Shikaar - 40 books and stories free download online pdf in Gujarati

શિકાર - પ્રકરણ ૪૦

શિકાર
પ્રકરણ ૪૦
શ્વેતલભાઇ ના મનમાં દિવાનસાહેબનાં શબ્દો જ ઘુમરાતાં હતાં વાત સ્પષ્ટ જ હતી ,કોણ આ કરે એ જાણવા નો અર્થ જ નહોતો રહેતો, મૂળ વસ્તુ જ ક્લિયર થઈ જાય માણેકભુવન જ માણેકભુવન ન રહે તો આખી વાત પતી જાય...
એણે SD ને કહ્યું..."શ્વેતલ એ વાત તો સાચી પણ.... માણેકભુવન કેટલું કિંમતી છે તને ખબર છે? અરે એ કિંમત રૂપિયા ની નથી પણ આવું લોકેશન ... અને એ ઉપરાંત માણેક અદાનું નામ.... બધું સરળ નથી... "
"હા પણ એને જોડાયેલી ગુંચવણો તો દૂર કરાય ને?? "
"હા એ જ તો કરીએ છીએ હવે... ખાલી આ ક્યાંથી ટપકી પડ્યો એ જ જોવાનું ને??"
"એને છોડો આને સંલગ્ન મેટર વારાફરથી ઉકેલીએ.. "
" પણ એક વાત તો હવે સમજાય છે કે એ સંલગ્ન કુટુંબોમાંથી નથી એ પાકું... "
"કેમ? .."
"એ રાજ પરીવારોમાં આવી ખંધાઇ નથી ક્રુરતા હશે આટલા સમય સુધી છાનો ન રહે જો એમાંનું કોઇ હોય તો.. "
"તો પછી ..."
"વચ્ચે વાત કાપી બસ એ લોકો ને આ વચ્ચે ના લાવે એ જ ચિંતા છે બાકી કાંઈ નહી.."
"હમમ તો.. "
"હવે માણેકભુવન ની મુલાકાત તો આમેય લેવાની જ છે સેમ ના કારણે તો પછી એ પહેલાં આપણે જ એક વાર જઇ આવીએ... "
"આપણે એટલે .."
"હું, તું ધર્મરાજસિંહ ,કદાચ દિવાનસાહેબ, મહેન્દ્ર ને આકાશ ને લઇ જવો હોય તો આકાશ... "
"સારૂં ... હું બધી ગોઠવણ કરાવું .."
એ જ વખતે આકાશ SD ની ઓફીસમાં પ્રવેશ્યો... રિસેપ્શનમાં જ શ્વેતલભાઇ વિશે પુછતો હતો,ત્યારે જ શ્વેતલભાઇ બહાર આવ્યા ..."આકાશ તને જ યાદ કર્યો હમણાં.."
"હા! બોલો ને .. હું તો અમસ્તો જ આવ્યો હતો સેમ એ જે કહ્યું એ અંગે એક વાત કહેવી હતી.. "
"એ પછી વાત કરીશું પણ મારે તારૂં કામ હતું એક... "
"બોલો ને..."
"આવતા વિકમાં બે ત્રણ દિવસ કોઇ પ્રોગ્રામ ન ગોઠવતો આપણે માણેકભુવન માં જવાનું છે.. "
"સારૂં , તમે કહેશો ત્યારે હું તૈયાર ..."
"બોલ! તું શું કહેતો હતો ?"
"સેમ મને નવલખી માં એટલે કે માણેકભુવનમાં જે જે થાય કે કરવું છે એ બધું કામ સંભાળવા ઓફર આપે છે એના વતી... "
"હમમમ .."
"મેં કહ્યું છે ,હું જોડે હોઇશ પણ તારા વતી એ વધુ પડતું છે,હું SD સાથે સંકળાયેલો જ છું વગર કરારે તને નુકસાન એ પણ ન થવા દે જો કે, પણ હું એમની સાથે જ છું.. "
"સારૂં પણ, તું તૈયાર રહેજે આવતા અઠવાડિયે.... આય અંદર SD જોડે ..."
એ અંદર જવા જતાં જ હતાં ત્યાં કુરિયર આવ્યું
શ્વેતલભાઇ સમજી ગયા કે પૈસા ઉપડી ગયાં પણ હજુ સુધી મને મેસેજ કેમ ન મળ્યાં?
એમણે એમના માણસ ને ફોન જોડ્યો
"હેલો ..."
શેઠ ગાડી પૂણે પહોંચી ગઈ છે એક ગેરેજમાં ડ્રાઇવર ત્યાં ઉતરી ચાવી ચોકીદારને આપી નીકળી ગયે કલાક થયો પણ કોઈ આવ્યું નથી બેગ લેવા ડ્રાઈવર પણ ખાલી હાથે જ નીકળ્યો હતો... "
"શું વાત કરે છે ?તારી કોઈ ભૂલ થઈ રહી છે પૈસા તો ઉપડી ગયા છે કદાચ..! "
"ના શ્વેતલભાઇ ગાડીથી દૂર પચાસ સો ફૂટ જ રહ્યા છીએ અમે એને કાંઈ ખબર ન પડે એટલે તો અલગ સ્થળોએ થી દસ ગાડી થી ફોલો કરી છે અમે..... "
" તું ગેરેજમાં જા ગમે તે બહાને ચેક કર બેગનું સ્ટેટસ... "
"ઓકે ... સેકન્ડ હેન્ડ ગાડીઓ જ વેચાય છે અહીં... હું તપાસ કરાવું છું...!"
"મને જાણ કર જે હોય એ.."
શ્વેતલભાઇ એ કુરીયર લઇ લીધું , ચીઠ્ઠી માં લખ્યું હતું...
"ખોટા આઠ લાખ શું કામ વધારે આપ્યા? અમદાવાદ પચ્ચીસ પચ્ચીસ લાખ બાપુનગર ને નારોલ રમેશ હરજીવનમાં નંખાવો... ને હા! ખોટા મવ ના થશો , તમારા માટે કાનખજુરા નો એક પગ પણ નથી... "
શ્વેતલભાઇ એ ચીઠ્ઠી મસળી નાંખી ને SD પાસે પહોંચ્યા ...
SD વાંચીને હસ્યો, " શ્વેતલ ! હવે.... "
"પચ્ચાસ મોકલાવવા જ પડશે પણ હવે નહી આ છેલ્લી વાર...."
આકાશ સામે જોયું પછી શ્વેતલભાઇ તરફ જોઈ SD બોલ્યા ,"શ્વેતલ ગુસ્સો નહી ... કોઇકતો માથાનું મળી જ રહે ને હા હવે છેલ્લી વાર જ હું માણેકભુવનની મેટર પતાવા માંગુ છું આપણે સંલગ્ન પરીવાર ને મળવાનું ચાલુ કરીશું એક અઠવાડિયામાં બધાને મળી લઇએ પછી કોઈ ની ફિકર નથી ચાર પાંચ જે છે એમને માણેકભુવન લઇ જવા ય તૈયારી છે બધી રીતે પ્રયાસ કરી મેટર પતાવીશું... "
શ્વેતલ ભાઇ આકાશ સામે જોઈ ને કહ્યું ,"આકાશ ! આપણે આવતા અઠવાડિયે જ જઇશું.. રમે બે વાત કરી લો હું પહેલાના પૈસાનું પતાવી આવું.."
"આંગડીયા વાળાને વાત કરી લેવી હોય તો... "
"એનો કોઈ અર્થ નથી આ વખતે એમજ લઇ જવા દો , પછી જોઇશું. "
આખી મેટર માં મામાએ એને સિફતપૂર્વક બહાર રાખ્યો હતો... પણ મામાએ આબાદ સોગઠી મારી હતીપચાસ ની જગ્યાએ આઠ લાખ જોઇ કોઇ બીજુ હોય તો ઉગ્ર થઇ જાય પણ મામાએ શ્વેતલભાઇ ને ઉગ્ર કરી મુક્યા ઠંડા કલેજે કામ કરે છે મામા... પણ પરિસ્થિતિ અલગ આકાર લઇ લેશે એવો એને ભાસ થયો ... એ જ વાત SD કરવા જઈ રહ્યાં હતાં આકાશને...
"આકાશ બેસ, હકીકતમાં પહેલી વાર તું મને મળ્યો તારા કામ માટે હતો કે પછી તારે લાગતું કામ હતું એ પણ મેં તને મારી પાછળ જોતરી દીધો ..."
"સાવ એમ તો નહી મને પણ ફાયદો થયો જ છે મારા ય કામ તો કાઢી જ આપ્યા છે તમે ...."
"પણ હવે બસ આ બધું પતાવી દેવું છે ... અને મારે એક બીજી વાત કરવી છે શ્વેતલ ને આવવા દે.. "
એ જ સમયે શ્વેતલભાઇ પણ દાખલ થયા અને ગોઠવાયા ....
"શ્વેતલ ! તને SJએ કહેલી વાત યાદ છે? "
"કઇ વાત? "
"..કે તમને એ ધન પચેલુ પણ છે જ.."
"હા .... પણ .."
એ વખતે એમણે જે વાત કહી એ જ વાત સેમ એ પણ કહી હતી... "
"હા લગભગ એવું જ.."
"કાલ સાંજે મને એક બીજી વાત યાદ આવી... મારી ને મહેન્દ્ર ની ..."
શ્વેતલ મૌન સાંભળતો હતો
"હું ને મહેન્દ્ર કેપ્ટન જોડેથી સંદુક આવતી હતી ત્યારે ત્યાં જતાં ... હકીકતમાં જહાજ જ્યાં ઊભું હતું ત્યાં દરીયો સીધો ઉંડાણ વાળો લંગર નખાય નહી એવો પણ કેપ્ટન સાહસી હતો એકદમ નજીક રાખી ને લાંગર્યુ હતું ... અમને એ બાજુ તો રહેવાની છૂટ નહોતી એટલે અમે લાઇટ હાઉસ આસપાસ રહેતા લાઇટહાઉસની પડખે એક વખત મોટા સાપના લીસોટે પાછળ પાછળ ગયા.. ત્યાં થોડે દૂર રસ્તો પુરો થતો હતો પણ બાંધકામ જેવું તો હતું જ પણ... "
"પણ શું? "
"પછી આગળ હું એક જ જઈ શક્યો મહેન્દ્ર અમૂક અંતર સુધી જ સાથે આવી શક્યો ને પછી ફંગોળાઈ ગયો પાછો... "
"એટલે ..."
"એનું કહેવું એવું હતું કે એક ભોરીંગ જેવા સાપે એને બાંધી દીધો પછી ફંગોળી દીધો હવે આગળ તો હું એકલો જાય શકું એમ હતો જ નહી એટલે.... પાછો આવી ગયો હતો ને એ જગ્યા સેમે બતાવી એ જ દિશામાં હતી... "
"એ કોઈ ભ્રમણા હોઇ શકે એમની ક્યાં પછી ભયની ખબર ન પડે એ માટે આવી વાત ઉપજાવી હોય... "
"હું ય એમ જ માનતો પણ આ બે ની વાત સાંભળીને વિચાર કરવા પ્રેર્યો.. "
"તો હવે કરવાનું શું.."
"ત્યાંથી જ શરૂઆત કરીશું .."
"પહેલાં આપણે જે મેટર ઉભી છે એ પતાવી તો સેમ વાળી વાત અત્યારે શું કામ ઉખેળવી? "
"કેમ કે મને લાગે છે બે ય બાબત સંકળાયેલી જ છે .."
"સારૂં પણ એક શર્તે ..."
"શું..? "
"આ વખતે ય તમારે એકલા જવું પડ્યું તો?? "
"નહી જઉં ને એ જગ્યા ડીટોનેટર થી ઉડાવી જ દેશું..."
"ઠીક છે આવતા બુધવારે જઈએ, કોને કોને લેવાના છે એ કહી દેજો... "
શ્વેતલભાઇ એ વાત પર પૂર્ણવિરામ મુકાવ્યું
(ક્રમશ:...)

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED