શિકાર
પ્રકરણ 7
આકાશ રેલ્વે લાઈનની પેરેલલ એમ્બેસેડર દોડાવતો જતો હતો એને બસ આ બધાં ને ચકમો આપીને નીકરવાનું જ હતું એની પાછળ ત્રણ બાઈક અને એક જીપ હતી, ટ્રેન આવવા માટે ક્રોસિંગ હાલ જ બંધ થઈ રહ્યું હતું એણે અચાનક યુ ટર્ન લીધો ને એ ચારેય નું આંતરતો એમની વચ્ચે થી નીકળી ગયો મારનાર શ્વેતલે મોકલેલા ચારેય વાહન પણ એની પાછળ થયાં પણ એ દરમિયાન આકાશને ટાઈમ મળી ગયો અને નજીકના બીજા ક્રોસિંગ ને વટ્યો ને ક્રોસિંગ પડી ગયું , હાઇવે તરફ મારી મુકી એણે ગાડી ઘણા સમય પછી એણે આ રીતે થ્રીલિંગ એક્સપિરીયન્સ લીધો હતો , ઘણા સમય પછી ...એ હસતાં હસતાં વિચારતો હતો... હા હર્ષવર્ધન વર્મા વાળી મેટર પછી આજ..... ઓહ!! એ જ તો હતાં શ્વેતલભાઇ .... મામા ગુપ્તી એની જાંઘ પર મારી દોડીને ગાડીમાં બેસી ગયાં હતાં જે એણે સ્ટાર્ટ કરીને રાખી હતી ,ફીયાટ એની પહેલી કાર જેને એણે જ અકસ્માત કરી ખંડાલા ના ઢોળાવો માં રગડાવી દીધી હતી.... બસ એ વખતે છેલ્લે એણે પૂરપાટ આ રીતે ગાડી દોડાવી હતી....
*********** ************
સાંજે એણે મામાને ફોન કરી બધી બીના અથ થી ઇતી કહી,
"મામા !આ શ્વેતલભાઇ એ જ છે જેને તમે ગુપ્તી મારી હતી યાદ છે હર્ષવર્ધન..."
આકાશ એને લીધે તો SD લડાઈમાં આવ્યો હતો.. એ પછી મેં એની પાછળ ત્રણ મહિના ફગાવ્યા હતાં અને પછી આ શિકાર હાથમાં લીધો હતો... હવે સાંભળ, પુરો એક મહિનો એને આપણે છંછેડીશું નહીં ત્યાં સુધીમાં હું અાગળ થોડી માહિતી એકઠી કરીશ અને હા, તું પણ એને કે એની દિકરી ને મળવા નો પ્રયત્ન ન જ કરીશ,એમ્બેસેડર સલિમની ગાડીમાં અમદાવાદ મોકલી દેજે..."
એની દિકરી શબ્દ પર જે ભાર મુક્યો એનાથી આકાશ અજાણો ન રહ્યો ....
રોહિતભાઇ એ ઉમેર્યુ, "146000 પાછાં મોકલી આપવાના છે SD ને એટલે એ મને અમદાવાદ મોકલી દે બાકીના તને ખબર છે, ક્યાં મોકલવાના છે.... "
આકાશ ને લાગ્યું કે મામા છે જબરદસ્ત દિમાગ વાળા પણ......
************ ***********
આંગડીયા પેઢીમાંથી ફોન હતો શ્વેતલ પર, "શ્વેતલ ભાઇ,...1,46 ને એક કવર છે પેઢીના નામે "
"મોકલનાર કોણ છે? "
"એ નથી કહ્યું, શેઠ ને વાત કરી લેશે એવું કહ્યું... "
જો કે આ રીતના વ્યવહાર થતાં હતાં પણ એ બધાં વ્યવહાર ની શ્વેતલને ખબર રહેતી અને આવી કોઈ રકમ એનાં ધ્યાને ન ચડી...
એક માણસ મોકલી એણે પૈસા ને કવર મંગાવી લીધું પણ કવર ખોલતા જ એ સીધો પહોંચી ગયો SD પાસે...
બાઈક નુ બીલ હતું ને સાથે બીજા ખર્ચ ગણી 54000નો હિસાફ હતો અને સાથે 146000 રૂપિયા રોકડા......
એક ચિઠ્ઠી પણ જેમાં લખ્યું હતું, નક્કી થયેલી રકમ જ મોકલવી ન એક વધું ન એક ઓછો.....
SD ખડખડાટ હસતાં બોલ્યો , "શ્વેતલ ખંભા ટાઇટ કરી લે આ બહું લાંબુ ચાલશે, અત્યાર સુધીનો સૌથી ખુંખાર ખેલાડી મળ્યો છે.... "
શ્વેતલે ચિઠ્ઠી મુઠ્ઠી માં મસળી નાંખી....
********** **********
આકાશ મામાનનાં સમાચારની કે ફોનની રાહ જોઈ બેઠો હતો.. પંદર દિવસ પહેલા વાત થયી હતી ત્યારથી કોઇ સંપર્ક નહોતો ..
ત્યાં સંદીપભાઈનો ફોન આવ્યો "આકાશ! એક સમાચાર છે તું જ્યુબિલી એ આવજે, મારે મળવું છે..."
આકાશ તરત જ્યુબિલી એ જવા નીકળી ગયો ...
આકાશ સંદીપ ભાઇ ને અધીરાઇ થી પુછ્યું, "કેમ અચાનક અહીં બોલાવ્યો કાંઈ ગંભીર વાત તો નથી ને? "
સંદીપ ભાઇ એ કહ્યું, "હા! ગંભીર અને દુઃખદ નવલખી પાસે એક જીપ ને અકસ્માત થયો છે અને જીપ પાસેની દરીયાઇ ખાડી માં ઉંધી વળી ગઈ છે જે આમ તો માર્ગથી ખાસી અંદર છે કેવી રીતે એ ખબર નથી પડી પણ જીપનો નંબર છે GJ Xx xx 7479...."
"7479????? સ્યોર ????એ તો મામાની ગાડી છે..."
આકાશે સંદીપભાઈ ને ખંભા થી પકડી રીતસર હલબલાવી નાંખ્યા...
"આકાશ! હા એટલે જ તને બોલાવ્યો મેં ....હજુ રોહીતના ન્યુઝ કનફર્મ નથી લાશ ના સગડ નથી કે બીજાં ય કોઈ સગડ નથી..."
આકાશ ફસડાઈ પડ્યો ત્યાં જ કારણ રોહિત એના મામા જ નહી મા બાપ દાદા નાના બધું હતાં આકાશ કેન્દ્ર હતો તો રોહિત એનું વર્તુળ......
આકાશ સંદીપ ભાઇ જોડે નવલખી ના માર્ગે રવાના થઇ ગયો... હજુ બે મહિના પહેલાં જ મામા એ કહ્યું હતું કે, " બસ! હવે એક બે મોટા શિકાર કરી લેવા છે પછી શાંતિ થી જીવવું છે તને સેટ કરીને.."
આકાશ ભીની તગતગતી આંખે 120-140 એ ભગાવતો હતો... આમ તો બે ય મામા ભાણા એ આ ખેલ ના લીધે ઘણાં રૂપિયા મિલકત ભેગી કરી લીધી હતી.... સંદીપ ભાઇ એનાં ખભે હાથ દબાવી સ્પીડ કંટ્રોલ કરવા કહ્યું....
સ્થળ પર સ્થાનિક પોલીસ હાજર હતી આમ તો સંદીપભાઈ ને બધાં ઓળખતાં હતાંહવાલદારરે આવીને એક કોટ બતાવ્યો ક્રીમ કલરનો કોણીએ લેધરનાં રાઉન્ડ વાળું ને ચાંદીના બટન......
આકાશ કોટ જોઈ બાળકની જેમ ધ્રુસકે ધ્રુસકે રોઈ પડ્યો.....
PSI સંદીપભાઈ ને બધી માહિતી આપતાં હતાં," સાહેબ ,આમ તો અહીં કોઈ અવરજવર જ નથી હોતી આ જીપ અહીં શું કરવાં આવી હશે એ પ્રશ્ન છે અમે આગળ પણ જોવડાવી લીધું બીજા કોઈ વાહન નાં ટ્રેક કે અન્ય કોઈ ચિન્હ ય નથી એટલે કોઈ ટકરાઈને જતું રહ્યું હોય એ ય શક્યતા નથી આમ પણ આગળ પ્રાઈવેટ જેટ્ટી છે અને આગળ આ તરફ માણેકભુવન સિવાય કાંઈ છે ય નહી ને ઘણી ખરી જગ્યા એ માણેકભુવન વાળા શેઠની જ છે, વળી કોઈ લાશનો પત્તો..... "
આકાશ લાશ સાંભળી એક દમ ઉઠે છે ને PSI નો કોલર પકડી લે છે..... પણ, સંદીપ ભાઇ એને ખેંચે છે....
"ના ! મામા જીવે છે એ આમ મરી શકે એવા માણસ નથી ..."એ બુમો પાડતો હતો... સંદીપ ભાઇ એને ઠંડો પાડતાં હતાં "હા! રોહિત સલામત જ હશે પણ આમને શું કામ...? "
આકાશ,"ઓહ! સોરી સાહેબ .."બોલી કોલર છોડી દે છે .સંદીપ ભાઇ સાથે ના હોત તો PSI નો રૂખ અલગ જ હોત.. પણ એમના લીધે અને પરિસ્થિતિ ના કારણે પણ એમણે સંયમ જાળવ્યો પંચનામું કરી બેય ની સહી લિધી અને ભાર પૂર્વક કહ્યું, " સાહેબ મુદામાલ તમને છ માસ પછી જ મળશે અથવા એ ભાઈ કે પછી એમનું બોડી મળે તો થોડું વહેલું .... પોલીસ એ માટે પ્રયત્નશીલ રહેશે તમને પણ કોઈ પણ માહિતી મળે તો અમને જાણ કરજો...
PSI કોન્સ્ટેબલોને સુચના આપી રવાના થયા... સંદીપ ભાઇ પણ આકાશને લઇને ત્યાંથી નીકળ્યા...
આકાશ ના મગજમાં એક શબ્દ ઘુમરાતો જતો હતો એ હતો "માણેકભુવન! "
એણે સંદીપભાઈ સમક્ષ માણેકભુવન જોવાની ઈચ્છા પ્રગટ કરી પણ સંદીપભાઈ એ અત્યારે એ ઉચિત સમય નથી એમ કહી વાત વાળી લિધી...
આકાશ તો જાણે શૂન્યમય થયી ગયો હતો એ અત્યાર સુધી એટલું જ જીવ્યો હતો જેટલું રોહિતભાઇ એ કહ્યું હતું હાથ સ્ટિયરીંગ વ્હિલ પર હતાં પણ એનું જાણે કોઈ વજુદ જ ન હતું....
સંદીપભાઈ ને ઘરથી થોડે દૂર ઉતારી આવ્યો....
અત્યાર સુધી રોકી રાખેલો બધો ઉભરો પથારી પર પડતાં જ નીકળી ગયો....... મામા સિવાય કોઈ શબ્દ નહોતા હીબકાં વચ્ચે
એને સ્વસ્થ થતાં લગભગ એક સપ્તાહ જેટલો સમય ગયો ત્યાં સુધી એ બહાર પણ ભાગ્યે જ નીકળતો ભુખ વિવશ કરે ત્યારે જ... જો કે પ્રશ્ન એ ય હતો જ કે બહાર જઈને એ કરે ય શું???????
********* **********
શ્વેતલ લગભગ મહિના ઉપર વિત્યો છે સાલું કોઇ ખબર જ નથી પેલા........ આર આર અમીનના....
"એ ખાલી હવા જ હશે એની કેપેસિટી બે પાંચ લાખ ની જ હશે .."
"શ્વેતલ ! એણે પ્રૂફ ન મોકલી ખાલી એટલું જ કહ્યું હોત કે એ આટલું ય જાણે છે તો ય હું દસ લાખ ઘા કરી દેત ...મને કેમ ઉંડે ઉંડે ય એમ લાગે છે કે નક્કી એ ભુતાવળ ફરી જાગશે આટલામાં પૂરૂ થાય તો નહિ "
*********** ************
એના ચાર દિવસ પછી આકાશ માણેકભુવન જવા રવાના થયો એકલો જ કોઇને જાણ કર્યા વગર જ...
(ક્રમશઃ...)