અસ્તિત્વનું ઓજસ - 3 Dharvi Thakkar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અસ્તિત્વનું ઓજસ - 3




રીંકી પાર્કિગમાં પહોંચી ત્યારે કોમલ પહેલેથી જ ત્યાં તેની રાહ જોઈ રહી હતી. રીંકી તેને જોઈ ને અચંબિત રહી ગઈ.

“કોમલ તું અહીંયાં…?”

“હા ચાલ આપણે ચાલતાં ચાલતાં વાત કરીએ” તે બંને પાર્કિંગથી રાધિકા ના બંગલા તરફ ચાલવા માંડ્યા.રીંકી અને કોમલ ના એપાર્ટમેન્ટની સામે જ નેન્સી નું એપાર્ટમેન્ટ હતું. બંને એપાર્ટમેન્ટ ના વરચે લગભગ બે કાર સાથે ચલાવી શકાય તેટલી પહોળી શેરી હતી. આ વિસ્તાર ને રાજકોટના પૉશ વિસ્તારો માં નો એક ગણાવામાં આવતો. સુનીલ ભાઈ એ આ પ્રોજેક્ટ પર બહુ મહેનત કરેલી અને ૧૦ વર્ષ માં અહીંયા ચાર એપાર્ટમેન્ટ બની ગયાં હતાં. જેમાં ના ૨ એપાર્ટમેન્ટ માં સુનીલ ભાઈ પોતે જ બિલ્ડર હતા. તેમાં પણ વળી, એપાર્ટમેન્ટ માં મોટા ભાગ ના ફ્લેટ સુનીલ ભાઈ એ જ અપાવેલા તેથી ત્યાં રહેતા બધાં તેમને સારી રીતે ઓળખતાં. તેની આગળ ની શેરીમાં બધા બંગલા જ હતા ને તેમાંથી તે શેરીમાં પ્રવેશતા જ પ્રથમ સુનીલ ભાઈનો બંગલો આવતો જે સૌથી અલગ તરી આવતો. તે બંગલાની અંદર પ્રવેશતાં જમણી બાજુ મોટો લંબચોરસ ભાગ બગીચા માટે ફાળવવા માં આવ્યો હતો. બગીચામાં પ્રવેશવા માટે નાની એવી ડેલી બનાવવામાં આવી હતી અને તે ડેલી મનીવેલથી સજાવેલી હતી. બગીચા ની ફરતી ક્યારીઓ રંગીન ફૂલો સજાવવા માં હતી તેમાં મોટા ભાગના ગુલાબ હતા. તેમા અંદર ની એક આખી ક્યારી માં તુલસી ના છોડવા સજાવવામાં આવી હતી. બગીચાની વરચે હિંડોળો રાખવામાં આવ્યો હતો. હિંડોળા ની સામેની બાજુ એ બે રાતરાણી લગાવેલા હતા તે બેય ની વરચે સફેદ ચંપો પણ વાવેલો. આ બગીચાની સામેની સાઈડ પાંચ ગાડીઓ રહી જાઈ તેટલી જગ્યા પાર્કિંગ માટે રાખવામાં આવી હતી જેમાં બે ગાડી અને એક એક્ટિવા અત્યારે પણ પડી હતી આગળ એક બાઈક પણ કવર ચડાવેલું પડેલું હતું. ઘર ની અંદર પ્રવેશતા જ સુંદર મજાનો લિવિંગ રૂમ હતો જેમાં જમણી સાઇડ બેસવા માટે હતી ડબલ સોફા સેટ અને તેની સામેની દીવાલ પર ૪૨ ઇંચ નું ટીવી લાગેલું.તેની બાજુમાં જ બે બેડરૂમ આવેલા જેમાંનો એક કોઠા રૂમ અને બીજો તે સુનીલ ભાઈ નો શયખંડ હતો. લિવિંગ એરિયાની સામેની બાજુએ દસ સભ્યો સાથે બેસીને જમી શકે તેવું ડાઈનીંગ ટેબલ હતું ને તેની બાજુમાં વન સાઈડેડ પાર્ટીશન રાખેલું. જેથી રસોડામાં થી બહારનું બધું જોઈ શકાય પરંતુ રસોડાની અંદર શું થઈ રહ્યું છે તે બહારના લોકો ના જોઈ શકે. રસોડાં ની આગળ જતાં જ ઉપર જવા માટેના દાદરા હતા. તે દાદરા નો ટેકો લઈને જ રાધિકા સુમન બહેન સાથે વાત કરી રહી હતી. એટલામાં નેન્સી ઉપરથી ઉતરી રહી હતી.

“કેમ નેન્સી તારી ટીચર આજ ભણાવવાના મૂડ નથી લાગતી” સુમનબેન લાડ માં બોલ્યા

“હા સુમનઆન્ટી આજ ફરવાના મૂડમાં છે પણ તમારે પણ મદદ કરવી પડશે હોં”

“ખબર છે દીકરા કાર ની ચાવી મે પહેલે થી તારા અંકલ પાસેથી લઈ લીધેલી” સુમન બહેન એ પહેલી આંગળી માં પરોવેલી ચાવી ઊંચી કરીને બતાવી.

“ થેંક્યું આન્ટી કહીને નેન્સી એ સુમન બહેનની આંગળી માં પરોવેલી ચાવી લઈને તેમને ગળે લગાવી લીધા” તેમણે પણ તેની માથે હાથ ફેરવ્યો ને નેન્સી દોડીને બહાર ચાલી ગઈ તે દોડતાં દોડતાં રાધિકા ને કહેતી ગઈ તું આવજે હું તો આ ચાલી

“ રાધિકા બહુ વાર નહિ લગાવતા ધ્યાન રાખજે છોકરીઓનુ આમ પણ આજ રવિવાર છે એટલે અને અમે બધાં ભેગા થવાના એટલે તું સીધી ત્યાં જ આવજે " સુમનબહેન ચિંતાના સ્વરમાં બોલ્યા જો કે એમને પણ ખબર હતી તેની દીકરી નીડર હતી.

“ હા માં તમે ચિંતા ના કરશો ફોન મારી જોડે છે બાકી અમે ચાર છેએ હવે હું જાઉં... જય શ્રી કૃષ્ણ” એટલું બોલી રાધિકા મોટાં પગલાં ભરતી પાર્કિંગ તરફ દોડી ગઈ.

“ ભલે દીકરા જય શ્રી કૃષ્ણ” તેઓ રાધિકા ને જતી જોઈ રહ્યાં.

રાધિકા બહાર નીકળી ત્યારે રીંકી કોમલ ને નેન્સી સેલ્ફી લઈ રહ્યા હતા.રાધિકાને એ જોઈને ગાડી માં બેસવા જતી હતી ત્યાં જ નેન્સી એ તેનો દુપટ્ટો ખેંચ્યો.

“ ડાર્લીંગ એક નજર અહીંયા રાધિકા હજુ કંઈ સમજે તે પેલા તેણી એ સેલ્ફી લઇ લીધી ને કાર ની બીજી સાઈડ ચાલવા માંડી…”

“દીદી આને ને રીંકી અહીંયા છોડી દો આપડે બેઓ જઈ આવીએ”

“સાચી વાત છે તારી કોમલ એવું જ કરવું ચાલ તું બેસીજા” નેન્સી ને રીંકી હજુ ફોન માં સેલ્ફી લઇ રહ્યા હતા.

રાધિકા એ ડ્રાઈવર ની સીટ પર ગોઠવાઈ કોમલ પણ તેની બાજુમાં બેસી ગઈ બંને એ સીટ બેલ્ટ બાંધ્યા છતાંયે પેલી બેઓ તેની જ વાતો માં મશગુલ હતી. રાધિકા ગાડી સ્ટાર્ટ કરી એવી તરત જ બેઓ અંદર ગોઠવાઈ ગઈ.ગલી માંથી બહાર નીકળીને મેઈન રોડ પર સાંઠ ની સ્પીડ થી વરના દોડી રહી હતી. જ્યારે પણ બહાર જવાનું થતું ત્યારે રાધિકા આ જ ગાડી લઈ જવાનું પસંદ કરતી. જો કે સ્કૂલે ભણાવવા જતી ત્યારે તે એક્ટિવા લઈ જતી. ડ્રાઈવિંગ મોટે ભાગે તેના જ હાથ માં આવતું તેનો મોટા ભાઈ રેયાંશ જ્યારે વેકેશનમાં આવતો ત્યારે તે તેને શીખવતો. હજુ ગયા વેકેશન માં જ તેણે રાધિકા ને કાર શીખવાડી હતી. અત્યારે પણ તેને તે દિવસ યાદ આવી ગયો હતો.

“ રાધી સોંગ ચાલુ કરને યાર”નેન્સી બોલી પણ તે હજુ તે તેના વિચાર માં જ ખોવાયેલી હતી. નેન્સી અને રીંકી ફરી સેલ્ફી લેવાં માંડ્યા. કોમલ પણ બારી માંથી બહાર ના દૃશ્યો જોવામાં મશગૂુલ હતી.

દસેક મિનિટ પછી નેન્સી ફરી બોલી પરંતુ રાધિકા એ સાંભળ્યું જ ના હતું. નેન્સીએ રીંકીની સામે જોયું.

“રીંકી એ તેના કાન પાસે જઈને સિટી વગાડી” વિચાર માંથી હમણાં જ જાગી હોય તેમ તે બોલી “હેં તે કશું કીધું”

“હા બેરી ક્યારની કવ છું સોંગ વગાડ” નેન્સી બોલી

“ સોરી મારું ધ્યાન ના હતું. ચાલ આવી જ ગયું છે. તમે લોકો અહીંયા જ ઉતરી જાવ હું પાર્ક કરીને આવું છું”

રાધિકા એ પોતાની ગાડી મેઈન ગેટ પાસે ઊભી રાખી. નેન્સી કોમલ અને રીંકી ત્યાં ઉતરી ગયા. રાધિકા એ ગાડી પાર્કિંગ તરફ લઈ ગઈ. તે પાર્ક કરી ને ઉતરવા જઈ રહી હતી ત્યારે તેને રેઅર મીરર માં જોયું કે સામે એક છોકરો અને છોકરી સાથે ઉભા હતા પેલો છોકરો તેની સાથે અશોભનીય વર્તન કરી રહ્યો હતો કદાચ પેલી છોકરી પહેલેથી ઓળખતી હતી એ છોકરાને. પરંતુ તે પેલાને રોકી ન હોતી શકતી. પેલી છોકરીએ બ્લેક કલર નું ઓફ શોલ્ડર ટોપ ને નીચે બ્લુ ડેનિમ પહેર્યું હતું દેખાવ માં સમજદાર લગતી હતી પરંતુ અત્યારે તે ડરેલી દેખાઈ રહી હતી. રાધિકા ના મન માં કેટલાય વિચારો આવીને ચાલ્યા ગયાં અંતે તેણે પેલી યુવતીની મદદ કરવાના નિર્ણય ની સાથે જ કાર માંથી બહાર પગ મૂક્યો અને મનોમન ભગવાન ને યાદ કરી લીધા. તે સીધી તેની પાસે ગઈ અને કહ્યું

“ હાઈ તું અહીંયાં…?”

પેલી છોકરી માટે તો જાણે રાધિકા સાક્ષાત્ ભગવાન નો રૂપ બનીને આવી હતી. રાધિકા ને જોઈ જાણે હાશકારો અનુભવ્યો હોઈ તેમ કહ્યું

“ હાઈ દીદી”

પેલો છોકરા બેઓની વરચે જ બોલી પડ્યો “ કોણ છે આ અંકિતા તું ઓળખે છે આમને” હવે તો તે પણ થોડો ડરી ગયો હતો. તેની ઉંમર કદાચ અઢાર થી વધુ નહિ જ હોઈ તેવું રાધિકા એ ધાર્યું. પેલી છોકરી નું નામ અંકિતા હતું એટલી ખબર પડી ગઈ હતી રાધિકાના પણ અંધારા માં બીજું તીર છોડ્યું.

“ચાલ તારી રાહ જુએ છે તારા મિત્રો”

“હા દીદી ચાલો કહેતી અંકિતા રાધિકાનો હાથ જોરથી ખેંચ્યો રાધિકા બે ડગલાં જેટલું ઢસડાઈ પછી તરત જ જાત ને સંભાળી લીધી.”

તેઓ બંને સાથે ચાલતાં હતા. દૂરથી રાધિકાના ને આવતા જોઈ એટલે અને નેન્સી તરત જ તેની પાસે જવા લાગી.

“ચાલ ને ભાઈ તે તો બહુ કરી હો અમે ક્યારના રાહ જોઈએ છીએ તેનું ધ્યાન પેલી છોકરી તરફ ગયું ” રીંકી અને કોમલ પણ પ્રશ્નાર્થ નજરે રાધિકા સામે જોઈ રહ્યા હતા.

“હા ચાલો હવે જઈશું...?”

પાંચેય એકી સાથે મુખ્ય પ્રવેશદ્વાર માં પ્રવેશ્યા તેમાં ડાબી સાઈડ ખાણી પીણી ના સ્ટોલ હતા. તેમાં વેચાણ માટે આવેલા સ્ટોલ ત્યાંથી થોડા અંદર હતા. જમણી સાઈડ થોડા સોફા ને ડ્રેસિંગ ટેબલ જેવું રાચરચીલું વેચાણ માટે મૂકેલું તેમાં સૌથી ખૂણા પર ના સોફા પર રાધિકા જઈને બેસી ને બધા તેની પાછળ દોરવાયા. અંકિતા ને તેની બાજુમાં બેસવા કહ્યું. તે હજુ કંઈ પૂછે તે પહેલાં જ અંકિતા રાધિકાના ખંભે માથું મૂકીને રડવા લાગી. ત્યાં ઊભેલી ત્રણે વ્યક્તિ ઓ પરિસ્થિતિ ને સમજવા ની કોશિશ કરતા રહ્યા.
( ક્રમશઃ)