Astitvanu ojas - 15 books and stories free download online pdf in Gujarati

અસ્તિત્વનું ઓજસ - 15

પ્રકરણ ૧૫


" ચાલો મેડમ કહો જોઈ તમને શું ફાવશે...? " પ્રેમ એ પૂજા સામે જોઈ અને પૂછ્યું પરંતુ પૂજાની નજર તેની પાછળ ઊભેલી વ્યક્તિઓ પર હતી.

" અરે ...! તમે લોકો આટલી વાર માં આવતા રહ્યા. હું તો હમણાં તમને લોકોને ફોન કરવાની હતી કે હું પણ તમારી સાથે આવું છું" પૂજા એ કહ્યું

" તમે અમારી સાથે... ? " રીંકલ એ પૂછ્યું " શું થયું ભાભી બધું ઠીક તો છે ને ...? તમને કંઈ થયું તો નથી ને...?" રીંકલ પૂજાની બાજુમાં બેસી ગઈ.

" હા બધું ઠીક છે મને શું થાય... મારી પાસે તું જો છે ..." પૂજા એ રીંકલના હાથ પર હાથ મૂકતા કહ્યું.

" ચાલો હવે અમે જઈશું... આમ પણ... હવે મને તો અહીંયા કોઈ ઓળખશે પણ નહિ " પ્રેમ એ પૂજા અને રીંકલ જોઈને કહ્યું.

" હા.. હો ... તમે કોણ ...? " પૂજા એ પ્રેમ સામે જોઇને કહ્યું અને બધા જ હસી પડ્યા. આ વાત પર પ્રેમ પણ મલકાયો. તેને જવાબ ના આપ્યો પરંતુ તેના ચહેરા પર તોફાની ભાવ હતા જાણે તે પૂજાને કહી રહ્યો હોઈ કે તને હું પછી જોઈ લઈશ.

" ચાલો હવે હસવાનું બહુ થયું. હું નીકળું દુકાને ... બે દિવસ થયા નથી ગયો કાલ રાતનું કામ પણ બાકી છે " પ્રેમ કહ્યું અને ત્યાર પછી તેને રાધિકા સામે જોઈ અને પૂછ્યું " રાધી તે ગાડી ક્યા ગેરેજમાં આપી છે ..?"

" તમારી ગાડી સાંજે ઘરે આવશે માટે અત્યારે તમે મારી લઈ જાવ" રાધિકા એ કહ્યુ.

" પણ પછી તમે શું કરશો... ? " પ્રેમ એ રાધિકા સામે જોઇને પૂછ્યું

" પ્રેમ ભાઈ મારી પાસે એની એક્ટિવા પણ લેવડાવી છે " નેન્સી એ કહ્યુ

" ઠીક વાત છે... તો પછી એક કામ કર એક્ટિવાની ચાવી મને આપી દે એને કાર તારી જોડે રાખ.મને આવતા થોડી વાર લાગશે માટે " પ્રેમ એ કહ્યુ

" અરે... ભાઈ... તમે શું કામ ચિંતા કરો છો મમ્મી આવશેને હરિકાકા સાથે ત્યારે ભાભી અને રીંકી એમની જોડે જતા રહેશે અને નેન્સી અને હું એક્ટિવામાં " રાધિકા એ ચોખવટ કરી

" એવું નહિ થઈ શકે રાધિકા કેમ કે સુનીલ કાકાના કામથી હરીકાકા બહારગામ ગયા છે અને આમ પણ પૂજાનો ચેકઅપ હમણાં થઈ જશે એટલે ઘરે જ જવાનું છે એટલે હું સુમન કાકી ને પણ ના પાડવાનો છું ..." પ્રેમ એ થોડીવાર અટકી અને કહ્યું " બાકી પ્લાનિંગ કહેવું પડે તારું ... "

" એ જ તો ને ભાઈ... મે કહ્યું હતુ... કે તું એક વાર વાત કરી લે... જો પૂછ્યું હોત... તો પરિસ્થિતી થોડી જુદી હોત... "નેન્સી બોલી.
નેન્સી નોહતી જાણતી કે રાધિકા અને તેના પપ્પા વરચે શું થયું છે પણ જે હતું એ નોર્મલ ના હતું તેથી એ સતત પ્રયત્નો કરતી કે એક દીકરીને તેના પિતાની નજીક લાવી શકે. તેથી જ તેણે આ વાત કહી હતી પરંતુ પ્રેમએ નેન્સીની વાતને મનમાં ફરી દોહરાવી અને પોતાના સબંધ સાથે જોડી દીધી " ખરેખર જો મે એકવાર પૂજા સાથે વાત કરી હોત તો... આજે પરિસ્થિતી કંઇક જુદી જ હોત " એ વિચારતો હતો કે આજ પૂજા જે કોઈ પરિસ્થિતિથી માં છે એ એના લીધે જ છે તેને પૂજા સામે જોઈ અને સ્મિત કર્યું.
પૂજા નોંધી રહી હતી કે એના હોશમાં આવ્યા પછી પ્રેમમાં ઘણા બધા ફેરફાર થયાં છે. એના વર્તનમાં, એની બોલીમાં એક કુણાશ ભળી હતી. જે પૂજા એ લગ્નના શરૂઆતના વર્ષોમાં અનુભવી હતી. બાકી છેલ્લા પાંચ વર્ષથી તો પ્રેમ એના રૂટિનમાં એટલો વ્યસ્ત થઈ ગયો હતો કે પૂજા એ માત્ર મિસિસ મોનાણી બનીને રહી ગઈ હતી. જો કે પૂજા એના માટે એ પોતાની જાતને જ દોષી માની રહી હતી. કેમ કે એ લગ્નના આટલા વર્ષ પછી પણ પ્રેમને સંતાન નોહતી આપી શકી અને એ કારણથી જ પૂજાએ માત્ર રીંકલની ભાભી બનીને જીવવાનું શીખી લીધું હતું માટે એ પ્રેમનું આ બદલાયેલું વર્તન જોઈ વિચારમાં પડી હતી કે એવું તે શું થયું હતું કે પ્રેમ માં અચાનક આટલા ફેરફાર આવ્યા એનાથી કંઈ ભૂલ તો નથી થઈને. જે હશે તે આજે એ વાત કરશે એવું તેને મનોમન નક્કી કરી લીધું. બધા વિચારો ખંખેરી નાંખ્યા.

" સારું ચાલ તું એક્ટિવાની ચાવી આપ " પ્રેમ એ રાધિકા સામે જોઈને કહ્યુ. રાધિકા પર્સમાંથી ચાવી કાઢીને પ્રેમના હાથમાં આપી.

" કંઇ કામ નથી ને તો નીકળું..." તેને જતાં જતાં પૂજા સામે જોઈને ઉમેર્યું.

" ના કામ કંઇ નથી... તમે તેજ ભાઈ સાથે વાત કરી લેજો... અને હા કાકીમાંને ફોન કર્યો...? " પૂજા વારાફરતી બધું યાદ અપાવી રહી હતી.

" ના ... સારું થયું તે કહ્યું... હમણાં કરી લઉં.." તેણે કોઈને ફોન લગાવ્યો.
" તેજ ફોન નથી ઉપાડી રહ્યો અને કાકીમાં સાથે હું રસ્તામાં વાત કરી લઈશ. કંઇ જરૂર હોઈ તો ફોન કરજે... બનશે એટલું વેહેલું આવવાની કોશિશ કરીશ " પ્રેમ એ કહ્યુ પૂજાની સામે જોતા કહ્યુ અને પછી રાધિકા સામે જોઇને ઉમેર્યું " કંઇ પણ હોઈ તો મને જણાવજે "

" જી ભાઈ તમે ચિંતા નહી કરો અને હવે જાવ..." રાધિકા એને દરવાજા સુધી હાથ પકડીને દોરી ગઈ. તેણીએ હાથ ઊંચો કરી અને કહ્યું " બાય... "
તે પ્રેમને રૂમના દરવાજા પાસે મૂકી અને પછી વળી ત્યારે નેન્સી એની પાછળ જ ઊભી હતી. તેને પણ હાથેથી બાયનો ઈશારો કર્યો.
રાધિકા એ સ્મિત કરી જવાબ આપ્યો " એ બાય પ્રેમ ભાઈ માટે હતું તારા માટે હું અહીંયા જ છું... ચાલો બુક્સ કાઢો તારે એને રીંકી એ વાંચવા બેસવાનું છે જ્યાં સુધી ભાભીને રજા ના આપે ત્યાં સુધી"

" બરાબર છે દીદી " રીંકી તરત જ બુક્સ લઈ અને પૂજાના બેડ પર આવતી રહી.

" જો આમ હોય" રાધિકા એ રીંકલ તરફ ઈશારો કરતા કહ્યું
" અને તારે તો ભણવું જ નથી..." ચાલ બુક્સ કાઢ શોર્ટ સમ સોલ્વ કરાવું છું આવતી અડધી કલાક પછી ટેસ્ટ"

" અરે એકસપ્રેસ સાંભળ તો ખરાં પેલા પેટ પૂજા પછી બીજું બધું... ભાભીને પણ ભૂખ લાગી છે ... હેં ને ભાભી..." નેન્સી એ પૂજા સામે ઈશારો કર્યો કે તમે પણ હા પાડી દો.

" હા દીદી એ વાત તો સાચી છે ભૂખ તો લાગી છે પણ ...." પૂજા એ રાધિકા સામે જોઈ અને કહ્યું

"ભાભી તમે પણ આ લોકોની સાથે થઈ ગયા." રાધિકાએ પૂજા સામે જોઇને કહ્યું

" નહિ ... નહિ ... રાધિકા દીદી સાચે જ તમે બહાર ગયા ત્યારે જ હું કહેવાની હતી તમારા ભાઈને... કે તમને ફોન કરે પણ પછી ડોકટર આવી ગયા ને આમ પણ કાકી નો શીરો આવી રહ્યો હતો એટલે ..." પૂજા એ કારણ આપતા કહ્યું.

" ઓહ્ ... સોરી ભાભી...."

" એમાં સોરી શું દીદી તમે આ બંને ને સંભાળો હું બધું પેક કરી લઉં ... ત્યાં સુધીમાં કદાચ ડૉકટર પણ આવી જશે. પછી આપણે સાથે જઈશું અહીંથી " પૂજા એ કહ્યું

" હા સારું... પણ એ બધું પેક હું કરીશ. તમે બેસો." રાધિકા એ પૂજાની સામે જોઈ અને કહ્યું " અને તમે બંને ભણવાનું ચાલુ કરો... જે ના આવડે એ સ્ટાર કરો... હું આ પેક કરી અને સોલ્વ કરાવી દઈશ " રાધિકા એ કહ્યું. તેણીએ બેડની બાજુમાં પડેલા ટેબલમાંથી સામાન કાઢવા લાગ્યો.

" ટીચર... મારે ખાલી બેસવાનું જ તે ... મારે શું કરવાનું એ પણ કહો..." પૂજા બેડની નીચે ઉતરી અને લહેકા સાથે કહ્યું.
" લાવો હું મદદ કરાવું " પૂજા રાધિકાની બાજુમાં બેસવા જઈ રહી હતી. ત્યાં જ રાધિકાનો ફોન રણક્યો.
રાધિકા એ સ્ક્રીન પર જોતા હળવું સ્મિત કર્યું અને પછી ફોન પૂજાના હાથમાં આપતા કહ્યું " આ લો તમારું કામ ... કરવા માંડો"

પૂજા એ સ્ક્રીન પર જોયું અને પછી ફોન ઉપાડ્યો " જી કાકીમાં ... જય શ્રી કૃષ્ણ" રાધિકા સામે સ્મિત કરી એ તેની બાજુમાંથી ઊભી થઈ ગઈ.

" અરે વાહ તે ફોન ઉપાડ્યો જય શ્રી કૃષ્ણ દીકરા... કેમ છો ... ડોકટર આવ્યા ...? કોઈ કામ નથી ને ...?"

" ના કાકીમાં કંઇ કામ નથી અને મને સારું છે તમે ચિંતા નહિ કરો... એકવાર ડોકટર ચેકઅપ કરી ગયા પણ બીજી વાર ડૉ. મમતા આવશે. તેજ ભાઈએ પર્સનલી કહેડાવ્યું છે માટે... " પૂજા એ કહ્યું તે વાત કરી રહી હતી ત્યારે નેન્સી અને રીંકી બંનેનું ધ્યાન એમાં જ હતું. તેથી એ રૂમ ની બહાર નીકળી ગઈ. આ જોતા એ બંને ફરી પોતપોતાની બુકમાં ધ્યાન આપવા લાગ્યા.

" ઓહ્ સારું કહેવાઈ ... એ છોકરા એ ખરેખર આપણી બહુ મદદ કરી છે હું જાતે તેને મળીને તેનો આભાર માનીશ... આ તમારા કાકાને પણ હરી ભાઈને પણ આજે જ બહારગામ મોકલવાનું સુજ્યું બાકી હું ત્યાં હોત" સુમન બહેન સામે છેડેથી કહી રહ્યા હતા.

" જી કાકીમાં એમની ઓળખાણ થી જ તો મેઇન ડોકટર ચેકઅપ માટે આવવાના છે ત્યાર પછી જ રજા મળી શકશે. તમે ચિંતા નહિ કરો કાકીમાં રાધિકા દીદી છે મારી પાસે" પૂજા તેમને બધું કહી રહી હતી. " કાકી માં એક વાત પૂછવી હતી તમને "

" બોલને દીકરા ... તું ઠીક તો છે ને ... ? હું આવું ત્યાં ?" સુમન બહેન એ તરત જ કહ્યું

" ના કાકીમાં... હું ઠીક જ છું બસ ઘરની ચિંતા થતી હતી. રાતનું જમવાનું અને બધું જોવું પડશે માટે અને રીંકલે પણ નેન્સીના કપડાં પહેરીને આવી છે અને સવારનું ઘર એમ જ પડ્યું છે ..." પૂજા આગળ કંઇ બોલે એ પહેલાં જ તેઓ બોલી ઉઠ્યા.
" પહેલી વાત તો એ કે તારે ફ્લેટ પર જવાનું જ નથી. તારે મારા ઘરે રહેવાનું છે જ્યાં સુધી તારું સીમંત ના થઈ જાય અને તારા માવતર ના ચાલી જાય ત્યાં સુધી અને ના જવું હોય તો પણ હું છું ... બાકી રહી વાત સાફ સફાઈની તો એના માટે હું હમણાં દિવ્યાના ઘરે જાઉં છું અને અમે બંને થઈ અને કરી નાખીશું ... અને હા મે જ દિવ્યાને કહ્યું હતું કે રીંકલને એની પાસે રાખે અને તૈયાર કરીને મોકલી આપે.... . બોલ બીજું કંઇ પૂછવું છે " આ બઘું સાંભળીને પૂજાની આંખમાં આંસુ આવી ગયા.

" કાકીમાં ... હું તમારું ઋણ કઈ રીતે ચૂકવિશ " પૂજાના અવાજ માં એક નિર્દોષતા છલકી રહી હતી

" ચાલ હું કહું એ તને ... પહેલાં તો તું તારા આંસુ લૂંછી નાંખ... અને વચન આપ કે તું તારું હંમેશા ધ્યાન રાખીશ ખાસ કરી અને અત્યારે... દર વખતે હું તારી પાસે નહિ હોઉં " સુમન બહેન પૂજાને સમજાવી રહ્યા હતા.
સુમન બહેનનું આ માર્દવતા પૂજાને અત્યારે એક વ્યક્તિની યાદ અપાવી રહી હતી જેને એ વર્ષો પહેલા પાછળ મૂકી આવી હતી

" કાકીમાં તમે કેમ મારા માટે આટલા હેરાન થાવ છો... ! આ સ્નેહના હક્કદાર રેયાંશ ભાઈના વહુ છે "

" કેમ ... તું મારી વહુ નથી હેં... તારી જગ્યા એ મારા રેયાંશની વહુ હોત તો હું ના કરત ... પ્રેમ પણ મારો દીકરો જ છે માટે તું મારી વહુ કહેવાય સમજી ... હવે તું આરામ કર અને રાધિકાને કહેજે બધું પેક કરી આપે " સુમન બહેન એ કહ્યું.
જ્યારથી પ્રેમ એમના સંપર્કમાં આવ્યો ત્યારથી સુમન બહેન પ્રેમ અને પૂજાને ખરેખર પોતાના દીકરા - વહુ તરીકે જ જોતા. રેયાંશના ગયા પછી તો પ્રેમ એમની વધુ નજીક આવી ગયો હતો. પૂજાની મનઃસ્થિતિ વિશે જાણ્યા પછી સુમન બહેન પૂજાની એકદમ નજીક આવી ગયા હતા.તેઓ કોઈ પણ ભોગે તેને એકલી મૂકવા નોહતા માંગતા.

" જી કાકી માં ... તમારી સાથે રાધિકા દીદી પણ બહુ હેરાન થાય છે મારા માટે ... બધી જવાબદારીઓ એમના પર આવી ગઈ ..."
પૂજાને ખરેખર સુમન બહેન ના શબ્દોથી એક નવી તાકાત મળી રહી હતી. જે વર્ષો પહેલાં એક વ્યક્તિ પાસેથી ઝંખી હતી. અત્યારે પણ એને એ વ્યક્તિની ચિંતાતુર આંખો... અને એ મમતામયી સ્પર્શ યાદ આવી રહ્યો હતો.

" આજ નહી તો કાલ એને લેવાની જ હતી ને ... હવે તું એની ચિંતા છોડ અને આરામ કર અને હા પ્રેમને પૂછી લે એને શું ભાવશે જમવામાં ..."

" પણ કાકી માં ..." પૂજા તેમને વધુ તકલીફ નોહતી દેવા માંગતી માટે અને ફરી સુમન બહેન ને સમજવાનો પ્રયાસ કર્યો

" તું પ્રેમ પૂછીને મને ફોન કરે છે બસ મને આગળ કંઇ નથી સાંભળવું હાં... અત્યારે તને આ વાત કાકીમાં નહિ સાસુમા કહી રહ્યા છે " સુમન બહેન એ બનાવટી કડકાઈના અવાજ માં કહ્યું.

પૂજાને લાગ્યું કે હવે એનું કંઈ નહિ ચાલે તેથી તેને સ્વીકારી લીધું "જી કાકી માં... સોરી સાસુમા ... જય શ્રી કૃષ્ણ" બંને હસી પડ્યા." જય શ્રી કૃષ્ણ " બંને છેડેથી ફોન મુકાઈ ગયો.

પૂજા ફોન પતાવી અને અંદર પ્રવેશી ત્યારે રાધિકા બધું જ પેક કરી ચૂકી હતી બે બેગ ઠસો ઠસ ભરાઈ ચૂકી હતી જેમાંથી એકમાં તો માત્ર ફ્રૂટ જ હતું. તેણીએ બંને બેગ બેડની નીચે મૂકી. માત્ર પાણીની બોટલ સિવાય એકપણ વસ્તુ બહાર ના હતી.

" અરે વાહ... બધુ બે બેગમાં આવી ગયું...? " પૂજા એ અંદર પ્રવેશતા પૂછ્યું

" આવી નથી ગયું ઠાંસી દીધું છે ભાભી" નેન્સી એ બેડ પરથી નીચે ઉતરી અને બેડની પેલી બાજુ નીચે પડેલી ફ્રૂટની બેગ પાસે ગોઠણભેર બેઠી " તનેય અમારી જેમ પૂરી દિધાને ... " એ બેગ પર હાથ ફેરવતા કહી રહી હતી " તું ચિંતા નહિ કર હો ... ઘરે જઈ અને આપડે બંને રખડીશું..." પૂજા આ જોઈ હસી રહી હતી. રીંકલ પણ એક નજર જોઈ તેની સામું સ્મિત કરી અને ફરી એનું કામ કરવા લાગી. રાધિકા બેડની પાછળની દીવાલમાં સાઈડમાં રહેલી બારીના પડદા ખોલી રહી હતી. આ દૃશ્ય જોઈ તે બોલી " નેન્સી...."

" શું છે ... ! હવે તને ફ્રૂટ સાથે વાત કરું એમાં એ વાંધો...?" નેન્સી તેની સામું જોઈ અને પૂછ્યું. આવું માત્ર નેન્સી જ કરી શકતી.
કોમલ અને રીંકલ મસ્તીખોર હતા પરંતુ એ બંને રાધિકાથી પ્રમાણમાં ડરતા.

" નેન્સી" રાધિકા એ સહેજ ભાર મૂકીને બોલી. અને તે તરત રીંકલની સામે ગોઠવાઈ ગઈ. તેણે ધીરેથી રીંકલ તરફ જોઈને કહ્યું "જોયું... !" આ સાંભળતા જ રીંકલ એ રાધિકાને બોલાવી " દીદી આ જુઓ તો ..."
આ સાંભળી અને નેન્સી ગભરાઈ ગઇ. તેણીએ ફટાફટ બુક અને ચોપડી ખોળા લઇ લીધી અને દાખલા ગણવા લાગી.

રાધિકા રીંકલની પાસે આવી અને ઊભી રહી અને તેને કહ્યું
" બોલો "
" દીદી આ સોલ્વ કરી આપોને..." રીંકલ એ રાધિકાના હાથમાં બુક આપતા કહ્યું. એ રાધિકાને ચોપડીમાં બતાવી રહી હતી અને સામે રાધિકા તેને સમજાવી રહી હતી. આ જોઈ નેન્સી એ રાહત અનુભવી હવે તેનું ધ્યાન સંપૂર્ણ પણે ભણવામાં જ હતું.
પૂજા અને રાધિકા વાતો કરી રહ્યા હતા. પહેલાં મેકઅપ ની પછી કપડાની અને હવે તેઓ અવનવી વાનગીઓ વિશે ચર્ચા કરી રહ્યા હતા. આ બધી વાતોમાં એક કલાક ક્યારે વીતી ગઈ એની ચારમાંથી કોઈનેય ખબર ના રહી.

" હવે ખાલી દસ પછી બસ " નેન્સી આળસ મરડતાં બોલી.

" હેં તું મારાથી આગળ કેવી રીતે થઇ ગઇ " રીંકલ નેન્સીની સામે જોઈ પૂછ્યું. તેઓ બંનેની વાતોથી પૂજા અને રાધિકાનું ધ્યાન તેમની તરફ ખેંચાયું.

" હજુ દસ બાકી છે હં ..." રાધિકા એ નેન્સી સામે જોઈને કહ્યું

" ના હો બ્રેક જોઈએ ... તો જ આગળ કામ થશે " નેન્સી એ કહ્યું

" ઓ.કે. ચાલ પાંચ મિનિટ આપી તને " રાધિકા એ કાંડા પર બાંધેલી વોચમાં જોઈને કહ્યું

" એ..... નાસ્તાનો બ્રેક જોઈ આંટા મારવાનો નહિ..." નેન્સી બેડની નીચે ઉતરી અને બેડની પેલી સાઈડ પડેલી બોટલમાંથી પાણી પીધું.

રાધિકા એ પૂજા સામે જોયું " લઈ આવું ભાભી ...? "

" હા પણ ડોકટર આવવાના હતા. જો એ આવી જાય તો આપણે સાથે જ જતાં રહીએ અને બહાર જ નાસ્તો કરતા આવીશું" પૂજા એ કહ્યું

" હા ભાભી ... પણ પાણીપુરી હો ... આપણે કેટલા દિવસથી નથી ખાધી..." અત્યાર સુધી નીચું જોઈ અને ભણી રહેલી રીંકલ પણ બોલી.

" જો છેને અમને બધાને ભૂખ લાગી છે એક તું જ છે રોબોટ..." નેન્સી એ રાધિકાની નજીક જઈ અને કહ્યું

" નેન્સી બેન ખોટું ના લગાવતા પણ ડોકટર અહીંયા આવશે ને આપણે નાસ્તો કરી રહ્યા હશું તો કેવું લાગશે ... તમને બંને ને ભૂખ લાગી હોય તો ફ્રૂટ બહુ બધા પડ્યા છે સુધારી આપુ" પૂજા એ રીંકલ અને નેન્સી સામે વારાફરતી જોઈ અને કહ્યું

" પણ ભાભી આટલા બધા ફ્રૂટ લાવ્યું કોણ...? " રીંકલ પણ બધી બુક્સ મૂકી અને એમની પાસે આવી

" હું હોશમાં આવી ત્યારે થોડા ઘણા પડ્યા હતા જે કાકી માં લાવ્યા હતા.... અને તમારા ભાઈ એ દુકાને ફોન કર્યો હતો કે તેઓ મોડા આવશે માટે ત્યાંથી બધા આવ્યા હતા એ લાવ્યા અને બાકીના કાકાજી લાવ્યા હતા" પૂજા એ કહ્યું

" હેં ... પપ્પા અહીંયા આવ્યા હતા... " રાધિકાના મોઢે પપ્પા શબ્દ સાંભળી અને બધાને નવાઈ લાગી. રાધિકાને પોતાને પણ... એ સુનીલ ભાઈના સ્વભાવને સારી રીતે જાણતી હતી. પરંતુ આજ એમના આ વર્તનને જોઈ રાધિકાને વિશ્વાસ નહતો થઈ રહ્યો. આ વાત બીજાને ના દેખાઈ માટે અને આ વાત ટાળી દીધી અને કહ્યું " મારી પાસે એક રસ્તો છે તમારા ડોક્ટરની અને નાસ્તાની બંને કામ માટે "

" શું જલ્દી બોલ... બહુ ભૂખ લાગી છે યાર" નેન્સી એ કહ્યું

" હું નીચે જઈ અને પૂછી લઉં છું કે ડોકટર કેટલા વાગ્યે આવશે ... અને એ પ્રમાણે આપણે નાસ્તા નો પ્રોગ્રામ ગોઠવિશુ ... બરાબર "

" હા એ વાત સાચી હો દીદી તમે પૂછી અને નેન્સીનાં ફોનમાં ફોન કરો " રીંકલએ કહ્યું

" હા મારો ફોન તમે અહીં રાખો હું તો રાધી ભેગી જઈશ" નેન્સી એ કહ્યું

" ના... રીંકલ તારાથી પાછળ છે તું એને મદદ કરવી દે હું જલ્દીથી લાવું છું ..." નેન્સી હજુ કંઇ આગળ બોલવા જાય એ પહેલાં જ રાધિકા એ કહી નાખ્યું " મને આ વિષય પર કોઈ ચર્ચા નથી કરવી. હું ફોન કરું છું અને જણાવું છું... શું કરવું એ... " રાધિકા પર્સ લઈ અને ત્યાંથી જતી રહી.

" સરસ ચાલો ... " પૂજા બંનેના હાથ પકડી અને બેડ પર બેસાડ્યા. નેન્સીનું મોઢું પડી ગયું હતું " નેન્સી દીદી માઠું ન લગાડો એમાં ... તમારા બંનેની પરિક્ષા ખૂબ નજીક છે માટે એ કહી રહ્યા હતા ... અને આમ પણ તમે તમારી દોસ્તની મદદ નહિ કરો " પૂજા ખૂબ સ્નેહથી નેન્સીને સમજાવી રહી હતી

" ના ભાભી એવું નથી હું ચોક્કસ એની મદદ કરીશ." તેણી પોતાનો ફોન પૂજાના હાથમાં આપ્યો " આ લો ભાભી આવે તો ઉપાડી લેજો અમે બંને જલ્દીથી દાખલા ગણી નાંખીએ " નેન્સી એ સ્મિત કર્યું. તે બંને દાખલા ગણવામાં વ્યસ્ત થઈ ગયા.
એ બંને એની ધૂનમાં એટલા મગ્ન હતા કે રાધિકા ક્યારે આવી અને પ્લેટ ગોઠવી એનું ધ્યાન જ ના રહ્યું.

"નેન્સી ... રીંકલ... ચાલો હવે " રાધિકા એ કહ્યું પણ એ બે માંથી કોઈનુએ ધ્યાન પડ્યું નહિ માટે પૂજા એ બૂમ પાડી અને તે બંને એ સામું જોયું ત્યારે બેસવા માટે રાખેલા સ્ટૂલ પર ચાર ગ્લાસ પડ્યા હતા અને સામે રાખેલા સ્ટ્રેચર પર પાણીપુરીની પ્લેટો ગોઠવાઈ ચૂકી હતી.

" અરે તમે ક્યારે આવ્યા દીદી ... ડોકટર નથી આવવાના કે " રીંકલ એ પૂછ્યું. અને પછી નેન્સી સામે જોઈ અને કહ્યું " નેન્સી... કેટલી વાર થઈ આપણને ખબર પણ ના પડી "

" હા પણ ભાભી રાધિકાનો ફોન ક્યારે આવ્યો ...? મને તો રીંગ જ ના સંભળાઈ " નેન્સી એ કહ્યું

" મે તરત ફોન ઉપાડી લીધો હતો માટે અને આમ પણ ડોકટર સાડા સાત વાગ્યે આવવાના છે... માટે તમે બંને જલ્દી કરો આપણી પાસે અડધી કલાક જ છે " પૂજા એ બેગ માંથી પુરીઓની ભરેલી પ્લેટ્સ બહાર કાઢતા કહ્યું.
રીંકલ અને નેન્સી એ બુક્સ પેક કરી માત્ર એક જ ચોપડી બહાર રાખી. તે બંને સ્ટ્રેચર પાસે આવ્યા.

" અરે દીદી ગ્લાસ ક્યાંથી ગોતી આવ્યા ..." રીંકલ એ સ્ટૂલ પરથી ફુદીના ના પાણીનો ગ્લાસ ઉપાડતા કહ્યું "... અને દસ પલેટ્સ કેમ આપણે તો ચાર જ છીએ બધાની બબ્બે ગણીએ તો પણ દસ ના થાય.." તેને ફરી પૂછ્યું
પૂજા અને રાધિકા બંને એકબીજા સામે જોઈ અને હસી પડ્યા
" એ ભાભી માટે છે ... તું આપણા ભત્રીજાને તો ગણતી જ નથી ને... રીંકી. બરાબરને ભાભી...? " નેન્સી એ પ્લેટ ઉઠાવતા કહ્યું.

" યેસ એકદમ બરાબર.…" પૂજા એ કહ્યું

" ઓહ્ હા એ વાત સાચી છે હાં ... તારો મગજ તો ચાલે છે પણ દેખાતું બંધ થઈ ગયું કે ...? " રીંકલે તેના હાથમાંથી પ્લેટ લેતા કહ્યું

" એટલે ... ? " નેન્સીએ પૂછ્યું

" એટલે એમ કે આ પ્લેટ પર મારું નામ લખ્યું છે" રીંકલે કહ્યું અને તે પ્લેટને ધ્યાનથી જોવા લાગી " આ જોઈ તે ત્રણેય હસવા લાગ્યા.

" અરે એ પ્લેટ એક્સ્ટ્રા તીખી છે ... જે તું નથી ખાઈ શકવાની માટે એ એવું કહે છે " રાધિકાએ નેન્સી તરફ જોઈ અને કહ્યું

" ઓહ્ હવે સમજાયું કે આ ચાર અલગ કેમ છે... ચાલો આપણે સેલ્ફી લઈએ. ભાભી મારો ફોન" નેન્સી એ કહ્યું

" જી બેડ પર છે ઉભા રહો હું આપુ " પૂજા એ કહ્યું. તે બેડની બાજુમાં રાખેલા ટેબલ પર રાખેલો ફોન લઇ અને પાછી ફરતી હતી. ત્યાં જ પેલી બુક તેની નજરે પડી. તેને સ્ટ્રેચર પાસે આવી અને પૂછ્યું
" રીંકી આ બુક કેમ બહાર છે ...? " પૂજા એ બુક તરફ ઈશારો કર્યો

પૂજા એ રીંકલને પૂછ્યું હતું... પરંતુ જવાબ નેન્સી એ આપ્યો
" એ.... આ મેડમ માટે ... " તેણીએ રાધિકા સામો ઈશારો કર્યો. " અત્યાર સુધી એ ફર્યા હવે અમે ફરીશું " રાધિકા એ આ વાત સાંભળી અને કંઇક યાદ આવ્યું હોય તેમ તે રૂમમાં નજર ફેરવી રહી હતી. છેલ્લે એ ટેબલ પાસે ગઈ તેને ત્યાં આજુ બાજુમાં બધું જોયું ... તે કશુંક શોધી રહી હતી.

" શું થયું રાધિકા દીદી " પૂજા એ ત્યાં ઊભા રહીને જ પૂછ્યું

" ઓહ્ નો ... ભાભી લાગે છે હું ચાવી કારમાં જ ભૂલી ગઈ. હું લઈ આવું છું ... તમે લોકો શરૂ કરો " તે આટલું બોલી રૂમની બહાર દોડી ગઈ. એ એટલી ઝડપમાં હતી કે સામેથી આવતા એક છોકરા સાથે ટકરાઈ પણ ખરાં છતાંયે તે રોકાઈ નહિ. પરંતુ એ છોકરો મૂર્તિની જેમ ત્યાં જ સ્થિર થઈ ગયો.
એ કદાચ તેની નજીકથી પસાર થયેલી છોકરીના પરફયુમની સુગંધ માણી રહ્યો હતો. એ સુગંધ તેના નસકોરામાં થઈ અને મગજ સુધી પહુંચી ગઈ હતી. એ હજુ પણ સ્ટેચ્યુની સ્થિતિમાં ઊભો હતો. જો પૂજા તેની પાસે ના આવી હોત તો એ આ જ સ્થિતિમાં કેટલીયે વાર સુધી ઊભો રહેત.
***
" હેં સુમન પૂજાને સારું તો છે ને " દિવ્યા બહેન એ સુમન બહેન ને પાણી આપતા કહ્યું

" હા દિવ્યા એને સારું છે તું ચિંતા નહિ કરે " સુમન બહેન એ પાણીનો ગ્લાસ મોઢે માંડતા કહ્યું

" ભગવાને એને માંડ સારા દિવસો બતાવ્યા છે આટલા વર્ષે અને એમાં પણ એની આવી તબિયત ... પાછુ આગળ પાછળ કોઈ નહિ ... એ બિચારી કહે પણ કોને..." દિવ્યા બહેન કહી રહ્યા હતા.

" ઠાકોર જે કરે એ ઠીક ... અત્યાર સુધી નહોતું મળ્યું કેમ કે અત્યારે મળવાનું હતું... બાકી તો તું છે હું છું પછી તને લાગે છે કે પૂજાને બીજા કોઈની એ જરૂર પડશે "

" ના... પણ રીંકલને મે કહ્યું ને કે પૂજા ઘરે નથી ત્યાં જ એ છોકરી સાવ નીમાણી થઈ ગઈ હતી. " દિવ્યા બહેન એ સુમન બહેન ને બધી જ વાતો જણાવી સામે સુમન બહેન એ પણ હોસ્પિટલની બધી કહાની કહી રહ્યા હતા.


( ક્રમશઃ )


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED