Shikar - 6 books and stories free download online pdf in Gujarati

શિકાર - પ્રકરણ 6


શિકાર 
પ્રકરણ  6
લાલ જોર્જીયેટ ચુસ્ત  લોંગ ગાઉન વિથ લાલ નેટેડસ્લિવ માં ગૌરી ખરેખર  રાજકુમારી  જ જણાતી  આકાશ એને  જઇ વીશ  કરવા  જતો  હતો ત્યાં  જ એક પોલોનું  ટી શર્ટ જીન્સ પહેરેલા  એક યુવાન તરફ જોઈ ગૌરીએ લગભગ  બુમ જ પાડી,  " ઓહો!  ઉમેશ  આ તો સરપ્રાઇઝ  છે..... "
આકાશે એ ભણી નજર ફેરવી  સાવ  સાદા  એવાં  ટીશર્ટ જીન્સમાં પણ  એ ધ્યાન  તો ખેંચતો  જ હતો, એની પાછળ  જ શ્વેતલ  હતો, શ્વેતલ  અને  ઉમેશ  જોડે  જે રીતે  ગૌરી હસી  હસીને  વાત  કરતી  હતી તે જોતાં  આકાશ ને  ન જાણે કેમ પણ  અનકમ્ફર્ટ ફીલ થયું.... એણે ગૌરીને વિશ કરવા  પગ એ ભણી ઉપાડતો  જ હતો  ત્યાં  જ ફાર્મ હાઉસના હોલમાં  SD બ્લૂ થ્રી પાસ અરમાની  સુટમાં  એન્ટર થયો  અને  શ્વેતલ ગૌરી અને  ઉમેશ હતાં  ત્યાં  પહોંચ્યો.ઉમેશ એનાં પગે પડવા  જતો  હતો  પણ SD  એ એને  ખંભે થી પકડી  ભેટી પડ્યો  ,"વેલકમ  માય બોય! તને જોઈને  હૈયે ટાઢક  વળી  દીકરા!... "
 આકાશ  થોડો  બહારી  ફીલ કરવા લાગ્યો  પોતાને... જો કે  એ બહાર નો  જ હતો  એ... શું  લાગે  વળગે  એને  SD અને  ગૌરી  ને  એને? કશું ય નહીં  પણ કેમ  વિશેષ  લાગણી અનુભવવી રહ્યો  હતો. આજે  હજી  એક વાર  તો મળી  હતી  ગૌરી  ....
તો ય કેમ આમ અનુભવ થતો  હશે?
"તું આખેટ પર છે આકાશ એ ભુલતો  નહી" એમ વીચારતો આકાશ હાથ ભિંસી  અદબ વાળી ઉભો  રહ્યો... 
SD એ બધાં ને લઈને વચ્ચે  આવ્યો, અને  માઈક્રોફોન  હાથ માં લઈ  જાહેરાત કરી, મિત્રો  અને  સ્વજનો  ગૌરી  નાં એકવીસ વર્ષ  પુરા  થઇ  આજે  બાવીસમું બેઠું એ નિમિત્તે  તમને  સૌ ને  આવકારતાં હું આનંદ અનુભવું  છું, આપણે  સૌ પહેલાં   એનું એક ફ્લેશબેકમાં એની અત્યાર  સુધીની સફર જોઈશું... 
ગૌરી ના નાનપણથી  લઇ  બધાં  ફોટોગ્રાફ  વન બાય વન  પટ્ટી  ની માફક પ્રોજેક્ટ પર ફરતાં  જતાં  હતાં છ  માસ  ની બાળકી  હતી ત્યારથી  લઇને  બધાં  જ ફોટો   એનાં  સ્કુલિંગ ના રમતથી લઇ  તોફાન  નાં ફોટો, વારા ફરથી  બધાં ફોટોગ્રાફ  ફરતાં  હતાં  સંધ્યા  અને  ઉમેશ ના  ફોટો  ય હતાં ઘણાં...એક ફોટો આવતાં  જ આકાશ બોલી  ઉઠ્યો  આમાં તો  હું  પણ છું... બધાં  ની નજર એ તરફ  વળી... સેન્ટ મેરી સ્કૂલ  માં કોઇક  ફંકશન  નો  ફોટો હતો, ફોટો  ફ્રીઝ  કરાયો... 
"આકાશ  આમ  પાછળ  કેમ ઉભો  છે આગળ આવ.... "
SD એ આકાશને બોલાવી  કહ્યું. 
આકાશે  હસતાં જ કહ્યું ,"ફોટો  માં  ય પાછળ  જ હતો  સેકંડ  લાસ્ટ..." 
ટુંકમાં, આકાશ  ગૌરી  અને  ઉમેશ   બધાં  સેન્ટ  મેરી  માં  ભણતાં  હતાં એ નક્કી  થઇ ગયું કે  કમ સે કમ આકાશે  એ નક્કી  કરાવી દીધું... આકાશ  આમેય  મુંગો  મુંગો પાર્ટી  એન્જોય  કરી જતો રહે એ તો  શક્ય  નહોતું  આખરે  રોહિત  મામા  ની ગળથુથી  હતી... પાર્ટી  પતતાં  સુધીમાં  તો એ પરિઘથી  કેન્દ્ર માં  આવી  જ ગયો  હતો. એSD ની  પાસે  જ ઉભો  ઘડિયાળ  જોતો  હતો  નવના  ટકોરે  ફોન  આવવાનો  હતો  SD  પર... 
SD નો  મોબાઇલ  રોક્યો SD એ નંબર જોઇ શ્વેતલ  ને પકડાવી  દીધો. એક અણગમાની  લકીર એનાં મુખ પર સ્પષ્ટ હતી.
શ્વેતલે દૂર જઇ ફોન  ઉપાડી  કહ્યું, "બોલો... "
"ઓહો! સમજી દામજી  ફોન  પોતે નહી જ ઉપાડે એવું  છે? "
"જુઓ,  મી...  "
"અમીન!,  આર  આર અમીન ...."
હા! જે હોવ તે,  તમે  આ રીતે  નામ લઈ યોગ્ય  નથી  કરી  રહ્યા,  બીજી  વાત... આમ વારે  ઘડીએ  તંગ  કરશો  એ તમારા  માટે  પણ  ઠીક  નથી  જ....   એક વાર રૂબરૂમાં  મળી  કાયમી  પતાવટ  કરી  લેશો  તો  સારૂં રહેશે...."
"દોસ્ત  શ્વેતલ! બહું  ઉતાવળ  છે  તારે? મેં લગભગ  ત્રીસ  વર્ષ  રાહ  જોઈ  છે  એટલે  રાહ  તો  જોવી  જ રહી  તારે  અને  SD એ પણ...  અને  એકવાર માં  પતાવી  એટલાં  બધાં  રૂપિયા  નો  વહિવટ  હું  કરીશ  કઈ  રીતે... એના  કરતાં  આ બરાબર  છે ભાઈ ...."
રોહિત  ખંધુ  હસતાં  બોલ્યો.... 
શ્વેતલ  સમસમી  ગયો, ટોન બદલી  પુછ્યું "બોલો  ફોન  કેમ  કર્યો  હતો? " 
"કુરીયર ચાર્જ  તો મળી  ગયો  મને  પણ  આટલા  વર્ષો  નું  ડેમરેજ  લેટ ચાર્જ  પેટે  ત્રણ લાખ  તો  થશે  ને? "
"હરામખોર...."
વચ્ચે  જ વાત  કાપીને  ,"હવે ,  પાંચ લાખ  થશે  પેનલ્ટી  સાથે ..."
શ્વેતલે  મુઠ્ઠી પછાડી  બાજુના  ટેબલ  પર, પછી સ્વસ્થ  થઈ  કિધું  ,"બોલો  કઈ રીતે  મોકલાવું ?"
"કાલે  સાંજે  સાડા પાંચ મારા  ફોન  આવ્યા  બાદ તુરંત લાઈબ્રેરી પાછળ સફેદ એમ્બેસેડરમાં  બારીનો કાચ ખુલ્લો હશે   એમાં  મુકી  દેજો  મને  મળી  જશે , હા તમે  ચાલાક અને  ચપળ જ છો  એ મને ખબર જ છે  એટલે એ સાબિત  કરવાની  કોશિશ  ન કરશો ..."
ફોન  કપાઈ  ગયા  પછીએ  બે  મિનિટ સુધી  એમ જ ફોન પકડી  ઉભો  રહ્યો  શ્વેતલ.... હેપ્પી  બર્થડે  ગૌરી  એવું  કોરસ  સંભળાયું  ત્યાં  સુધી.... તરત વાસ્તવમાં  આવી  એ ય જોડાયો  કોરસમાં.. 
આકાશ બધી  હિલચાલ નોંધતો હતો  પણ  એ કેમ  જાણે  ગૌરી  ની આસપાસ  રહેવા ઈચ્છતો  હતો ડીનર  ડાન્સ અંતે  નીકળી  રોહિતભાઇ  ને  મળ્યો ....
રોહિતભાઇની  આગળની  યોજના  સ્પષ્ટ  હતી લાઈબ્રેરી  પાછળ  રાતે જ એમ્બેસેડર  મુકી  આવવાની  હતી  અને  પાંચ  સાડા પાંચ  વચ્ચે  એનો કાચ ખુલે  એમ કરવાનું  હતું...
                  ************  ************
સવારે  અગિયાર  ને  ટકોરે  શ્વેતલ  પર ફોન  આવ્યો... "શ્વેતલ ભાઇ , ગાડી  તો  ત્યાં  જ છે પણ નંબર પ્લેટ  જ નથી કહેતા  હોવ તો  ચેસિસ નંબર જોવડાવી  લઉં"
"કાચ  ખુલ્લા  છે? "
"ના"
"હમમમ  તો અડતો પણ  નહી  ગાડીને...  અને  સતત   દૂરથી  જ નજર રાખતો  રહેજે  સહેજ  પણ  આડોઅવળો  ન  થતો...." શ્વેતલે કડકાઇ  થી કહી ફોન  મુકી  SD ને  વાત  કરી  બધી.... 
"શ્વેતલ, સાત લાખ  મુકજે "
શ્વેતલ  સમજી  ગયો  કે SD લાલચની  જાળ બીછાવે  છે.... 
                **********      **********
સાંજે  સાડા પાંચે SD  પર ફોન  આવતાં  જ શ્વેતલે  ઉઠાવી  લિધો ...
"હેલ્લો! મુકાવી  દો  જલ્દી  અને  ધ્યાન  રહે ત્યાં  પચાસ મિટર સુધી  કોઈ  હોવું  ન જોઈએ...." 
"પણ, કાચ તો  બંધ છે  ગાડીના... "
"ઓહ! ક્યારના  નજર રાખો છો  ગાડી પર તમે કહ્યું  એમ કરો  કાચ ખુલ્લો  જ છે.... "
એ જ વખતે એનાં  મોબાઈલમાં  ફોન  આવતો  હતો... એણે  SD નો ફોન  મુકી  એનો  ફોન  ઉપાડી  લીધો, 
"બોલ..."
"શ્વેતલભાઇ ગાડી પર વાંદરો  કુદ્યો  ને કાચ ખુલ્લીને  અંદર  પડી ગયો  છે કદાચ  કોઈ  દેખાતું  નથી  નજીક જાઈ????" 
"હા! પણ પૈસા  મુકીને  આવતા  રહો  દૂર  સાલ્લો  નાલાયક  વધુ  પડતો શાતિર છે ...."
ખાલી નજર રાખજો  ને થાય  તો પીછો  કરજો  બીજું હું કહું  પછી..... ફોન  ચાલું જ રાખ... "
SD આ બધું  જોઈ હસવા  લાગ્યા, "રિલેક્સ!  શ્વેતલ  પૈસા  નું ટેન્શન  ન  લે  એ ગમે તે હોય  એની  ઓકાત કેટલી  અત્યારે  એ જે કહે  એ જ કર....  માથે  ભાર  ન રાખ... "
ફોન માંથી  અવાજ આવ્યો  "શ્વેતલભાઇ,  પૈસા  મુકી દીધાં છે. "
"ઓકે, દૂર થઈ  જાવ  ત્યાં  થી.... " ફોન  કાપી  નાંખ્યો  શ્વેતલે... 
દશેક મિનિટ પછી.... પાછી  રીંગ આવી 
શ્વેતલભાઇ એક બાઇક આવી, પલકારામાં બાઈક  પરથી આવી ગાડી ચાલું કરી ભાગ્યો   આપણો  સમીર ને  ચેતન  ગાડીની પાછળ  પાછળ  ગયા  છે પણ...... 
"પણ શું?  "
 "બાઈક તમારા  નામે જ બોલે  છે !9838..તાજુ જ છોડાવેલું  છે એક મહીના  પહેલા  નું જ સિત્તેર  કીમી  માંડ ફર્યુ હશે.. "
"સાલો એની  મા...... "
SD  એ એની  પીઠ પર હાથ દબાવ્યો  ....
સમીર આવે  એટલે... મોકલ મારી  જોડે..." ફોન  મુકી  દિધો  એણે... 
શ્વેતલ  ને  આવો  મુર્ખ કોઈએ નહતો  બનાવ્યો  આજ સુધી...... 
          ****************    ************
(ક્રમશઃ.....) 
 


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED