શિકાર - પ્રકરણ ૪૧ Devang Dave દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શેયર કરો

શિકાર - પ્રકરણ ૪૧

શિકાર
પ્રકરણ ૪૧

આમ તો માનવું થોડું અઘરૂં હતું પણ SD ની વાત કોણ છે ન માને? પણ શ્વેતલભાઇ ની ગડમથલ અલગ જ હતી, જો ખાલી SD જ આગળ જઈ શકે તેમ હોય તો પછી એમણે ય જવું શું કામ પડે? એકલા તો સાવ ન જ જવા દેવાય....
એ જ વાત આકાશ અલગ રીતે વિચારી રહ્યો હતો જો SD જ ત્યાં છેક સુધી જઈ શકે તો પછી બીજી વ્યક્તિ ગૌરી પણ જઈ શકે ને ... ના પણ ગૌરી ને કાંઇ થઇ જાય તો...? ના ગૌરી ને દૂર જ રાખવી જોઈએ આ મેટર થી... પણ આ વિચારોમાં એક વ્યક્તિ ત્રણેય વિસરી ગયા હતાં રાજેશ દિવાન હા એ જ રાજેશ દિવાન જે એ જગ્યા પર જ રાજેશ દિવાન બન્યા હતાં રોહિત અમીનમાંથી હકીકતમાં મહેન્દ્ર જેવી જ પછડાટ એમણે ખાધી હતી, પણ એ ફંગોળાયા હતાં દરિયામાં જ્યાં જવાનું પ્રતિબંધિત હશે કદાચ પણ એ કોમા માં હતાં ખાલી શરીર રૂપે જ હતાં એમ કહીએ તો ય ચાલે..ત્યાંથી એક માછીમાર દ્વારા એમનો બચાવ થયો હતો પણ લગભગ ત્રણેક દિવસ દરિયાની મધ્યે જ રહ્યા હતાં બેશુધ્ધ નાવ ના ટંડેલે એમનો હવાલો એક સાધુને આપી દીધો હતો પણ એ જે કાંઇ હોય પણ હવે એમના માટે આગળ નો માર્ગ ખુલી ચુક્યો હતો ફરી જવાનો.... એનાથી બધાં જ અજાણ હતાં ખુદ રાજેશ દિવાન પણ....
SD એ શ્વેતલભાઇ ને વિચાર ની તંદ્રામાંથી જગાડ્યા,
"ક્યાં ખોવાયો ભાઇ? હાલ હજુ ઘણા કામ નિપટાવવાના છે...પહેલા હું કહું એ પ્રમાણે એ પંદર ગરાસદારો ને મળવાનું છે, બાકીના નો સંપર્ક કરવાની જરૂર નથી એ લગભગ રેગ્યુલર મળતાં રહેતાં લોકો છે , આકાશ તારે એક કામ કરવાનું છે ગમે તે કરી સેમસંગ નો કાર્યક્રમ જાણી લે આપણે જ્યારે માણેકભુવન જઇએ ત્યારે એ નવલખી તો શું રાજકોટ કે ગુજરાતમાં પણ ન હોય...?
"એના હોવા ન હોવાથી શું ફરક પડશે? "
"આમ કશો નહી ને આમ ઘણો બધો ... ને મને તો કશો જ નહી પણ તો ય ઇચ્છી કે પહેલી વખત એના વગર જ જઇએ આપણે..."
"સારૂં મળી લઇશ ને મારી રીતે વાત કરી લઇશ.."
"શ્વેતલ! મહેન્દ્રને ય કહી દેજે એ તૈયાર રહે... "
"એને હારે લેવાનો છે?"
"હા! એ હારે હશે તો એ એક્ચુયલ જગ્યા જલ્દી મળશે ખાસા વર્ષો વીતી ગયા ને? "
"સારું લઈ લેશું એને ધર્મરાજસિંહને ય લેવાના હશે ને..? "
" ના! હું એ વિચારી લઇશ કારણ એ એકલા નહી હોય .."
"મને ય લેતાં જાવ... "
એ જ વખતે ગૌરી પણ આવી ઓફીસ માં ... પણ આકાશને જોઇ થોડી ખચકાઈ.. શરમાઇ ..
"ભારે ઝપાટાભેર આવી ગઈ તું ..."
"મર્સીડીઝ બેન્ઝ સી ક્લાસ ને અમદાવાદ રાજકોટ હાઈવે.... "
તું ચલાવી ને આવી ?? કેમ? શ્વેતલ કોઈ ડ્રાઈવર એરેંજ કરી દેતાં..! "
"તમે બે બાપદીકરી ક્યારે પ્રોગ્રામ એરેન્જ કરો છો એ જ કહેતાં નથી તો શું એરેન્જ કરે??
"મેં તને કહ્યું નથી કે ગૌરીને બોલાવી છે??? "
"હા પણ એકદમ કેમ બોલાવી લીધી ?"
"બસ એમ જ ગૌરી ...થોડા દિવસ અહીં રહે તું... "
"આમે ય કાલે આવી જ જવાની હતી હું.."
વચ્ચે વચ્ચે ચાર આંખો વાતો કરી લેતી હતી મૂંગા મૂંગા ... ઘણાં પ્રશ્નો ઘણાં ઉત્તર બે ચાર કોલ ત્રણેક ફરિયાદ બધું જ....
અમૂક સંવાદ ઇન્ટરસેપ્ટ પણ થયાં SD શ્વેતલ દ્વારા .... પણ બે ય ને વિક્ષેપ પાડવો યોગ્ય ન લાગ્યો...
"સીધી આવી છે કે ઘેર જઈને આવી .."
"ઝીણીમાસી ને ઉતારી ને આવી .. તમારી કાર દેવા જ આવી હતી પણ ..."
"પણ શું ?"
"મારી કાર આવી નથી હજી અમદાવાદ થી.."
"હમમ...આકાશ છે ને... તને ઉતારી જશે ઘરે..."
બેયને મનમાં લડ્ડુ ફૂટ્યા, પણ મુંગા જ રહ્યા...
"સારૂ, આકાશ તું ગૌરી ને મુકીને નીકળી જજે પણ સમય ને એકવાર મળી લેજે.. "
ગૌરી ને આકાશ નીકળી ગયાં તુરંત...
" કેમ ઓફીસમાં આવ્યો હતો ..?"
"કામ થી .."
"આવ્યો મોટો કામ વાળો.."
"પણ તું કેમ આવી હતી? .."
"લે! મારા પપ્પાની ઓફિસ છે .. આવું તો ખરી ને.. "
"પપ્પા વાળી ..! બોલ હવે ક્યાં જવું છે? "
"તને ઘેર મુકી જવાનું કહ્યું છે .."
"હા તો, એવું નથી કહ્યું સીધા ઘેર જ જવું ..."
"ભારે દોઢો..."
"સારૂ ,બેસ હવે એનો હાથ પકડીને ખેંચી.. "
"આકાશ! હજુ ઓફીસ નું બિલ્ડીંગ જ છે આ.. "
"બેસ ને હવે ઝટ ..."
આકાશે ગેર પણ એનો હાથ પકડી રાખીને જ ચડાવ્યો ને મારી મુકી કાર ... હાઇવે તરફ હાઇવે પર ચડતાં જ પુછ્યું "પણ અચાનક કેમ રાજકોટ આવી હું નીકળી ને અમદાવાદ આવવા જ નીકળવાનો હતો.. "
"પપ્પાનો ફોન હતો સવારે જ... કે બસ તું આવી જા રાજકોટ ચાર પાંચ દિવસ આયાં જ રેહવાનું છે બહું જ જરૂરી લાગે તો અહીં થી જજે એકાદ વાર ... મારી મર્સીડીઝ ત્યાં જ છે એમાં આવી જજે... "
"ઓહ એમ? .."
"હા ! પણ ,એવું શું હશે તને ખબર ખરી કાંઇ? "
"આમ તો, કાંઈ નહી ..."
"આમ તો એટલે ...? શું વાત છે આકાશ મને કહે... "
"વાત સામાન્ય જ છે, માણેકભુવનને લગતી વાત છે ... ત્યાં કોઇક બાબતે તપાસ કરવા જવાનું છે મને ય એટલી જ ખબર છે... "
"સેમ કોણ છે?"
"કોણ???? "
"સેમને મળી આવવાનું કહ્યું .. પણ એ સેમ છે કોણ? "
"ગૌરી... હું તને બધું જ કહીશ... પણ અત્યારે બીજી વાત કરીએ તો ? તારી ને મારી... "
"આ વાત તારી ને મારી નથી..?"
"આ બધાંની છે ગૌરી ... "
"સારૂં ,હું હવે નહી પૂછું પણ, પૂછવાની ઇચ્છા થાય એ પહેલાં કહી દેજે... "
"સારૂ હવે ... કોઇ બે ત્રણ દિવસ પછી મળતું હોય તો એકાદ ચુંબન ની ઇચ્છા રાખે આ તો મહામાયા બીજી બધી વાતો કાઢે... "
"ચાંપલા ........"
"ગૌરી એનાં હોઠ આકાશના ગાલ સુધી લાવી પણ કિસ કરવાને બદલે બોલી, "ગાડી ચલાવવા માં ધ્યાન રાખવું ..." ને એનાં વાળ ખેંચીને છોડી દીધાં ..
"લુચ્ચી .."
લગભગ કલાકેક જેવું ડ્રાઈવ કરી એક હોટેલમાં બેઉ બેઠાં ને ત્યાં આકાશે માણેકભુવન ની વાત કરી ,અલબત્ત એ કહી શકે એ જ વાત, એની ને એના મામાની અમુક વાત બાદ કરીને...
"પણ શું જરૂર છે એ બધું કરવાની...?"
"અમૂક બાબતમાં જરૂરિયાત નહી હોવા છતાં પણ સંકળાવુ પડે.. માનો કે SD ને જરૂર નથી પણ SD વગર એ વાત પણ નથી જ શક્ય એટલે પરાણે ય કરવું પડે... "
"હું પણ સાથે આવીશ ..."
"ના તું ન આવતી પ્લીઝ!!!... છતાં એનો નિર્ણય તારા પપ્પા પર છોડ,હું વધું ન કહું.."
"ના તો પાડી દીધી તેં પહેલાં .."
ના તો એટલે પાડી કે તને હું એવી જગ્યા માટે હા ન કહી શકું જે જગ્યા વિશે હું જ વધું ન જાણતો હોવ ... મને કાંઈક અજુગતું થવાનું હોય એવું લાગે છે એટલે ના પાડી... "
"સારૂં રાત્રે વાત, હું જ વાત કરી લઇશ પપ્પા જોડે... "
"એટલે મેં બધું કહી દીધું એમ કહીશ .."
"એમ હોય તો ય શું? "
"કશુંય નહિ આમ તો ..."
"સારૂં પછી સાંજે મળીએ ...."
"જવું જ છે?? "
ગૌરીનો હાથ મચકોડતા આકાશે પુછ્યું
"કેમ આટલું સાથે રહ્યાં ધરાણો નથી...? "
"સાથે હતાં હજુ મળ્યા નથી બરાબર .."
"બસ હોં નાલાયક છોડ હવે ... દુખે છે હાથ..."
"જા! ગૌરી જી લે અપની જીંદગી..." કહી હાથ છોડી દીધો
"નાટક કંપની...!" બોલી ગૌરી ઘરમાં ભાગી ઓફકોર્સ ઝાંપે જઈને પાછું વળીને એક મદમસ્ત સ્મિત આપીને જ તો....
આકાશ સેમની હોટલ ભણી જવા રવાના થયો પણ સેમ તો રાજેશ દિવાન નું પગેરૂં ગોતતો એમની ઓફીસ સુધી પહોંચ્યો હતો....
(ક્રમશઃ...)