શિકાર Devang Dave દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

શિકાર

શીકાર (ભાગ 1)

આમ તો સંદીપ વર્ગ 2માં કામગીરી કરતો અધીકારી પણ રીટાયર્ડ થવાનાં આરે..ડેપ્યુટી કલેકટર તરીકેનું પ્રમોશન ડ્યુ પણ ખરું..પણ પ્રમોશન પછી જામનગર જીલ્લા માં અંતરીયાળ તાલુકાઓનો વહીવટ હાથમાં આવે એમ હતો એટલે થોડો ખચકાટ હતો...

હા, જામનગરમાં આવેલી બે મોટી જાયન્ટ રીફાઈનરીઓ ના લીધે એ પોસ્ટ નાં ભાવ બોલતા પણ કદાચ એજ કારણે સંદીપ ભાઇ ને ઇચ્છા ઓછી હતી..પણ એક ઘટના એવી ઘટી કે એમણે ત્યાં જવા મન મનાવી લીધું ..

હા એ ગયાં હતાં દ્વારકાધીશ ના દર્શને ત્યાં એમને રોહિત ભટકાઇ ગયો.રોહિત એક સમયે રાજકોટ કલેક્ટોરેટ ઑફીસ ગજવતો હેડ ક્લાર્ક..એક ખેડુત ને ન્યાય અપવવા બે તગડી કહી શકાય એવી મંડળીઓ અને રાજકીય હિત ધરાવતા લોકો સામે રીતસરનો જાણે મોરચો ખોલ્યો હતો..

સંદિપ ભાઇ ને જોતાં બોલી ઉઠ્યો, " S.J.તમે જામનગર આવી જાવ હું એકલો પડું છું...આપણે ભલભલા નાં કાચાં ચીઠ્ઠા ફોડીશું. આપણે નોકરીમાં કશુંય નથી કરવું પણ ચોરોએ એકઠું કરેલું ધન ખુલ્લું કરવું છે ..આપણે ય વાપરીશું..અને સારો ઉપયોગ પણ કરીશું...અને સાચું માનજો એમાં કશુંય ખોટું નથી એ કાંઈ એમનાં બાપદાદાની સંપત્તિ નથી..આપણે તો બસ યોગ્ય દિશામાં જ વાળવી છે..."

"રોહિત તું નહી સુધરે .."

"અરે ! ના SJઆ રોહિત ઘણો સુધરી ગયો છે હવે હું પારકી ઉપાધિ નથી વહોરતો ..પણ હવે વ્હોરવી છે અને એમાંથી મલાઇ પણ ખાવી છે."

"જવા દે ને એવાં રુપીયા આપણને ન પચે .."

"તે આપણે ક્યાં પચાવવા પણ છે આપણે તો ખુલ્લા જ કરવા છે..તું સાંભળ ખાલી.."

અને પછી સંદીપ ભાઇ જામનગર જવા તૈયાર થઇ ગયાં..પ્રમોશન તો ડ્યુ જ હતું..એટલે બે માસમાં તો ત્યાં સેટલ પણ થઇ ગયાં અને પછી રોહિત નું મિશન શિકાર ચાલુ થઇ ગયું .

એ મિશન નો શિકારી હતો એમનો ભત્રીજો આકાશ ઉંમર 22વર્ષ અભ્યાસ m.com બસ પુરું જ કર્યું હતું ને કાકાએ નોકરી કરવાની ના પાડી હતી બસ એમનાં માટે જ કામ કરવાનું હતું..

આકાશ ખડતલ અને સ્ફુર્તિલો યુવાન હતો જે મુંબઈ ના ફિલ્મી હિરો ને ટક્કર મારે તેવો હેન્ડસમ પણ ..એનો પહેલો શિકાર હતો. શામજી માણેક ..રાજકોટ ની એક શરાફી પેઢી અને આઠ થી દસ ઓઇલમીલો નો માલીક..કહેવાય છે કે અડધી રાતે ચાર પાંચ કરોડ સુધી એ કાઢી આપે જરુર પડે તો...પણ નામ લક્ષ્મીચંદ ભગાજી જેટલું ગાજેલું નહી એટલુંજ ..

સંપત્તિ એમનાં પરીવાર માં બે પેઢી થી અભરે ભરાય એટલી પણ એવું કહિ શકાય કે એ દામજી એ મારેલા મોટા હાથનું પરીણામ કહિ શકો ..કહેવાય. છે કે આરઝી હુકુમત વખતે સૌરાષ્ટ્ર ના રાજવીઓએ જ્યારે હસ્તાંતરણ સત્તા નું કરેલું ત્યારે એ બધાં રાજાની સંપત્તિ નો કેટલોક હિસ્સો દામજી બારોબાર ઓળવી ગયાં હતાં પછી તો દામોદર દાસ ડંકાવાળા નો ડંકો પડતો એ વખતે પછી તો જીન કર્યા ઓઇલમીલો ચાલું કરી અને બાપ દિકરા એ સંપત્તિ નો મહાસાગર ખડકી દિધો ..શામજી તો દામોદર કરતાં પણ વધું તકસાધુ અને ધુર્ત જ કહી શકો એની ચાલાકી ને કોઇ એવો માર્ગ નહી વધ્યો હોય સંપત્તિ અર્જીત કરવા માટે...

કેટલાય કૌભાંડ કે કાળા કામ હશે એમની અઢળક સંપત્તિ પાછળ..હવે આખી પેઢી હવે શામજી દામજી તરીકે ઓળખાતી

એ શામજી ની સામે જાળ બીછાવા રાજકોટ લાયન્સ ક્લબ ના ગાર્ડન માં આકાશ શામજી ની પાછળ જ ખુરશી માં પગ લંબાવી વાત કરતો હતો ફોન પર ..

"ના કાકા તમે ત્યાં જામનગર માં ક્યાં જગ્યા લો છો એ ય SDFarm ની જોડે...એ તો મોટી હસ્તીઓ છે એ જમીન પડી જ રહેશે એટલે ત્યાં ડેવલપમેન્ટ થશે જ નહી..અમદાવાદ માં પણ સિંગરવા ભુવાલડી આસપાસ પણ એમની મીલ ની આસપાસ એ ક્યાં એટલું વિકસવા દે છે...જ્યારે પેલો રિંગરોડ પડતો તે પણ થોડો અંદર કરાવ્યો હતો."

શામજી એ સહજ પાછું વળી જોયું ..એની નોંઘ લીધી આકાશે..

આકાશે થોડી વધું ઝોલ નાંખી "અરે! કાકા એ તો મોટી હસ્તી છે કદાચ એમને યાદ પણ નહી હોય વિરપુર રોડ પરની એમની ઓઇલમીલ કે જે રાજકોટ જીઆઇડીસીમાં માં ટ્રાન્સફર કરી પછી ત્યાં એ નાયલોન અને રેઝીન મિક્સ કરી એક આખી પ્રોડક્ટ વિકસાવી પણ પછી એમ ને એમ ધુળ ખાય છે પ્રોજેક્ટ..."

શામજી થી રહેવાયું નહી એ ઉભો થઈ આકાશ નાં ટેબલ પર આવ્યો,

"Excuse me!..Mr...?"

આકાશ કશુંય બોલ્યા વગર જોઇ રહ્યો એનો દાવ સીધો પડી રહ્યો હતો..બરાબર નિશાન પર તીર લાગ્યું હતું..

હું શામજી SD group of companies નો ચેરમેન તમે મારાં વિશે ઘણું જાણો છો, ઇન્ટરેસ્ટીંગ!!... "

આકાશ ઉભો થઇ ગયો ...ઑહ સર તમે ખુદ મારી સામે આ રીતે!! હું વિશ્વાસ નથી કરી શકતો...by the way I am Akash Purohit from Bombay..."

"શામજી એ હુંફ થી હસ્તધૂનન કર્યું અને પુછ્યું તમને ક્યાંથી ખબર કે મારો નાયલોન રેઝીન પ્રોજેક્ટ ધુળ ખાય છે? એ પ્રોજેક્ટ તો ..."

"સાહેબ! ત્યાં અત્યારે બીજી પ્રોડક્ટ ચાલું છે ..એ મને ખબર છેએક્ચ્યુઅલી હું લેવા માંગતો હતો ચલાવવા પણ તમારાં માણસો એ ના પાડી હતી કે અમારા શેઠ બીજાનો ધંધો ખરીદે છે પણ વેચતાં નથી એમનો ધંધો..."

શામજી હસવા લાગ્યો .. "You are intresting person.. આવ આપણે બેસીને વાત કરીએ. "

બંને બેઠાં.લીચી નું શરબત સર્વ થયું અને આકાશે લીચી નું જ્યુસ પીતાં પીતાં જ જાળ પાથરી તો એની સામે ય શામજી કાચો ખેલાડી ન હતો એણે આકાશ નો કયાસ કાઢવા પ્રયાસ કર્યો..

"હાં!તો તું કહેતો હતો કે જામનગર બાજુમાં મારાં ફાર્મ ની આસપાસ તારે કોઇક જગ્યા લેવી છે?"

"ના સાહેબ મેં તો ઉપરથી ના પાડી ત્યાં જગ્યા લેવાની..કારણ તમે તો અનલોક કરવાનાં નહિ તમારી જગ્યા તો પછી અમારે કમાવા નું શું પછી..."

"તો હું અનલોક કરું છું એવી જગ્યા લે રાજકોટ રાપર કે મોરબી રોડ ના આસપાસ.."

"ત્યાં સાહેબ મારું ગજું નહી.."

"પહેલાં તો આ સાહેબનું સંબોધન બંધ કર you can call me SD...ક્યાં પછી શ્યામ ભાઇ જો તને ન ફાવે તો શામજીભાઈ પણ.."

"પણ તમે મારાથી ઉંમર અને ૠતબા માં ક્યાંય મોટા છો...એટલે સાહેબ જ ઠીક રહેશે."

"પણ બને ત્યાં સુધી સંબોધન જ ટાળીશ."કહેતાં આકાશ પોતાનું કાર્ડ આપે છે એક દમ સાદું કાર્ડ આકાશ એસોસિયેટસ્ ના નામે ખાલી ફોન નંબર ને ઇમેલ એડ્રેસ સિવાય કશું જ ન હતું અંદર...શામજી ને એ સ્ટાઇલ ગમી એનાં વિઝીટીંગ કાર્ડ માં રાજકોટ ઓફીસ સિવાય કોઇ ઉલ્લેખ નહતો ...

એણે કાર્ડ આપતાં પહેલાં કહ્યું કે , "આ કાર્ડ હું બહું ઓછાં ને આપું છું એટલે કોઇને આપતાં પહેલાં વિચાર જે અને હા તું જગ્યા કોઇ પણ લે એટલે મને જાણ કરજે તને મળતર અપાવાની જવાબદારી મારી.."

થોડી ઔપચારિક વાત પછી SD રવાના થયો...અને આકાશે કાકાને ફોન કર્યો..." શિકાર આવ્યો છે પણ નીરણ આપવું પડશે."

રોહિત, " હા એ તો મને અંદાજ છે જ આ બહું મોટી ને શાતિર શિકાર છે વ્હેલ છે મોટી વ્હેલ.. એટલે એકદમ સાવધાની થી તે જે બોમ્બે માં બોકડા વધેર્યા હતાં એ અહિં પુરાં થઇ જશે..."

આકાશે કાકા ને વાતચીત અંગે વાત કરી તો સામે રોહિતભાઇએ પણ આકાશ ને સલાહ આપી કે ,બ "ીજી મુલાકાત બહું જલ્દી થાય એ જરુરી છે બને તો અમદાવાદ જીમખાનામાં એ મલશે એક બે દિવસમાં અને એ વખતે પેલો પ્રોજેક્ટ ચલાવવા માંગજે.."

પણ બીજી મુલાકાત એમની ધારણા કરતાં પણ વહેલી થયી બીજાં દિવસે સવારે રેસકોર્સ સર્કલ પર જ્યારે ગૌરી ની કાર ખરાબ થઇ ગઇ હતી અને એસી ની બહાર સવાર નો કુણો તડકો ય જેનાં ચહેરા ને લાલ કરી દેતો હતો એ ગૌરી ...SD ની નાની દિકરી...પુરી રાજકુમારી જાણે ...ઘરે ફોન કરીને ગાડી મંગાવી જ લીધી હતી તો પણ આકાશ ની કારની સામે આવી ઉભી રહિ ગઇ...અને આકાશ દરવાજો ખોલી કાંઈ પુછે એ પહેલાં જ બોલી ," SD house લઇ લ્યો ત્યાં મારાં પપ્પા ની ઑફીસ છે ત્યાં થી હું બીજી કારમાં જતી રહીશ..."

"પણ , મારે તો ..."

"બે કિલોમીટર થાય છે એમાં કાં પણ ને બણ..."

આકાશ હસી પડ્યો...." પણ. નામ સુધ્ધાં ન જાણતો હોય એ છોકરી ને હું બેસાડતો નથી કારમાં.."

"ગૌરી ! SD ની સૌથી નાની દીકરી SD group ની તો ખબર છે ને ?"

"હમમ્! કેટલા ભાઇ બહેન તમે ?"

"મારે એક ભાઇ એક બહેન ..."

"બહું થઇ ગયાં ..."ને ઝટકા સાથે આકાશે કાર મારી મુકી..."

એની રસ્તો જ્યાં ફંટાયો એથી વિરુદ્ધ દિશામાં સંદીપ ભાઇ આકાશની રાહ જોતાં ઉભાં હતાં ...

પણ કદાચ આ વધું જરુરી હતું.ઑફીસ પહોંચતાં જ..ગૌરી ખટાક કરતું બારણું ખોલી રવાના થઈ ગઇ પણ પચ્ચીસેક ડગલાં ચાલ્યા પછી યાદ આવ્યું હોય એમ પાછી વળી..

અને કારનો વિન્ડગ્લાસ ખખડાવ્યો...આકાશે ગ્લાસ નીચે ઉતાર્યો ...

ત્યારે ગૌરી બોલી," Thanks for lift Mr. ..?"

"Akash Purohit ...."

ત્યાં SD નો અવાજ આવ્યો પાછળ થી,

"કાં!ગૌરી શું થ્યું?"

"કાંઇ નહી પપ્પા તમારી ખટારો બગડી ગ્યો તે મારે આમની કારમાં લીફ્ટ લેવી પડી..."

"ઓહ! આકાશ તું ? ....અહિં ક્યાંથી?"

આકાશ કારની બહાર આવ્યો ,"સર! ફરજીયાત લાવવામાં આવ્યો છે મને ..."

ગૌરી સામે હસતા કહ્યું...SD અને આકાશ બંને મુલાકાત ટુંકાવવા માંગતા હતાં...એટલે આકાશે જેવું કહ્યું કે ..સર મારે ઉતાવળ છે એટલે મારે અત્યારે રજા લેવી પડશે તમારી..."

"હા ! સવારે જ જોકે વધું કામ હોય..."

SD માનતો કે 'યોગાનુયોગ વધવા લાગે ત્યારે સાવચેત થઇ જવું .'

એ નાતે એ આકાશ ને વિદાય આપી દિકરીને લઇ ઑફિસમાં ગયો ....

અને આકાશ મારતી ગાડીએ સંદીપભાઇ પાસે....

સંદીપભાઇ એની જ રાહ જોતાં ઉભાં હતાં એક ફાઇલ લઇને....

(ક્રમશઃ...)