શિકાર પ્રકરણ 3
સંદિપભાઇએ બીજું બધું પડતું મુકી પહેલાં ઘરે વાત કરી એમની પત્ની ને વાત એમનાં દિકરા ની હતી એમનાં દિકરો સંજય SDની દિકરી સંધ્યા ની નજીક આવ્યો હતો અમેરિકા માં... પણ અત્યાર સુધી એ વાત થી બધાં અજાણ હતાં કે એ SDની દિકરી હતી.બાકી સંધ્યા એમનાં પરિવાર ને ગમી હતી લગભગ સ્વિકારી લીધી જ હતી પરિવારે સંજય ની ફિયાન્સી તરીકે...
અરે ગઇ વખતે એમણે જ સંજય ને ફોન પર કહ્યું હતું કે, "દિકરા હવે જો તું સંધ્યા અંગે ગંભીર હોય તો વાત કરી જ લે એનાં પરિવાર સાથે કે પછી અમને કરાવ એમની વાત...પણ એ વખતે એમને એ નહોતી ખબર કે એ SDની દિકરી હશે...
હા ! એક અણગમો પાળી લીધો હતો એમણે SD માટે પણ વાત દિકરા ની ખુશી એનાં પ્રેમ ની હતી..ફોન લાગતાં જ...
"હેલો! સાંભળ! આજે સંધ્યા ના પિતા નો ફોન હતો કે એ મળવા માંગે છે ને કાલે આવશે આપણાં ઘરે ...."
"વાહ! સરસ દ્વારકાધીશ ની કૃપા તો તો ..."
"પણ!.."
"શું પણ!.."
"એનાં પિતા કોણ છે એ ખબર છે?.."
"..."
"શામજી દામજી માણેક...SD રાજકોટ -સૌરાષ્ટ્ર નું સૌથી મોટું માથું સૌથી વધું ધનીક.."
"તો? આપણે શું? એ એમનો પ્રશ્ન છે...એ નથી રાજી એમની દિકરી ના સંબંધ માટે?? એમણે એવી કોઇ કડવી વાત કરી?? "
સંદિપભાઇએ એમનો અણગમો દાબી અને કહ્યું..."અરે! એમ નહી એમને તો મને સામેથી ફોન કર્યો...હું સાંજે આવું પછી વાત કરીએ..."
સંદિપભાઇએ ફોન મુકી રોજીંદા કામમાં પરોવાયા એમનાં મનમાં એમણે જે વાતો સાંભળી હતી કે પછી જાણી હતી એ પ્રમાણે SD ભુમાફીયા હતાં દાણચોરી માં પણ સંડોવાયેલા હતાં અને એમની દિકરી પોતાની પૂત્રવધુ????ભલે એ સૌરાષ્ટ્રના સૌથી મોટા ધનકુબેર હતાં રાજકોટ ના સૌથી પ્રતિષ્ઠિત હતાં પણ.... પણ પત્ની ને આ બધું કેમ કહેવું? આમ તો વિણા સમજદાર છે પણ આ વાત એમનાં દિકરા ની ખુશી ની હતી તો એની ખુશીની પણ ખરી કારણ સંજય સંધ્યા ની વાત એ પોતે દશેક દિવસ થી જાણતાં હતાં પણ વિણા તો લગભગ ઘણા સમયથી એ જાણતાં, તેમની વચ્ચે અનેક વાર વાત થઇ હશે કદાચ!
વિણાએ જ તો કહ્યું હતું કે એ રાજકોટ ના વૈષ્ણવ ઉદ્યોગપતિ ની દિકરી છે વિણા...પણ એ ઉદ્યોગપતિ SD હશે એ ક્યાં અંદાજ હતો એમને....
..... ....
આ તરફ SD અલગ વિમાસણમાં હતો..માણેકભુવન ને જાણનાર આટલા વર્ષે કોણ નીકળ્યો...ના આ કોઈ કન્સાઇન્મેન્ટ ફોરવર્ડીંગ એજન્ટ નહતો જ ..આણે જુનાં મડદા ખોતર્યા છે જે ભુતકાળ દામજી માણેક નો ભુતકાળ એનાં પિતા નો ભુતકાળ એનો ભુતકાળ ઉખાડ્યો હતો અને સૌરાષ્ટ્રના કેટલાંક રાજવી દરબારો નો એકત્રીત કરાયેલા ખજાનો અને એ લડાઇમાં અરે જીવસટોસટની લડાઇ માં થયેલા23મોત
SDને પરસેવો વળી ગયો ....કોઇ કાનોકાન એમાં એની કે પિતાની સંડોવણી જાણતું ન હતું તો આ કોણ હશે? એ શામાટે આવ્યો હશે? હા બ્લેક મેઇલ...
SD ને પણ અત્યારે સંધ્યા ના સંબંધ ને લઇ અગ્રતા હતી...
એણે ઇન્ટરકોમ ઉપાડ્યો...
"શ્વેતલ ક્યાં છે?"
"એ તમને મળવા જ આવે છે પણ કોઈકનો ફોન આવ્યો એટલે રોકાઇ ગયાં."
"સારું મોકલ જલ્દી અંદર.."
શ્વેતલ આવ્યો અંદર ...શ્વેતલ પાંચ ફીટ છ ઇંચ આમ તો નોર્મલ થી ઓછી કહેવાય એટલી ઉંચાઈ ..સહેજ કરડાકીથી ભરેલો પણ બોલીવુડમાં ચાલી જાય એવો ચહેરો એમાં ય અમુક હાવભાવ અજય દેવગણ ને મળતાં આવે હા શ્વેતલ અજય દેવગણનો ફેન ને ફોલો કરતો.. તલવાર કટ મુછો સાથે ગ્લાસ માં પોતાનું પ્રતિબિંબ જોતાં એ SD ની સામે આવ્યો
...
"એ કન્સાઇન્મેન્ટ છોડાવું તો પડશે જ ને પણ બે લાખ માંગે છે નાલાયક! ..."
"હા! પણ આપી દે લઇ આવ ..અને ધ્યાન રહે..."
વચ્ચે રોકતાં જ શ્વેતલ બોલ્યો"એ હું જોઈ લઇશ, બસ! એક વાર એ સાલા ને સામે આવવા દો..."
SD બોલ્યા,"જો જે એવું કરતો...એ પોતે નહી આવે એ ય કોઈકને જ મોકલશે અને મને નથી લાગતું કે આ એક વારે અટકે અત્યારે શાણપણ એમાં જ છે કે એની વાત માનવી...ભલે લાખો રુપિયા જાય પણ એને મૂળથી જ લેવો પડે..એટલે અત્યારે તો બસ એની પર વોચ જ રાખવી એનો કોલ આવે એટલે વાત.."
"મેં કોલ ડિટેઇલ કઢાવી ફોન તેજસ શર્મા દિલ્હી ના નામે છે...ફેક નામ એડ્રેસ છે બોસ શાતીર જે કોઇ હોય એ..."
એ તો હોય જ...
પછી એકદમ કાંઇક યાદ આવ્યું હોય એમ...
"શું નામ કહ્યું તેં??? તેજસ શર્મા???"
"હા! કેમ?"
"મુંબઈ ના પેલા હર્ષવર્ધન વર્મા ને પણ બ્લેકમેલ કર્યો હતો કોઈએ યાદ છે ને?"
હા! અરે યાદ આવ્યું તેજસ શર્મા... એજ નામ...પણ એ વખતે નંબર અલગ હતો આપણે જ સુલ્ટાવી હતી એ મેટર...ફાઇનલ સીડી ને ફોટો લઇને.."
એ વખતે કોઇ કર્નલ રાકેશ અવસ્થી હતાં..કર્નલ ની એ ચાંદીમઢેલી છડી અને અંદર ખતરનાક ગુપ્તી..... એનો હાથ ઝાંઘ પર ફર્યો.. સાલો! અહિં ઘા મારીને અંતર્ધ્યાન થઇ ગયો હતો...
SD બોલ્યા ,"પણ ધ્યાન રહે મારે સંદિપભાઇને સાંજે મળવાનું છે અને એ દરમ્યાન કોઇ પણ ગરબડ ન થાય સંધ્યા આવતી એકવિસે આવે એ પહેલાં મારે બધું જોઇ લેવું છે અને યોગ્ય હોય તો ફાઇનલ કરી જ લેવું છે."
શ્વેતલ થોડી અન્ય વાતો કરી રવાના થઇ ગયો.. એ અન્ય વાતમાં એનો દિકરો પણ ફ્રાન્સ થી આવવાનો હતો એની વાત હતી..એ SD ની મદદથી જ ફ્રાન્સ પહોંચ્યો હતો..આમતો , પરાણે મોકલ્યો હતો આગ્રહ કરીને ...SD એની ડીઝાઇન સેન્સ પર ફીદા હતો..એની ડિઝાઈન અત્યારે પ્રતિષ્ઠિત ફેશનહાઉસ સુધી પહોંચી હતી કેવળ SD ના લીધે જ તો..ઉમેશ આવતો હતો લગભગ ત્રણેક વર્ષ પછી...
.... .....
સંદિપભાઇએ રોહિત ને ફોન લગાવ્યો લંચ બ્રેક દરમ્યાન..
"રોહિત! એક ગડબડ થઈ છે."
"બોલો ને !SJ... "
"SDનો મારાં પર ફોન હતો..એક્ચ્યુઅલી મારો દિકરો સંજય તેમની દિકરી સંધ્યા ને પ્રેમ કરે છે અમેરિકા માં અને એમાં કદાચ SD સહમત છે એ સંબંધ માટે એટલે એ મળવા માંગે છે મને એમનો ફોન આવ્યા પછી જ મને ખબર પડી કે , સંધ્યા એની દિકરી છે.."
"ઓહ! આ તો ખુશખબર કહેવાય આમ પણ તમે આખી મેટર માં થર્ડ પર્સન હતાં એટલે તમને નથી જ સંડોવવા ક્યાંય... આમ પણ તમે મારાં સાહેબ છો ..તમને હવે લગભગ સંપર્ક નહી કરું ...જરૂર નહી પડે ત્યાં સુધી...અને હા..જો એની દિકરી સારી હોય તો બાપની કરણી નો બહું વિચાર ન કરતાં..."
"હમમ! જોઇએ ...આમ પણ સંજય એકવીસમી તારીખે આવે ત્યારપછીની વાત છે એ..."
"Any way! SJ Congratulations!"
સાંજે સરકારી કારમાં સંદિપભાઇ ઘરે પહોંચી હજું ફ્રેશ થાય એ પહેલાં જ SD નો ફોન આવ્યો કે તે પહોંચશે દશેક મિનીટ માં..
હજું તો બંને પતિ પત્ની એ વિષય પર વિગતે વાત કરે તે પહેલાં જ કોલ આવી ગયો..સંદિપભાઇએ બધું દ્વારકાધીશ ને સોંપી SD ને આવકારવાની તૈયારી કરી...
SD ત્રણ ગાડીના કાફલા સાથે આવ્યા એક મર્સીડીઝ એક સ્કોર્પીયો અને એક BMW cupe ...
SD અને એની નાની દિકરી ગૌરી અલગ અલગ કારમાં આવ્યા હતાં જ્યારે શ્વેતલ અને બીજા બે સ્કોર્પીયો માં હતો મર્સીડીઝ ના ડ્રાઇવરે કારનો દરવાજો ખોલ્યો SD બહાર નીકળ્યા ગૌરી સેલ્ફ ડ્રાઇવ કરીને આવી હતી..સંદિપભાઇ અને વિણાએ બધાને આવકાર્યા
ઘરમાં SD ગૌરી અને શ્વેતલ સાથે અંદર પ્રવેશ્યા,બાકીના લોકો બહાર જ રહ્યા.
SD એ પરિચય આપતાં કહ્યું,"જયશ્રી કૃષ્ણ સંદિપભાઇ!...આ મારી નાની દિકરી ગૌરી અને આ છે શ્વેતલ મારો પડછાયો કે પછી મારો ભાઇ જે ગણો તે...આમતો સંધ્યા નું મોસાળ અમેરિકા એટલે જવા દિધી હતી ત્યાં અને છ માસથી મારી પત્ની સંગીતા પણ ત્યાં જ છે એણે સંજય ને જોયો હતો અને યોગ્ય લાગ્યું એટલે મને કહ્યું...તમને પણ સંજયે વાત કરી જ હશે..."
સંદિપભાઇ હસ્યા,"હા સંજયે પણ એની માતા વિણા સાથે બધી વાત કરી જ લીધી અને અહિં પ સંધ્યા સાથે વિણાએ જ વાત કરી હતી કદાચ ચારપાંચ વખત એમને વાત થયી હશે..આ તો બંને તરફ માતાઓ એ જાણે પાકું કરી લીધું જ હોય તો આપણે કશુંય બાકી રહેતું નથી હવે.."
સંદિપભાઇ હસ્યા..અને SD પણ જોડાયા..
વિણા એ કહ્યું ..."ઓહ જાણે બધુંય અમારું માનતાં હોવ..."
ગૌરી બંનેને પગે લાગી ..વિણા ગૌરી ના માથે હાથ ફેરવતી હતી એ વખતે ગૌરી એ પુછ્યું,"આન્ટી! દિદિ કહેતી હતી કે તમારાં ઘરે હિંચકો સરસ છે એકદમ રજવાડી ..મને દેખાડો ને..."
"હા! પાંચ પેઢી થી વારસામાં મળેલો છે આવ બતાવું તને..."
"ઓહ! આટલી બધી વાત થાયછે અને મને જ ખબર નથી?? હા સંધ્યા ને ઝુલા નો બહું શોખ એ અહિં હતી ત્યારે એનાં રૂમમાં પણ ઝુલો મુકાવ્યો હતો ખાસ!"
SDએ સંદિપભાઇ અને વિણા ને ઉદ્દેશી ને કહ્યું.
વિણા ગૌરી ને લઇને અંદર જાય એ દરમ્યાન જ SD નો ફોન રણક્યો ..મોબાઇલ ને હજી બે વર્ષ જ થયાહતાં ભારતમાં ઇનકમીંગ કોલ ફ્રી થયે હજુય બે ત્રણ માસ જ વિત્યા હતાં..
SD ને અજાણ્યો નંબર જોઈ અંદાજ આવી ગયો કોનો ફોન હશે...એણે ફોન રિસીવ કર્યો
"હેલો!... "
"હેલ્લો !આર. આર. અમીન..."
નામ સાંભળી ને ગુસ્સો ચડ્યો જ હતો પણ મોઢું ઠાવકું રાખી કહ્યું,"હા બોલો ..."
"તમે ચાર્જીસ મોકલાવી દો રમેશ અંબાલાલ માં રાજકોટ સદરબજાર પાર્સલ તમને મલી જશે..."
"એક મિનીટ! તમે મારાં માણસ ને ડિટેઇલ લખાવી દો. "SDએ ફોન શ્વેતલ ને આપ્યો , શ્વેતલ ફોન લઇ ઘર બહારનીકળી વાત કરી..."
પછી લગભગ અડધો કલાક જેવું ત્યાં રોકાયાં પણ ફોનની અસર SD પર વર્તાઈ જ રહી હતી એ સંદિપભાઇએ અનુભવ્યું જ...એમને ખ્યાલ આવી જ ગયો કે રોહિતે દાણો બરાબર દબાવ્યો હતો...
આ બાજુ SD વિચારી રહ્યો , શું શું હશે એની જોડે ? એક સાથે તો એ બધું આપશે નહી...એને બહું જલ્દી નીપટાવવો પડશે.....
(ક્રમશઃ.....)