Astitvanu ojas - 10 books and stories free download online pdf in Gujarati

અસ્તિત્વનું ઓજસ - 10

પ્રકરણ ૧૦


“પૂજા શું કરે છે અહીં આવ... અને આ જો… !” પ્રેમ લગભગ ચોથી વાર બૂમ પાડી રહ્યો હતો. તેનો ગઈકાલનો થાક હજુ ઉતર્યો પણ ના હતો અને એમાં પણ પૂજા ને આટલી વાર બૂમો પડવાથી પણ તે આવી નહી. એટલે અંતે એ અકળાયને ઉભો થયો. તે સીધો રીંકલના બેડરૂમ તરફ ગયો કે કદાચ તેના સ્કૂલે ગયા પછી તેનો સામાન સમેટતી હશે. એવું એણે વિચાર્યું. તે રૂમ માં પ્રવેશ્યો રૂમમાં બધે જ જોયું પણ પૂજા ક્યાંય દેખાઇ નહી. તેથી તે પૂજાને શોધવા ગેસ્ટ રૂમ તરફ ગયો અને જતી વખતે ડાઇનિંગ ટેબલ ની પાછળ પડતી રસોડાની મોટી બારી તરફ જોયું ત્યાંથી રસોડાનો લગભગ ભાગ દેખાઇ આવતો પ્રેમ એ ત્યાં નજર ફેરવી પરંતુ પૂજા ત્યાં દેખાઈ નહિ માટે તે ગેસ્ટ તરફ આગળ વધ્યો. ત્યાં પણ પૂજા ના હતી. તે નીચે જોઈ આવ્યો પરંતુ બધેથી તેને નિરાશા મળી આખરે તે દિવ્યા બહેન ના ઘરે પહુંચ્યો આ બધું એક પછી એક બની જવાથી તેને સમજાયું ના હતું તેને શું કરવું. તેને ડોરબેલ તો વગાડ્યો થોડી વાર રાહ પણ જોઈ પણ દરવાજો ખુલ્યો નહી તેથી તેને દરવાજા પર હળવું નોક કર્યું. દરવાજો અંદરથી બંધ ના કરેલો હોવાથી તે થોડો ખુલી ગયો આ જોઈ તેને દરવાજાને આખો ખોલી અને સીધો જ ઘરમાં પ્રવેશી ગયો.
“ દિવ્યા માસી…. “ તે બૂમ પાડી રહ્યો હતો. તેનો અવાજમાં ચિંતા હતી અને કદાચ એના જ લીધે તેનો સ્વર થોડો ઊંચો થયો.દિવ્યા બહેન રસોડામાં જ્યુસ બનાવી રહ્યા હતા તેથી મિક્સચર નો અવાજ આવી રહ્યો હતો. એમને લાગ્યું પણ ખરુ કે કોઈએ દરવાજો ખોલ્યો મિક્સચરનો અવાજમાં સંભળાયું નહી પરંતુ બંધ થતાની સાથે જ તેમને પ્રેમની બૂમો તેમના કાન સુધી પહુંચી ગઈ. તેઓ બહાર આવ્યા.

તેઓ પ્રેમને આમ બેબાકળો ઉભેલો જોઈ રહ્યા તેમણે તરત જ પૂછ્યું “ શું થયું છોકરા કેમ આટલી બૂમો પડે છે "

“ માસી… પૂજા ઘરમાં નથી.”

" ઘરમાં નથી તો નીચે શાક લેવા આવી હશે એમાં શું ...! તું ડર નહીં આટલામાં જ ગઈ હશે.

" પણ માસી એનું પર્સ એનો ફોન બંને એની જગ્યા એ જ છે અને આમ પણ એ ... હું ઘરે હાજર હોઉં ત્યારે એ મને કહીને જ જાઈ છે આજે ખબર નહી ... કેમ એ જતી રહી."

દિવ્યા બહેને આંખો ઝીણી કરી. તે ગઈકાલ રાતની વાતો વિચારવા લાગ્યા પરંતુ એમને પોતાના પર ભરોસો હતો કે એમના સમજાવ્યા પછી પૂજા આ વિશે બીજા કોઈ પગલાં નહિ ભરે. પરંતુ એ ગઈ હશે ક્યાં એ પણ અત્યારે. નેન્સી અને રીંકલ બંને સાથે સ્કૂલે ગયા ત્યારે તો પૂજા હતી. રોજ તો તે એમનાં સાથે જ જાઈ છે પરંતુ આજે કદાચ નેન્સીના પપ્પા મૂકવા ગયા તેથી એ કદાચ પાછળની શેરી માં ગઈ હશે. એમને તરત જ વિચાર આવ્યો.

“ પ્રેમ એ કદાચ સુમન ને ત્યાં ગઈ હશે તું ફોન લગાવ એને “ પ્રેમ અત્યારે પૂજાની ચિંતામાં કંઇ પણ વિચારવા સક્ષમ ન હતો. તેથી તેમના કહેલા પ્રમાણે તરત જ તેના ઘરે ફોન લગાવ્યો. રીંગ જઈ રહી હતી પરંતુ સામે છેડે થી કોઈ ફોન ઉપાડતું ના હતું.
ક્યારેક રીંકલ અને નેન્સીબંને સાઈકલ લઈને ચાલ્યા જાઈ તો એ પાછળની શેરીમાં શાક લેવા જતી અને વળતાં સુમન બહેનને પણ મળી આવતી. પણ આવું કોઈવાર જ થતું ... અને શું ખબર આજે પણ આમજ થયું હોય. એ વિચારે જ દિવ્યા બહેન પ્રેમ ને રાધિકાના ઘરે ફોન કરવા માટે કહેલું. તેઓ પ્રેમ ના ચહેરા તરફ જોઈ રહ્યા હતા.

પ્રેમના ચહેરા પરથી સ્પષ્ટ થઈ રહ્યું હતું કે ફોન ઉપાડ્યો નથી. તેથી દિવ્યા બહેન તેની સામે જોઇને બોલ્યો. “ સુનીલ ભાઈ ઘરે પહુંચી ગયાં હશે...? "

" ના માસી કાકા સવારે જ મને મળ્યા હતા. આમ, પણ અમે સાથે ઊભા હતા એટલે તેઓ ઘરે નહી પહોંચ્યા હોય... હું જતો આવું એમની ઘરે " દિવ્યા બહેન વિચારમાં પડ્યા. સુનિલભાઈ નું નામ સાંભળતા જ પ્રેમ માં થોડી હિંમત આવી હતી. પ્રેમ ઉભો થવા જતો હતી તેવામાં એમને અચાનક જ કહ્યું

" પ્રેમ તું રાધિકાના મોબાઈલ પર ફોન કર એ તો ઉઠાવશે જ. પ્રેમ એ તરત રાધિકાના ફોન પર કૉલ કર્યો.

“ હેલ્લો ... જય શ્રી કૃષ્ણ... રાધિકા... પૂજા તારી ઘરે આવી છે...?" પ્રેમ એ સીધો જ પ્રશ્ન કર્યો

“ નહી તો ભાઈ… હું નાહી ને નીકળી હું જોઈ દઉં કદાચ એ નીચે હશે.... હું જોઇને તમને પાછો ફોન કરું છું.” રાધિકા એ કહ્યું. બંને છેડેથી ફૉન મુકાઈ ગયા પ્રેમ એ પણ એ રાધિકાના ફોન ની રાહ જોવાનું નક્કી કર્યું. એ આમ પણ બધી જગ્યા એ ફરી વળ્યો હતો. પરંતુ પૂજા અને ક્યાંય પણ દેખાઇ ના હતી. માટે તેની પાસે હવે રાધિકાના ફોન ની રાહ જોયા વગર બીજો કોઈ રસ્તો ન હતો.

રાધિકા એ જવાબ તો આપ્યો પરંતુ એ ખરેખર પ્રેમ ના આ ઓચિંતા સવાલથી થોડી ચિંતામાં મુકાઈ ગઈ હતી. તેને ગઈકાલ રાતની વાત યાદ આવી ગઈ તેથી તે જ ઝડપથી નીચે આવી. તેણીની નજર આખા ઘર માં ફરી વળી. પરંતુ ઘરમાં કોઈ દેખાઇ રહ્યું ન હતું તેથી તે રસોડાં તરફ ગઈ. ત્યાં પારુલ બહેન પૂરી વણી રહ્યા હતા. એમને જોઈ અને રાધિકા એ પૂછ્યું “ પારુલ માસી મમ્મી ક્યાં …?” તેના સ્વરમાં થોડી ચિંતા ભળી રહી હતી.
“એ તો બગીચામાં છે આજ પૂજા વહેલી…”
પૂજા નામ સાંભળતા તે હાંશ થઈ. તે પૂજાને જોવા માટે તરત જ બહાર દોડી. તેને ચાલતાં ચાલતાં જ કહી નાખ્યું
“ભાભી આવ્યા જ છે ને હા સારું હું આવું હં " તે પૂરી વાત સાંભળ્યા વગર જ જતી હતી. તેથી પારુલ બહેને તેને ફરી કહ્યું
“ અરે પણ વાત તો સાંભળ... એ પાણી “

“ હા હા ખ્યાલ છે વાળ ભીના છે હમણાં સુકાઈ જશે..
.. નહિ થાય અહીંયા ભીનું...” તે આગળના શબ્દો સાંભળ્યા વગર જ બહાર દોડી ગઈ

“ આ છોકરી પણ બહુ ઉતાવળી બોલવા જ નથી દેતી ને હું તો એમ કહેતી હતી કે શેઠાણી એ વહેલી પૂજા પતાવી લીધી અને તેઓ બગીચામાં પાણી પીવડાવી રહ્યા છે “ તેઓ મન માં બોલતા બોલતા ફરી પૂરી વણવા લાગ્યા.
રાધિકા એ ક્રીમ કલરની ઓરેન્જ બોર્ડર વાળી કુર્તી પહેરી હતી જેનો પાછળનો લગભગ ભાગ તેના વાળના ભીના હોવાના કારણે પલડી ગયો હતો. બગીચા સુધી પહુંચ્યા પછી પણ તેના લાંબા વાળ માંથી પાણીના બુંદો ટપકી રહ્યાં હતા.

“ મમ્મી…. મમ્મી ….” રાધિકાનો અવાજ સાંભળી સુમન બહેન હિંડોળા પરથી સફળા બેઠાં થઈ ગયા. સુનિલભાઈ એ તેમનો હાથ પકડી અને પાછા નીચે બેસાડી દીધા.

“સુમી બેસ તો ખરા… “ તે ફરી ઊભા થઈ ગયા અને એમના કેળ સુધીના ખુલી ગયેલા વાળનો એમણે ફરી અંબોડો વાળી લીધો. અને સાડી સહેજ ખેંચીને સરખી કરી. અને તેઓ ચાલવા લાગ્યા.

“ મમ્મી ભાભી ક્યાં …? રાધિકાની નજર આખા બગીચામાં ફરી વળી પરંતુ પૂજા ક્યાંય તેને દેખાઈ નહી. તેની નજર સુનીભાઈ પર પણ પડી હતી પરંતુ જાણે જોયું જ નથી એમ ફરી સુમન બહેન તરફ જોઈને પૂછ્યું " મમ્મી ભાભી ક્યાં …? પારુલ માસી એ તો કીધું હતું કે પૂજાભાભી અને તમે સાથે છો” રાધિકાનો પ્રશ્ન સુમન બહેન એ સંભાળ્યો હતો પરંતુ સમજાયો ના હતો. એવું એમના ચહેરા પરના ભાવ કહી રહ્યા હતા.

“ મને સમજાયું નહિ… પારુલ એ કહ્યું કે પૂજા અહીં છે …! પણ પૂજા અહીંયા શું કામ આવે ... ? એ પણ અત્યારે... ?” આ વાત પર તો રાધિકા એ વિચાર જ ન હતો કર્યો.

“ પણ મમ્મી પ્રેમ ભાઈનો ફૉન આવ્યો હતો " તે બંનેને વાત કરતા જોઈ સુનિલભાઈ એમની પાસે ગયા. તેઓ થોડા દૂર બેઠેલા હોવાથી એમને તે બંનેની વાતો સંભળાતી ના હતી પણ ખાત્રી થઈ ગઈ હતી કે હવે સુમન એમની પાસે નહી આવે. તેથી તેઓ એ સુમન બહેન સામે જોઇને કહ્યું.
“સુમન હું જાઉ છું તમે નાસ્તો કાઢો આમ પણ સમય થઈ રહ્યો છે “ સુમન બહેન પ્રેમનાં ફોન વિશે વિચારી રહ્યા હતા. માટે તેમને માત્ર આંખોથી હા પાડી પરંતુ એમની વાત સાંભળી ન હતી. તેમને જતા જોઈ રહ્યા હતા. અચાનક જ તેમને રોક્યા “ સાંભળો છો …!” સુમન બહેને બૂમ પાડી સુનીલ ભાઈ ત્યાં ઊભા રહ્યા અને સુમન બહેન તરફ ફર્યા”

“ જી બોલોને “

“ હું પારુલ ને કહી દઉં છું તે નાસ્તો આપી દેશે … મારે દિવ્યમ વિલાસમાં જવું પડશે પ્રેમ નો ફોન હતો."

સુનિલભાઈ એ થોડી ક્ષણો વિચાર કર્યા પછી કહ્યું “ હા રાધિકાને પણ તારી સાથે લઈ જજે કદાચ જરૂર પડે અને હા હું આજ થોડો વહેલો નીકળી જઈશ સાઈટ પર જવાનું છે એટલે આપણે લંચ સાથે કરીશું." તેઓ આટલું કહી અને ચાલ્યા ગયા. સુમને ગઈ કાલ રાતની આખી પરિસ્થિતિ એમનાં પતિ ને સમજાવી હતી.

“ રાધિકા તું દુપટ્ટો નાખીને આવજે... હું પહોંચું છું ત્યાં “
“ હા મમ્મી આ મારો મોબાઈલ આપની સાથે રાખો હું પણ આવું છુ થોડી વારમાં" રાધિકા એ પોતાના બંને એકબીજાની વિરુદ્ધ દિશામાં ચાલતાં બન્યા.

સુમન બહેન ચાલવામાં ઝડપ વધારી તેમના મન માં કેટલાય વિચારો આવ્યા અને ચાલ્યા ગયા. હજુ કાલે રાત્રે જ તેઓ સુનિલભાઈ સાથે પૂજા વિશે ચર્ચા કરી રહ્યા હતા ત્યારે સુનિલભાઈ એ પણ કહેલું હતું કે આ છોકરીનું બહુ ધ્યાન રાખવું પડશે તે અત્યંત લાગણીશીલ છે
“ હા દિવ્યા એ જ્યારે પૂછેલું કે તારે સંતાન કેમ નથી જોઈતું ત્યારે પૂજા એ શું કહેલું ખબર છે... જો એ પોતાના સંતાન ને આ દુનિયામાં લાવશે તો રીંકલ માટે એનો સ્નેહ વહેંચાઈ જશે. "
" અરે એમાં શું થયું જેને બે સંતાન જોઈ એ માં બાપ શું એના બંને છોકરાને નથી સંભાળી લેતા " સુનીલ બોલ્યો

" અમે પણ એ જ કહેલું નીલ ... ત્યારે જ તો એ શાંત પડેલી કદાચ ચેતનાની વાત એના મન માં ઘર કરી ગઈ હતી"

“ સુમી એક માં ની મમતા માં ક્યારેય ફેર નથી હોતો. તે બંને સંતાનો ને એકસરખું જ ચાહી શકે છે" એ ક્યાંય દૂર શૂન્યમાં જોઈ બોલી રહ્યા હતા. સુમને એમનો ખંભા પર હાથ મૂકતાં કહ્યું " નીલ એક પિતા પણ એમનાં બંને સંતાન ને એક સરખું જ ચાહતા હોય છે ... તમે પણ રાધિકાને એટલો સ્નેહ કરો છો જેટલો હું આપુ છું બસ તમારી પદ્ધતિ થોડી જૂદી છે" સુનીલના ચહેરા પર થોડો ઉજાસ આવી રહ્યો હતો.

" ખરેખર સુમી તારા જેવી પત્નીને પામી હું ખુદને બહુ નસીબદાર અનુભવુ છુ... તું ખૂબ સમજદાર અને જવાબદાર પત્ની છે "

" બસ આવું પ્રેમ પૂજા ને પણ કહે એવું ઇરછું છું ... એ છોકરીને ડર છે કે એ પોતાના સંતાનને જન્મ આપી રીંકલને એક માં નો સ્નેહ છીનવી લેશે... માં ની મૂલ્ય પૂજા સારી રીતે સમજે છે કદાચ એટલે જ તે રીંકલ ના મન ની અંદર વસેલી પોતાની માં તરકેની છબી અકબંધ રાખવા માંગે છે અને તેના માટે તે પોતાના સંતાન નું પણ બલિદાન આપવા તૈયાર થઈ છે"

" ખરેખર સ્ત્રી ને કોઈ ના સમજી શકે. આ તે કેવો ત્યાગ... આમ તે કરતું હશે કોઈ..."

" બસ આપણે એ જ તો એને સમજાવવાનું છે... એ પહેલેથી જ ઉછરી છે નીલ અહીંયા પણ તેને સમજાવવા વાળુ નથી પ્રેમ પણ અંતે તો છોકરું જ કહેવાય "

" સુમી મને તારા પર વિશ્વાસ છે તું એને સમજાવીશ તો એ માનશે જ"

" હા જ તો મે એને મન થી દીકરો માન્યો છે... સંતાન ચાલતાં શીખે પછી આપણે એનો હાથ મૂકી દઈએ પણ પાછળ આપણે છીએ એ અહેસાસ જ કદાચ તેને આગળ ચાલવાની હિંમત આપે છે "
અત્યારે રસ્તા પર ચાલતાં ચાલતાં પણ એમને આ સવાંદ યાદ આવી ગયો. પૂજાનો રડતો ચહેરો પળ વાર માટે એમની સામે આવી ગયો. વિચારમાં જ તેઓ દિવ્યમ વિલાસ ના ગેટ પાસે પહુંચી ગયા હતા. તેઓ થોડાં અસમંજસમાં મુકાઈ ગયા. આ વાત એ પહેલા દિવ્યા બહેન કહે કે પછી સીધા પ્રેમનાં ઘરે પહુંચી જાય. પછી તેમણે વિચાર્યું કે પહેલા ફોન જ કરી લઉં કે પૂજા ક્યાં છે... એમને મોબાઈલની સ્ક્રીન તરફ જોયું રાધિકા પિસ્તા કલરના ડ્રેસ માં નેન્સી અને રીંકલ સાથે ઉભેલો ફોટો તેણીએ વોલપેપર માં રાખ્યો હતો તેમને સ્વાઇપ કરી લોક ખોલવાની કોશિશ કરી પણ લોક ખુલ્યો નહી માટે તે સીધા જ પ્રેમનાં ફ્લેટ પર પહુંચી ગયા પહુંચીને જોયું ત્યારે ફ્લેટનો દરવાજો ખુલ્લો હતો. તેમને પૂજા ના નામ ની બુમ પાડી પણ કોઈ એ સાંભળી નહિ. તેથી તે આમ તેમ જોવા લાગ્યા.

***

“ પ્રેમ આપણે હવે રાહ નથી જોવી રાધિકાને ફોન કર્યો તેને પણ ખાસ્સી વાર થઈ તું સુનિલભાઈના મોબાઈલ પર લગાવી જો ....આમ પણ હવે તેઓ આવી ગયા હશે….. રાધિકા કદાચ કામ માં હશે તો ભૂલી જશે તારા માસા ને પણ હું કહી દઉં કે એ પણ રસ્તામાં જોતા આવે "

“ હા માસી “ પ્રેમ એ તરત જ ફોન લગાવ્યો. “ સુનીલ કાકા , પૂજા.... કાકી માં સાથે છેને …? ઓહ્ હું દિવ્યા માસી ને ત્યાં હતો … ના ….ના કાકા હું જાઉં છું કદાચ આડપડોસ માં ગઈ હશે”
તેમનો ફોન મૂકી અને પ્રેમ ઝડપથી ઉભો થઈ ગયો અને લિફ્ટ તરફ દોડ્યો. દિવ્યા બહેન તેની પાછળ ગયા તેમને બૂમ પાડી. તેઓ દિનેશભાઇને ફોન કરી રહ્યા હોવાથી પ્રેમ એ શું વાત કરી એમની અને જાણ જ ના હતી.

“ માસી તમે નીચે આવો... સુમન કાકી કદાચ મારા ઘરે ગયાં છે. હું પણ ત્યાં જ જઈ રહ્યો છું તમે આવો” આટલું બોલતા બોલતા તે લિફ્ટની અંદર પ્રવેશી ગયો તે નીચે ઊતર્યો ત્યારે નીચે રાધિકા લિફ્ટની જરાહ જોઈ રહી હતી પરંતુ લિફ્ટ માંથી પ્રેમ ને બહાર આવતા જોઈ તેને ત્યાં જ ઊભી રહી પ્રેમ પણ રાધિકાને ને જોઈ અને થોડી રાહત અનુભવી પરંતુ સુમન કાકી એના ભેગા ના હતા. તે તેના વિશે કંઈ પણ પૂછે તે પહેલા રાધિકા એ પૂછી નાખ્યું “ ભાઈ ભાભી ક્યાં છે...? તમે અહીંયા કેમ...? મમ્મી પણ અહીં જ આવી એ ક્યાં…?”

“ સારું થયું તું આવી ચાલ… કાકી માં કદાચ મારે ઘરે જ ગયા છે " રાધિકાના આ બધા પ્રશ્નો કહી રહ્યા હતા કે સુમન બહેન સીધા જ પ્રેમ ના ફ્લેટ પર ગયા છે માટે પ્રેમ ઝડપથી ચાલવા લાગ્યો અને ચાલતાં ચાલતાં જ રાધિકા ને કહી રહ્યો હતો. રાધિકા પણ તેની પાછળ દોરવાઈ. એ બંને સામેના એપાર્ટમેન્ટ ના ગેટ માં પ્રવેશ્યા તેવા જ સુમન બહેન તેમને લિફ્ટના દરવાજા પાસે મળ્યા. પૂજા પુરે પુરી રીતે સુમન બહેનના ટેકે ઉભી હતી.


( ક્રમશઃ )


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED