Astitvanu ojas - 8 books and stories free download online pdf in Gujarati

અસ્તિત્વનું ઓજસ - 8

પ્રકરણ


“ આ… હા…. સુગંધ તો સરસ આવી રહી છેને …! શું વાત છે ભાભી આજ તો નૂડલ્સ નો ટેસ્ટ બમણો થઈ જવાનો ” નેન્સી એ પૂજાની સામે જોતા કહ્યું

“ હા એ વાત તો સાચી છે હં ટેસ્ટી તો છે પણ મે નહિ રાધિકા દીદી એ બનાવ્યા છે હું ખાલી સર્વ કરી આપીશ.” નેન્સી ની પાછળ પાછળ રીંકલ પણ આવી. તેનાં એક હાથ માં બુક અને બીજા હાથમાં પેન હતી.

“ ભાભી દીદી ક્યાં ? “ તેણી એ પૂજાની સામે જોઇને કહ્યું
“ એ ફ્રેશ થવા ગયા છે એમને થોડી ઊંઘ આવતી હતી એટલે… મારે લીધે તમારે બંને ને તકલીફ પડી … સોરી નેન્સી દીદી”

“ ભાભી એમાં સોરી ના કહેવાનું હોઈ અને હા નેન્સી દીદી નહિ ખાલી નેન્સી કહો”

“ હા ભાભી આને દીદી નહી દોઢ ડાહી કહેવાય.”

“ બહુ સારું હો…..” તેણી નુ મોં વંકાયું . તે બંને નો મીઠો ઝગડો જોઈ પૂજા એક અલગ જ પ્રકારની ખુશી મહેસૂસ કરી રહી હતી તે ધીમું ધીમું હસી રહી હતી. તે મનોમન કશુંક વિચારી રહી હતી.
“ શું થયું ભાભી કેમ હસી રહ્યાં છો...? ”નેન્સી એ કહ્યું

“ કંઇ નહિ એમજ … બોલોને તમે શું કહેતા હતા”

“ રાધિકા તમારા રૂમ માં છે …?”

“ હા” નેન્સી પ્લેટફોર્મ પરથી ઉતરી અને રૂમ તરફ જતી હતી ત્યાં જ રાધિકા સામી દેખાઈ અને તે ફરી ત્યાં જ બેસી ગઈ. રાધિકા કોઈની સાથે ફોન પર વાત કરી રહી હતી. તેનો ચહેરો ધોવાથી ગુલાબી થઇ ગયો હતો પરંતુ થોડો થાક હજુએ વર્તાઈ રહ્યો હતો. “ સારું જય શ્રી કૃષ્ણ રાખું છુ હં” તેણી એ વાત પતાવી ત્યાં સુધીમાં એ રસોડાં સુધી પહુંચી ગઈ હતી.

“ લાવો ભાભી કાઢી આપુ”રાધિકાએ રસોડાં માં પ્રવેશતાં કહ્યું

“ ના ના દીદી તમે થાકી ગયા હશો... તમને અલગ કાઢી આપુ…?” પૂજાએ નીચેના ડ્રોઅર માંથી ડીશ કાઢતા પૂછ્યું.

“ સોરી ભાભી પણ મને નહી ચાલે” રાધિકા એ કહ્યું.

“ એના ભાગ ના મને ચાલશે હો પણ હા ભેગું ડ્રિંક જોઈશે” પૂજા હજુ આગળ કંઈ કહે તે પહેલાં જ નેન્સી એ કહી નાખ્યું.

“ હા ચોક્કસ દીદી… રીંકુ ફ્રીઝમાંથી કાઢી આપને” પૂજા એ કહ્યું. તેણીએ કોકાકોલાની બોટલ કાઢી અને નેન્સી તરફ જોયું … આ ચાલશે … મેડમ બાકી સ્પ્રાઇટ છે બોલ કઈ જોઈએ છે”

“ સ્પ્રાઈટ ચાલશે રાધી એ તો તને ફાવે જ છે હો” નેન્સી એ કહ્યું

“ એમને તો હું જ પહુંચી વળીશ પ્લેટ લઈલે રીંકિ" પૂજા એ ગેસ પરથી નુડલ્સ નીચે ઉતર્યા તેને ચાર પ્લેટ અલગ અલગ કાઢી અને તે નાંખવા જઈ રહી હતી. એ જોતાં નેન્સી એ કહ્યું.“ ભાભી તમને વાંધો ના હોય તો એક માં જ કાઢી આપો એમને બધાને ચાલશે હેં ને રીંકિ”

" ઓહ્ મને શું વાંધો હોઇ " તેને તે બધી પ્લેટો મૂકી અને મોટી પ્લેટ કાઢી.

“ તમે કાઢીને આવો હું બોટલ અને ગ્લાસ લઈને બહાર જઈ રહી છું ભાભી” રીંકલ એ કહ્યું. ત્યાર પછી તે અને નેન્સી બંને કિચનની આગળ રાખેલાં ડાયનીંગ ટેબલ તરફ ચાલવા લાગ્યા. નેન્સી એ ગ્લાસ ગોઠવ્યા અને રીંકલ તેમાં પીણું ભરવા લાગી. રાધિકા પ્લેટફોર્મ નો ટેકો અને ત્યાં જ આંખ બંધ કરી અને ઊભી હતી.પૂજા એ તેની સામે જોતા પૂછ્યું.

“ દીદી થાકી ગયા લાગો છો… ?”

રાધિકા એ તરત જ આંખ ખોલી અને સ્મિત આપતા કહ્યું
“ નહી નહી એ તો બસ જાગવાની ટેવ નથી ને એટલે …" પછી જાણે અચાનક જ કંઇ યાદ આવ્યું હોઈ તેમ બોલી " તમે ઠીક છો ને … ? મમ્મી એ ખાસ પૂછવાનું કહ્યું એમનો જ ફોન આવ્યો હતો.”

“ હા દીદી હું એકદમ ઠીક છું સાચું કહું તો તમે મને મારા મોટા બહેનની યાદ અપાવી દીધી” તે રાધિકા સાથે વાત કરતાં કરતાં જ તેણીએ નૂડલ્સ એક પ્લેટમાં કાઢી આપ્યા અને રસોડાની લાઈટ બંધ કરી. તે બંને બહાર આવ્યા પછી તેઓ ચારેય ટેબલ પર ગોઠવાયા. ટેબલ પર રાખેલાં સ્પૂન સ્ટેન્ડ માંથી રાધિકા સિવાયના બધાં એ ચમચી લીધી. રાધિકા મોબાઈલમાં કશુંક કરી રહી હતી. તેની ચમચી ના લેતા જોઈ પૂજા એ તરત જ કહ્યું.
“ રાધિકા દીદી આવું નહિ ચાલે હં”

“ભાભી ખરેખર મને ઇરછા નથી. રાત્રે બહુ મોડું થઈ જાય તો મારા ઘરે પણ નથી જમતી”

“ પ્રેમ તો કહેતા હતા કે રાધિકા મને નાસ્તો કર્યા વગર આવવા નથી દેતી હવે હું તમને એમ કેમ જવા દઉં”

“ ભાભી એવું નથી” તેણી એ ચમચી લઈ અને માન રાખવા પૂરતું લઈ લીધું “ ભાભી તમારું માન રાખી લીધું બસ”

“ કંઇ વાંધો નહિ રાત છે માટે જવા દઉં છું પણ આનો બદલો તમારે જમીને આપવો પડશે હાં”

“ પાક્કું ભાભી પણ ત્યારે તમારે એક જણ માટે વધુ બનાવવું પડશે " રાધિકા એ કહ્યું. પૂજાને હજી સમજાયું ના હતું તેથી રાધિકા એ ચોખવટ કરી.

" એમને ફઈ કહેવાડુ પણ કોઈ આવી હશેને ત્યાં સુધીમાં તો" રાધિકા એ કહ્યું અને પૂજા શરમાઈ ગઈ તેની દબાઈ ગયેલી મુસ્કાન તેની ખુશી વ્યક્ત કરી રહી હતી. રીંકલ અને રાધિકા બંને તેની આ ખુશી સમજાઈ રહી હતી.

“ આજ તમે લોકો ક્યાં ફરવા ગયાં હતાં એ તો કહો… રાધિકા દીદી તમે પણ કાકીમાં ને ફોન પર કહી રહ્યા હતા આ અંકિતા કોણ છે ..?” પૂજા એ વાત ફેરવવા માટે કહ્યું.

“ એ હા રાધી એ તો કહે એમને પણ જાણવું છે ” નેન્સી એ કહ્યું. રાધિકાએ તેમને આખી વાત કહી સંભળાવી અંકિતા કેવી રીતે ફસાયેલી છોકરા સાથે અને પોતે કેવી રીતે અંધારામાં જ તીર ફેંકીને તેને બચાવી.

“ ઓહ્ મને તો એમ કે તું ઓળખતી હશે…” નેન્સી એ કહ્યું

“ હા દીદી મને પણ એવું જ લાગ્યું કે તમે તેણીને ઓળખતાં હશો” રીંકલે પણ નેન્સિનો સાથ પુરાવતા કહ્યું

“ દીદી તમને ડર ના લાગ્યો…? “ પૂજા એ પ્રશ્ન પૂછ્યો … રાધિકાએ સ્મિત કર્યું એ આગળ જવાબ આપે એ પહેલાં જ નેન્સી એ કહી નાંખ્યું “ ભાભી એમાં ડરવાનું શું… એ કરાટે મા બ્રાઉન બેલ્ટ છે હું બ્લેક બેલ્ટ છું તો પછી શેની બીક”

“ સારું થયું કોઇક દિવસ એમને પણ આપજે પહેરવા તારો બ્લેક બેલ્ટ” રીંકલ એ કહ્યું. તે બંને મસ્તી કરતા હતા સાથે સાથે નૂડલ્સ પણ ખવાતાં રહ્યા. પૂજા પણ તે બંને ને સાંભળી રહી હતી. રાધિકા મોબાઈલ માં ટાઈપ કરી રહી હતી પરંતુ તેનું ધ્યાન મોબાઈલ પર ના હતું તેનો મોબાઈલ હાથમાં થી પડવાની તૈયારી જ હતી કે તરત જ પૂજા એ સંભાળી લીધો. પૂજાનો હાથ તેને અડ્યો કે તરત જ તે સફાળી ઊભી થઈ ગઈ. પૂજા તેની તરફ જોતા બોલી.

“ દીદી તમને નીંદર આવે છે તો તમે સૂઈ જાવ છોકરીઓ સાથે હું જાગીશ” પૂજા એ તેને મોબાઈલ આપતાં કહ્યું

“ હેં ના ના ભાભી હું ઠીક છું” રાધિકા એ આંખો ચોળતા કહ્યું

“ એ તો જરા જોલું આવી ગયું” રીંકલ અને નેન્સી બંને આ ઘટના અત્યાર સુધી સાક્ષી ભાવે જોઈ રહ્યા હતા. રાધિકા ની વાત હોઈ અને નેન્સિથી બોલ્યા વિના રહેવાય એવું બને નહીં તેને ફરી પોતાનું ચલાવ્યું “ ભાભી જાગવા દો... એને બાકી કાલ સવારે મારા જીજૂના પગ કોણ દાબશે ..!”

રાધિકા હજુ પણ નીંદરમાં હતી તેથી તેણીએ આ વાત બરાબર સાંભળી ના હતી પરંતુ બધાના હસતાં ચહેરા જોઈ અને તેને એવું લાગ્યું કે કૈંક બફાઈ ગયું

“ ના… રે… પહેલા રેયાંશ ભાઈ ના થશે પછી..m અમારા રાધી બેનના" "હેં ને …? રાધિકા દીદી” પૂજા એ કહ્યું તેના પરથી રાધિકા એ અંદાજો લગાવ્યો કે લગ્ન ની કૈંક વાત થઈ હશે.

“ હા ભાભી” તેના મન માં રેયાંશનું નામ સાંભળતા રાધિકાના મન માં તેનો હસતો ચહેરો તરવરી ઉઠયો.

રેયાંશ માત્ર એનો ભાઈ જ નહિ પરંતુ તેનો માર્ગદર્શક પણ હતો. રાધિકા એ દસમા ધોરણના પરિણામ સુધી તેની સાથે લડતો અને ચિડવતો ભાઈ જ જોયો હતો. પરંતુ જ્યારે રાધિકા અને તેના પિતા વરચે બહારગામ ભણવા જવા બાબતે અંટસ પડી ત્યારે રેયાંશે રાધિકાનો સાથ આપ્યો હતો. તે હજુ પણ તે પ્રસંગ યાદ છે.

"પણ વાંધો શું છે પપ્પા જામનગર ક્યાં એટલું દૂર છે ... વળી ત્યાંની પોલીટેકનિક રાજકોટ કરતાં ક્યાંય સારી છે"

" ના નો મતલબ ના જ હોઈ રેયાંશ તું સમજીલે અને તારી બહેન ને પણ સમજાવી દે" રાધિકા ત્યારે ખૂબ નાની હતી તે પગથિયાં પાસે છૂપાઈ ને આ બધું સાંભળી રહી હતી.

" પણ હું એ બહાર ભણુ જ છું ને હું તો તમારા બધા થી ઘણો દૂર છું તો મને કેમ જવા દીધો" રેયાંશનો ગોરો ચહેરો લાલ થતો હતો.આજ પહેલા તેણે આ રીતે ક્યારેય વાત નોહતી કરી તે પણ પપ્પા જોડે તો નહીં જ. સુમન બહેન ને લાગ્યું કે જો તે વરચે નહિ પડે તો બાપ દીકરા વરચે પણ વાત વધી જશે. તેથી તેમણે રેયાંશને સમજાવતા કહ્યું
" રેયાંશ તું મારી વાત સાંભળ" સુમન બહેન ના વરચે બોલવાથી રેયાંશનો ઉશ્કેરાટ વધ્યો.
" ઘરની દીકરી બહારગામ રહે એ મને પસંદ નથી. આ બાબત પર મને હવે કોઈની એ દલીલ ના જોઈએ" સુનીલ ભાઈ પોતાનો ફેંસલો સંભળવ્યો અને રૂમમાં ચાલ્યા ગયા.
રેયાંશ પણ તેની પાછળ જતો હતો.
"ત્યાં જ થોભી જા દીકરા નહિ તો તને મારા સમ છે" આ શબ્દો એ તેના પગ જાણે લાકડાં ના કરી દીધા. સુમન બહેન તેની પાસે આવ્યા. તેને હાથ પકડી અને સોફા પર બેસાડ્યો. થોડી ક્ષણો પસાર થઈ ગયા પછી સુમન બહેને તેને સમજાવતા કહ્યું. " રેયાંશ દીકરી એ પારકી અમાનત છે" તેમનો અવાજ સહેજ ભીંજાયો હતો. " દુનિયાનો દરેક બાપ પોતાની દીકરી માટે પોતાનું હૃદય હોઈ છે તો તેને તે અળગી કઈ રીતે કરી શકે"
" પણ માં રાધિકા"
" હું સમજુ છું એની ઇરછા છે એટલે જ તારા પપ્પા એ ડોનેશન દઈ અને અહીંની કૉલેજ માં તેનું એડમિશન કરાવ્યું છે" પોતાના મમ્મીની આ વાત સાંભળી રેયાંશ ગુચવાયો હતો. તે તેના પિતાને સમજી નહતો શકતો. પરંતુ આ નિર્ણય થી રાધિકા ચોક્કસ ખુશ થશે તેવું તેને ધાર્યું હતું. તેથી તે સડસડાટ પગથિયાં ચઢી રાધિકા પાસે ગયો. તે પલંગ પર શંતથી બેઠી હતી.
" રાધી ..."
" કંઇ વાંધો નહિ ભાઈ મને નથી ભણવું હું અહીં જ ભણીશ કોમર્સ માં એડમીશન લઇ લઈશ"તેના અવાજમાં એવી જ દ્રઢતા હતી જે થોડી વાર પહેલા તેના પિતાના અવાજમાં હતી. અંતે તેને તેની બહેન નો સાથ દેવાનો નિર્ણય કર્યો હતો.
" સારું તું જેમ કહે એમ તારા દરેક નિર્ણયમાં હું તારી સાથે છું" તે દિવસ થી આજ સુધી રેયાંશે બધાં જ શોખ પૂરા કર્યા હતા અને એની ગેરહાજરીમાં પ્રેમ એ તેનો ભાઈ બની સાથ દીધેલો હતો. આજે તેની વારી હતી એક બહેન તરીકે કે પછી એક નણંદ તરીકે ની ફરજ તે ચૂંકી ના હતી.

“ દીદી ક્યાં ખોવાઈ ગયા ચાલો હવે ૪ વાગી રહ્યા છે તમે થોડો આરામ કરો નેન્સી અને રીંકલ પણ સુવા ચાલ્યા ગયાં છે"

“ ના ના... આમ પણ પ્રેમ ભાઈ હમણાં આવશે જ ને”

“ હા દીદી પણ એમને આવતા હજુ કલાક થઈ જશે અને તમે પણ થાક્યા છો… તમારે તો સ્કુલ પણ ચાલુ હશેને પછી આવતીકાલે તબિયત બગડી જશે તો…”

“ કંઇ નહિ થાઈ મને આજ તો મને તમારી જોડે વાતો કરવી છે આપણે પાસે આમ પણ પૂરતો સમય નથી હોતો ક્યારેક હું ના હોવ તો ક્યારેક તમે કામ મ વ્યસ્ત થઈ જાવ”

“ હા એ સાચી વાત છે હાં … દીદી મને પણ વાતો કરવી હતી પણ મને એવું લાગ્યું કે તમે થાક્યા છો”
" અરે નહિ .... કહોને" ત્યાર પછી બંને પોતપોતાની વાતો એક બીજાને કરી રહ્યા હતા. એક કલાક કેમ નીકળી ગયો તેણી ખબર જ ના રહી.તે લોકો તેમની વાતોમાં એટલા મગ્ન હતા કે ડોર બેલ બીજી વાર વાગ્યો ત્યારે સંભળાયો. પૂજા દરવાજો ખોલવા માટે જઈ રહી હતી. પૂજા અને પ્રેમ ને સંગાથે જોઈ રાધિકાના મન માં રેયાંશ નો વિચાર આવ્યો કે એ પણ એક દિવસ આમજ આવશે. વિધાતા પણ તેને આ દિવસ દેખાડવા આતુર હતી.

***

“ શું વાત કરે છે તે પેલીનો હાથ મરડી નાખ્યો” સમીર રેયાંશની વાત આશ્ચર્ય ભાવથી સાંભળી રહ્યો હતો.

“ હા કદાચ તેણીએ હાથમાં પહેરેલું કાચનું કડલું પણ તૂટી ગયું હતું” રેયાંશે કહ્યું અને આરામથી તેની સેટી પર પડતું મૂક્યું

“ આગળ શું થયું એ કહે … ના ના પહેલેથી કહે કે કોણ હતી એ…? ક્યારે આવી..? શું થયું હતું …?” રેયાંશ તેની જાણવાની ઉત્સુખતાની મજા લઇ રહ્યો હતો.
“ હું ક્યાં ઓળખું છું એને”

“ અરે યાર એમ નહિ ક્યાંથી આવી હતી એ…”

“ મને શું ખબર” રેયાંશે થોડીવાર તેની સાથે મશ્કરી કરી પરંતુ તે અકળાઈ ત્યાંથી ઊભો થવા જતો હતો રેયાંશે તેને નીચે બેસાડ્યો “ કહું છું ચાલ” તે ફરી સેટી પર પ્લાથી વાળી બેસી ગયો અને બાજુમાં પડેલું પિલ્લો પર કોણી ગોઠવી.

“ કંઈ ખાસ નહી પરંતુ તું કાર્તિક ને બોલવા ગયો ત્યાર પછી હું ત્યાં આમ તેમ આંટા મારી રહ્યો હતો કે પાછળ થી અચાનક જ તેણે મારા મોં પર રૂમાલ બાંધવાની ટ્રાય કરી. આ બધું અચાનક બનવાથી મારો ચહેરો સહેજ નમી ગઈ પરંતુ હું બેલેન્સ ખોઈ બેસુ તે પહેલાં જ તેણીએ પોતાનો એક હાથ મારા વાંસા પર રાખી દીધો હતો. બસ એ જ સેકન્ડે મે તેનો બીજો હાથ જે મારા મોં પર હતો તે તેને કાંડાથી પકડી અને જાટકા સાથે મરોડી દીધો ત્યારે મને ખ્યાલ ના હતો કે એ કોઈ છોકરી હશે”
“ અરે રે ત્યાં તરે શું ભાઈગીરી કરવાની જરૂર પડી જોઈ તો લેવું હતું …” તેણે થોડું અટકીને પૂછ્યું “ તને કેવી રીતે ખબર પડી કે એ છોકરી છે…?
“એની “ ઓહ્…. માં” ની ચીસ હજી મારા કાનમાં ગૂંજે છે”
“ અરે વાહ તો બોલ ચલ ભાભીથી ક્યારે મળાવે છે”
“ અરે હું અને ઓળખતો પણ નથી ને … ભાભી ક્યાંથી …? “
“ તે કહ્યું તો ખરા કે કાન માં હજુ અવાજ ગૂંજે છે તો પછી દિલ ના દરવાજા સુધી પહોંચતા વાર નહિ લાગે” રેયાંશે આ વાત પર માત્ર સ્મિત કર્યું
“ તું હસ નહી ખરેખર કહું છે … ચલ છોડ એ બધું પહેલાં એ કહે કે એ કેવી દેખાઈ છે”
“તેણી એ દુપટ્ટાથી બુરખો બાંધ્યો હતો એટલે બહુ મને ચહેરો યાદ નથી બસ એને નાક માં વાળી પહેરી હતી અને કપાળ પર નાની બિંદી લગાવી હતી.”

“ ઓહ્ એવું તો બીજી બધી છોકરીઓ પણ પહેર્યું હોઈ પણ આને કેવી રીતે ઓળખીશું…”

“ઓહ્ કમ ઓન સમીર મારે એને શું કામ ઓળખવી પડે” રેયાંશ ને લાગ્યું કે જો તે જાગશે તો વાત વધું લાંબી થશે તેથી તેને માથે ઓઢી અને સૂઈ ગયો

“ કેમ કે મારે કામ છે… કહે તો મને” સમીર એ રેયાંશના પગ પર પીલ્લો માર્યું .

“ તું સૂઈ જા અને મને પણ સુવા દે” સમીર રેયાંશ ને સારી રીતે ઓળખતો તે પોતાનું ધાર્યું જ કરતો. તેને જે વાત પર ચર્ચા ન કરવી હોઈ તે વાતને તે બહુ સિફત થી ઉડાવી દેતો. તેથી તેની વાત માની અને થોડે દૂર રાખેલી બીજી સેટી પર લંબાવ્યું. આ વાત સાંભળ્યા પછી તેનું મગજ બમણી ઝડપથી દોડવા લાગ્યું હતું બુરખો પહેર્યો હતો… અને ચાંદલો… તેણે છેલ્લા વર્ષ માં ભાગ્યે જ કોઈના કોઇ છોકરી ને ચાંદલો કરતાં જોઈ હતી આમ પણ તે કાર્તિકની જોડે ઘણી વાર બેસતો.અને કાર્તિક એ કૉલેજ ના બધાં ઇવેન્ટ નું મેનેજમેન્ટ સંભાળતો હોવાથી કૉલેજની દરેક છોકરીઓ પર તેની નજર હતી. તેણે મનોમન બધી છોકરીઓની તસવીરો રેયાંશ ના વર્ણન સાથે સરખાવી જોઈ પરંતુ તેમાંની કોઈ પણ રેયાંશે કહ્યું તે મુજબ ના હતી. તે લગભગ એક કલાક સુધી આ વિષય પર વિચારતો રહ્યો. તેને રેયાંશની કહેલી વાત નો દરેક એ દરેક શબ્દ છૂટો પડ્યો . તે વિચારી રહ્યો હતો “ રેયાંશે તેનો હાથ મરોડ્યો અને તેનું કડું તૂટ્યું એટલે અને ચોક્કસ વાગ્યું તો હશે જ. તે જલ્દી થી રેયાંશ તરફ ગયો અને પેલાને હલબલાવી નાંખ્યો. “ ઉઠ ને ભાઈ કામ છે તારું”

“ તું હજી સૂતો નથી” તે હજુ ઊંઘમાં બોલી રહ્યો હતો. “ ખબર છે તને જાસૂસી કરવી ગમે છે પણ ….

“ એ કંઇ નહિ તું પહેલા જવાબ આપ પેલી ના હાથ માં વાગ્યું હતું “

“ કોની વાત કરે છે તું" તે અર્ધતન્દ્વામાં બોલી રહ્યો હતો.

“ તારી બૈરી… “ તેને હસતાં હસતા કહ્યું. તેની આંખો હજુ એ બંધ હતી છતાં તેનું દિમાગ જાગી ગયું હતું. તેની નજર સામે પેલી છોકરીના હાથ પર પડેલો લાંબો ચીરો પડી ગયેલો અને તેની બંને બાજુ મારી આંગળીઓ ની છાપ તરવરી ઊઠી. તેને સમીરને જવાબ આપ્યો.

" હા "

“ સરસ ચલ હવે સૂઈ જા કેમ કે આજ ની રાત પછી તને આટલું ચેનથી સુવા મળે ના મળે.. “ તે ફરી પાછો તેની સેટી પર સૂઈ ગયો. પરંતુ રેયાંશ ઊંઘી શકયો નહી. તેને ફરી ફરીને પેલી છોકરી ની બે આંખો યાદ આવી રહી હતી તેની તીણી ચીસ… તેના હાથ પર પોતાની આંગળી ઓ ના નિશાન આ બધા દૃશ્યો ફરી એક વાર તેની આંખ સામે ફરી ફરીને આવતા હતા. તે ઊભો થયો અને રૂમનો નાઈટ લેમ્પ ચાલુ કર્યો…. તેની સાથે સાથે ગર્લ્સ હોસ્ટેલ માં પણ એક રૂમ માં લાઈટ ચાલુ થયેલી. તે રૂમ માં પલંગ પર એક છોકરી પલાંઠી વાળીને બેઠી હતી. તે ઝીરોલેમ્પ ના આછા પ્રકાશમાં તે પોતાનો હાથ જોઈ રહી હતી.


( ક્રમશઃ )


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED