Shikaar - 42 books and stories free download online pdf in Gujarati

શિકાર - પ્રકરણ ૪૨

શિકાર
પ્રકરણ ૪૨
રાજેશ દિવાનને શોધતો શોધતો સેમ એમની ઓફીસ સુધી પહોંચ્યો હતો, અને પહેલી વાર હા જીવનમાં પહેલી વાર રાજેશ દિવાન ઉર્ફે રોહિત અમીનને ધોળે દિવસે તારા દેખાઇ ગયાં હતાં ..... એ ઈગ્નોર કરવા જ માંગતા હતાં પહેલાં તો.....
"હેલ્લો! સર , હું સેમ આકાશ નો મિત્ર ..."
"આકાશનો મિત્ર તો ...?મારી પાસે આવવાનું કારણ..? "
"કારણ તો ઘણાં છે... જેમ કે... આ"
"અને એણે એક આરસી બુકની ઝેરોક્ષ સરકાવી દીધી ..."
એ જ કારની આરસી બુક હતી જેમાંથી આકાશને પોતાના હાથથી ધક્કો માર્યો હતો ચાકુથી ઘસરકા કર્યા હતાં એ કાર વાપરતો આકાશ હતો,પણ રોહિત અમીનને નામે હતી..... આરસી બુકની નકલ સામે જોયું પણ નહીં ... આટલી સિમ્પલ વાત જે આ યુવાને નોંધી હતી આવી ભુલ શ્વેતલ કે SD ના ધ્યાને કેમ નહી આવી હોય જો કે , એથી કાંઇ સાબિત નહોતું જ થવાનું એટલે એ બે નો તો પ્રશ્ન નહોતો પણ પોતે આ વાત કેમ ધ્યાન બહાર રાખી .??? છતાં મોઢા પર કોઈ ભાવ ન આવવા દીધો એમણે પણ પછી જે સેમ એ ધડાકો કર્યો .....
"હું તમને ત્યારથી ફોલો કરૂં છું જ્યારથી તમે રોહિત અમીન થી રાજેશ દિવાન બન્યા ....."
"રોહિત ભાઇની આંખો ફાટી રહી... "
શિકારી પોતાની જાળમાં જ તરફડતો હોય એમ જ... છતાં બને એટલું બળ એકઠું કરી સ્વસ્થ રહેવા પ્રયત્ન કર્યો...
"જુવાન ...!"
" સેમ રિચાર્ડ કે ખાલી સેમ કહો... "
"હા!તો સેમ હું સમજી નથી શકતો કે તું શું કહેવા માંગે છે કદાચ તને કોઈ ગેરસમજ થઇ રહી છે... "
"તમે માણેકભુવન માં પ્રવેશ્યા હતાં મારી જ સામે તમને કોઈ ગેબી ફટકો પડ્યો હોય તેમ તમે પછડાયા હતાં પહેલાં તમને ફંગોળી ને લગભગ મારી તરફ જ ફેંકાતા જોયા હતા પણ પછી અચાનક તમને કોઈ ખેંચતું હોય એમ વિરૂદ્ધ દિશા માં ફંગોળી દીધાં હતાં ... હું તમારી પાછળ આવવા ચાહતો હતો પણ હું ન આવી શક્યો... કોઇ રોકતું પાછળ ધકેલતું હોય એવું લાગતું મને તમારો જે હાલ થયો એ મેં જોયું હતું કદાચ બે ચાર ડગલા પછી મારો પણ એ જ હાલ હોત એવુ માનીને હું ત્યાંથી પાછો વળી ગયો.... બીજા જ દિવસે તમે બેશુધ્ધ મળી આવ્યા હતાં કેટલાંક માછીમારોને દરિયામાં ..આમ તો એ પ્રતિબંધિત વિસ્તાર ગણાય માછીમારોને માટે ત્યાંથી દસેક માઇલ પીરોટન કે પરવાળા ના ખડકો છે સમુદ્ર ની એક અદ્ભુત દુનિયા.... પણ એ માછીમારો તે દિવસે વધું આગળ ગયાં એ દિશામાં આમ તમે કિનારા થી દૂર નહોતા પણ છતાં કિનારા પર પાછા ફંગોળાયા નહોતા એવા બેશુધ્ધ તરતાં હતાં બંને માછીમારોએ તમારો હવાલો એક સાધુને સોંપ્યો હતો જેણે તમારી સારવાર તો કરી પણ એ સારવાર માટે એમણે મારી કારની જ સહાય માંગી મેં તમને જોયા.... તરત જ તમારી સારવાર માટે ગોઠવણ કરાવી હું નવલખી જામનગર દ્વારકા વચ્ચે દોઢ વર્ષથી ફરી રહ્યો હતો.... અને માણેકભુવન પહોંચ્યો હતો.... એટલે આ વિસ્તારમાં મારે સંપર્ક હતાં જ.. તમારી સારવાર કરાવી પણ હું તમારી સામે ન આવ્યો .... બાર દિવસ પછી તમે નીકળી ગયાં પણ હું તમને ફોલો કરતો રહ્યો... પછી તો ખબર પણ પડી કે આકાશ તમારો જ ભાણો છે.... "
"વાર્તા સારી ...." વચ્ચે જ વાત કાપી સેમ બોલ્યો
"આ જ હકીકત છે.."
"સારૂં ચલો માન્યું કે હું જ રોહીત અમીન છું હવે ...??"
"બસ તમારી આ જ ક્રુર ઠંડક મને ગમે છે મામા... "
"મામા ..!?"
"મને ય આકાશ ની જેમ જ તમારો ભાણેજ જ ગણજો... "
"સેમ... તું વાત ને ગમે ત્યાં જોડી દે છે..... "
"ખરેખર ??"
"હા ખરેખર જ તો ...."
"એટલે ?"
"તું સેમ ખરો પણ સેમ રિચાર્ડ નથી ...."
હવે ચોંકવાનો વારો સેમ નો હતો .... "સાલો બુઢ્ઢો ખુસ્સઢ એમ માત ખાય એમાંનો નથી .." એ બબડ્યો.
" હા! શું કામ માત ખાય આ ખુસ્સઢ બુઢ્ઢો ...?" સેમ વધું ચમક્યો...
"ગભરાઇશ નહી આટલું જોરથી બબડીશ તો પકડાઇ જઇશ...જ હું હોઠો નો ફફડાટ સમજી શકું છું.. "
"પણ તમે ખોટી ભ્રમણામાં છો ,હું સેમ રિચાર્ડ જ છું.... "
"તું સમીર છું તને પોંડેચરીના એ અનાથાશ્રમ માંથી દત્તક લેવામાં આવ્યો હતો , ત્યાંના વોર્ડન એસ સ્વામીનાથન મારાં ખાસા નજીકના છે હજી વધુ માહિતી પણ હું આપી શકું છું હા એ અનાથાશ્રમમાં પણ હું નિયમિત રીતે ફંડ મોકલું જ છું એ નાતે હું તારો મામો તો ખરો જ આકાશની જેમ... "
નાનો છોકરો કોઈના પગ આગળ ટેટો નાંખી જયાં ભાગે ત્યાં પાસે જ 555 બોમ્બ ફૂટે એવી હાલત સેમની હતી.......
"ઓહો ! તમે ગજબ છો જેવાં ધાર્યા હતાં એથી પણ ખતરનાક... સારૂં હું તમારા વિશે કશુંય નથી જાણતાં અને હું પણ.... "
"દિકરા હજુ તું સમજ્યો નથી વાત મેં મારો શિકાર કરી લીધો છે, હવે SD ને વધું ખંખેરવાની ઇચ્છા નથી એટલે હું મારી લીલા તો આમેય સંકેલી જ લેવાનો છું જો કે એ માટે કારણ આકાશ છે એ આકાશ ગૌરીને ચાહે છે બસ એટલી જ વાત બાકી હું સંભાળી શકું એમ છું બધું જ... તું મામાની ચિંતા ના કરતો... "
"હા! તો હવે શું કરવાનું છે ?"
જેમ છે એમ જ ચાલું રાખ ,જો કે , મને નથી લાગતું કે તું કહે છે એમાંથી કાંઇ પણ હાથમાં આવે... "
"એટલે તમે એમ માનો છો કે હું કહું છું એ બધું ખોટું છે કે એવો કોઈ ખજાનો જ નથી? "
"એમ મેં નથી કહ્યું .."
"તો કઇ રીતે કહો છો કે હાથમાં કશું જ નહી આવે .."
"બસ એક સિક્સથ સેન્સ જેવું ય કાંઈક હોય.."
"તો શું તમે નહી જોડાવ એ માટે..?"
"જોડાઇશ ને, કેમ નહી ...??"
"સમજ્યો નહી હું તમને ..."
"મને શું લાગે છે એ વિચાર છે,પણ ! એ મારા વિચારો ને લઇ હું અકર્મણ્ય ન રહી શકું હું કેટલાંક લોકો સાથે સંકળાયેલો છું એમનાં કાજે ય આવીશ હું... "
"SD? "
" ના ધર્મરાજસિંહ ને થોડો ઘણો આકાશ ના કારણે.."
"હમમ !"
" મારૂં આવવું ખજાના માટે ન માનતો મારી જરૂર હાજર રહેલા લોકો માંથી કોઇને તો પડશે જ એ મને લાગે છે એટલે આવવું જરૂરી છે... "
"તો તમને એ ખજાનામાં રસ નથી એવું જ ને ..."
"એમ જ માન તો ય વાંધો નહી... મને વાસ્તવિક સંપત્તિ માં રસ હોય કાલ્પનિક નહી અને મેં પણ જેટલું કરાયું હશે ધન જે કોઇ પણ માર્ગે એથી વધુ કે એટલું જ ધન છોડી દીધું છે અને છતાં મારે કે આકાશ ને જેટલી જરૂર હશે એથી વિશેષ હશે એટલે એ અંગે ય નિશ્ચિંત છું... "
"તમે ગુજરાતી અદ્દભુત છો ..."
"અને સેમ રિચાર્ડ ગુજરાતી નથી હા રિચાર્ડ અડધા ગુજરાતી ખરાં... "
"સારૂં ફરી મળીશું... હું રજા લઉ.."
"ફરી માણેકભુવન માં જ મળીશું કે પછી તારા મિશન અંતર્ગત જ મળીશું એ સિવાય મને મળવાનો પ્રયત્ન પણ કરતો નહીં.. "
સેમ કાંઈક અંશે ખાસિયાણો પડી ત્યાંથી નીકળ્યો,, હવે એના માટે સૌથી પહેલા પોંડેચરી જવું જરૂરી બન્યું હતું એ સીધો ભાભા હોટલ પહોંચ્યો જ્યાં આકાશ એની રાહ જોઈ રહ્યો હતો..
"ઓહ! આકાશ તું ક્યારનો રાહ જોઈ રહ્યો છે ..
" બસ! પાંચ મિનિટ થઇ.. "
"બોલ કેમ આવવું થયું ?"
"સાવ સાચું કહું તો મારી ઉત્કંઠા હવે વધતી જાય છે માણેકભુવન ને લઇ ને..." તેં જે કહ્યું SDના મિત્ર મહેન્દ્ર ભાઇની વાત સાંભળીને .... કાંઈક તો થ્રિલીંગ હશે જ ત્યાં ... હાલને આપણે બે નિકળી જઇએ માણેકભુવન જવા.... "
"ચોક્કસ જઇશું પણ આવતા અઠવાડિયે મારે કાલે પોંડેચરી અને પછી કોચી જવું પડશે હું મહિના થી બહાર છું એટલે પહેલાં ત્યાં જઈને આવું આવતાં મંગળવાર પછી જોઇશું ત્યાં જવા વિચારશું.... "
"સારૂં આવે અેટલે મને કોલ કરજે મળીશું ..."
બે ય છુટા પડ્યા, આકાશને જોઇતી વાત મળી ગઈ અને સેમને પણ એકલા પડવું જરૂરી હતું....
(ક્રમશઃ...)






બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED