

શિકાર - પ્રકરણ ૪૩

શિકાર
પ્રકરણ ૪૩

આકાશ સેમ ને મળીને મામાની પાસે જવા વિચારતો હતો પણ સેમ મામા ને મળી ચૂક્યો છે એ વાત થી એ અજાણ જ હતો, એમની વચ્ચે થયેલા સંવાદ બાદ સેમ તાત્કાલિક કોચી જવા તૈયાર થયો હોય એ તો એને અંદાજ જ ન હોય ને..? જોકે, સેમ એક વાર કોચી જવાનો તો હતો જ, એટલું જ આકાશ જાણતો હતો...
એ ગોંડલ રોડ ભણી મામા જોડે પહોંચવા રવાના થયો...
મામા ની ઓફિસની નજીક પહોંચી એક સ્કૂલ ના છોકરાને આંતરી મામા ની ઓફિસમાં ચિઠ્ઠી મોકલાવી.. "આગળ ચાર રસ્તે છું મળવું છે."
મામા એ વળતો જવાબ મોકલ્યો," ડાબા હાથે સાંકડો રસ્તો છે ત્યાંથી આવી જા.. "
મામા ને જઇને પહેલાં સેમ ના જ સમાચાર આપ્યા, "મામા! સેમ કોચી જવાનો છે એ પહેલા મળી લો એને... "
"ઓહો! એટલી બધી અસર? કાલ ને કાલ કોચી? "
"એટલે? "
"એ મને ઝટકો આપવા આવ્યો હતો મેં એને આપી દીધો .."
રોહિત મામા ના મોઢેથી સેમ અંગેનું વૃતાંત સાંભળી આકાશ અહોભાવ થી જોઇ રહ્યો મામાને , પોતે હોત તો ઉકળી જ ગયો હોત ને કદાચ સેમ જોડે ઝપાઝપી કરી ચુક્યો હોત પણ મામાને એ ક્યાં થી ખબર પડી હશે કે સેમ એ જ અનાથાશ્રમ નું બાળક છે જે એમની સામે આવવાનું છે... આકાશ હજી પુછે એ પહેલાં જ રોહિતભાઇ બોલી ગયાં ... "તેં પહેલી વાર જ્યારે સેમ રિચાર્ડ અંગે વાત કરી ત્યારે જ મને કોચી ના રિચાર્ડનો વિચાર આવ્યો પછી તો એ સંસદ સભ્ય રહી ચુકેલા છે એટલે બીજી બધી વાતો નો તાળો મળવો સરળ હતો.. "
"મામા તમે અદ્ભૂત છો .."
"આકાશ ગૌરી માટે ગંભીર છું ને તું?.. "
આકાશ ગંભીર થઇ ગયો અચાનક આવેલા સવાલના કારણે..
"હાસ્તો ગૌરી માટે હું જીવ આપી દેવાં તૈયાર છું... "
"તારો જ કે... મારો પણ...? "
" મામા આમ ન કહેશો ..."
"આકાશ! વાસ્તવિકતા થી ક્યાં સુધી ભાગશું એ છોકરી ના બાપને આપણે બ્લેકમેલ કર્યો છે એ ભૂલી ન જતો.. "
"પણ એ માટે તમે.."
આકાશ જો દિકરા હું કર્યુ પાન જ પણ તને ઉજ્જવળ સાફસુથરી જીંદગી આપવી એ જ હવે મારૂં કામ રહેશે, શક્ય હશે તો આપણે સૂપેરે પાર પાડીશું અને તને મને કોઇને કશું ય આંચ ન આવે તે રીતે કરશું... જોઇએ આગળ શું થાય છે?"
"પણ, મામા પ્લીઝ એ વાત ન કરશો , તમને કાંઇ પણ થાય એમ હોય તો હું ગૌરી જોડેના સંબંધો તોડી નાંખીશ.. પણ તમે એમ ન કહેશો.. "
" આકાશ તારે એ પહેલાં વિચારવાનું હતું, તું સબંધોનાં એ તબક્કે પહોંચી ગયો છું કે,હવે પાછળ વળવું શક્ય નથી, તું આ સંબંઘને લઇ ને ગંભીર છે, એટલે જ તું ગૌરી સાથે સ્પર્શ કે ચુંબન થી આગળ નથી વધ્યો... "
આકાશ મામા સામે જોઈ ને પછી શરમાઇ ગયો ને નીચે જોઈ બોલ્યો,"બધું જ ધ્યાન રાખો છો.. "
"ધ્યાન તો SD રાખે છે હું તો માહિતી જ ચોરૂં છું વચ્ચે થી મારી રીતે... "
"મતલબ SDને ખબર હશે અમારા સંબંધો ની? "
"ખબર ?? અરે એને મંજૂર પણ હશે તમારા સંબંધ નહી તો તને ક્યાં હટાવી લેવો એ ક્યાં SD માટે મોટી વાત હોય? જો કે પછી તો હું હોઉ તારી પાછળ SD ને એક વાર તો પાણી પિવડાવી દઉં એવો પણ, એને એવો પ્રયત્ન પણ નથી કર્યો એનો અર્થ એ જ કે એ તને ઇચ્છે છે પણ એ આગળ વધી નથી શકતો કારણ તારો વધુ પરિચય પણ નથી, એ આણંદ જીલ્લા સુધી પહોંચ્યો છે પણ આગળ કાંઇ તપાસ નથી કરી શક્યો તારી આ બધું ન હોત તો કદાચ તને સીધું જ પુછી લેત... "
"ઓકે સમજી ગયો , હવે આપણે શું કરવાનું છે ?"
"હવે કશું જ નથી કરવાનું .. આપણે SD જોડેની રમત અટકાવીએ છીએ માણેકભુવન માં જવાનું થાય તો ઠીક જઇ આવશું નહી તો રાજેશ દિવાન નો આકસ્મિક અંત આવશે ને હું તારા મામા તરીકે આવીશ... ખાલી શ્વેતલ થી સાચવવાનું રહેશે કારણ એ જ ખાલી રોહિત અમીનને અલપ ઝલપ ઓળખે છે જો એને યાદ હોય તો... પણ એનો ય રસ્તો કરશું... પછી.. "
"સારૂં હું જઉં...?"
"હવે તું રાજેશ દિવાન ને મળવા નહી આવે હા સંજોગોવસાત મળીએ તો પણ તું મને SD દ્વારા જ ઓળખે છે એ યાદ રાખવું. આવજે.. દિકરા!!! "
આકાશ ત્યાં થી નીકળી ગયો આમ તો હવે બે ત્રણ દિવસ એને કોઈ કામ જ નહોતું ,એક વાર SD સુધી ખબર પહોંચાડવાના છે કે સેમ કોચી જવા નીકળી ચૂક્યો છે , હા કાલે જ જશે એમની ઓફિસ એટલે નીકળી જ ગયો હશે ને બીજું કામ મંગળવાર સાંજ સુધી જ્યારે પણ સમય ને અનુકુળતા હોય ત્યારે ગૌરીને મળવાનું....
એ સીટી વગાડતો બાઈક ચલાવતો હતો.. આમ ભરપુર અનિશ્ચિતતા હતી તો આમ એનાં મનમાં એક પ્રકારની નિરાંત હતી.... હા આમતો, નિરાંત બે જ વ્યક્તિઓને હતી તે આકાશ અને બીજાં એનાં મામા... કારણ શ્વેતલ તો પચાસ લાખ નું આંગડીયા કરાવ્યું ત્યારનો ઉચાટમાં જ હતો... એને એ ખબર ના પડી કે ગાડી પર સતત નજર હતી તો બેગ ઉપડી કેવી રીતે...?
"પણ, બેગ ગઈ જ ના હોય તો જોડે? " એનાં મગજમાં તિખારો તો થયો પણ જોડે એ ય વિચાર આવ્યો કે ગાડીમાં બેગ એની સામે જ મુકાઈ હતી ને ગાડી બંધ પણ એમના માણસ દ્વારા કરવામાં આવી હતી .... પણ ગાડી ની વ્યવસ્થા જેણે કરી હોય એણે ચાવી ની વ્યવસ્થા કરી જ હોય ને પછી તો દસ મિનિટનું કામ હતું જ્યારે ગાડી એ પછી ઘણો સમય ત્યાં હતી ...
ટુંકમાં શ્વેતલભાઇ ના રડારની બહાર હતો આ આખો મુદ્દો...
********************** *******************
બીજા દિવસે આકાશ SD ની ઓફિસમાં પહોંચ્યો ત્યારે બંને ધર્મરાજ સિંહ સાથે બેઠા હતાં એણે કહેવડાવ્યું હતું , રિસેપ્શન પરથી અને અંદર જવા કહ્યું ત્યારે જ ગયો હતો પણ તો ય ધર્મરાજ સિંહ ને બેઠેલા જોઈ એ ખચકાયો .
"અરે ! આકાશ આવ ત્યાં કેમ ઉભો રહ્યો છું ?, બાપુ! આ આકાશ તમને મેં વાત કરી હતી ને એ... "
આવ ભાઇ! ધર્મરાજસિંહ એ હાથ લંબાવ્યો અને આકાશે ગર્મજોશીથી હસ્તધૂનન કર્યું...
આકાશ એ ગોઠવાઇ ને કહ્યું કે, " સેમ! આજે જ કોચી જવા નીકળી ચૂક્યો છે અને લગભગ દસેક દિવસ પછી આવશે.. "
"સરસ! તો ચારેક દિવસ પછી બુધવારે જઈએ માણેકભુવન "
ધર્મરાજસિંહ એ પણ કહી દીધું "હા પાક્કુ!.."
ધર્મરાજસિંહને માણેકભુવન માટે કેમ આટલો રસ હતો એ શ્વેતલભાઇ માટે થોડું સમજવું અટપટું હતું પણ એ એટલું સમજ્યા હતાં કે કોઈ અજાણી શક્તિ આ બધાં ને માણેકભુવન તરફ દોરી રહી હતી , બધાંને કદાચ એમના પુર્વજો જ ખેંચી રહ્યાં હતાં ,હા.. ધર્મરાજસિંહ ,SD, સેમ પણ... એ પોતે, આકાશ ,દિવાનસાહેબ એમને કયાં પિતૃ ત્યાં બોલાવતાં હશે એવાં તો કયાં ૠણાનુંબંધ હશે કે એમને ય ત્યાં દોરવાવું પડશે??? અરે મહેન્દ્ર ને શું છે? જોકે મહેન્દ્ર તો પહેલાં પણ સામેલ હતો માણેકભુવનમાં પણ SJ ને શું હશે...?
છોડો ચિંતા પણ માણેકભુવનમાં કાંઈક તો અજુગતું થવાનું જ છે એવો ભાસ કેમ થાય છે મને??? મને કેમ એવું લાગે છે કે માણેકભુવન ની ધરતી કોઇનો બલી માંગે છે??? ગમે તે થાય પણ SD ને કાંઇ ન થાવું જોઇએ.....
"શ્વેતલ ક્યાં ખોવાણો ભાઇ ?"
SD એ શ્વેતલભાઇને રીતસરનાં હલબલાવી નાંખ્યાં ત્યારે જ ખબર પડી કે પોતે તો વિચારોમાં ગુમ થઈ ગયાં હતાં...
"કાંઇ નહી પણ મને માણેકભુવન માટે ઘણી આશંકાઓ છે. "
"તો શું? ... "
"તો શું ? મારે તો તમારો પડછાયાની જેમ રહેવાનું છે એટલે જવાંનું જ ને હવે તો તમને ય પાછાં ન વળવા દઉં..."
******************** ********************
માણેકભુવનમાં એવું તો શું છે એ જ તો હવે ખુલવાનું છે બસ કાલે, બુધવાર ની ઉઘડતી સવારે જોઇએ શું શું ઉઘડે છે...? વિચારતો આકાશ ગૌરીને મળવા જઇ રહ્યો છે...
(ક્રમશઃ...)







બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED