Astitvanu ojas - 14 books and stories free download online pdf in Gujarati

અસ્તિત્વનું ઓજસ - 14

પ્રકરણ ૧૪


પ્રેમ પૂજાને બહારની બારીમાંથી જોઈ રહ્યો હતો. એટલામાં એના ખંભે એક હાથ મુકાયો.
" સ્ત્રી વગર... પુરુષ ખરેખર અધૂરો છે દીકરા " સુનીલ ભાઈએ કહ્યું.
બ્રાઉન કલરના બ્લેઝર માં સજ્જ સુનિલભાઈ અત્યારે કોઈ બીઝનેસ ટાયકૂન જેવા લાગી રહ્યા હતા તેઓના એક હાથમાં લેધરની ઑફિસ બેગ હતી અને બીજા હાથમાં ફ્રૂટની બેગ હતી.

પ્રેમને ખરેખર આશ્ચર્ય થયું. કેમ કે સુનીલ ભાઈ આવી રીતે કોઈનેય મળવા જતા નહિ. ધંધાકીય સબંધો સાચવવા પણ તેઓ ઑફિસમાંથી કોઈને મોકલી આપતા. બહુ ખાસ જગ્યા એ જવાનું હોઇ તો પણ તેઓ એમના ધંધાકીય હિસાબો સંભાળતા મુનીમજી ને મોકલી આપતા. ઘર - પરિવારતો આમ પણ ગામડે હતું. અને ફેમિલી કમ ફ્રેન્ડ્ઝમા સુમન બહેન જઈ આવતા.

" કાકા તમે...! "

" યેસ... આપણે અંદર જઈએ "

" જી જરૂર " પ્રેમ એ કહ્યું. તેઓ બંને અંદર ગયા.
સુમન બહેન બેડ પાસે રાખેલા સ્ટૂલ પર બેઠા હતા. પરંતુ પ્રેમ અને સુનીલ ભાઈને આવતા જોઈ તેઓ ઊભા થઈ ગયા. તેમને સુનિલભાઈ ના હાથમાંથી બંને બેગ લઈ લીધી. પૂજા હજુ ઊંઘી રહી હતી.

" બધું સારું છે ને ...? તમે ડોકટર સાથે વાત કરીને...? " સુનિલભાઈ એ સુમન બહેન સામે જોઈ અને પૂછ્યું

" જી સારું છે ચાર વાગ્યા સુધીમાં બોટલ ખતમ થશે પછી જોઈશે કે શું કરવું..." સુમન બહેન એ પૂજા સામે એક નજર ફેરવતા કહ્યું. પછી આંખના ઇશારાથી જ પ્રેમ ને બહાર લઈ જવા કહ્યું પરંતુ એમને સમજાયું નહિ.

" જી તમે જમ્યા ... નહીં તો તમે અને પ્રેમ નીચે કેન્ટીંગમાં જઈ આવો " સુમન બહેન એ કહ્યું. એમના કહ્યા બાદ સુનિલભાઈને ખ્યાલ પડ્યો કે જેમના માટે એ અહીંયા આવ્યા છે એ કામ તો રહી જ ગયું

" ઓહ્ યેસ ચલ પ્રેમ " સુનીલ ભાઈ એ પ્રેમ ને કહ્યું

" હા કાકા " તે રૂમની બહાર નીકળ્યો એટલે તરત જ સુમન બહેન એ કહ્યું " તમે પૂછજો એને મને કદાચ એ સ્પષ્ટ નહિ કહી શકે."

" તું ચિંતા નહિ કરે હું વાત કરી લઉં છું એની સાથે " સુનીલ દ્વારા કહેવાયેલા આ શબ્દોએ સુમનનો અડધો બોજો હળવો કરી નાંખ્યો હતો. સુનીલ ભાઈ પણ પ્રેમની પાછળ રૂમની બહાર નીકળી ગયા.
એમના ગયા પછી સુમન બહેન ફરી સ્ટૂલ પર ગોઠવાયા. તેઓ આજ સવાર વિશે ફરી વિચારો કરવા લાગ્યા. તેઓ પ્રેમને પરેશાનીમાં જોઈ શકે એમ ન હતાં. તેથી એમને સવારે પ્રેમની વાત સાંભળી જ નહી. તેઓ ડરી રહ્યા હતા કે એમના પૂછવાથી પ્રેમ ક્યાંક વધારે ભાંગી ના પડે... માટે તેમને... તે સમય પૂરતી વાત ટાળી દીધી હતી. પરંતુ વાત બહુ મોટી હતી એટલું તો એમને પ્રેમની પરિસ્થિતિ જોઈ સમજાય ગયું હતું. તેથી પૂજાના હોશમાં આવ્યા પછી તરત જ સુમન બહેન એ સુનીલ ભાઈને ફોન કરી બધી વિગતો જણાવી હતી.
સુનીલ ભાઈ પોતાની પત્નીને સારી રીતે ઓળખતા હતા. જ્યારથી રેયાંશ ગયો હતો ત્યારથી પ્રેમ એમના હૃદયની ખૂબ નજીક આવી ગયો હતો. સામે પ્રેમ એ પણ એક દીકરો બની એમનો પૂરો સાથ આપ્યો હતો. અત્યારે એ દીકરાને સધિયારાની જરૂર છે ત્યારે પોતે પાછળ નહિ જ હટે એવા વિશ્વાસ સાથે જ તેઓ પ્રેમની સાથે અત્યારે હોસ્પિટલની કેન્ટીંગના ટેબલ પર બેઠાં હતાં.

" પ્રેમ શું થયું છે " સુનીલ ભાઈ એ પ્રેમની આંખોમાં જોઈ અને કહ્યું.

" કંઇ નથી થયું કાકા ... શું થાય .... કંઇ ન થાય " પ્રેમ એ આડું જોઈ જવાબ આપ્યો.

" ઓહ્ એમ... મને એમ હતું કે તું મને કાકા કહેતો નથી માને પણ છે પણ આ વહેમ પણ તે આજ દૂર કરી દીધો " સુનીલ ભાઈએ કહ્યું

" કાકા... આ તમે શું બોલો છો" પ્રેમ એ તેમની સામે જોયું
"તમે અને સુમન કાકીએ મારા માટે જેટલું કર્યું છે ... એટલું તો કદાચ મારા સગા કાકા - કાકી હોત તો પણ એ ના જ કરી શક્યા હોત " તેનો અવાજ ભીનો થઇ ગયો હતો. કદાચ તેનું ગળુ ભરાઈ આવ્યું હતું.

" તો પછી કહે કે શું કહ્યું છે ડોકટરે... મને સુમન એ જણાવ્યું એમને મળ્યા પછી તું કંઇક વધારે જ વિચાર કરી રહ્યો છે " શબ્દો થી પોતાની વાત કઈ રીતે કઢાવી એ સુનિલભાઈ સારી રીતે જાણતા હતા. આખરે એ પણ એક કુશળ વેપારી હતા.

" પૂજા એક માનસિક બીમારીથી પીડાઈ રહી છે. " આટલું કહેતા તેનો અવાજ જાણે રૂંધાઇ ગયો હોઈ એવું લાગ્યું. તેની આંખમાંથી ફરી બે આંસુ ગાલ પર સરી પડ્યા.

" વ્હોટ... " સુનીલ ભાઈનો અવાજ સામાન્ય કરતા થોડો વધુ ઊંચો થઇ ગયો હતો. એમની આવી પ્રતિક્રિયાથી કોફીના કપ મૂકીને ગયેલો છોકરો પણ ક્ષણ વાર માટે ત્યાં જ થંભી ગયો. બપોરનો સમય થઈ રહ્યો હતો તેથી કેન્ટીંગ ખાલી હતી માટે તેમનો અવાજ થોડો વધુ ઊંચો થયો હોય એવું લાગ્યું.
" પણ કંઇ દવા કે કોઈ થેરાપી નથી...? આ માટેની ...? "

" ના કાકા આ હાલતમાં ડોકટરો કંઇ જોખમ લેવા તૈયાર નથી. એની દવા કરીએ ને તેની અસર ક્યાંક આવનારા બાળક પર " પ્રેમ એ વાક્ય અધૂરું જ છોડી દીધું

" પ્રેમ તું ચિંતા નહી કરે આપણે બહારગામથી ડોકટરને બોલાવીશું અને જરૂર પડશે તો બહારના દેશમાંથી પણ... પૂજાને કે તમારા આવનારા બાળકને કંઇ જ નહિ થાય... " આ વાત વિશે આગળ વિચારવા માટે તેમણે પ્રેમને કહ્યું
" કોફી ઠંડી થઇ રહી છે પ્રેમ"

કોફી પીધા પછી સુનીલ ભાઈ એ કોઈને ફોન લગાવ્યો. તેઓ ટેબલ છોડી અને કેન્ટીંગ ના ગેટ પાસે ગયા. તેઓ કોઈ સાથે વાત કરી રહ્યા હતા. પ્રેમ એક્લો પડ્યો અને ફરી પૂજાના વિચારમાં ખોવાઈ ગયો તે મનોમન પોતાની જાત ને દોષી માની રહ્યો હતો.
ક્યાં કચાશ રહી ગઈ હશે મારાથી..? તે આજે પોતાની જાતને સવાલો પૂછી રહ્યો હતો.

ડૉ. મમતા ના શબ્દો રહી રહીને તેના કાનમાં ગુંજી રહ્યાં હતાં.

"માન્યું મી. પિયુષ કે તેઓ તમારી પત્ની તરીકે સાથે જીવ્યા છે પરંતુ ક્યાંક તમે એમની સાથે ના હતા. કેમ કે આ રોગ વિશે જાણકારી અમને તેઓની જૂની ફાઇલમાંથી મળી છે "

કેમ પૂજા એ મને કહ્યું નહિ...? કેમ એ એકલી સહન કરતી રહી ? આજે આટલા વર્ષે ... પ્રેમ એક પતિ તરીકે પોતાને સવાલ પૂછી રહ્યો હતો. એ પોતાની જાત સાથે વાત કરવામાં એટલો ખોવાઈ ગયો હતો કે સુનીલ ભાઈ તેની સામે ક્યારે બેસી ગયા એની ખબર જ ના પડી. સુનીલ ભાઈ એ તેના ચહેરાની સામે ચપટી વગાડતા કહ્યું " પ્રેમ ક્યાં ખોવાઈ ગયો."

" હેં... ક્યાંય નહિ કાકા " તેને કહ્યું

" મે વાત કરી છે એક ડોકટર સાથે તેઓ ને લેવા ગાડી પણ મોકલાવી દીધી છે." ડોક્ટરોનું નામ સાંભળી પ્રેમની વિચાર શૃંખલા તૂટી હતી તે સુનીલ ભાઈની વાત કોઈ ગણિતના લેકચરની જેમ સાંભળી રહ્યો હતો." એમને કહ્યું છે કે જો બીજા સ્ટેજ સુધી હશે આ બીમારી તો એ ગેરંટી લેવા તૈયાર છે. પૂજા ને કંઇ જ નહિ થાય"

" સાચે કાકા " પ્રેમને એક આશા દેખાઈ. સુનીલ ભાઈની આ વાત જાણે એના મન ના ઘાવ પર મલમનું કામ કરી રહી હતી " ખરેખર એવું જ થશેને કાકા પૂજા સાવ ઠીક થઈ જશે ને "

" હા પ્રેમ I Hope કે એવું જ થાય. તું પૂજાની ફાઈલ રેડી રાખજે... ચાલો જઈશું..."

" જી કાકા ...હું હમણાં જ ફાઈલો લઈ આવું છું " તે બંને કેન્ટીંગના દરવાજાની બહાર નીકળી અને હોસ્પિટલની બિલ્ડિંગમાં પ્રવેશ્યા. તેઓ બંને ચાલતાં ચાલતાં વાતો કરી રહ્યા હતા.

" હમમ ... એમને પહોંચતા પાંચ કલાક લાગશે કંઇ ઉતાવળ નથી. તું આરામથી બધા રિપોર્ટ ભેગા કરી લે" તેઓ બંને રિસેપ્શન પાસે પહુંચે એ પહેલાં જ પાછળથી કોઈએ બૂમ પાડી.

" ભાઈ ...."
સુનીલ ભાઈ અને પ્રેમ બંને ત્યાં જ ઊભા રહી ગયા. તેમને પાછળ વળીને જોયું તો રાધિકા, રીંકલ અને નેન્સી ત્રણે જણ પાછળ ઊભા હતા. રીંકલ થોડું આગળ વધી અને પ્રેમને પૂછ્યું " ભાઈ ...ભાભી ક્યાં છે ...? " પ્રેમ જવાબ આપે એ પહેલાં જ તેને માંડ રોકી રાખેલા આંસુ ગાલ પરથી થઈ અને ગળા સુધી પહુંચી ગયા હતા તેના રુદનમાં અવાજ ન હતો પરંતુ તેની આંખો તેના મનનું દુઃખ વ્યક્ત કરી રહી હતો.

" એ ઉપર છે અને એકદમ... ઠીક છે સમજી" પ્રેમએ રીંકલ ને ખંભેથી પકડી લીધી અને બીજા હાથે આંસુ લૂછ્યા " ચલ આપણે તેની પાસે જઈએ."

" ભાઈ તમે લોકો લિફ્ટમાં આવો હું અને નેન્સી સીડીઓથી આવીએ છીએ... આમ પણ મે રૂમ જોયો છે " રાધિકાએ કહ્યું

" ઠીક વાત છે ... " પ્રેમ એ કહ્યું અને તેઓ બંને સીડીઓ ચડવા લાગ્યા. નેન્સીના ખંભે પર જુલી રહેલા બેગમા લગાવેલા કિચનમાંથી ઘુઘરીઓનો અવાજ આવી રહ્યો હતો તેના પરથી ખબર પડી રહી હતી કે તે બંને કેટલી ઝડપથી પગથિયાં ચડી રહ્યાં હતાં.

" રાધી .... તે રીંકીને ક્યારે કહ્યું ભાભી વિશે " નેન્સી એ પૂછ્યું

" ગાડીમાં બેઠા પછી... બોલ બીજું કંઇ પૂછવું છે " તે અને નેન્સી પગથિયાં ચડવામાં આગળ પાછળ થઈ ગયા હતા.

" તો તે એક્ટિવા કેમ લેવડાવી મારા પાસે ..?" નેન્સી એ પૂછ્યું

" કદાચ ભાભીને અત્યારે રજા આપે તો ત્યારે ગાડી લાવવા જવાની ...? મે આજ સવારની વાત તો કરી હતી ને તને " રાધિકા એ કહ્યું

" સ્માર્ટ હાં ... હજી કેટલું ચડવાનું છે આપણે હું થાકી ગઈ હો મારાથી નહિ થાય હું તો અહીંયાથી લિફ્ટ માં આવીશ તું જા તને જવું હોઇ તો "નેન્સી એ કહ્યું

" મને ખબર ના હતી કે રીંકલ સાચું જ કહે છે " રાધિકા એ કહ્યું

" શું " નેન્સી ત્યાં જ ઊભી રહી ગઈ. રાધિકા અને તેની વરચે ચાર પગથિયાં નું અંતર હતું.
રાધિકા એ તેની તરફ જોતા કહ્યું
" એમજ કે તું ડોશી થઈ ગઈ." આટલું સાંભળતા જ નેન્સી બે પગથિયાં સાથે ચડવા લાગી. રાધિકા પણ તેટલી જ ઝડપે ચડી રહી હતી તેઓ બંને રૂમ સુધી પહુંચે એ પહેલાં રીંકી, પ્રેમ અને સુનિલભાઈ પહોંચી ચૂક્યા હતા.

રીંકલ પૂજાની બાજુમાં તેના ખંભા પર માથું રાખીને બેઠી હતી તેની આંખો બંધ હતી. પૂજાનો હાથ રીંકલના હાથ પર ફરી રહ્યો હતો. સુમન બહેન ત્યાં રાખેલા ટેબલના ખાનામાંથી કંઇક શોધી રહ્યા હતા. સુનીલ ભાઈ અને પ્રેમ બંને પૂજાના બેડ સામે ઊભા હતા. તેઓ કંઇક વાતો કરી રહ્યા હતા.

" ઓય તારો વારો પૂરો ... ચાલ નીચે ઉતર " નેન્સી રીંકલ તરફ જોઈને બોલી ત્યારે બધાનું ધ્યાન તે બન્ને તરફ ખેંચાયું.

રીંકલ એ આંખો ખોલીને જોયું ત્યારે નેન્સી અને રાધિકા દરવાજા પાસે ઊભા હતા. " ચાલ ચાલ ..." નેન્સી એ ફરી કહ્યું

" ના હો મારા ભાભી છે " રીંકલ એ કહ્યું અને પૂજાનો હાથ પોતાનો બીજો હાથ રાખી દીધો. આ બંને ના આવા ઝઘડાઓ જોઈ અને પૂજા હસી રહી હતી. આ જોઈ પ્રેમ પણ ખુશ હતો. બસ હવે એને કોઈ પણ ભોગે પૂજાની આ ખુશી ટકાવવી હતી.

" ઓહો તમે બંને ફરી શરૂ થઈ ગયા. આ હોસ્પિટલ છે આપણું ઘર નથી..." સુમન બહેને બંને ને ઠપકો આપતા કહ્યું

" પ્રેમ આ રહી ફાઈલ" તેમને ખાનામાંથી ફાઈલ શોધી અને પ્રેમ ના હાથમાં આપી. " રાધિકા પાણી ની બોટલ અહીં લાવ... અને હા તે પારુલ ને શીરો બનાવવા કહ્યું હતું...? " રાધિકા એમની નજીક આવી. અને બોટલની બેગ સુમન બહેનના હાથમાં આપી. તેમને બંને બોટલ કાઢી અને નીચેના ખાનામાં મૂકી. નેન્સી અને રીંકલ પોતાનો ઝઘડો ભૂલી એને ફોન માં એક બીજાને કશું બતાવી રહ્યાં હતાં.
સુમન બહેન બોટલો મૂકી અને ઘરની બધી જ વિગતો રાધિકાને પૂછી રહ્યા હતા. સામે રાધિકા તે બધાના જવાબો આપી રહી હતી. આ બધું પૂજા ધ્યાનથી સાંભળી રહી હતી અને સુમન બહેન વિશે વિચારી રહી હતી.
બધું પૂછી લીધા પછી સુમન બહેન એ રાધિકાના માથા પર હાથ ફેરવતા કહ્યું " સરસ ચાલો મારી દીકરીએ ઘર સંભાળી લીધું હવે હું છુટ્ટી"
આ સાંભળતની સાથે જ પૂજા એ કહ્યું
" જોયુંને કાકીમાં તમે કહેતા હતા એ હજુ નાના છે. "

" તારી વાત સાચી છે પૂજા... કાલ સુધી હજુ ઘરમાં દોડાદોડી કરતી દીકરી આજ એ જ ઘરની જવાબદારીઓ નિભાવતી થઇ ગઇ" સુમન બહેન થોડા ભાવુક થઇ ગયા.

" હા તો હવે તમે છુટ્ટા... તમે ઘરે જાવ કાકીમાં કાકાજી પણ કામ થી સીધા જ આવ્યા છે અને તમે પણ સવારનું કંઈ નથી જમ્યું માટે તમે કાકાજી જોડે જ ચાલી જાવ. રાધિકા દીદી અહીંયા મારી પાસે રહેશે " પૂજા એ કહ્યું

" પણ પૂજા રાધિકા ગમે એમ તો પણ છોકરું છે ... એ તારું ધ્યાન કેવી રીતે રાખશે અને આમ પણ..." સુમન બહેન એને કહી રહ્યા હતા પરંતુ પૂજા એ એને વરચે અટકાવી દીધા.

" પણ ... બણ... કંઈ નહિ કાકી માં તમે જ કહ્યું ને કે દીદી જવાબદારીઓ નિભાવતા શીખી ગયા છે તો પછી..."

આ બધી વાતો સાંભળી પ્રેમને યાદ આવ્યું કે સુમન બહેન એ ક્ષણ વાર પણ આરામ કર્યો નથી અને સવારનું કંઇ જમ્યું પણ નથી તેથી તેને પણ પૂજાની વાતમાં સાથ પુરાવ્યો
" હા કાકી પૂજા સાચું કહી રહી છે તમે સવારનું કંઈ નથી લીધુ. "

" પ્રેમ તું પણ ...? " સુમન બહેન એ કહ્યું

" અરે પણ આ બંન્ને છોકરીઓ અહીંયા છે કોઈ મળવા આવ્યું તો કેમ સંભાળશે ... તે જોયું ને હમણાં "

" તમે ચિંતા નહી કરો કાકીમાં એ બંન્ને ને સંભાળવા એમની ટીચર અહીંયા છે " તેમને સુમન બહેન સામે જોયું " ત્યાર પછી તેને રાધિકા સામે જોઇને ઉમેર્યું " હેં ને રાધિકા દીદી..."

" હા મને કોઈ વાંધો નથી." રાધિકા એ કહ્યું.

" બસ તો પછી... કાકા તમે અને કાકીમાં બંને સાથે જ જઈ રહ્યાં છો" પ્રેમ એ સુનીલ ભાઈ સામે જોઈ અને કહ્યું

" સારું પણ જો જરૂર લાગે તો મને તરત ફોન કરજે આમ તો હું કલાકમાં પાછી જ આવું છું... તો પણ" સુમન બહેન એ કહ્યું અને ત્યાં પડેલી લેધરની બેગ તેમને હાથમાં લઈ લીધી.

" જી કાકીમાં ચાલો હું તમને નીચે સુધી મૂકી જાઉં " પ્રેમ એ સુમન બહેનના હાથમાંથી એ બેગ લેતા કહ્યું

" સારું ચાલ " સુનીલ ભાઈએ કહ્યું.

તે ત્રણેયના ગયા પછી રાધિકા પૂજા પાસે બેઠી. નેન્સી અને રીંકલ બંને સામે રાખેલા સ્ટ્રેચર પર બેઠા બેઠા મોબાઈલમાં કશુંક કરી રહ્યા હતા. રાધિકા એ સામેની બારી બંધ કરી અને પૂજા પાસે આવી અને પૂછ્યું " ભાભી તમને સારું છે ને "

" જી રાધિકા દીદી... જેની પાસે સુમન કાકીમાં જેવા માં હોઇ તો પછી એને શું ચિંતા હોઇ ... " પૂજા એ તેની સામે જોઈ અને કહ્યું અત્યાર સુધી તેને લાંબા કરેલા પગની પલાંઠી વાળી અને રાધિકાને તેની પાસે બેસવા કહ્યું
"મારે અને એમને લોહીનો સબંધ નથી છતાંય એ મારા માટે આટલું બધું કરી રહ્યા છે. ખરેખર તમે બહુ લકી છો દીદી... કે તમે એમના કૂખેથી જન્મ લીધો છે " રાધિકાને સમજાયું નહિ કે પૂજા અત્યારે આવું શું કામ કહી રહી છે. તેથી એને માત્ર "જી " કહી અને વાત અટકાવી દીધી.

" ભાભી તમે આરામ કરો હું અહીં સ્ટૂલ પર બેસી છું " રાધિકા એ કહ્યું

" નહિ દીદી મારે સાડી સરખી કરવી છે અત્યાર સુધી તો કાકીમાં હતા એટલે ના બોલી શકી " પૂજા બેડ પરથી નીચે ઉતરી

" પણ ભાભી હાથમાં સ્ટ્રીપ લગાવેલી છે તમે રહેવા દો હું કરી આપુ છું " રાધિકા એ કહ્યું

" નહિ નહિ દીદી તમે બેસો હું કરી લઈશ... રીંકુ દરવાજો બંધ કરી આપને કદાચ તારા ભાઈ આવતા જ હશે. " પૂજા એ કહ્યું અને બેઓની ઊભા થયા. રીંકલ દરવાજા તરફ ગઈ

" લે .. સુમન આન્ટી અને અંકલ ચાલ્યા ગયા ....? અને સાથે પ્રેમ ભાઈ પણ ...? " નેન્સી એ ફોન જિન્સના ના ફ્રન્ટ પોકેટમાં નાંખતા પૂછ્યું

" હા ડોશીમા તમારી આંખો પણ ગઈ કે ...! " રાધિકા એ પૂજાની સાડી સરખી કરતા કહ્યુ

" બહુ સારું " તેનું મોઢું વંકાયું.

" બુક્સ કાઢ આપણે ચાર વાગ્યા સુધી અહીં જ રહેવાનું છે " રાધિકાએ પૂજાની સાડીનો છેડો તેના ખંભે ભરવવતા કહ્યું

" હા હોસ્પિટલ માં પણ આને તો ક્લાસ ચાલુ કરવા છે ... જુઓ છો ને ભાભી " નેન્સી એ કહ્યું

" નેન્સી રાધિકા દીદી સાચું કહી રહ્યા છે આપણી એક્ઝામ ખૂબ નજીક છે આપણી પાસે માત્ર વીસ જ દિવસો રહ્યા છે "

" યેસ સાચું કહ્યું રીંકી" રાધિકા એ કહ્યું

" રાધિકા દીદી પેટ બહુ વધી ગયું છેને " પૂજા એ પાછળથી સાડીનો છેડો સરખો કરતા કહ્યું.

" તે સારું ને મારો આવનારો ભત્રીજો કે ભત્રીજી હેલ્ધી બેબી હશે " રાધિકા એ એના પેટ પર ચુમ્મી ભરતાં કહ્યું " હેં ને દિકા..."

" રાધિકા દીદી તમે પણ કંઇ ઓછા નથી હાં ... સીધું કહોને કે હું જાડી થઈ રહી છું " પૂજા એ બેડ પર બેસતા કહ્યું. રાધિકા એની વાતનો કંઇ જવાબ આપે તે પહેલાં કોઈક એ દરવાજો ખખડાવ્યો.

રીંકલે દરવાજો ખોલ્યો. દરવાજા પર પ્રેમ હતો. આવતાની સાથે જ તેને પૂછ્યું
" તમે શું કરી રહ્યા હતા... એ પણ દરવાજો બંધ કરીને "

નેન્સી અને રીંકલ બંને એ પૂજા સામે જોયુ. પૂજા પણ વિચારમાં પડી કે પ્રેમ ને શું જવાબ દેવો. તે બંને એકલા હોત તો સીધું કહી દેત.

" હું મારા ભત્રીજાને વહાલ કરી રહી હતી બોલો તમને કંઇ વાંધો ...." રધિકા એ કહ્યું " અને હોય તો પણ ભલે રહ્યો... શું કહો છો ભાભી બરાબરને..." રાધિકા એ પૂજાની બાજુમાં બેસી અને કહ્યું.

" અરે વાહ..." પ્રેમ એ પૂજા બાજુમાં બેસતા કહ્યું. બરાબર એ જ સમયે રાધિકાના ફોનમાં રીંગ વાગી અને તે વાત કરવા માટે બહાર જતી રહી અને જતા જતાં નેન્સી અને રીંકલને કહેતી ગઈ " તમે બંને બુક્સ કાઢો હું આવું છું"

બધાને વ્યસ્ત જોઈ પ્રેમ એ ધીમેથી પૂજાના કાનમાં કહ્યું " તો પછી પપ્પાનો તો પહેલો હક બને ને .... બેબી ઉપર પણ અને એની માં ઉપર પણ" આ સાંભળી પૂજા પ્રેમની કમરમાં ચીંટિઓ ભર્યો
" ઓહ્ માં" પ્રેમ એ હળવી ચીસ નાંખી પરંતુ કોઈનું ધ્યાન પડ્યું નહિ
" હા તમારા છોકરાની ... તમારી નહિ " પૂજા તેની સામે જોઈ અને હસી રહી હતી તેની આંખમાં ટીખળ હતી. તેઓ બંને સાવ ધીમેથી વાત કરી રહ્યા હતા.

" ભાઈ રાધિકા દીદી નો મેસેજ હતો અમે બંને નીચે જઈ રહ્યા છીએ " રીંકલે દરવાજા પાસે પહુંચી અને કહ્યું

" ઓહ્ પણ રાધિકા નીચે શું કરી રહી છે... તમે ત્યાં... કેમ "
પ્રેમ એ પૂછ્યું

" અમે નાસ્તો કરવા જઈ રહ્યા છીએ."

" ઓહ્ અરછા... " પ્રેમ એ કહ્યું. તે બંને માંડ એક ડગલું આગળ વધ્યા ત્યાં પ્રેમ એ ફરી બૂમ પાડી " રીંકલ.... સાંભળ..." પ્રેમએ તેના જિન્સ ના પાછલા ખિસ્સામાંથી વૉલેટ કાઢ્યું અને તેમાંથી પાંચસો ની બે નોટ કાઢી અને રીંકલના હાથમાં આપી.

" હવે જાવ " તેને સ્મિત કરતા કહ્યું તે બંને ચાલ્યા ગયા.

" હાં તો હવે કહો જોઈ શું કહી રહ્યા હતા તમે" પ્રેમ ફરી પૂજાની બાજુમાં ગોઠવાયો.

" કંઇ નહિ પ્રેમ સોરી તમારો આજનો દિવસ બગાડ્યો એના માટે " પૂજા એ તેના ખંભા પર માથું રાખતા કહ્યું

" પૂજા ખરેખર સોરી તો મારે તને સોરી કહેવું જોઈએ કે મે તારી કેર ના કરી " પ્રેમ એ કહ્યું પરંતુ આગળ કંઇ વાત થાય એ પહેલાં જ તેનો ફોન રણક્યો. સ્ક્રીન પર સુનીલ કાકા હોમ લખાયેલું આવી રહ્યું હતું.

" જો મારી આ ભૂલની ચિંતા સુમન કાકી ત્યાં બેઠા બેઠા કરી રહ્યા છે " તેને કોલ ઉપાડી અને સ્પીકર પર કર્યો

" હેલ્લો પ્રેમ ..."

" જી કાકીમાં " પ્રેમ એ કહ્યું

" બેટા ... ચાર વાગી રહ્યા છે બોટલ પૂરી થવામાં હશે તું ડોકટરને બોલાવી લે જરા... હું હમણાં શીરો બનાવી અને આવું છું "

" જી કાકીમાં" પ્રેમ આગળ જાઈ એ પહેલાં જ ડોકટર સાથે બે નર્સો રૂમની અંદર આવી ચૂક્યા હતા. પ્રેમ ઊભો થઈ અને સાઈડમાં આવી ગયો હતો.

" કાકી ડોકટર આવ્યા હું તમને હમણાં ફોન કરું છું... જય શ્રી કૃષ્ણ"

" કેમ છો મિસિસ. મોનાણી " ડોકટર એ પૂછ્યું. તેમની સાથે આવેલી એક નર્સ પૂજાનું બી.પી. ચેક કરી રહી હતી. અને બીજી નર્સ લેટર પેડ પર કંઇક લખી રહી હતી.

" જી સારું છે હવે ...."

" સરસ ...ચાલો " તેણી એ પૂજાના હાથમાંથી બોટલની સોઈ કાઢી. તેને દુઃખી રહ્યું છે એવું પ્રેમને મહેસૂસ ના થાય માટે તે આડું જોઈ ગઇ. જેથી પ્રેમને એનો ચહેરો ના દેખાઈ. એ બધું કાઢી અને ડોકટરે ત્યાં પડેલા ડસ્ટબિનમાં નાંખી દીધું. અને પૂજાના હાથમાં પેલી નર્સ પાસેથી એક બેંડેજ લઈ અને ત્યાં લગાવી દીધી.

" ડોકટર હું હવે ઘરે જઈ શકું ને ...? " પૂજા એ પૂછ્યું

પેલી ડોકટર એ સ્મિત કરતા કહ્યું " બહુ ઉતાવળ હો આપને તો ... સામાન્ય પેશન્ટ હોત તો આપને જવા દેતા પરંતુ આપનો કેસ ડૉ. મમતા સંભાળી રહ્યા છે તો એ જાતે તમને ચેક કરશે પછી જ તમે ઘરે જઈ શકશો"

" ડોકટર કંઇ ચિંતા જેવું તો નથીને ...? " પ્રેમ એ પૂછ્યું. બી.પી. માપી રહેલી નર્સ એ પેલી ડોકટરને બતાવ્યું અને બાજુમાં ઉભેલી નર્સ એ બધી વિગતો નોંધી અને તે બંને ત્યાંથી ચાલ્યા ગયા. ત્યાર પછી પેલી ડોકટર પ્રેમ તરફ જોઈ અને જવાબ આપ્યો

" ના આ તો તન્ના સાહેબ નો બે વાર ફોન આવેલો અને એ પર્સનલી પણ આવેલા... માટે મમતા મેડમે કહેવડાવ્યું છે. એ જાતે ચેક કરશે. તમે ચિંતા નહિ કરો એ પણ આવતા જ હશે " પેલી ડોકટર એ કહ્યું

" ઓહ્ ઓકે તો પેમેન્ટ હું કરી આવું અત્યારે કે ...? " પ્રેમ એ પૂછ્યું

" મને ખ્યાલ છે ત્યાં સુધી તો તમારું પેમેન્ટ સવારે જ થઈ ગયેલું છતાંય તમે એક વાર રિસેપ્શન પર પૂછી લેજો "

" જી ડોકટર અને જમવામાં શું આપી શકાય" પ્રેમ એ પૂછ્યું

" બધું જ એમને જે ભાવે એ ખાઈ શકે " પેલી ડોકટર પૂજા સામે સ્મિત કર્યું અને ત્યાંથી ચાલી ગઈ

" ચલો મેડમ કહો જોઈ તમને શું ફાવશે...? " પ્રેમ એ પૂજાની સામે જોઈ અને પૂછ્યું પરંતુ પૂજાની નજર તેની પાછળ ઊભેલી વ્યક્તિઓ પર પડી.

" અરે તમે આટલી વાર માં આવતા રહ્યા" પૂજા એ કહ્યું


( ક્રમશઃ )


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED