Shikaar - 10 books and stories free download online pdf in Gujarati

શિકાર - પ્રકરણ ૧૦

                        શિકાર 
                      પ્રકરણ ૧૦

અમદાવાદમાં  બે લક્ઝુરીયસ  ફ્લેટ  અને  એક મોટો  સ્વતંત્ર  પ્લોટ  તો હતો જ પણ SD  બગોદરા  પાસે  એક મોટુ ફાર્મહાઉસ  તૈયાર  કરાવવા  માંગતો  હતો , એક ગટ્સ હોય  કે ગમે તે એને  અંદાજ હતો  જ કે  ગુજરાતમાં  રીયલ એસ્ટેટ મોટા પ્રમાણમાં  વધશે  આગામી  પાંચ  સાત  વર્ષ.... 
SD  અને શ્વેતલ બગોદરા  પાસે  રાજકોટ  વડોદરા  ભાવનગર  અમદાવાદ  ચાર  તરફનાં હાઇવે  મળતાં  હતાં  તેવાં વિસ્તારમાં  ખેતર  લઇ  જ રાખેલું  હતું અને  શ્વેતલ  અને  પોતાના  માટે  આલીશાન  ફાર્મ હાઉસ  બનાવવા માંગતો  હતો. ઓર્ગેનિક ખેતીની કરવાની  પણ  ગણતરી  માંડી  હતી .. હોળી પછી  બાંધકામ  ચાલુ  થાય  એ રીતે  આયોજન કરી બંને  નીકળ્યા અમદાવાદ  ભણી.... 
              ****************       ***************
આકાશ ને  ગૌરીની  કોઈ  વાત  કાઢી ન શકાયાં  નો અફસોસ  થતો  હતો, હકીકતમાં  એવી  તક જ ન હતી  ત્યારે...  જો  એ સમયે  SD  ને ઉતાવળ  ન હોત તો  કદાચ  વાત  નીકળી પણ...  અને  જતાં  જતાં  પણ   વાત  ક્યાં અટકી   "શ્વેતલ ને મળી  લેજે "
"શ્વેતલભાઇ!!!  એ જ તો  મુખ્ય  ખતરો  છે ."સ્વગત  બબડતો  હતો  આકાશ...  "મામા  પણ નથી સાથે... "
"મામા.... "
એ SD  માટે  ખુન્નસ  ઘુંટતો  જતો હતો.... "જો  એમ હશે  તો  SD ને હું  સાવ એકલો  કરી  દઈશ, જેમ આજે  હું  એકલો  પડી ગયો  છું... "
           **************          *****************
તક શોધતો  આકાશ ફરતો રહ્યો  ગૌરીને  મળવાની...પણ શી ખબર  ગૌરી  રાજકોટ માં  જ ન હોય  એમ દેખાતી જ ન હતી,  દિવસો  વિતતાં  ગયાં  પણ કોઈ કડી મળી  નહી,SDને ફરી  મળવાનું  મન નહોતું  એનું SD ના બંગલા  ની  આસપાસ  એ ફરતો  પણ અંદર  જવાની  ચેષ્ટા  પણ ન જ કરી આખરે, દશેક દિવસ  નાં અંતે  એણે શ્વેતલભાઇ  ને  કોલ કરીને મળવાની  વાત કરી..
  આ તરફ શ્વેતલ તો  આકાશનાં પગલાંની  નોંધ રાખતો  જ પણ SD નાં બંગલા  આસપાસ  એનું હોવું  એ સિવાય  કશુંય શંકાસ્પદ ન લાગ્યું .... એનાં મગજમાં મનહર શેઠ  જોડે  ઘટેલી  ઘટના  જ ઘુમતી  હતી 10 લાખ  જતાં  રહ્યાં  હતાં  અને  ત્રણ  આંગડીયા  પાંચ  શહેરોમાં  અલગ  અલગ બ્રાંચમાં  ફરી  રૂપિયા  કોની જોડે  ગયાં  એ જ પારખી ન  શક્યો  શ્વેતલ....  પણ એ બધાં  સમયમાં  આકાશ કયાંય  કોઈ  આંગડીયાની  એકેય શાખામાં  જતો જણાયો  નહીં  એ વાત  તેને  ગૂંચવતી  પણ  હતી તો  એનાં  તરફે  નિશ્ચિંત પણ કરતી  હતી પણ તો ય મન કહેતું  એનું કે,આના  પર નજર  તો રાખવી જ...  આમ વિચારતો  ત્યારે  જ આકાશ નો  કોલ આવ્યો , SD એ કહ્યું  હતું  એમ એ જામીન  ની મેટરમાં  મળવા  માંગતો  હતો... 
"શ્વેતલભાઇ ! પેલી  ફાઇલ  માટે  વાત  કરવી  હતી તો ક્યારે ને ક્યાં મળું?" 
"આકાશ! ... એક કામ કરને  ભાઇ... આપણે બે દિવસ  પછી  મળીએ તો મારો  દીકરો પેરિસ જઇ રહ્યો છે  પરમદિવસે  ..."
"ઓકે!  ઉમેશ  ને ... મારા વતી  શુભેચ્છાઓ  આપજો  એને આપણે  એ પછી  જ મળતું.. "
"થેન્કસ  અ લોટ... હું  કહી  દઉં છું એને...  હું અમદાવાદ થી  રાજકોટ  આવીશ  એટલે  તને ફોન  કરી દઇશ."
આકાશ ફોન મુકી  ગણતરી  માંડી  રહ્યો  ," ઉમેશ પેરિસ પાછો  જાય છે  તો show off કરવા માટે ગૌરી  પણ  જશે  જ પણ ત્યાં  તો  SD હશે  શ્વેતલભાઇ  પણ...  ગૌરી  ને  એકલીને  મળવું રહ્યું એ પણ અકસ્માતે સહજ  રીતે .."
ગૌરી.... ગોરો  વાન,  કાળી ભમ્મર  કીકીઓ  અને  નિર્મળ  સફેદ અણીયાણી  આંખો  અને  એનું  નાક  આહહહા  બસ આ ચહેરા  ને  શોભતું  તીખું  નાક  બસ  નાગરો પછી  ગૌરીમાં જ જોયું  હતું  અને  ગોરા સુંવાળા  કોઈ  પણ ડાઘ વગરના  ગાલ... 
જેમ ગૌરી  વિશે  વિચારતો  ગયો  એમ એમ ગૌરી  એને  વધું  ગમતી  ગઈ....
જો કે  ગૌરી  હતી  જ  ગમે એવી  રાજકુમારી  જેવી, SD ના રજવાડાની રાજકુમારી  તો હતી  એ....  એનો  રૂઆબદાર પણ  એવો  જ ને  વ્યવહાર  પણ  એવો  જ પહેલી  વાર  મળી  હતી  ત્યારે  ય  કેવો  હક્ક  રોફ જમાવતી.... આકાશને  પહેલી  મુલાકાત  યાદ  આવી  ગઇ...
એક સ્મિત  ફરકી  ગયું  આકાશનાં  ચહેરા  પર બે દિવસ  જુની  વધેલી  દાઢી  પર હાથ  ફેરવતાં  એણે  અમદાવાદ  જવાનો  નિર્ણય  લીધો.... 
    *****************            ******************
તાજ ઉમેદનાં રૂમમાં બુકિંગ  કરાવ્યાં  પછી  એણે સૌથી  પહેલાં  ઉમેશની  ફ્લાઈટ  કઈ છે એની  તપાસ  કરી, બીજા  દિવસે  દસ વાગ્યા  રાતનું ડીપાર્ચર  હતું   આ બધી  માહિતી  લેવી  એ રોહિતભાઇએ સારી  રીતે  શીખવી  દીધી  હતી  એટલે  જો કે  એમાં તો કોઈ  વાંધો  ન આવ્યો  પણ બીજા  દિવસની  બપોર  કે સાંજ  સુધી  કરવું  શું  એ પ્રશ્ન  હતો  એટલે  ...એણે  સીટી માં ફરવાનો  વિચાર  કર્યો  પણ  ગમે તે સ્ફુરણા  થઇ  હોય  એણે  ગુજરાત  યુનિવર્સિટી  ભણી  રૂખ કર્યો. 
એનો  એક મિત્ર હતો  રોલવાલામાં ભણતો  નામે  ગૌરવ....  ગૌરવ ઠક્કર  પોરબંદર નો લવાણા  કુટુંબનું  ફરજંદ જેને  કૌટુમ્બિક  fmcg  ધંધા માં જાજો  રસ ન હતો  ને  આગળ  ભણવા  અમદાવાદ  ભણી  રૂખ કરી  હતી.... 
ગૌરવ આકાશને  જોઇ  ઉછળી  જ ગયો  જાણે..... 
"આકલા !  ટોપા  ક્યાં  ખોવાઈ  ગયો  હતો  સાલ્લા...". 
આકાશે  દર વખતે  કહે  એમ જ કહ્યું  ,"તું વાંઢો જ મરવાનો  મારે તો  બેન જ નથી  પણ.... "
"હા! હવે  દોઢા  ...બોલ શું  પ્રોગ્રામ  છે જમ્યો  કે  નહીં? "
"અલા  ચાર  વાગ્યા  અત્યાર  સુધી  થોડું  હોય? "
"સારૂં  ચલ ,સારૂ  થયું  આવી  ગયો  કાલ  મારો  બર્થડે  છે એટલે  કાલ  સાંજે  બધાં  ફ્રેન્ડ.... "
"કાલે  સાંજે  મારે...... "
"ટોપા તને  પુછ્યું  નથી  તારે  આવવાનું  છે સાથે... "
આકાશે  વાત  વાળી," હાલ સી. જી. રોડ  પર જાતા  આવી.... "
બેય સી. જી. રોડ  પર  ફરતા  હતાં  ત્યાં  જ  પાછળ  કોઈ  નો  અવાજ  આવ્યો " ગૌરવ...... "
ગૌરવની  કઝીન  નિધિ  ગૌરવને  બોલાવતી  હતી  પણ  આકાશની  તો આંખો  પહોળી  જ થઈ  ગઈ  જ્યારે  એણે  નિધિ  સાથે  ગૌરી  ને  જોઇ........  પિંક પ્લેન ટોપ ને બ્લેક  ટ્રાઉઝર  પોની વિથ પિંક ફ્લોરલ રબરબેન્ડ.... આકાશ  ઉપરથી  નીચે  નિહાળી  રહ્યો  ગૌરી સહજ  શરમાઇ  બોલી ," આકાશ!!!!"
ગૌરવ ને  નિધિ  ચોંક્યા  નિધિ તો પુછી  જ લીધું ," તમે  બંને  જાણો  છો  એકબીજા  ને ?"
ગૌરવે  આકાશનો  હાથ  દબાવ્યો , આકાશ સજાગ  થયો, " સોરી  પણ  આમ અચાનક  મળીશું  એવો  ખ્યાલ  નહોતો  એટલે..... "
આકાશ  પહેલા  ગૌરી  ને પછી  ગૌરવ નિધિ  ને  જોઇ બોલ્યો," સોરી ! હા! હું  જાણું  છું  ગૌરી  ને  અમે  પહેલાં  મળી ચૂક્યા  છીએ..."
"પણ !આ છે કોણ  ?"ગૌરવે  નિધિ  ને પુછી  લીધું .
નિધિ ગૌરવને  ઓળખ આપી  ," આ મારી  ક્લાસમેટ  છે ગૌરવભાઇ  MBA Admn  માં અમે સાથે  જ એડમિશન  લીધું  છે BKમાં  એ રાજકોટ ની  છે અને  ગૌરી  આ છે મારા  કઝીન  ગૌરવ MCAફાઇનલ માં  છે... "
પછી  તો  ઘણી  વાતો  થઈ  પણ આકાશનું મુખ્ય  કામ  પુરૂં થયું ...એને  આવી  રીતે અકસ્માતતે જ મળવું  હતું  એ અર્થ  કુદરતી  રીતે  જ સર્યો  હતો  એટલે  આવતીકાલે  સાંજે  એરપોર્ટ  ના ચક્કર  લગાવાની  જરૂર  ન જણાઈ... એટલે  એ ગૌરવની  બર્થડે  માટે  ફ્રી  હતો ઉપરાંત  ગૌરી  ને  પામવાનો  રસ્તો  પણ  આપ્યો  હતો  ગૌરવે......  અહીં  રહીને  જ ભણશે ગૌરીએટલે  એક  રસ્તો  મળી  ગયો  હતો  બાકીનું  તો એ સંભાળી  લે એટલો  એને  વિશ્વાસ  હતો  જ.... 
ગૌરવે  નિધિ  દ્વારા  ગૌરીને  આમંત્રણ  આપ્યું  બર્થડે  સેલિબ્રેશન માં જોઇન  કરવા પણ ગૌરી આવી  શકે  એમ હતી  જ નહી  એ આકાશને  ખબર જ હતી એણે આગોતરી  શુભેચ્છા  આપી ,ગૌરી એ નિધિ  ને જોડે  લઇ ત્યાંથી  છુટી પડી ને જતાં  જતાં  આકાશને ફરી મળવાનું  ઇજન  આપતી  ગઈ  એક સુંદર મોહક  સ્મિત  સાથે..... 
આકાશ ને ગૌરવ ત્યાં થી  પાછા  જવા નીકળતાં  હતાં  ત્યારે આકાશ ગૌરવને  ઊભો  રાખી  એટીએમ  માં ગયો  વિસ હજાર ઉપાડી  બેલેન્સ  જોઈ એ ચમક્યો.....   ગણતરી  કરતાં પાંચ લાખ  વધુ  હતાં , મીની સ્ટેટમેન્ટ   જોઈ  એની  આંખ ચમકી  ઉઠી  છેલ્લા  નવ ટ્રાન્ઝેક્શન  ૪૯૦૦/- જમા  થયાં  ના હતાં..... 
મીની  સ્ટેટમેન્ટ  માં દસ જ ટ્રાન્ઝેક્શન  હોઈ એણે  બાકીનો  હિસાબ  માર્યો  કુલ્લે   આ એકાઉન્ટમાં અઢીલાખ  આવ્યા  હતાં  એણે બીજા  એકાઉન્ટ  ચકાસ્યા પાંચ  લાખ  કુલ્લે  જમા થયાં  હતાં  .... એનો  અર્થ  કે ક્યાંકથી  દસ લાખ  .....
"મનહર શેઠ"....એનાં  મગજમાં  ચમકારો  થયો.....   "તો મામા....   મામા  ક્યાંક  હાજર  છે..... "
એણે  એટીએમમાં  જ ચિચિયારી  પાડી  પણ  ગૌરવ બહાર  કશુંય સમજવા  અસમર્થ  હતો...... 
એ ડોર ખોલી  અંદર  આવ્યો  ....
"આકાશ  શું  થયું  ટોપા  એકદમ??? "
(ક્રમશ:....)બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED