Shikaar - 8 books and stories free download online pdf in Gujarati

શિકાર - પ્રકરણ 8


                            શિકાર  
પ્રકરણ  8

"SD ની  બજારમાં  એક ધાક કહો  તો  ધાક  કે  શાખ  કહો  તો શાખ,  એવું  કહેવાય  છે કે, SD  ને  દગો  કરનારનો  અંજામ   બહું  ખરાબ થતો,  તેલ બજારમાં  એની  જ બ્રાન્ડ  ની નકલ  કરીને  વેચતાં હરી વલ્લભ ( હરીશ વલ્લભભાઈ વિરાણી )ની ફેક્ટરી માં અકસ્માતે  આગ  લાગી  અને  હરી વલ્લભ  નો  દિકરો  એમાં  ભડથું  થઈ ગયો  અને હરી વલ્લભ પોતે  ગાંડો  થઈ  ગયો... SD ની  ઓફીસ  આગળ   રોડ પર  પડી  રહેતો... એક દિવસ  SD  એ જ એને  નવડાવવી  અમદાવાદ  સારવાર  માટે  રવાના  કર્યો 
 આવું  જ ભુપત  મેર માટે  કહેવાતું  કોઈ  જમીન  ના  સોદામાં  કે  મેટર માટે એને  SD સાથે  વણ થઈ અઠવાડીયા પછી  એક માર્ગ  અકસ્માતમાં  એનાં  પરિવારના  ત્રણ  સભ્યો  સાથે મુઓે.... "
આકાશ  અમસ્તા  જ રાજકોટ  ઓઈલ મિલ્સ એસોસિયેશન  ની  ઓફીસ  સામે  હોટલ બેઠો  માહિતી  ભેગી  કરવા   સામાન્ય  પુછપરછ  કરતો  હતો, અને  એક ગ્રંથિ  બાંધતો  જતો  હતો  કે  એના  મામા  રોહિતભાઇ  ના ગુમ થવા  પાછળ  SD જ છે, જો  કે  એ માનવા  તૈયાર  તો નહોતો  જ કે  રોહિતભાઇ ને કશું થયું  હોય  કે  એ એને  મુકીને  જતાં રહ્યાં  હોય  એની  છઠ્ઠી  સેન્સ  એ માનવા  તૈયાર  ન હતી, એણે  છેવટે  માણેકભુવન  જવાનું  નક્કી  કર્યું ...
 નેવી બ્લુ જીન્સ  અને બ્લૂ રેડ ચેક્સ શર્ટ પહેરીને  મિલિટરી માંથી  હરાજીમાંથી   લઇ મેક ઓવર કરાવેલી  4×4ડ્રાઇવ પણ હુડકવર વાળી જીપ લઇ  માણેકભુવન  તરફ રવાના  થઇ  ગયો ...

             ************         *************
શ્વેતલ  SD ની કેબીન ભણી  ભાગીને  પહોંચ્યો, ખબર જ એવી હતી એની  પાસે, SD  કોઈક ફોન  માં  વ્યસ્ત  હતો કોઇક  વેપારી નો  ફોન  હતો અલવર  રાજસ્થાન થી મનહર  જૈન  નામે,
"શેઠજી, તમે એમને  કહી દો  સીધો  મારી સાથે  સંપર્ક  કરે  તમે શું  કામ  માથે લો  છો? "
".......... "
"કહી દો , હું  બિલ વગર નથી  કરતો  હું તો SD limited  નો ડીસ્ટ્રીબ્યુટર છું  મેં જે બતાવ્યું  એટલો  મારો  વહેવાર  છે બાકીની  મેટર તમે  SDની હેડ ઓફીસ  જઈ  જોઈ લો  મારે  એમાં  કાંઈ  લેવા  દેવા  નથી.... "
"........."
"શેઠ! તમારી સીઝન નહિ બગડે.....હું  બીજો  માલ  ભરાવી  દઇશ આજે જ.. "
ફોન મુકીને, "બોલ શ્વેતલ! "
"પેલો કદાચ  ઉકલી  ગયો  લાગે  છે ...નવલખી  થી સમાચાર  હતાં  કે પોલીસ  પંચનામું  કરવા  આપણાં એક માણસને  લઇ  ગઇ  હતી  કોઇ અકસ્માત  માં ખાડીમાં  એક ગાડી  ઉંધી વળી  ગઈ  હતી... "
SD પ્રશ્ન સૂચક  નજરે  જોઈ રહ્યો... 
"માણેકભુવન  ની પાછળ  ના ભાગે આપણી જેટ્ટી  છે એ તરફથી  જે રસ્તો આવે  છે ત્યાં  જ..."
"તે તું એમ કેમ  કહી  શકે  કે  એ જ હશે ?એને  કોઈએ જોયો  હતો? "
"ના લાશ તો નથી  મળી  પણ પોલીસ  નું કહેવું  છે કે, ખાડીમાં  જ લાશ હશે  અને  જે રીતે  ગાડી પડી છે એ જોતાં તો લાગતું નથી કે કોઈ  બચ્યું  હોય  ..."
"કોઈ  માહિતી  બીજી...,?
"નામ  રોહીત પટેલ  છે અને  હા સંદીપ ભાઇ  નું કાર્ડ નીકળ્યું  હતું  તો પોલીસે  એમને  પણ  બોલાવ્યા  હતાં  એમણે  પોલીસને  એવું જણાવ્યું  હતું કે  એ ખાલી  બે ત્રણ વાર  એ ભાઇ ને  મળ્યાં  હતાં  અને  જ્યારે  એ ભાઇ  મળવાં  આવ્યાં  ત્યારે  એક યુવાન   એમની  સાથે  આવતો જેનનો સંપર્ક  કરીને  એ સાથે  લાવ્યાં  હતાં.... "
"હમમમ!  સંદીપભાઈ  નો સ્વભાવ  આમ પણ  એવો  જ છે   એ ગમે   તેની  પડખે  ઊભા રહહી જાય..
એ મળશે  એટલે  વાત  કરીશ  આ બાબતે... "
SD એ ગ્લાસ ઉઠાવી  ઘૂંટડો  ભર્યો અને  કહ્યું, "પણ શ્વેતલ  !, એ મર્યો નથી જ... મનહર  જૈન... તને  ખબર  છે કે  આપણે  ને  એમને  પચાસ ટકા  નો  વહેવાર છે,  અને  આ વાત  હું તું ને  એ ત્રણ  જ જાણીએ  છીએ.. "
શ્વેતલ  કાંઇ સમજ્યો  નહીં..... 
"મનહર  જૈન  ને  ડબ્બા  વાઇઝ સ્ટોક નું   લીસ્ટ મલ્યુ  છે કોઈ  અજાણી  વ્યક્તિ  તરફથી  અને  કેટલાંક  અક્ષરસઃ વહેવાર...  સાથે  એક ચિઠ્ઠી  ...."
શ્વેતલ  ની  આંખો  પહોળી  થઇ  ગઇ...... 
"પણ   પણ... આ કઇ રીતે  શક્ય  બને?  કમ સે કમ  આપણી  બાજુ  તો  આ શક્ય  નથી... "
"શ્વેતલ!  આપણે  બિલાડી  જેવાં  સાબિત  થયાં  છીએ ,જે આંખ મીચી ને  દૂધ પીને  એમ સમજતી  હતી  કે  આપણને  કોઇ નથી  જોતું...  પણ કોઈક  આપણી  પાછળ  હતું  છ બાર મહિના  થી  આપણને  સતત  જોઈ  રહ્યું  હતું... "
શ્વેતલ  મુઠ્ઠી  ભિંસતો  હતો.... એને  નવાઈ  એ વાત  ની  હતી  કે  SD એકદમ  ઠંડા  કલેજે  બેઠો  હતો... એ બે  જોડી  એ આમ તો  આનાથી  કપરી  પરિસ્થિતિમાં  જોઈ  હતી  પણ  આ પહેલી  વખત  થતું  હતું  જેમાં  એ મૂર્ખ ઠરતાં  હતાં  શ્વેતલભાઇ  માટે  આ અસહ્ય  હતું... 
"એ SD સામે  જોઈ રહયો....મનહર  જૈન પર ડીમાન્ડ  નથી  આવી  હજી  પણ સુરત  માં  કયું  આંગડીયુ  ફાવશે  એ પૂછ્યું  છે... "
શ્વેતલ  તરત  બોલ્યો ," માધવ વેણીદાસ   ! માધવ  વેણીદાસ  કહેવડાવી દો... "
SD ને  શ્વેતલ  ની  ક્ષમતા  પર  ભરોસો  હતો   પણ  તો ય કહ્યું  ,"શ્વેતલ દોરી  નથી ખેંચવી  જાળ ગૂંથવાની  છે..... "
"હા!  મને  ખ્યાલ  છે આપણે  પહેલી  વાર માં નથી  દબોચવો  ...પણ એને  છોડીશ પણ  નહી ...એ ક્યાં  ક્યાં   જઇ શકે  છે  એ પણ જોવું  જ છે... "
"મનહર જૈન  સાથે  તું જ વાત કરી  લેજે... "
"અને  તમે ....  એક વાર  સંદીપભાઈ  ને  મળી  લેજો... "
                  *************    ************
"મનહર શેઠ! શ્વેતલ બોલું રાજકોટ  થી ,...."
શ્વેતલભાઇ  આમ કેમનું લીક  થયું  હશે  મને  બહું ટેન્શન  છે, અહીં  આવતાં ઇલેક્શનમાં મારે   ઉભા રહેવાનું છે, એ વખતે  જ આવો  ડખો  મારી તો દશ  વરસની મહેનત  માથે  પડે ભાયા...! "
મનહર જૈન આમ તો  જમાના  નો  ખાધેલ  પણ  એની રાજકીય  કારકિર્દી  નીશરૂઆતે જ આવી ખબર ઠીક  નહોતી... 
શ્વેતલભાઇ  ને મનહર જૈન  ને  એ ખબર નહોતી  પડવા  દેવી  કે બ્લેકમેઇલર  નો  મુખ્ય  શિકાર  SD શેઠ હતાં  મનહર  જૈન  તો  ખાલી  વચ્ચે  આવી  ગયા  હતાં....
" શેઠ   તમે  કોઈ  પણ જાતની  ફિકર ન  કરશો  SD  જોડે  મારે  વાત  થઈ ગઈ છે એમને  તમારી  ઇલેક્શન  વાળી  પરિસ્થિતિ  નો ખ્યાલ  છે,  એમણે  તમને  કહ્યું  તો ખરાં  કે  જે હોય  એ બધું  કંપની  નામ  પર ઢોળી  દેજો ,પહેલાં  તો  તમે  એ જુઓ  કે  એ મોઢું કેટલું  ફફડે છે,  જો ટુકડે  થી પરતું હોય  તો તાકે નથી  જાવું... અને  સુરતના આંગડીયા નું કહે તો માધવ વેણીદાસ  નું નામ  આપજો  ને મને  મેસેજ  મોકલી  દેજો  પછી  મારૂં  કામ.... "
                   **************        *************
લગભગ ત્રણેક દિવસ  ની  રઝળપાટ  પછી  ય કોઈ સગડ નહોતાં  મળતાં, અને  સંદીપભાઈ  એ ચેતવ્યા  પછી એ નામ  ફોટા  સાથે એ તપાસ  કરવા  નહોતો  માંગતો  , કંટાળીને  એણે પાછો  ફરવાનું નક્કી કર્યુ ,પણ એક તરફ એનું મન માનતું  ન હતું કે મામા ને કાંઇ  થયું હોય। તો  બીજી  તરફ SD ની અજ્ઞાત  વિરાટ શક્તિ એને ડરાવતી  હતી...... જો SDએ મામાને........  
હોઠ ભીંસીને  એ મનમાં  જ બોલ્યો,  "તો તો SD ની ખેર નથી ,હું  આકાશ એને  એ હદ  સુધી  રીબાવીશ કે.....      "
હાથનાં આંગળીઓ  ભિંસતા   એ બોલ્યો  ,"મને  એકલો પાડીને........  "
એને ગૌરી યાદ આવી ,હા SD ને એકલો પાડવો  જ રહ્યો, આમ વિચારતો  એ ફરી  રાજકોટ  તરફ જવા  રવાના  થયો... કોઈક  નિર્ધાર  સાથે... 
               ****************        ****************
"પપ્પા!  કાલથી  હું  ઓફિસ  જોઈન  કરીશ! "
"ઓહો!  શ્વેતલ  આ જો મારી  દીકરી  મોટી  થઇ ગઇ ..."
શ્વેતલ  હસતો બોલવા  જ જતો  હતો  ત્યાં  ગૌરી  બોલી  ઉઠી, "અંકલ તમે તો કાંઇ બોલશો  જ નહી  રમેશભાઇ તમે  દૂર મોકલી દીધો  .."
"એ તો તારા પપ્પા  ના કામ બધા... "
"હા! એ છે જ એવા.... "
ગૌરી  જૂઠા  ગુસ્સાની  સાથે  બોલી,  તો તરત  શ્વેતલ  પણ બોલી  ઉઠ્યો  ,"હા!   એ છે જ એવાં  નહિ  તો  મારૂં ક્યાં એવું ગજુ ય હતું  ...." શ્વેતલ  કાંઈક આદ્ર સ્વરે  બોલ્યો...
"એ શ્વેતલ  તુ આમ સેન્ટી  ન થા સવાર સવારમાં ... ગૌરી  જોયું  તે?  એટલે  જ તને  ઓફિસમાં  ન લઇ જવાય... "
ગૌરી તરત બોલી, "શું  પપ્પા  તમે પણ... "
"ગૌરી  જો બેટા  અમે બધાં  અભણ મુવા  છીએ  અને હવે  જમાનો  બદલાયો  છે એટલે  તું એમબીએ કરી  ને ઓફિસ જોઈન  કરે એ જ સારૂં છે ને તારું  એડમિશન  પણ અમદાવાદ  થઇ  જ જશે  મારે વાત  થઈ  ગઈ  છે.... "
શ્વેતલભાઇ  ને  સાંભળી  ગૌરી  બોલી, " ઓહો  તમે લોકો  એ નક્કી  ય કરી  લીધું  છે.....?  અને મને  કહેતા  પણ નથી??? જબરા  છો તમે લોકો  હું નહી બોલું  જાવ તમારી  સાથે.... "કહેતી  ભાગી  ગૌરી ત્યાંથી..... 
 આ તરફ આકાશ મોકો  શોધતો  રહ્યો  ને ગૌરી  અમદાવાદ  જવા  રવાના  થઇ.... 
(ક્રમશ:........)બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED