“ફરી મોહબ્બત”
ભાગ : ૧૪
“ઈવા...!!” અનય આશ્ચર્યથી બોલી પડયો. પરંતુ ત્યાં સુધી તો ઈવા પડખું ફેરવીને આંખ બંધ કરી દીધી.
"શું થઈ ગયું છે તને. આજે કશું પણ મન ના હોય તો ચાલશે. પણ બેબી મૂડ ઓફ કેમ કરે છે." અનય હંમેશા શાંત રહેવાનો પ્રયત્ન કરતો. પણ ઈવાએ કશું કહ્યું નહીં. અનય બેડ પર જ બેઠો ઈવાને એકીટશે જોતો રહ્યો. એ વિચારમાં પડી ગયો, "શું થતું હશે ઈવાને..મૂડ ક્યારે સારો રહે ક્યારે ખરાબ થઈ જાય એ જ સમજ ના પડે." દસ મિનીટ સુધી અનય શાંત ચિત્તે ઈવાની બાજુમાં બેસી રહ્યો. પણ અનયનો ઉચાટ વધતો જતો હતો. ભલે કશો આજે પ્યાર ના થાય. પણ આમ મૂડ બગાડીને એ પોતે પણ કે ઈવાને સુવા દેવા માગતો ન હતો.
"ઈવા...!!" વાળમાં પ્રેમથી હાથ ફેરવતો અનયે કહ્યું. " ઈવા.. તું એમ પોતાનું પણ મૂડ બગાડીને સૂઈ જાય એ મને પસંદ નથી યાર. ઓકે ચાલ હું તને ટચ નહીં કરું પણ એક સ્માઈલ તો આપી દે. તારી સ્માઈલ જોઈને મને સારી ઊંઘ તો આવશે." અનય રિકવેસ્ટનાં સ્વરમાં કહેવા લાગ્યો. પરંતુ ઈવાએ જાણે કશું જ સાંભળ્યું ન હોય તેમ આંખ બંધ કરીને પડી રહી.
અનયે ઈવાના કાનમાં મસ્તી કરતાં ફૂંક મારી. " ઈવા..મારા બચ્ચાંને શું થયું. કેમ મારાથી નારાજ છે." અનય લાડમાં બોલીને ઈવાને મનાવતો રહ્યો. પરંતુ ઈવા..!! અનયથી રહેવાયું નહીં. ઈવાનો દેહ જોઈને એ વિચલિત થઈ રહ્યો હતો. એ લસ્ત થઈ રહ્યો હતો. ઈવાને એ મોહબ્બત કરવા માંગતો હતો. એના હોઠોને એ ચૂમવા માગતો હતો. ઈવાના દેહમાં એ ઓગળવા માગતો હતો. કંઈ કેટલા સપના આજ સુધી અનયે ઈવાને લઈને જોઈ લીધા હતા. આજે જ્યારે એ હનીમૂનની રાતની પળ આવી જ છે ત્યારે ઈવા એવું શું કામ કરી રહી હતી?! કેટલું મનાવ્યાં બાદ પણ ઈવા સાંભળી જ રહી ન હતી. અનયને શું કરવું જોઈએ એ જ સમજાતું ન હતું.
અનય ગિટાર લઈને આવ્યો. એ બેડનાં સામેના સોફા પર જઈને ગોઠવાયો. અનયે તારને છંછેડી. પાંચ સેંકેન્ડ જેટલી તો એમ જ ધૂન વગાડી. પછી મુખ્ય ધૂન પર સોન્ગ ગાતો વગાડવા લાગ્યો, " લબો કો લબો પર સજાઓ, ક્યાં હો તુમ મુજે અબ બતાઓ.....હયા કો જરા ભૂલ જાઓ...મેરી હી તરહ પેશ આવો...." અનય પોતે ગાતો ધૂન વગાડતો સૂતેલી ઈવાની પીઠને જોતો રહ્યો. ઈવા ઊઠી અને બેસી ગઈ. એના છૂટા વાળોને એક સાઈડ લાવી દીધા. અનયે તરત જ ગિટાર સાઈડ પર મૂકી દીધું.
" કેમ ડિસ્ટર્બ કરી રહ્યો છે??" ઈવા ગુસ્સામાં બરાડી. અનય બેડ પર આવીને ઈવાની લગોલગ બેસી ગયો.
" ઈવા શું થયું છે તને. કેમ ગુસ્સો કરે છે. હું એવું શું કરું બેબી જેથી તું શાંતિથી સૂઈ જાય." અનયે ઈવાના બંને ગાલ પર પોતાના હાથ રાખતા કહ્યું.
" મેં કીધું ને મને સૂવા દે." ઈવા ગુસ્સામાં જ કહી રહી હતી.
" ઠીક બસ એટલું જ ને. પણ તું યાર ગુસ્સામાં પણ ખૂબ પ્યારી લાગી રહી છે." એટલું કહીને અનય ઈવાની નજદીક સર્યો. ઈવાના હોઠ પર પોતાનાં હોઠ ચાંપવા જઈ જ રહ્યો હતો ત્યાં જ ઈવાએ અનયનાં બંને હાથોને ઝાટખી નાંખતા જડબા સખ્ત કરતાં કહ્યું, "ડોન્ટ ટચ મી. દૂર રહે મારાથી. મેં તને મેરેજ પહેલા જ જ કહી રાખ્યું હતું. હું તને સેક્સ કરવા નહીં દઉં. હવે સમજ્યો ને. મને ટચ બિલકુલ ના કરતો."
અનય આ બધું જ સાંભળીને એક થડકારો ખાઈ ચુક્યો. એને બિલીવ જ થઈ રહ્યું ન હતું કે એ એજ ઈવા હતી જેને એ દિલોજાનથી ચાહતો હતો અને ચાહી રહ્યો હતો. એ શૂન્યતામાં ગરકાવ થઈને ઈવા ભણી જોઈ રહ્યો હતો. પરંતુ એની આંખની સામે જ એ ફરી પડખું ફેરવીને સૂઈ ગઈ. થોડી સેંકેન્ડ બાદ કહ્યું, " પ્લીઝ લાઈટ બંધ કર." ઈવાએ ભાર આપીને કહ્યું. ત્યારે જ અનય હોશમાં આવ્યો હોય તેમ બેડ પરથી પૂતળાની જેમ ઉઠ્યો. એને ક્યાં સૂવું જોઈએ એ પણ ભાન ન રહ્યું. એ સોફા પર જઈને બેઠો. એને ઊંઘ આવતી ન હતી. ક્યાંથી આવવાની ઊંઘ!! મન વિચલિત થઈ ઉઠ્યું. મિશ્ર ભાવોમાં એનું મન સરી પડ્યું. ગુસ્સો, પીડા, દુઃખ, દિલમાં આગ દર્દ બધું એકસામટું થઈ રહ્યું હતું. અનય સોફા પર આડો પડ્યો. પહેલી મુલાકાતથી લઈને અત્યાર સુધીની ઈવા સાથે ગાળેલી દરેક પળને એ યાદ કરી રહ્યો. એના આંખમાંથી અચાનક આસું સરતા રહ્યાં. લાગણીવશ થઈને ઈવાની દરેક બાબત એ પોતે કેવી રીતે હેન્ડલ કરતો કેવી રીતે દરેક વખતે એ મનાવતો એ યાદ કરતો રહ્યો. એ વિચારવા લાગ્યો કે ઈવા એવું કેમ કરી રહી છે?? અનય પોતાના પર જ શંકા કરવા લાગ્યો કે એનાથી તો કશી ભૂલ નથી થઈને...?? વિચારોમાં જ આખી રાત નીકળી ગઈ. સવાર થઈ ગઈ હતી. ઈવા ઉઠી ગઈ હતી. પણ અનય સોફા પર સૂતો છે એની નોંધ સુધા લીધી નહીં. અનય એ બધું જ જોતો રહ્યો. પરંતુ મોમ થતા ઘરમાં હતા એ સગાવહાલાઓને કશા પણ પ્રકારની શંકા ના ઉપજે એટલે અનય સોફા પરથી ઉઠીને સીધો બેડ પર જઈને સૂઈ ગયો. ઊંઘવાની કોશિષ તો કરતો રહ્યો પણ ઊંઘ જ આવતી ન હતી.
ઈવા ફ્રેશ થઈને આવી. એને વાળ ધોયા હતાં. લાઈટ પિંક પંજાબી ડ્રેસમાં સુસજ્જ થયેલી ઈવા ખરેખર ખૂબ સુંદર લાગી રહી હતી. એ બેડરૂમમાં બધું સુમતરું કરી રહી હતી. અનય આ બધું જ સૂવાનો ઢોંગ કરીને અડધી આંખ ખૂલી રાખીને ઈવાને જોતો રહ્યો.
ઈવા કિચનમાં ગઈ. પંદરેક મિનીટ બાદ ટ્રે માં બે કોફી ભરેલા મગ લઈને બેડરૂમમાં ફરી. ટ્રે એને ટેબલ પર મૂકી. એને અનય તરફ નજર કરી. ઈવાને લાગ્યું કે અનય સૂતેલો હશે. એ અનયનાં હાથ પર થપથપાવતાં ઉઠાડવા લાગી, " અનય કોફી??" ઈવાના હાથમાં પહેરેલો ચુડાનો પણ ખણખણ અવાજ થયો. જાણે ઈવા સાથે હાથમાં પહેરેલો ચૂડો પણ અવાજ કરતો કહી રહ્યો હતો કે 'અનય ઉઠી જા હવે...તારી ઈવા તને પૂકારી રહી છે!!'
બે ત્રણ વાર થપથપાવ્યા બાદ ઈવા જવા જ લાગી હતી. ત્યાં જ અનયે એનો પાછળથી હાથ પકડીને જોરથી પોતાના તરફ ખેંચી. ઈવા સીધી કશું સમજે એના પહેલા જ અનયનાં છાતી પર જઈને પડી. એના ભીંજાયેલા વાળ અનયને જોરથી વાગ્યા. પાણીના ટીપા એના મોઢા પર જ્યાં ત્યાં પડ્યાં. ઈવા પડી તે સાથે જ અનયે પોતાના બંને હાથેથી ઈવાના હાથ પકડી લીધા. ઈવા પોતાને છોડાવીને જવા લાગી પરંતુ અનયે પૂરી તાકાતથી એના હાથને પકડી રાખ્યાં હતાં. અનયે ગુસ્સાથી કહ્યું, "આટલી નારાજ શેનાં માટે છે??"
(ક્રમશ)