દુષ્ટતાનું દર્પણ Setu દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

દુષ્ટતાનું દર્પણ

પુનિતા ખોવાયેલી ખોવાયેલી લાગતી હતી,એના મનમાં કંઇક હલચલ શાંત છતાં વખોડાયેલી ભાસતી હતી, કંઇક થયું હોય છતાં એ મનમાં બધું સમાવી રાખીને બસ એને એકલી એકલી સહેતી હોય એમ જણાતું હતું.કોઈ ની હિંમત નહોતી થતી એને પુછવાની, એનો વિકરાળ સ્વભાવ આજે એનો દુશ્મન બની બેઠો હતો, બહુ પસ્તાવો હોય એમ એની આંખોમાં કળાઈ જતું હતું.આજે એ સ્ત્રી જેને ઈશ્વરે સૃષ્ટિની સુંદરતા વધારવાના હેતુથી સર્જી હોઇ એ એની બદસુલકી માટે થઈને પસ્તાવાની ઘડી એથી પ્રસાર થઈ રહી હતી.
જન્મથી લાડકોડમાં ઉછરેલી ઉંમરની સાથે ઉદ્ધત બનતી ગઈ એ, વડીલોનો અનાદર એ એની જાણે રોજની આદત થઇ ગઈ હતી, દરેકની જોડે વિકૃતિ ભર્યા વલણો વાપરવા એનું જાણે રોજિંદી ઘટના, દરેકને કટુ વચનોના માર થી મારણ કરે, કોઈ સામે વળતો જવાબ આપે તો અપમાન કરતાં એ જરાય ખચકાય નહિ, દરેકને એને એ વર્તનથી જાણે બીક જ લગતી હોય એમ દરેક દૂર દૂર રહેવા માંડ્યા. ઘરમાં પણ હવે એની જોડે કોઈ કામ વગર વાત ના કરે, એના મિત્રોમાં પણ સારી સંગત હતી એમને પીછો છોડાવી નાખેલો, બાકી રહેલા કુસંગતીઓ એની બદમાસીઓ પોષતા રહેતા, જાણે અજાણે એ પણ પોતાના સ્વાર્થ પોષવા ના હેતુથી!
છતાંય એ પુનીતાને એના અદંબરનો અહેસાસ નહિ, મદમાં છકેલી એ બસ એની ધૂનમાં રહે, કોઈ પણ વ્યક્તિને એના કારણે શું દુઃખ થાય છે ખલેલ પહોંચે છે એ વાતનો ખ્યાલ સુદ્ધાં એ ના કરે! એ એના કામ કઢાવવા માટે કોઈ પણ વ્યક્તિને સીધો હુકમ જ કરે, આવા વર્તણૂકથી આજુબાજુ બધા પરેશાન હતા,પણ કહે તો કોને કહે, એના ઘરમાં એને કેળવનાર કોઈ ખાસ નહોતું, અને કોઈ કહે એમ હતું એ એનાંથી ડરતા હતા, હવે તો એની પરણવા લાયક ઉમર થવા આવી હતી, જુવાનીના ઉંબરે આવીને એ રૂપમાં પણ ખીલતી જતી હતી પરંતુ એની આ ગુંડાગીરી અને અવગુણો જાણતા કોઈ એનો હાથ પકડે એમ નહોતું. દુર્ગુણો હતા છતાંય દિલ તો છોકરીનું જ હતું ને! પ્રેમની આભા ક્યાંક છૂપાયેલી હતી પણ પ્રગટતી નહોતી, પ્રેમ શું ચીજ છે એને અહેસાસ નહોતો, એની પ્રતિભાથી એ હજીય અજાણ હતી, દુઃખોના ટોપલા દેવામાં એ એવી મશગુલ હતી કે સુખની સોડમના સૂસવાટા સુના હતા, કોઈ પ્રેમની લહેરખી લહેરાતી નહોતી.
એક સાંજે એ અમથો આટો મારવા નીકળી હતી, એની ધૂનમાં કોઈ પથ્થરને પગથી રમાડતા રમાડતા એ ચાલતી હતી ત્યાં સામેથી અચાનક એક વ્યક્તિ આવીને અથડાયો, એને ગુસ્સો આવી ગયો, એની ચાલતી પ્રવૃતિ અટક્યાનું એને ભાન થયું તો વધારે રોષે ભરાઈ ગઈ,એને એ વ્યક્તિને જોર જોર થી બૂમો પાડીને ભાંડવા માંડી, વચ્ચે આવનાર વ્યક્તિ એનાંથી સાવ અજાણ હતી, એને સોરી કહીને એ આગળ વધવા માંડ્યો, પણ આ વાઘણ ની જેમ વિફરેલી પુનિતા એને સીધો જેવા દે ખરો! એને તો સારી પેઠે એનો ઉધડો લેવા માંડ્યો, પણ એ જુવાન જબરો ઘબરું જાણતો હતો, એ જાણે એને સમજી ગયો હોય સાન માં એમ કશું પણ બોલ્યા વગર ત્યાંથી આગળ વધવા લાગ્યો, એને આમ કશી પણ દરકાર રાખ્યા વગર આગળ વધનાર આ જુવાન માં રસ પડવા માંડ્યો, એને એની પ્રતિભા અજાણતામાં મોહી ગઈ, એની આંખ એની આંખો સાથે પરોવવા માંડી, સાવ અજાણ એ યુવાનનું યૌવન એને સાચે એક સ્ત્રીના રૂપમાં ઢાળવા સક્ષમ રહ્યું, એની સાથે વાત કરવામાં ભલે રુક્ષતા જાણતી હતી છતાંય એના માટે કંઇક અજાયબ ભાવ અજાણે છલકી આવ્યો એનામાં!
આજે જીવનમાં પહેલી વાર એના રોદ્ર સ્વરૂપને કોઈ શાંત ભાવે િનિહાળીને સહજ રીતે સ્વીકારી લીધી, એ યુવાનની આ વાત પુનીતાના મનમાં એવી ઘર કરી ગઈ કે એને કશું પણ વિચારવા સુન્ન કરી નાખી, આજે પહેલી વાર પ્રેમ શું છે એનો અહેસાસ થવા લાગ્યો, એ જીવનમાં ભૂલ કરી રહી છે એનો અહેસાસ થોડી ઘડીમાં થઈ ગયો, એની દુષ્ટતાનું દર્પણ એવું દેખાડી દીધું એ યુવાને કે પુનીતાના હોશ ના રહ્યા, એ ઘાયલ એવી બની ગઈ કે ભૂલી ગઈ કે એ શું હતી?
એ યુવાન કોણ હતો, ક્યાંથી આવેલો અને ક્યાં ગયો એ ખબર સુદ્ધાં નથી એને છતાંય એની સૂદબુધ એના વિચારોમાં રમતી હતી, એ પાછો જીવનમાં મળશે કે નહિ એના થી અજાણ એ આજે એની ગેરવર્તણૂકો અને દુષ્ટતા ને યાદ કરીને પછતાય છે, છતાંય કોઈને કહી નથી શકતી એ જ એની સજા છે!