Shikaar The Hunt - 4 books and stories free download online pdf in Gujarati

શિકાર - The hunt - 4

શિકાર પ્રકરણ 4

શ્વેતલ રાજકોટ સદરબજારની રમેશ અંબાલાલ ની ઓફીસે આંટાફેરા મારતો હતો...એને પેલાં કોલ પ્રમાણે 200000 રૂપિયા એણે આપેલા નંબર પર નંખાવી દિધાં હતાં...આમ તો એ જામનગર સંદિપભાઇના ઘરેથી જ એ કરાવી શકતો હતો પણ એ જોવા માંગતો હતો કે કોણ એ રકમ લેવા આવશે.. બીજું કે એ કોલ ખાલી આવતો જ એ સિવાય. તો એ ફોન બંધ જ આવતો...શ્વેતલ ની અધીરતા વધી ગઇ ...અને અઃ અંદર પાછો જઇ સુચના આપવા જતો હતો કે મને જાણ કર્યા સિવાય આ રકમ ચુકવતા નહી હું બહાર જ ઉભો રહીશ...

પણ ત્યાં તો સામેની પાર્ટી નો જ કોલ આવ્યો...

"જય દ્વારકાધીશ શ્વેતલ ભાઇ!"

"હા જય દ્વારકાધીશ! રકમ નંખાઇ ગઇ છે હવે પાર્સલ???"

"પાર્સલ અડધો ક્લાક માં અપાવી દઉં પણ પહેલા એક કામ કરો આંગડીયા વાળા ભાઇ ને સુચના આપો કે અમદાવાદ માણેકચોક માં આ રકમ મોકલાવી દે..આ જ નંબર વાળા ભાઇ ત્યાં થી લઇ જશે..."

શ્વેતલ ના મોઢા સુધી ગાળ આવી ગઇ.... પણ એ ચુપચાપ અંદર જઇ કહ્યું એ પ્રમાણે કર્યું એ પણ ચાલું ફોન રાખીને..એટલે તુરત જ ફોન પર બીજી સુચના મળી...

"સાહેબ તમારું પાર્સલ કાલે જ ગોંડલ થી નાંખી દિધું છે..લઇ આવો અંજની કુરીયર માંથી...બાજુ માં જ છે ઑફિસ એની..."

શ્વેતલ ને કાપો તો લોહી ન નીકળે એવી હાલત થઇ ગઇ ..આવ સાવ અબુધ ઠરશે પોતે એવી કોઇ એમણે ગણતરી જ નહોતી મુકી...કેટલો શાતિર હોય SDનાં લમણે હથિયાર મુકવા વાળો .. એનો પરીચય થઇ ગઇ..ફોન ચાલું જ હતો...સામે થી ,

"જયશ્રી કૃષ્ણ!!" કહીને ફોન મુકાઇ ગયો પછી ય ઘણો સમય બીપ બીપ વાગતું રહ્યું...

શ્વેતલ "જયશ્રી કૃષ્ણ! "એમ બબડી બાજુમાં એકાદ બીલ્ડીંગ પછી આવેલ અંજની કુરીયર માં ગયો ને પાર્સલ છોડાવ્યું ...

પાર્સલ લઇ તાબડતોબ ઑફિસમાં પહોંચ્યો...SD ની સામે જ પાર્સલ ખોલ્યું પાર્સલ જોઇ બંને ની આંખો પહોળી થઇ ગઇ ખાલી બે જ વસ્તુ હતી એક ડાયરી નો ખુણો જે કલાત્મક રીતે પીત્તળથી મઢેલો હતો અને એક કાગળ જેમાં 23. દાગીના ને સગેવગે કરવાનો હિસાબ હતો....

SD ઉભો જ થઇ ગયો ફુલ એસી માં પરસેવો વળી આવ્યો એને ...આ....અકલ્પનીય હતું ચાલીસ વર્ષ પહેલાં ની એટલેકે 65થી 70 વચ્ચેની આ વાત હતી... અને એ ચાલીસ વર્ષ પછી એ ભુતાવળ ફરી થી જાગી ઉઠી હતી શ્વેતલ એક પળ માટે એવું વિચારતો હતો કે સાવ ખોટાં જ આપી દિધાં બે લાખ આના માટે પણ...SD ની હાલત જોઇ એ અચંબિત થઇ ગયો...ભય પણ પામ્યો....

એણે સહજ પાણી નો ગ્લાસ ભરી SDને આપ્યો પણ, હકિકત એ પણ હતી કે તરસ્યપોતે પણ થયો જ હતો ..SD શુન્યમનસ્ક પાર્સલ ને તાકી રહ્યો..તો શ્વેતલ પોતે જ એ ગ્લાસ પી ગયો જે એણે SD ને ધરેલો હતો...

શ્વેતલ થોડો સ્વસ્થ થયો ને પુછ્યું,"આ બધું છે શું ?અને આની આટલી બધી કિંમત?"

"શ્વેતલ! આની હજું ઘણી કિંમત વસુલ કરશે બે લાખ નહી આ એણે હજી શરુઆત કરી છે...એક ભુતાવળ ઉઠાવી છે એ નાલાયકે !!!!"

"પણ આ ..."

"આ દાગીના એટલે 23લાશ ની વાત છે શ્વેતલ તને ખબર નથી પુરી એ વાત ની ...આમ તો હું કે બાપા એટલે કે દામજી માણેક એમાં સીધી રીતે સંડોવાયેલા ન હતાં પણ એ ગોઝારી રાતે અમે બે જ બચેલા હતાં ...કોઈને ગંધ સુધ્ધાં ન હતી પણ....."

શ્વેતલ ફાટી આંખે SDની સામે જોઇ રહ્યો અત્યાર સુધી એ એવું માનતો કે , એ બધુંજ જાણે SDબાબતે પગથી માથાના વાળ સુધી ..આ પ્રકરણ નો પણ એને ખ્યાલ તો હતો જ કે SD જોડે આટલી બધી સંપત્તિ આવવાની શરુઆત આ ઘટના પછી થી થઇ હતી..

SD સ્વસ્થ થયો પરસેવો લુછી બધુંજ પહેલાં મુકી દેવાનું કહ્યું...અને શ્વેતલ ને કહ્યું ,"સાંભળ! આપણે હજી એ નથી જાણતા કે એ કેટલું જાણે છે અથવા એ કઇ હદ સુધી જઇ શકે છે...એટલે અત્યારે શાણપણ એ જ રહેશે કે એની બધી વાત માની લેવી બે ત્રણ લાખ નહી દશ લાખ માંગે તો પણ આપી દેજે કોઇ પણ સવાલ કર્યા વગર...અને તું સાંજે ક્લબ પર મળ હું તને આખી વાત કહીશ જેથી આગળ આપણે શું કરવું તેની ચર્ચા સાથે કરી શકીએ...

SD એ શ્વેતલ નાં ખભે હાથ મુકીને કહ્યું,"બહાર વ્યવહાર એકદમ નોર્મલ રાખજે ..આપણે જોઇ લઇશું એને તો....! ભરી પીશું..."

SD એકદમ સ્વસ્થ થયાં બંને માટે કોફી મંગાવી..

કોફી પી ને એને ઓઇલ મીલર્સ એસોસિયેશનની મીટીંગ માટે જવા રવાના થયાં...આ બાજુ શ્વેતલ ફરી થી ખાનું ખોલી એ કાગળ પર નજર કરી ...23દાગીના ....

***

ઓઇલ મીલર્સ એસોસિયેશનની મીટીંગ માં મુખ્ય સાર હતો ભાવ ના કાર્ટેલીંગ અંગે ..બધાં ઓઈલમીલરો ચુંટણી ફંડને આગળ કરી પંદરસોરુપીયે ડબે સુધી લઇ જવાની વાત કરતાં હતાં અત્યાર સુધી નો એ સૌથી વધું ભાવ હતો..જો કે SD ને અત્યારે એમાં રસ પણ ન હતો ..આમ તો તેલનાં ભાવ એ કહેતાં એ જ પડતો પણ અત્યારે તો એ બધાં કહેતાં એમાં સુર જ પુરાવતો હતો.. હા એણે એક વાત પકડી રાખી કે; " ક્વોલીટી બાબતે સૌ સૌ પોત પોતાની રીતે સ્વતંત્ર રહેશે હું મારી બ્રાન્ડ ને મારાં નામ માં કોઇ પણ બાંધછોડ નહી કરું ...હા ભાવ માં તમારી સાથે રહીશ હું..."

મીટીંગ પતાવી ક્લબ જતાં પહેલાં એને ઘેર પણ જવુ જરુરી હતું ..આજે ગૌરી નો જન્મદિવસ હતો અને ખાસ હુક્મ હતો લાડલી નો કે, " ચાર વાગે તેને તેની સામે હાજર રહેવાનું ...નહી તો હું મમ્મી ને ફોન કરીને કહીશ કે પપ્પા મારું ધ્યાન નથી રાખતાં એટલે તું આવી જા દિદી ને મુકીને... ..."

એટલે જ ગૌરી ની સામે હાજર થઇ ગયાં એનાં પપ્પા...કારણ એ સમયે એની બહેન સંધ્યા એને વીશ કરવાની હતી. ઘણાં સમયે આખાં કુટુંબે સાથે વાત કરી હશે ..SD એ સંદિપભાઇ ને ત્યાં જઇ આવ્યા એ વાત કરી ... પિતા ને એની એનું સાસરું પસંદ આવ્યું એ સાંભળી સંધ્યા ખુશ થઇ ગઇ...

SDએ એનાં પર આવેલી મુસિબત કે પછી પ્રશ્ન ભીતર દબાવી વાત કરતો હતો એકદમ સ્વસ્થ થઇ ને

SD એ ગૌરી ને ફોન બાદ પુછ્યું ," બેટા! બોલ હવે પાર્ટી નું કેમ નું છે? કહેતી હોય તો શ્વેતલ ને ફોન કરી......" ગૌરી એ વચ્ચે જ પિતા ને રોક્યા ...

"ના પપ્પા! એવી કોઇ ગ્રાન્ડ પાર્ટી નથી કરવી બસ કેટલાંક મિત્રો મારાં તમારા અનેક કેટલાંક સગાં આપણાં ફાર્મહાઉસ પર ભેગા થઇને પાર્ટી કરીશું...મેં મારું તમારું લીસ્ટ આમ તો તૈયાર કર્યું છે બસ એક આકાશ માટે પુછવું હતું આ નંબર છે એનો યોગ્ય લાગે તો..."

SD ને આકાશ યાદ આવ્યો એને સહસા નંબર જોયો પણ નંબર જોતાં જ એનાં મગજ માં બીજો નંબર સ્ટ્રાઇક થયો તેજસ નો નંબર ....ખાલી પાછલા બે નંબર નો જ ફરક હતો ....એ જોગાનુજોગ જ કે પછી...

SDએ તુરત જ કહી દિધું, " હા! બોલાવી લે એને પણ તું ફોન ન કરતી ઑફિસમાં થી કોઇને આમંત્રણ આપવાનું કહેજે હું નથી ઇચ્છતો કે, તારો કે ઘરનો નંબર આમ સ્પ્રેડ થાય એટલીસ્ટ એક બે વાર જ મલ્યો છું હું પણ...."

"સારું પપ્પા!" દિકરી એ આ કહ્યું પણ SD બધાં જ ઘટનાક્રમ ને એકબીજા સાથે જોડતો હતો...પાછલા દિવસો ની ....ઘટેલી વાતોને...

"ખરેખર એ કેટલું જાણતો હશે... સાલ્લો! પણ એ વખતે તો કોઇ હાજર જ નહતું તો આ કોણ હશે એમનો કોઈકનો વારસ? જામ સાહેબ નાં ને ગોંડલ બાપુના ભાયાતો મારાં સીધાં પરિચય માં છે તો એમાં નાં તો કોઇ હોવાની શક્યતા જ નથી... અને આમેય એકેય રાજ પરિવાર ને આમાં કોઇ લેવા દેવા જ નહોતી આ ઘટના સાથે આ વાત તો એમનાં ગરાસદારો ની હતી જેમાંથી કેટલાંક એમનાં પરિવાર સાથે કોઇ ના કોઇ સગપણ થી જોડાયેલા જરુર હતાં .. હા ..કેટલાંક સરકારી સંસાધનો નો મેં ઉપયોગ કર્યો હતો પણ કોઇ સંકળાયું જ નહોતું તો જાણતું તો ક્યાંથી હોય?? ત રહ્યા બીજાં સોળ કુટુંબ.....જે હોય એ પણ એનેય પુરી કદાચ નહી ખબર હોય......નહી તો એકજ વસ્તુ મોકલે ....ક્યાં પછી કોઇ અણઘડ હશે..."

"પપ્પા!!! " ગૌરીએ રીતસરનો હલબલાવી નાંખ્યો ત્યારે વર્તમાન માં આવ્યા SD....

"શું થયું ?તમે કયાં વિચારોમાં ખોવાઇ ગયાં..."

ઓહ કાંઇ નહી!!! બસ એ જ કે દિકરીઓને મોટા થતાં ક્યાં વાર લાગે છે ...જે દિકરી ને ખભે બેસાડી ફરતા આજે એને એનાં જીવનનાં વળાંકો પસંદ કરી લીધાં કાલે ઉઠીને......તું પણ આમ જ!!"

ગૌરી પિતાને ભેટી પડી, "પપ્પા!!!.... હું ક્યાંય નહી જઉં હું મારાં પપ્પા ની રાજકુમારી છું."

દિકરી ને ખભે હાથ ફેરવી કેટલીક ક્ષણ એમ જ વિતી પછી.. SD રાવના થયો clubમાં જવા માટે...

.....હા ! SD આમ તો સાચો જ હતો રોહિત ભાઇ ને કોઇ જ વધું ખબર નહોતી એ ઘટના માટે આ તો એમણે જસ્ટ અંધારામાં જ તિર ચલાવ્યું હતું...અને એની કિંમત પણ મળી જ હતી ..રોહિત ને કોઇ જ ખબર ન હતી કે આ કોઇ ડાયરી નો ખુણો હશે એને તો બસ એક કવર મળ્યું હતું માણેક ભુવન ના સરનામા નું જેની અંદર આ પત્ર હતો.... પણ એમને એટલો તો અંદાજ હતો કે આ કોઇ અતિ મહત્વની ઘટના બાજુ ઇશારો કરતું હતું એમણે 35વર્ષ અગાઉ ના કાગળો , દસ્તાવેજો, છાપાં ફેંદવા મંડ્યા... એ ગોંડલ ટ્રેઝરી માં હતાં અને વાંચન એમનો પહેલેથી શોખ.. એટલે એમનાં ફાંફાં ફોળા પહેલેથી ચાલું જ રહેતા... તે છેક બે વર્ષે એમને ખબર પડી કે માણેક ભુવન SD નું છે પછી તો બસ એ મચી પડ્યાએ તહેકીકાત કરવા ... અને એમને બીજું પણ ઘણું મલ્યુ પણ ખરાં...તો ય જો કે એ સ્પષ્ટ ન હતું કે આ બાબતે એમને શું સંબંધ????

એટલે પછી એમણે દાવ ખેલી નાંખ્યો ... હવે તીર SD ના નીશાન પર મારી ચુક્યા હતાં એ હવે ફક્ત અસર જોવાની જ બાકી હતી...એનાં માટે એ પુરતો ટાઈમ લેવા માંગતા હતાં સૌથી પહેલાં એમણે એ. સીમ કાર્ડ બદલવાની તજવીજ કરી...ભારતમાં હજી ઇનકમીંગ ફ્રી હમણાં જ થયાં હતાં.પણ ડમી સીમ મળવા એટલાં મુશ્કેલ ન હતાં... એ એકાદ અઠવાડિયા ની રાહ જોવા માંગતા હતાં નવો દાવ નાંખવા માટે ....શિકાર આમતો આવી ચુક્યો હતો પાસે જ પણ એ જોખમ લેવા નહોતા માંગતા..

***

SD પહોંચ્યો ત્યારે શ્વેતલ બેસેલો જ હતો એક અલાયદા હોલમાં ..આ હોલ આમ તો ખાસ મહેમાનો માટે જ હતો...એટલે અહિં અવરજવર બિલકુલ નહતી અને SD તો ગમેત્યારે એનો ઉપયોગ કરી શકતો હતો..

SD બેઠો વેલકમ ડ્રિન્ક આવ્યું ત્યારે શ્વેતલે વેઇટર ને પોતે ન બોલાવે ત્યાં સુધી કોઈ હવે ન આવે તેની તાકીદ કરી...

SDએ પોતાનાં ભિતર ધરબેલી એ ઘટના શ્વેતલ ને બતાવવાની શરૂઆત કરી.....

(ક્રમશઃ ......)

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED