Astitvanu ojas - 2 books and stories free download online pdf in Gujarati

અસ્તિત્વનું ઓજસ - 2


જમ્યાં પછી રાધિકા તેના રૂમમાં પહોંચી ત્યાં તેનો ફોન રાણકી રહ્યો હતો.જ્યારે તે લેવા પહોંચી ત્યાં રિંગ બંધ થઈ ગઈ હતી. સ્ક્રીન પર “નેન્સી” લખ્યું હતું. ફરી મોબાઇલ રણકી ઉઠ્યો. રાધિકા એ કૉલ રિસિવ કર્યો.
“હેલ્લો”
“હેલ્લો નહિ હાલો”
“ક્યાં પણ એ તો કહે ?”
“મે તને કહેલું ને કે ફેશન સેલ આવ્યો છે”
“હા પણ”
“દસ મિનિટ માં પહોંચું છું ત્યાં”
“અરે પણ” સામે છેડેથી કૉલ ડિસ્કનેક્ટ થઈ ગયો.
“નેન્સી” રાધિકાની જીવનની સૌથી નજીકની વ્યક્તિ. આમ તો તે ચાર વર્ષ નાની હતી તેનાથી તો પણ એક બીજાની ગાઢ સબંધો હતા. તે પાંચમાં ધોરણ હતી ત્યારથી રાધિકા પાસે રમવા આવતી ધીમે ધીમે તે પોતાનું ભણવાનું પણ રાધિકા પાસેથી શીખવા લાગી. રાધિકા ના ઘરની પાછળ ની શેરીના એપાર્ટમેન્ટ માં જ રહેતી તેથી જો નેન્સી ઘરમાં ન મળે તો તુરંત રાધિકાના ઘરે શોધતાં. તેના પપ્પા દિનેશભાઈ પટેલ બેંક ના મેનેજર હતા તેથી સુનીલભાઈ ને પણ સારો એવો ટેકો મળતો. તેણી ની માતા દિવ્યા બહેન ઘરેલું સ્ત્રી હતા. મોતી-પરોણાં, ભરત કામ, ઉનનું ગુથણ જેવા કામો માં નિપુણ હતાં. રાધિકા ઘણું ખરું શીખતી તેમની પાસે થી સુમનબેન પણ કહેતાં કે “મારી રાધું તમારે ત્યાં ભણવા આવશે તમારી નેન્સી મારા ઘેરે” દિવ્યા બહેન પણ કહેતાં “નારે... બાઈ આ બધું તો ધગશ ની વાત છે જુઓને નેન્સી ને કેટલીવાર કહ્યું શીખતી જ નથી મારી બેટી” રાધું તો મારી કહ્યાગરી દીકરી છે. બંને પરિવાર વરચે સારી એવી મૈત્રી બંધાઈ ચૂકી હતી.
***
રાધિકા તેનું વોર્ડરોબ ખોલીને વિચારતી હતી શું પહેરું ? ત્યાં જ તેના રૂમ નું બારણું ધડામમમમ… દઈને ખુલ્યું તેણીએ ચોંકીને ત્યાં રૂમના દરવાજા તરફ જોયું ત્યાં જ સામે નેન્સી ઊભી હતી. તેને ડાર્ક ગ્રીન કલર ની થ્રી- ફોર્થ સ્લીવ વાડિયા શોર્ટ કુર્તી પહેરી હતી.અને તેની નીચે બ્લુ કલરનું નેરો જિન્સ પહેર્યું હતું. છવ્વીસ થી વધુ તેની કમર નહી જ હોઈ. ઘઉંવર્ણી હતી છતાંય તેનો ચહેરો નમણો હતો પીનો નાખી ને સરસ માથું ઓળવ્યું હતું ને પાછળ થી ખુલ્લા કમરથી સહેજ ઉપર ના વાળમાંથી હજુ શેમ્પૂ ની સુગંધ આવી રહી હતી
“લે… તું હજુ તૈયાર નથી થઈ” હજુતો રાધિકા કંઈ જવાબ આપે તે પહેલાં જ તે વોર્ડરોબ ની નજીક જઈ ને તેમાંથી એક બ્લુ કલર નો અનારકલી ડ્રેસ લઈ તેને હાથ માં આપ્યો. “જાઓ રાજકુમારી તૈયાર થઈ જાવ” તે રાધિકા પર ખુલ્લા દિલથી હુકમ ચલાવી શકતી. રાધિકા પણ તેની બધી વાતો માનતી.
“થેંકસ” રાધિકા તેની સામે હસીને બાથરૂમ માં ચાલી ગઈ. બંધ દરવાજે જ પૂછ્યું આપડે એકલા જવાનું છે કે …? આમ તો મે”
“ના રે… “ તે વરચે જ બોલી પડી “ રિંકી ને કોમલ પણ આવે છે”
“સરસ તો ટૂંક માં મારા ત્રણેય વિદ્યાર્થી આવે છે એમને” રાધિકા બહાર નીકળતા તરત જ બોલી
“ યસ માય જાન” કહીને સીધી જ તેને તેના ગળે પપ્પી કરો લીધી “ બ્લુ માં સુંદર દેખાઈ નહિ તું” તેના ગળામાં તે હાથ પરોવી તે ગાવા લાગી બહારો ફૂલ બરસાઓ મેરા મહેબૂબ આયા હૈ મેરા મહેબૂબ….
“ હા શું થાય કોઈનો મનપસંદ છે પહેરવો તો પડેને” રાધિકા એ તેના હાથ છોડાવતા કહ્યું
“હા મારી ડાહી” કહીને તેને દુખણાં લેવાની એક્ટિંગ કરી
“બસ હો નેન્સી બહુ વખાણ નહિ કરે બાકી હું દાઢે વળગીશ”
“એટલે…?” આશ્ચર્યથી તેણે સામે જોયું.થોડી સેકન્ડ પછી જાણે સમજાયું હોય તેમ ફરી બોલી “ તે ભલેને વળગે એમને ક્યાં ઉખડતા નથી આવડતી” રાધિકા પણ કાંસકો ફેરવતા ફેરવતા તેની સામે જોઈ હસી પડી. નેન્સી તેના ડબલ બેડ પર આરામથી બેઠી હતી. રૂમ ની ડાબી સાઇડ જ્યાં ડ્રેસિંગ ટેબલ રાખેલું હતું. તેની સામેની સાઈડ માં તેનું સ્ટડી ટેબલ હતું. આ બંગલા માં સૌથી ઓછા ફર્નિચર વાળો રૂમ હતો તો તે રાધિકા નો. છતાંયે સુંદર લાગી રહ્યો હતો બેડ નં પાછળ ની દીવાલ પરપલ કલરથી રંગાઈ હતી તે સિવાય ની બધી જ દીવાલો સફેદ કલરની હતી હા જો ખાસ હતી તો તેં તેના સ્ટડી ટેબલ પાસેનો ગોલ્ડન કાચ આમ તો વિન્ડો નો આકાર હતો પણ સ્ટડી ટેબલ જો હટાવવામાં આવે તો ખ્યાલ આવે કે સ્લડિંગ ગ્લાસ થી મઢેલો દરવાજો હતો જરૂર.
“હે રામ” કહીને તે તરત જ ઊભી થઈ ગઈ. રાધિકા એ તરત જ તેની સામે જોયું
“કેમ શું થયુ ..?”
“મને લાગે છે આપડે સેલ બંધ થઈ ગયા પછી જ ત્યાં પહોંચીશું…! ક્યારે ઓળી લઈશ તું આવડા મોટા વાળ ?” તેની વાત ખોટી ન હતી કમર થી પણ લગભગ એક વેંત નીચા હતાં તેના વાળ તેમાં પણ સહેજ ભૂરા જાણે ઈશ્વરે હાઈલાઈટ કરી આપેલા હતા.
“ બહુ ડાહી” ત્યાં જ નેન્સી નો ફોન રણકી ઉઠ્યો તેણે ઉઠાવ્યો
“હા બોલ રીંકી”
“ કંઈ નહિ તું અને દીદી રેડી છો ને હું નીકળું છું”
“ હા હું તો રેડી જ છું પછી રાધિકા સામે જોઈ ને મોઢું મચકોડ્યું”
“સારું…!” થોડું અટકી ને તેને ઉમેર્યું “કોમલની મમ્મી બહુ ખીજાતી હતી કે તમે બારમાં ધોરણમાં છો ને વાંચવા માટેનું વેકેશન પડ્યું છે ને વગેરે વગેરે તું દીદીને કહીને જરા વાત કરી લે એ કહેશે તો માની જશે.”
“હા ભલે તું નીચે પાર્કિંગ માં રાહ જો હું રાધી પાસે ફોન કરાવડાવું છું એ પણ આવશે જ તે”
રાધિકા એ ચોટલો માં બેન્ડ નાખીને પૂછ્યું “શું થયું…?”
“કંઈ નહિ કોમલ તેનું ધ્યાન હજુ તેના ફોન માં જ હતું તે કોમલ નો નંબર શોધતી હતી” રાધિકા એ રહસ્યમયી સ્મિત સાથે નેન્સી સામે જોઈને બોલી
“મે પહેલા જ કોમલ ના મમ્મી ને ફોન કરી દીધેલો… કદાચ કોમલ પાર્કિંગમાં રીંકી ની રાહ જોઈ રહી હશે.”
“ તને કેવી રીતે ખબર પડી… બહુ હોંશિયાર હો ચહેરા સાથે સાથે મન વાંચતા પણ આવડી ગયું હો. બધી પરિક્ષામાં ટોપ પર જ રહેવાનું નહિ”
રાધિકા એ તેના માથા પર હળવી ટપલી મારી ને કહ્યું
“ હા તને પણ શીખવાડીશ હાલ તો તું મારી પાસે એકાઉન્ટ શિખીલે તે પણ ઘણું છે. પરિક્ષા ખૂબ નજીક છે ” આટલું કહી રાધિકા તેની સામે નાના એવા ક્લચ માં મોબાઇલ નાંખી ત્યાંથી ચાલી ગઈ. નેન્સી તેને જોતી રહી
રાધિકાને ક્યાં ખબર હતી કે તેને પણ થોડીક ક્ષણ માં જ પરિક્ષા આપવાની છે

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED