સવારની સોડમ અદભૂત હતી, લહેરખીઓ પવનની જાણે કાનમાં કશું કહી રહી કહી મીરાંને છાની છૂપીથી.એના મનમાં થતી હલચલ સાથે આજે મોસમ પણ મહેકતી હતી. આજે એની ખુશીઓનો પાર નહોતો સમાતો.
લગ્ન બાદ એને મા બાપ જોડે મૂકીને રાજન એની ડયૂટી પર ચાલ્યો ગયો હતો, આર્મીમાં હોવાના કારણે એને લગ્ન બાદ તત્કાળ માં જ ઓર્ડર આવવાના કારણે એ હજાર થવા મજબૂર હતો, એની દેશ પ્રત્યેનો સેવાના એ હોમમાં એ એની નવોઢાને માત્ર એકાદ અઠવાડિયામાં મૂકીને જવું પડેલું. નવી નવી આવેલી એ નવવધૂ હજી એને પારખી શકે કે એની જોડે મળતાવડી બને એ પહેલાં જ એ બન્નેને જુદા થવું પડ્યું હતું.
એ વખતે જમાનો એવો હતો કે લગ્ન પહેલા છોકરા છોકરીઓ એકબીજાને મળી નહોતા શકતા, ઘોડિયા લગ્નની માફક જ એમના લગ્નના સગપણ પણ નાનપણમાં જ થઈ ગયા હતા, ઉમર નાની હતી તો પણ લગ્ન બાદ જલ્દી થઈ ગયા હતા, પણ આણું હવે છેક બાવીશ વર્ષે થયું હતું, એ અરસામાં એ મીરાં અને રાજન એકબીજાને માત્ર નામથી ઓળખાતા, મળવાનું થયું નહોતું, કોઈ કોઈ વાર મળ્યા હશે પણ એવું ખાસ ધ્યાન નહોતું એકબીજા પ્રત્યે.
લગ્નના ફેરા લીધા એ વખતે સમજણ પણ નહોતી કે લગ્ન શું છે છતાંય એક વિધિ કરી લીધી, જુવાની વહેતી ગઈ, યૌવનનાં અરસામાં હવે પાણી વહેતા થયા, મીરાં તો થોડું ઘણું ભણી અને પછી ઘરના કામમાં જોતરાઈ ગઈ અને રાજનને પહેલેથી ખેતીમાં રસ ના હોવાના કારણે એને આર્મીમાં માટે સજ્જ કરી દીધી હતો, મેટ્રિક્સ ની પરીક્ષા બાદ એનું ભણતર આર્મીના કેમ્પમાં થયું અને એની ભરતી પણ થઈ ગઈ, આ અરસામાં એને મીરાં સાથેનું સગપણ જાણે સ્મૃતિપટ પરથી જાણે ભુલાઈ જ ગયો હતો.
મીરાના બાપાએ આ ઉનાળામાં રજાઓમાં રાજન આવે એ વખતે એનું આણું ગોઠવવા સમાચાર કહેવડાવ્યા હતા, રાજનના બાપુએ એની વાત માનીને હા પણ ભરી દીધી હતી, વૈશાખમાં રાજન આવે ત્યારે આણું રાખી વહુને ઘરે લઈ આવવાના વરતારા થઈ ગયા, વહુના બાપાએ તૈયારીઓ કરીને દીકરીની વિદાય ની તૈયારી કરી લીધી.
રાજન રાજાઓના દિવસોમાં આવી ગયો, બધા ખુશીઓ સભર થઈ મીરાંને લઈ આવ્યા, રાજન અને મીરા હવે વર્ષો બાદ બંધનમાં બાંધ્યા હવે મુલાકાત પામ્યા હતા, એકબીજાને ઓળખવામાં હવે દિવસો હતા, એકબીજા જોડે રહીને જીવન વ્યતીત કરવાના એ મોસમમાં પગલાં માંડ્યાં હતાં. મીરાં ખૂબ ખુશ હતી રાજનને પામીને, એના નસીબમાં આર્મીમાં સેવા આપનાર દેશભક્ત ની પત્ની બનવાનું સૌભાગ્ય હતું, અને રાજન પણ ખુશ હતો કે એને એના મા બાપની સેવા કરીને એના ભાગની બધી જવાબદારી એની ગેરહાજરીમાં લેનારી એની અર્ધાંગિની મળી ગઈ હતી, એ જાણતો હતો કે સરહદ પર ગમે ત્યારે કઈ પણ બની શકે, એ હોય કે ના હોય છતાંય મીરાં એના સંસારને સાચવી લે એટલી સંસ્કારી હતી, એને સંતોષ અને વિશ્વાસ હતો.
એકાદ અઠવાડિયામાં તો એકબીજા પ્રત્યે ઘણા હળીમળી ગયા હતા, બન્ને વચ્ચે આત્મીયતા કાયમ થઈ ગઈ હતી, એમના નવા જીવનમાં પ્રેમના પુષ્પો ખીલવા માંડ્યા હતા.એવામાં ખબર નહિ શું થયું, હસ્તાખીલતા એ સંસારમાં કોઈની નજર લાગી ગઈ. સરહદ પર યુદ્ધનું વાતાવરણ પ્રસરી ગયું હતું, કર્નલનો તાર આવ્યો અને બે દિવસમાં હાજર રહેવા ઓર્ડર આવી ગયો, રાજનને હવે એના સાચા પ્રેમ દેશની સેવામાં હાજર રહવું રહ્યું, દર વખતે આમ તો માત્ર માબાપની ચિંતા લઈને એ જતો હતો પરંતુ આ વખતે એ એની મીરાં પ્રત્યેની જવાબદારી સાથે જઈ રહ્યો હતો, મીરાના પ્રેમને જોડે લઈને એ જઈ રહ્યો હતો, મીરાની આંખના આસું અને એના વચનોની પ્રેરણા એને જુસ્સો આપી રહ્યા હતા, એને ફરી મળવાનો આશામાં એ એક શૌર્ય સાથે સજ્જ થઈને સરહદે સિધાવ્યો હતો.
રાજન ગયો પરંતુ એનો જીવ મીરાના હતો, એ તાર સાથે એનો હાલચાલ પૂછી લેતો, એ વખતે કઈ મોબાઈલ જેવી સુવિધા નહોતી, એકબીજાની યાદોના સહારે દિવસો વિતાવ્યા કરતા.વાતોની ભાથું એ જ એમની મુડી હતી, પાછા વળવાનો વચનો એ જ એનો સહારો હતો, સરહદ પર જે કંઈ થતું એ વખતે વખતે તાર દ્વારા રાજન જણાવતો, પાછા આવવાની તારીખ આવતાની સાથે પહેલો તાર કરીને સમાચાર જણાવી દીધા.
બે માસ બાદ આજે એની રજાઓ પાસ થઈ હતી અને એ ત્રણ દિવસ બાદ આવવાનો છે એના સમાચાર આવ્યા હતા, સમાચાર આવતાની સાથે જ ઘરમાં બધા બહુ ખુશ થઈ ગયા, સૌથી વધારે મીરાં ખુશ હતી, હવે એનું પુનમિલન થવાનું હતું એના મનનાં માણીગર સાથે, જેના પ્રેમના સહારે બે માસ એને વિતાવેલા એ પ્રેમની કસોટી હવે પૂર્ણ થવાના આરે હતી.
આજે રાજનના આવવાનો દિવસ આવી ગયો. એ સવારે વહેલા ઊઠી ને શણગાર સજીને એની કાગડોળે રાહ જોવા માંડી, ઘરમાં મિષ્ટાન્ન રાંધતા હતા, આજે મીરાની ખુશીઓ સમાતી નહોતી, બપોર થઈ ગઈ છતાંય હજી રાજન આવ્યો નહિ, મીરાની આતુરતા વધતી ગઈ.
બપોરે બે વાગ્યા એના ઘરની સામે આર્મીની એક ગાડી આવીને અચાનક આવીને ઊભી રહી, એ ખુશ થતા થતા એનું સ્વાગત કરવાની દોડી ગઈ પરંતુ એમાં રાજન દેખાયો નહીં, માત્ર બે ચાર અજાણ્યા સૈનિકના વેશમાં વ્યક્તિઓ એની સમક્ષ આવીને ઊભા રહી ગયા, મોટી ગાડી જોઈએ ઘરના બધા બહાર આવી ગયા, આજુબાજુના પણ બધા ભેગા થઇએ ગયા, બધાએ કોઈ દિવસ આમ આવી મોટી ગાડી આવેલી જોઈ નહોતું આવી રીતે, સૌ અચંબિત થઈ ગયા.
મીરાં કઈ સમજે એ પહેલાં એ જવાનો માંથી એક આગળ આવીને રાજનના પિતાજીને એના શહીદ થયાની ખબર આપી, એનો પાર્થિવ દેહ લઈને એ આવ્યા છે એમ જણાવ્યું, કાલે રાત્રે થયેલા ભીષણ યુદ્ધમાં એની શહાદતની અમર વાત લઈને એને સલામી આપી, રાજનની માતા સુધબુધ ગુમાવીને જાણે રડવા માંડી, આજુબાજુ ભેગી થયેલી મહિલાઓ સાંત્વના આપવા માંડી.
મીરાં કઈ સમજી શકવાના હોશમાં હતી જ નહિ, એની હજીય વિશ્વાસ નહોતો કે એનો રાજન આમ એને મૂકીને શહીદ થઈ ગયો, એને ફરી મળવાના વાયદાઓ ખોટા બની ગયા, એના આંખમાં એક પણ આંશુ નહોતું, છતાંય એની હાલત એટલી બધી કઠણ હતી કે સૌને એમ જ હતું એ એ અંદરથી તૂટી ગઈ હતી, એ મન મૂકીને રડે તો સારું બાકી એની મનની સ્થતિ કાબૂ બહાર થઇ જશે એના શોકમાં.થોડી મહિલાઓ એની જોડે આવી અને એને બોલવાના પ્રયત્ન કારવવા માંડી.
પરંતુ એ સીધી કઈ પણ બોલ્યા વગર રાજનના પાર્થિવ દેહ પાસે ગઈ અને કહેવા લાગી, 'હું જરાય નહિ રડું આજે, તમે તમારો વાયદો પૂરો કર્યો, તમે સાચે આજે આવી જ ગયા ભલે જીવતા નહિ તો શહીદ થઈને! પણ આવી તો ગયા જ! હું નહિ રડું નહિ રડું!
આમ કહેતા કહેતા એ સલામી આપી રહી એ સપૂતને! એ શાહિદને! એની વફાદારીને!