અસ્તિત્વનું ઓજસ - 6 Dharvi Thakkar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • જૂનું અમદાવાદ

    *અમદાવાદનો અમારો ગાંધી રોડલેખક: *અશોક દવે**મને એટલું યાદ છે...

  • એક ષડયંત્ર.... - ભાગ 50

    (માનવ સિયાને સોના જેવું બનાવે છે, ઉદાહરણ આપી સમજાવે છે. સિયા...

  • ભાગવત રહસ્ય - 4

    ભાગવત રહસ્ય-૪   સચ્ચિદાનંદરૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે I તાપત્...

  • સચિન તેંડુલકર

    મૂછનો દોરો ફુટ્યો ન હતો ને મૂછે તાવ દેવો પડે એવા સોલીડ સપાટા...

  • જોશ - ભાગ 1

    Kanu Bhagdev ૧ : ભય, ખોફ, ડર... ! રાત્રિના શાંત, સૂમસામ વાતા...

શ્રેણી
શેયર કરો

અસ્તિત્વનું ઓજસ - 6

પ્રકરણ ૬


મહિલાઓ ની મીટીંગ પૂરા જોશ માં ચાલી રહી હતી. બધી જ ખુરશીઓ એક મોટાં ગોળ ચક્કરમા ગોઠવેલી હતી પરંતુ અત્યારે અસ્તવ્યસ્ત થઈ ગઈ હતી તેમાં વરચે બે ખુરશીઓ હતી. જેમાં સુમન બહેન તેની બાજુમાં દિવ્યા બહેન બેઠાં હતા. તે બે ખુરશીને ઘેરો કરીને બધા બેઠાં હતા જેથી અસ્તવ્યસ્ત હોવા છતાં ગોળ ચક્કર જેવું લાગી રહ્યું હતું. ત્યાં બેઠેલી બધીજ સ્ત્રીઓ વાતો કરી રહી હતી. કોઈ હાથ માં પહેરવાના કડા ની તો... કોઈક સાડી ની ચર્ચા કરી રહ્યું હતું એટલાં માં ચેતના બહેન બોલ્યાં
“ હેં સુમન બેન રાધિકા ને છોકરીઓ કેટલે પહોંચ્યા પુછો તો ખરાં… મને તો બહું ચિંતા થાય છે. કોમલ ને વહેલી સ્કુલ છે એ લોકોને સોમવરે હજી પણ બોલાવે છે બોલો... પાછી તમારી રાધિકા ને તો બપોર ની છે એટલે ચાલે… કામિની ને તો મે સુવડાવી પણ દીધેલી. હું એ કોમલની રાહ એ જ જાગું છું”

“તું ચિંતા નહિ કરે ચેતના રાધિકા એ થોડીક વાર પહેલાં ફોન કર્યો જ હતો. જ્યારે તું જોલા ખાઈ રહી હતી ત્યારે એ લોકો નીકળી ગયા છે આવતાં જ હશે તમારી કોમલ આમ પણ ક્યાં એકલી છે મારી ગાંડી એ એના ભેગી જ છે. હા બાકી મારી રાધી તો નેન્સી ને છ વાગ્યાં માં ઉઠાડી દે છે હું પાંચ વાગ્યે ઊઠાડું તો પણ એ તો રાધિકા ફોન આવ્યા પછી જ ઊભી થાય. હેં ને સુમન ...?” દિવ્યા બહેન પણ સામે રોકડું પરખાવી દીધું. રાધિકા વિશે તેમણે એક પણ ઘસાતું વાક્ય માન્ય ન હતું ખાસ કરીને ચેતના બહેનનાં મોઢેથી તો નહિ જ.

“ હા મોટી બહેન પણ હજુ છોકરીઓ આવી કેમ નહિ હોઈ આજ તો પ્રેમ પણ નથી કે તેને સામો લેવા જઈ શકે” સુમન બહેન ની નજર હજુ અગાસીના મેઈન દરવાજા તરફ જ હતી.

“પ્રેમ બહારગામ ગયો છે... એ તો સમજાઈ પણ આજ પૂજા કેમ નથી દેખાતી કે પછી પોતે માં બની ગઈ એટલે નણંદ ને ભૂલી ગઈ. અંતે માં બાપ વગર નું છોકરું એ બિચારું એકલું જ રહે. બિચારી રીંકલ…..” આટલું કહીને તેમણે વાક્ય અધૂરું જ છોડી દીધું. એમની વાત બીજા કોઈએ સાંભળી હોય કે નહિ પરંતુ પગથિયાં પાસે ઊભેલી પૂજા એ જરૂર સાંભળી હતી. સુમન બહેન ને પણ વહેમ ગયો હતો. પરંતુ તેમને છોકરીઓ ની ચિંતા માં બહુ ધ્યાન ના આપ્યું. દસેક મિનિટ સુધી રાહ જોઈ અંતે તેમણે ફોન ઉઠાવ્યો હજૂ તે ડાઇલ પેડ ખોલે ત્યાં જ રાધિકા ફોન આવ્યો. તેમણે ઉઠાવ્યો
“હેલો દીકરા ક્યાં છો તમે આટલી વાર હોઈ” ત્યાર પછી તેમને થોડીક ક્ષણો સામે છેડાની વાત સાંભળી તેઓ એટલું જ બોલ્યાં કે “ હા હું આવું છું” દિવ્યા બહેન પણ તેને પ્રશ્નાર્થ ની નજરે તાકી રહ્યાં. તેમની સામે જોઈ સુમન બહેન એ ઉમેર્યું “ હું નીચે જાઉં છું અને છોકરીઓ વહેલી જ આવી ગયેલી એ નીચે બેઠી હતી.”
તેઓ નીચે દોડી ગયાં દિવ્યા બહેન ને શંકા તો ગઈ તે હજુ કંઇ ઊભા થવા જઈ તે પહેલા જ ચેતના બહેન એ તેમનો હાથ પકડ્યો ને તેમને ફરી ખુરશી પર બેસાડી દીધા. તે બેઠાં અને ફરી વાતો માં પડી ગયાં થોડીક ક્ષણો વીત્યાં પછી નેન્સી ઉપર આવી તેણીને જોતા જ ચેતના બહેન એ પૂછ્યું “ મારી કોમલ ક્યાં છે”
“ કોમલ તો ઘરે ગઈ આન્ટી અને બહુ નીંદર આવતી હતી.” નેન્સી એ જવાબ આપ્યો અને સીધું તેની માં તરફ જોઈ કહ્યું. “ મમ્મી પપ્પા તને ક્યારનાં બોલાવે છે... તું નીચે ચાલને” તેના કપાળ પર પસેવાના બુંદો જામી ગયા હતા.
“જોયું મે નોહતું કહ્યું મારી કોમલ ને તો ટાઈમ ટુ ટાઈમ જ ઊંઘવા જોઈ” ચેતના બહેન બોલ્યાં. દિવ્યા બહેન ઊભા થયા અને ચેતના બહેન ને કહેતા ગયા
"તમે ખુરશીઓ મૂકવી દેજો મને કદાચ આવતાં મોડું થઈ જાય તો” ચેતના બહેન હકરમાં માથું ધુણાવ્યું અને તેઓ ફરી વાતો કરવા માંડ્યા. લિફ્ટ નો દરવાજો ખુલ્લો જ રાખ્યો હતો. નેન્સી એને દિવ્યા બહેન અંદર પ્રવેશી ગયા અને નેન્સી એ G નું બટન દબાવ્યું. તે જોતાં તરત જ તેની મમ્મી તેની આ હરકત ને જોઈને હજુ કશું પૂછે તે પહેલાં જ તેણે કહી નાંખ્યું.

“ પપ્પા ને કંઈ કામ નથી મને સુમન આન્ટી એ તને બોલાવવા કહ્યું હતું.”

“ પણ થયું છે શું એ તો કહે”

“ અમે ઉપર આવતા હતાં ને પપ્પાએ પાણી લાવવા કહ્યું હતું માટે તેમની સાથે વાત કરતા હતા પણ અમે જેવા ઉપર આવવાં માટે લિફ્ટ ખોલી ને ત્યારે પૂજા ભાભી રડતાં રડતાં બહાર નીકળ્યા અને અમને કંઈ સમજાઈ એ પહેલાં તેમનાં ફ્લેટ તરફ દોડી ગયા તેની પાછળ રીંકલ પણ દોડી એટલે અમે ગભરાઈ ગયા. ત્યાર પછી સુનીલ કાકા એ રાધિકા ને તેની પાસે જવા કહ્યું એટલે હું અને રાધિકા ત્યાં ગયા અને કોમલ ને આપણાં ઘરે પાણી લેવા મોકલી, અમે ત્યાં પહોંચ્યા ત્યાં સુધી માં ભાભી હીબકે ચઢી ગયા હતા. રીંકલ પણ તેને જોઈને રડવા લાગી એટલે રાધિકા એ સુમન આન્ટી ને ફોન કર્યો ને ત્યાં આવવાં કહ્યું હું તને બોલાવવા નીકળી તે દરમ્યાન પણ તેઓ ખુબજ રડી રહ્યાં હતાં સુમન આન્ટી તેને માનવતા હતા.”

“ હે ભગવાન એક તો એને આટલા વર્ષે ભગવાને સારા દિવસો દેખાડ્યા છે કંઈ થયું તો નહિ હોઇને... આજ તો પ્રેમ પણ ઘરે નથી કે તેને સંભાળે” તેમને મનોમન જ ભગવાન ને પ્રાર્થના કરવા લાગી જેવી લિફ્ટ ખુલી તેવા તે ઝડપથી ચાલવા લાગ્યા. એમને એમ કે બધાં પુરુષો હજુ બેઠાં હશે પરંતુ ત્યાં નેન્સી અને રાધિકા ના પપ્પા સિવાઈ કોઈ ના હતું.
તેઓ ઝડપથી રીંકલ ના ઘરે પહોંચી ગયા. ઘરનો દરવાજો ખુલ્લો હતો. એક ફ્લોર પર એક જ ફ્લેટ હતો. દેખાવ માં દિવ્યમ વિલાસ ની જ બીજી વિંગ લાગતી. બધી જ સુખ સગવડો વાળો આ વૈભવી ફ્લેટ આજ એક સ્ત્રી ના વિષાદ થી ગુંજી રહ્યો હતો. દિવ્યા બહેન અને નેન્સી જ્યારે તેમાં પ્રવેશ્યા ત્યારે લગભગ બાર વાગવા આવ્યા હતા. તે પૂજા ન બેડરૂમ માં ઘૂસ્યા તે સુમન બહેન ને કમર પાસેથી પકડીને એક ધારું રડી રહી હતી.

“શું થયું પૂજા ? મજા નથી ..? ડોકટર ને ફોન કરું ...? પ્રેમ ને બોલાવી લઉં…?” દિવ્યા બહેન એક શ્વાસે પૂછી ગયા. સુમન બહેન સામે જોઈ અને હાથેથી ઈશારો કરી અને પૂછ્યુ કે શું વાત છે. તેમની અવાજ પરથી તેમની ચિંતા વર્તાઈ રહી હતી. તેઓ પૂજા ની બાજુમાં બેડ પર બેઠાં અને હળવે થી તેનાં માથા પર હાથ ફેરવતાં કહ્યું
“ પૂજા શું થયું કહે તો ખરી …" પછી નેન્સી તરફ જોતાં પાણી આપવાનો ઈશારો કર્યો. નેન્સી એ બેડની સાથે જોડાયેલા ટેબલ પર રાખેલાં જગ માંથી ગ્લાસ ભર્યો અને તેનાં મમ્મી ના હાથ માં આપ્યો. સુમન બહેને પૂજા ને થોડી અડગી કરી અને પાણી પીવા કહ્યું. એકધારું રડવાને કરને આંખો થોડી લાલ અને સોજી ગયેલી હોઈ તેવી લાગતી હતી. હજી પણ તે નીચું જોઈને રેડી રહી હતી દિવ્યા બહેને તેને ચિબુક થી પકડી અને તેના મોઢે પરાણે ગ્લાસ માંડ્યો. બે ઘૂંટ તેમને પરાણે પીવડાવ્યા ત્યાર પછી તે થોડી શાંત થઈ હોઈ તેવું લાગ્યું. એટલી વાર માં નેન્સી સુમન બહેન માટે હોલમાંથી ડાઇનિંગ ટેબલ ની ખુરશી લઈ ને આવી અને ઝડપથી ચાલી પણ ગઈ. પૂજા નું રડવાનું હવે એકદમ શાંત થયું હતું. એ.સી.ની ઘરઘરાટી અને પૂજાના હીબકા સિવાઈ રૂમ માં બીજો કોઈ અવાજ નહતો સંભળાઈ રહ્યો. થોડીક ક્ષણો વીત્યાં પછી આખરે દિવ્યા બહેન એ મૌન તોડ્યું.
“ કેમ પૂજા અમને પારકા ગણે છે …?”

પૂજાએ તેમની સામે નિસહાય દ્રષ્ટિ થી જોયું
“ ના કાકી એવું નથી” પૂજા એ જવાબ આપ્યો અને ફરી નજર જુકાવી દીધી.

“ તો કેવું છે દીકરી તું જ કહે ને … તને ખ્યાલ છે ને... તું જે પણ કરીશ એની સીધી અસર તારા બાળક પર પડવાની છે” સુમન બહેન બોલ્યાં. ત્યાં બેઠેલી બંને સ્ત્રીઓ પૂજાની અત્યંત નજીકની વ્યક્તિઓ હતી. પૂજાની પોતાની મમ્મી બચપણ માં જ તેનો સાથ છોડી ગયેલી. સાસરીમાં પણ સાસુનું સુખ મળ્યું ન હતું પરંતુ અહીંયા આવ્યા પછી સુમન બહેન તેને પોતાની માં જેવા લાગતાં અને દિવ્યા બહેન પોતાની સાસુ જેવાં કેમ કે તેઓ વાત્સલ્ય વરસાવતા તેની સાથે સાથે વઢી પણ લેતા. જ્યારે પૂજાએ પહેલી વાર આ ખુશીના સમાચાર આપ્યા હતા ત્યારે આ બન્ને સ્ત્રીઓ હરખઘેલા થઈ ને બેઓ ફ્લેટ ને મીઠાઈઓ વહેંચી હતી. પૂજા પણ અત્યારે તે પ્રસંગ યાદ કરી રહી હતી. પણ આજ પેલી વાત સંભાળ્યા પછી તે પોતે અંદર રહેલી ભાભી થઈને બનેલી માં અને જેનું બાળક આવવાનું છે તે માં વરચે યુદ્ધ ચાલી રહ્યું હતું. આખરે તેને મૌન તોડ્યું અને મક્કમતા થી કહ્યું.

“ મારે નથી જોઈતું આ બાળક કાકી” આ સંભાળતાની સાથે જ દિવ્યા બહેન તેની સામે ફાટી આંખે જોઈ રહ્યા.

“ છોકરી તું ભાન માં તો છે ને કે તું શું બોલે છે … ભગવાને આટલા વર્ષે તને સારા દિવસો દેખાડ્યા છે અને તું એનો જ અનાદર કરી રહી છે” દિવ્યા બહેનનો અવાજ એટલો ઊંચો હતો કે તે રીંકલ ના રૂમ સુધી પહુંચી ગયો.
તે ઊભી થઈ અને દરવાજા તરફ જતી હતી ત્યાં જ નેન્સી તે દરવાજા તરફ થી અંદર આવી અને તેનો હાથ પકડીને ફરી અંદર ખેંચી ગઈ અને દરવાજો બંધ કરી અને સ્ટોપર લગાવી દીધી.
“દીદી આને કહોને મને ભાભી પાસે જવું છે દિવ્યા આન્ટી એમને ખિજાઈ છે મને જવું છે પ્લીઝ... રાધિકા દીદી... પ્લીઝ “ આટલું કહીને તે રાધિકા ના પગ પાસે જ બેસી ગઈ અને ને વિનંતી કરવા લાગી કેમ કે તેને ખબર હતી કે નેન્સી તેની એક પણ વાત સંભાળવાની નથી.
“ રીંકલ તું પહેલાતો ઉપર બેસ અહીં … હું સમજી શકુ છું તારી લાગણી પણ તું એ સમજ પ્રેમ ભાઈ અહીંયા નથી અને તું જાણે છે ભાભી કોઈ થી નહિ સચવાઈ દિવ્યા આન્ટી એમને સંભાળવા જ આવ્યા છે તું ચિંતા નહી કરે ... ચાલ ઉપર બેસ જોઈ” રીંકલ હજુએ રાધિકાના પગ પાસે એમજ બેઠી હતી. રાધિકા પણ તેની પાસે નીચે બેસી ગઈ નેન્સી ને થોડી હાંશ થઈ તેણી એ રૂમ ની સ્ટોપર ખોલીને તે પણ રાધિકાની બાજુમાં ગોઠણ વાળી બેઠી. રીંકલ હજુ એમજ નિસહાય બેઠી હતી. કદાચ તે રડી રહી હતી રાધિકાએ તેની સામે જોયું અને તરત જ તેણીએ તેના ખભા પર માથું ટેકવી દીધું." દીદી મને ભાભી પાસે જવું છે" રાધિકા જવાબ માં માત્ર તેના માથા પર આંગળીઓ ફેરવી રહી હતી પરંતુ નેન્સી ચૂપ ના રહી શકી.

“ તારું રોતલું મોઢું સરખું કર પહેલાં પછી ભાભી પાસે જ્જે… ભાભી માંડ શાંત થયા છે તારે ફરી તેમને હેરાન કરવા છે”

નેન્સી બોલી, ભાભી વિશેની વાત સાંભળી થોડું વિચાર્યું પછી તેણે જાતે જ આંસુ લૂછી નાખ્યાં અને નેન્સી ની તરફ જોયું છેલ્લી અડધી કલાકથી રાધિકા તેને સમજાવતી હતી પરંતુ એક પણ વાત માં એનું ધ્યાન ના હતું નેન્સી એ પૂજા વિશે કહ્યું અને તરત જ સજાગ થઈ ગઈ.

“ નેન્સી તું એમની પાસે હતી તો કહેને એ શું કામ રડતાં હતાં મારાથી કોઈ ભૂલ થઈ ગઈ … એ મારાથી નારાજ કેમ છે આટલા કહેને … કે હું એમને છોડીને બહાર જતી રહી એટલે કહેને … એ શું કામ આટલું રડતાં હતાં”
તે નાના બચ્ચાં ની જેમ તેને સવાલ પૂછી રહી હતી રીંકલ માટે પૂજા નું રડવું ખૂબ અસહ્ય હતું. તેના મમ્મી પપ્પા ચાલ્યાં ગયા પછી તે પ્રેમ અને પૂજાને પોતાનું સર્વસ્વ માનતી. પ્રેમ એ પણ એની બહેન ને એક દીકરી ની જેમ જ ઉછેરી હતી. તે ઉછેર આપવા પાછળ તેની માં જેવી માસીની શિખામણો એ બહું મોટો ભાગ ભજવ્યો હતો. તેઓ પોતાનું ઘર છોડી બે વર્ષ પોતાના ભાણેજ પાસે રહ્યાં હતા. તેના માસા પોતાના પિતા કરતા પણ વધારે સ્નેહ આપ્યો હતો. પ્રેમ એ જેવી ૧૨માં ની પરિક્ષા પૂર્ણ થઈ કે તરત જ તેને તેનાં પિતાની ગાદી સોંપી દીધેલી પ્રેમ એ પણ ૩ મહિનામાં જ બધું શીખી ગયેલો. તે સમયે રીંકલ બહુ નાની હોવાથી તેના માસી તેને પોતાની સાથે લાલપુર લઇ ગયેલા. આમ સયુંકત કુટુંબ હતુ માટે બહુ મુશ્કેલી ન હતી છતાંય તેમને પોતાના એક ના એક દીકરા રાહુલ ની બહુ ચિંતા થવા લાગી હતી. તેથી તે વધું રોકાઈ શકે તેમ ન હતા. ત્રણ વર્ષ આમ જ વીતી ગયાં હતાં. પ્રેમ એ ધંધો ફરી ઊંચાઈ સુધી પહોંચાડી દીધો હતો તેની આ સફળતા પાછળ તેનાં માસા ની દિવસ રાત ની મહેનત હતી. તેના માસી રીંકલ ને તો તેની પાસે રાખી હતી છતાંય તેમની પ્રેમ પ્રત્યેની ચિંતા પણ ઓછી ન હતી. તેથી તેને ૨૧ મું વર્ષ પૂર્ણ થતાં જ પ્રેમ ના લગ્ન પૂજા સાથે કરાવી દીધેલા. પ્રેમ નું મન તેના જૂના ઘરમાંથી ઊડી ગયેલું હતું. એટલે જ તો પૂજાના આવ્યા પછી તેને થોડાક વર્ષોમાં છે અહીંનો ફ્લેટ ખરીદી લીધેલો ત્યારથી જ તે સુનિલભાઈ ના સંપર્ક માં આવેલો. વર્ષો ની સાથે સાથે મૈત્રી પણ ગાઢ થતી ગઈ. પ્રેમ ના પાસે હોવાથી સુનીલ ભાઈ કે સુમન બહેન ને રેયાંશ ની કમી મહેસૂસ નથી થઈ. આજ એમને જરૂર હતી તો સુમન બહેન પણ પાછા નોહતા પડવાના તેને રીંકલ ના રૂમ નો દરવાજો ખોલતા સાથે જ કહ્યું.
“નેન્સી ભગવાને તારી પ્રાર્થના સાંભળી લીધી” રૂમ માં બેઠેલી ત્રણે વ્યક્તિઓ ચોંકી.


( ક્રમશઃ )