Shikaar - 9 books and stories free download online pdf in Gujarati

શિકાર પ્રકરણ - 9


                               શિકાર 
પ્રકરણ  9
મનહર શેઠનો ફોન  આવ્યો  શ્વેતલ  પર, "હેલો! શ્વેતલભાઇ  માધવ વેણીદાસ  નું કહી દીધું  છે મેં ..."
"હા! તો પછી શું વાત થઇ ?"
"કોઈક અજબ રીતે  જ એ બોલ્યા,  મને  અંદાજ  હતો  જ કે તમે  SD ને  ઈન્વોલવ  કરશો  જ, પણ કશો  વાંધો  નહી  હું તમને  ફરી  કોલ કરીશ ત્રણ દિવસ  પછી... "
શ્વેતલ  ને મનમાં  ગેડ બેસવા  લાગી કે નક્કી  આ એજ હશે  અથવા  એનો  જ માણસ હશે.... એણે વાત  દબાવી  મનહર  શેઠ  ને કહ્યું  , "ચિંતા છોડો બધું હું જોઇ લઇશ.."
" ના રે ચિંતા  શેની.... પાછળ  ઇલેક્શન  ન હોત તો  હું  એને  એવો  ભરાવી  દેત કે..... "
"મનહર શેઠ! પૈસા  જાય તો જવા  દેજો  પણ.... "
"સારૂં ,શ્વેતલભાઇ!  પછી વાત  કરૂં હું..." કહી વાત ટુંકાવી દીધી...
શ્વેતલ  વિચારતો  બેસી રહ્યો  કે સાલું ચારે તરફથી  ભીંસમાં  લેવા  વાળું કોણ હશે?  માણેકભુવન...  હા માણેકભુવન  તરફ માણસ બેસાડવો  પડશે  વધારાનો  બધી  હલચલ  પર નજર રાખે  એવો.... 
                          ***************    ******************
આકાશ  આવીને અઠવાડિયું  મથ્યો  પણ ગૌરીને  મળવાનો  મેળ  નહોતો  બેસતો,  આમ તો, એ સીધો   ઘરે જઈ  શકતો  હતો  પણ એને  સામેથી મળવા  આવ્યો  એવું  લાગવા  નહોતું  દેવું. એને  એ રીતે  જ મળવું  હતું કે  મુલાકાત  અચાનક  ને સ્વાભાવિક  લાગે... 
પણ  અઠવાડીયું વીતે  ય કોઈ  રસ્તો  ન દેખાતાં એણે  SD ની ઓફીસમાં  જવાનું નક્કી  કર્યું ....આમ તો  એ થોડું જોખમી  લાગ્યું કારણ કે   માણેકભુવન  તરફ એ ગયો  હતો એવાં  સગડ પહોંચી  ગયાં  હતાં  હા પણ  સંદીપભાઈ  ની  અગમચેતી  ના  કારણે પંચનામા માં એનું નામ  અનિલ લગાવ્યું હતું  એટલે  હજી કોઇ ક્લુ તો નહિ  જ મળ્યો  હોય  છતાં  ય તપાસ  તો  કરવી  જ રહી.... 
SD ની ઓફીસ માં ય પહેલો  સામનો  શ્વેતલ  જોડે  જ થયો.... 
"શ્વેતલભાઇ ! કેમ  છો.. ?"આકાશ ગમે તેની  સામે  આમ બિંદાસ્ત  જઈ શકતો. 
"અરે! આવ ને  ભાઇ....  આકાશ! "
શ્વેતલ  પણ પરાણે  નામ  યાદ  કર્યું  હોય  એમ બોલ્યો... 
"ફોન  કરીને  આવવું  હતું  ને ,અમદાવાદ  જવા  નીકળીએ છીએ  અમે... "
કાંઈક  તો એવું  હતું  કે જેથી  શ્વેતલ  ને  આકાશ તો  આકાશ ને  શ્વેતલ  ખટકતો  ...
"અરે  !ફોન  કરીને  જ આવવું  હતું  પણ...મારી  જોડે  ખાલી શેઠનો  નંબર  જ હતો અોફિસનો નંબર ક્યાંક  આડે  હાથ  રહી  ગયો  હતો  અને   SD નામ એટલું  મોટું  કે  ડાયરેક્ટ વાત કરવું યોગ્ય  ન લાગ્યું  હજુ માંડ  બે ત્રણ  વાર તો મળ્યા  હોઈશું... "
શ્વેતલ  ને કારણ આમ તો  યોગ્ય  જ લાગ્યું રિસેપ્શન માં કહ્યું ," આમને  પંદર વિસ મિનીટનું  કામ હોય  તો  અંદર   વાત  કરી મોકલી  આપો... "
ટુંકમાં  દશેક  મિનિટ  માં  મુલાકાત  આટોપવી  પડશે  એવી આકાશને  ખબર  પડી ગઈ ...
અંદર  પહોંચતા  જ  SD એ આવકાર્યો,  "આવ  આકાશ આવ, ક્યાં  ખોવાઈ  ગયો  હતો  ભાઈ??"
"ક્યાંય  નહીં  આમ તો  પણ... "
"જો  આકાશ તારો  ખચકાટ  દૂર કરી દે....બોલ બોલ  શું  આવવું  થયું? "
આકાશને  ય ખ્યાલ  તો આવી  જ ગયો  કે કોઈ અગત્યનાં  કામે  જ જવાનું હશે  એટલે  સીધી મુદ્દાની વાત  કરવી  પડશે.
આકાશે શબ્દો  ગોઠવાતાં  કહ્યું  ,"આપણે વાત થઈ  હતી  રેઝીન પ્લાન્ટ  માટે પણ હવે  એ પ્લાન્ટ  તો છોડો  એ જગ્યા જ ઘોંચમાં પડી  છે અને વારસો  ના વિવાદ માં અટવાઈ છે  તેમાં   કાંઇ  થઈ  શકે  તેમ  હોય  તો જોજો  ને!!!"
જમીનો  ના સોદા કરોડપતિઓનો  શોખના  વિષયોમાં  ઉમેરાઈ ચુકેલો છે એ  બહું  સામાન્ય  વાત  છે આમ તો,  આકાશે  દાણો  દાબ્યો  પણ જોકે  SD ને કાંઇ  જાજો  ફરક  પડ્યો  હોય  એમ ન લાગ્યું  ,
એ તું બે દિવસ  પછી  શ્વેતલ  જોડે  વાત  કરી  લેજે  ને  આપણે  તને  સુપેરે  બહાર  કાઢી  દઈશું અથવા  એમાં થોડી વધઘટ જોઇ બીજે  ક્યાંય થી તને  તારી રકમ વળતર સાથે મળી જાય  એવું  ગોઠવીશું  ...
ત્યાં  જ પાછળ  થી અવાજ આવ્યો, "માધવ વેણીદાસ  માં  પાંચ લાખ  માંગ્યા  છે સાલાએ... "
શ્વેતલ  ઘડીક  તો ભુલી  ગયો  હતો કે  આકાશને  એણે  જ અહીં  મોકલ્યો  હતો  બહાર  રિસેપ્શન  થી..... 
આકાશને  જોઇ સહેજ  ઓછપાયો.... 
SD આકાશનને પછી શ્વેતલ  સામે  જોઈ  બોલ્યો ,"શ્વેતલ  આ આકાશની  જમીન ની મેટર જોઈ લેજે  ને પરમ દિવસે  અને  એને  લાલપુર વાળી સાઇટ બતાવજે  એ કદાચ  વધું  અનુકૂળ  રહેશે  એને..... "
 આકાશને  ખ્યાલ આવી ગયો  કે,  મહત્વની જાણવા  જેવી કોઈ વાત શ્વેતલભાઇ  ગળી  ગયાં.... 
"સારૂં પરમ દિવસે  મળી લઇએ  આપણે...  અત્યારે  તમારે નિકળવું હશે  કદાચ..... "
 SD એ વાત  જોડી  ,"હા !જવું  તો છે જ જમીન  ની જ મેટર છે એક .... "
આકાશ તરત ઉભો  થયો  ને કહ્યું   શ્વેતલભાઇ ને કહ્યું, "પરમ  દિવસે મલીએ... "
એ બારણે  હતો  ત્યાં  જ વાતચીત  સાંભળી  ,શ્વેતલ આમ કેમ?  ઉતાવળ  સહેજ  પણ નથી  કરવી આપણે એ  માટે...  ભલે  હજી વધું  રૂપિયા  માંગતો... "
આકાશ ત્યાંથી  નીકળી ગયો  બધી  કડીયો  જોડતો  પણ એને  અફસોસ  બીજો  હતો  ,ગૌરીની  કોઈ  વાત  ન નીકળી  કે ન કરી શક્યો એનો  અફસોસ  હતો તો ,  માધવ વેણીદાસ  નામે  એનું ધ્યાન  ખેંચ્યું  હતું... એણે  કુતુહલતા  પરાણે  દાબી  હતી.
                *****************     ****************
હા,  એ યોગ્ય  જ કર્યું હતું  કારણ, શ્વેતલભાઇ ને  એની હાજરી  અજુગતી  લાગતી  જ હતી, એમણે  આકાશના હાવભાવ  નોંધ્યા  જ  બોલી ગયાં  પછી  પણ  જો કે,  ખાસ અસ્વાભાવિક  ન લાગ્યું  એમને એક સહજ જિજ્ઞાસા  સિવાય.... 
હા તો વાત  એવી હતી કે,  પાંચ  લાખ  માધવ વેણીદાસ ની સુરત  બ્રાંચમાં મોકલવાનો  મેસેજ  મળ્યો  હતો  પણ અહીં  પણ શ્વેતલ હાથ ઘસતો જ રહેવાનો  હતો  કારણ ક્રોસ એન્ટ્રી  રમેશ અંબાલાલ માં આપવાની  હતી મુંબઈ બ્રાંચમાં ....
  SD ને  જાણ  કરી  એણે  મુંબઈ  સુધી  માણસો  તો ગોઠવ્યા  જ હતાં  પણ  એને  ખબર  તો  હતી  જ એમ આ જણ  ઘા  એ નહીં  જ ચડે... 
શ્વેતલ  અને  SD  અમદાવાદ  જતાં  હતાં  હાઇવે  ચડતાં  જ ગેર બદલી શ્વેતલે  કહ્યું  ,"મને લાગે  છે  કે  આ છોકરા  પર નજર  રાખવી  જોઇએ. "
રાજકોટ  બહાર અમૂક કામે જવાનું  હોય  કે  પછી  SD ને ડ્રાઇવ  કરવાની  ઇચ્છા  થાય  ત્યારે  એ બંને ચેરી કલરની મર્સીડીઝ  લઇ નીકળતાં  એ પણ  ડ્રાઈવર  વગર આમ તો  મોટા  ભાગે  શ્વેતલ  જ ડ્રાઈવર  રહેતો  પણ  ક્યારેક  SD ડ્રાઈવ  કરતાં  પણ એ બે હોય ત્યારે  જ....  જોકે  શ્વેતલ  એને  રાજકોટ માં  ડ્રાઈવ કરવા  ન જ દેતો ત્યારે  પણ એણે ના જ પાડી હતી પણ SD બેઠા  તો  આગળની  સીટ પર જ... 
શ્વેતલ  ની સામે  જોઈ  પુછ્યું , "કોણ? આકાશ? "
શ્વેતલે હકારો  ભણ્યો.... 
પછી  થોડા  સમય  પછી બોલ્યો  ,"કોઈ  ગટ્સ  મને  એવું  પ્રેરતી  રહે  છે કે   આને  નજર અંદાજ  ન કરવો જોઈએ... "
તને  એવું લાગતું  હોય  તો  મુકી  દે આની  પાછળ  કોઈ  ને... "
"શ્વેતલ ! તારી  ગેટ્સ પર મને  માન રહ્યું  છે પણ...   આ ઘટનાક્રમ  મને કોઈ  અલગ એંધાણ  આપે છે... "
શ્વેતલ  પ્રશ્નાર્થ  નજરે  જોઈ રહ્યો... 
"બે વાત સ્પષ્ટ  છે,  અંક એને  પુરી ખબર નથી ને બીજું ખાલી  પૈસા  એનો  મકસદ  નથી જોઈએ એ ક્યાં  અટકે  છે? પણ આ છોકરા પાછળ  પડી  કાંઈ  હાથ નહીં  આવે  એ સામેલ હોય  તોય...  જોકે  એની પાછળ  નજર તો  રખાય જ... " 
આકાશમાં  SD  પોતાનુ પ્રતિબિંબ  જોતો  એટલે  નજર રાખવા ની વાત  પર સંમત  તો હતો  જ... 
(ક્રમશઃ...) 

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED