Astitvanu ojas - 1 books and stories free download online pdf in Gujarati

અસ્તિત્વનું ઓજસ - 1

પ્રકરણ
"૧૩ ઓગષ્ટ" ના શીર્ષક હેઠળ એક છોકરી તેના સ્ટડી ટેબલ પર લખતી હતી.
આમ તે લોકો કેમ જીવતાં હશે. કોઈ ધ્યેય વગર...
આજે જ મે નેન્સીને કહ્યું કે ચાલ આપણે બહાર જઈએ
તો તેણી એ પણ પૂછ્યું
"કઈ બાજુ જવું છે ? બોલને..." આટલી અમથી વાતમાં પણ રસ્તો નક્કી કરવો પડે છે... મંઝિલ નક્કી કરવી પડે છે... તો... પછી જીવન જીવવા માટેના રસ્તા કેમ જડતા નહિ હોય ... કદાચ મારે જ તે રસ્તે નથી જવું... જે રસ્તે મારી મંઝિલ છે અથવા તો...
"રાધિકા..." નીચેથી કોઈ સ્ત્રીએ બૂમ પાડી.
ડાયરી બંધ કરી ખાનામાં મૂકી ખાનું લોક કરીને નીચે ઉતરવા જતી હતી ત્યાં પેલી સ્ત્રી એ ફરી બૂમ પાડી. પેલી છોકરી સીડી ઊતરતી વખતે મનમાં બબડતી હતી. ખબર નહિ કેમ દિલની વાત લખવા બેસું ત્યારે આસપાસના વાતાવરણ ની ખબર જ નથી રહેતી.
"બોલો ને માં"
સામે એક ગુજરાતી સાડી પહેરેલી સ્ત્રી ચિંતા ની નજરે પેલી છોકરીને જોઈ રહી. એ સ્ત્રીના મુખ પર એક અજબ પ્રકારનું તેજ હતું. સાદા કંકુનો એક ચાંદલો કરેલો હતો તો પણ સુંદર દેખાઈ રહ્યાં હતા. મજબૂત બાંધો ચાલીસી વટાવી ચૂકેલા હતા સુમનબહેન છતાંય તેમની ઉંમરથી નાના જ દેખાતા. રાધિકા ને સુંદરતા અને ધૈર્ય તેની માં પાસે થી વારસામાં મળ્યું હતું.
"શું બોલો દીકરા…! જો તો ખરા ઘડિયાળ"
"હા માં” “નવ વાગ્યા મને ખબર છે"
"જમવાનું નથી કેટલી વાર તને કહ્યું ..."
"તમે બધાં એ જમ્યું...?"
"ના... રે તારા પપ્પા ક્યાં આવ્યા છે હજુ ?"
"શેઠાણી સાહેબ આવ્યા લાગે છે"
"હા પારુલ હું જાઉં છું સાંભળો તમે અને રાધિકા થઈને ટેબલ પર ખાવાનું રાખી દો ભાખરી હું હમણાં કરી આપું"
" હાથ માં પાણીનો ગ્લાસ લઈને સુમનબહેન ત્યાંથી ચાલ્યા ગયા. રાધિકા પણ પેલા બહેન ની પાછળ રસોડાં તરફ ચાલવા લાગી."
પપ્પાનું નામ પડતાં જ રાધિકા ના ચહેરા પર અજબ પ્રકારની ગ્લાનિ પ્રસરાઈ જતી જો કે નવું ન હતું છેલ્લા ત્રણ વર્ષથી આમ જ થતું. તેનો હિસ્સો પારુલ બેન પણ હતા રાધિકા અને રેયાંશને તેમની નજર સામે મોટા થતાં જોયા હતા. સુમન બહેન પણ તેને કામવાળા ઓછા અને પોતાની સહેલી વધુ ગણતા.
"કેમ આજ તો મોડું થઈ ગયું નહિ ?"
"હા... આજે નવી જગ્યા જોવા કાલાવડ બાજુ ગયાં હતાં તે થોડું અજાણ્યું છે માટે..." સુનીલભાઈ બોલ્યા
“સુનીલ ઠક્કર” બિલ્ડરોની મંડળી માં તેમનું આદર્શ ગણાતું આ નામ . છેલ્લા ૧૦ વર્ષ માં ખુબ મોટી પ્રગતિ કરી હતી તે આમતો મૂળ લીમડીના હતા પણ છેલ્લા ૧૫ વર્ષ થી તેઓ રાજકોટ માં સ્થાઈ હતા. તેમને જે સપનાઓ જોયા હતા તે જીવ્યા પણ હતા. તેમાં પણ સુમન જેવી પત્નીનો સાથ પામી તેઓ પોતે પણ કહેતાં કે સારું જીવન જીવવા માટે એક ખાસ વ્યક્તિના સાથ ની જરૂર હોય છે જે મારા જીવન માં તું છે સુમન. તેમના બંગલા નું સપનું બંને એ સાથે મળીને જોયેલું માટે જ તો સુનીલ ભાઈએ બંગલાના બાંધકામ ની ડિઝાઈન તેમણે જાતે કરી હતી. હવે એમનું એક જ સપનું રહ્યું હતું તેના દીકરા રેયાંશ સિવિલ એન્જિનિયર બનાવવાનું…માટે જ તો તેમને દિલ્લી ની નામી કોલેજમાં તેનું એડમિશન કરાવ્યું હતું.
“ચાલો હવે જમીશું ?”
“હા તમે થાળી કાઢો હું આવું છું.” થોડું ક્ષણ અટકી ને તેમને પૂછ્યું “બાકી બધાં એ જમી લીધું ?”
“ના” સુમનબહેન ચહેરા પર સ્મિત આવી ગયું
બાપ- દીકરી વરચે મન મુટાવ થયો હતો છતાંય એક બીજા પ્રત્યે નો વહાલ ઓછો નહતો થયો આ બંને વરચે ની સાંકળ હતા સુમનબેન.
_ _ _
જમ્યાં પછી રાધિકા તેના રૂમ માં પહોંચી ત્યારે તેનો ફોન રણકી રહ્યો હતો. તેણી એ સ્ક્રીન પર ત્યારે લગભગ સાત થી આઠ મિસ્સડ કૉલ થઈ ગયેલા.તે ફોન રાખવા ગઈ ત્યાં ફોન ફરી રણક્યો.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED