Ishaan books and stories free download online pdf in Gujarati

ઈશાન

"ઈશાન" સ્વસ્તિક ને શુભ માનવામાં આવે છે.સનાતન ધર્મ માં સ્વસ્તિક નું બહુ મહત્વ છે.ભારત વર્ષ માં ચાર ઋતુઓ છે.શરદ, વસંત, ગ્રીષ્મ અને વર્ષા..આકાશ માં સપ્તર્ષિ તારાઓ આવેલા છે ઉત્તર દિશામાં ધ્રુવ નો તારો આવેલો છે..આ સપ્તર્ષિ તારા ઓ એક વર્ષ માં જે રીતે ધ્રુવ ના તારા ના અંતરે ફરે છે.આ એક ચક્ર થી એક સ્વસ્તિક ચિન્હ બંને છે.એટલે કે સ્વસ્તિક એ કુદરતી છે..સ્વસ્તિક એટલે સ્વસ્થ રહો.. સુખી રહો...જેને જીવન ની સલામતી પણ ગણાય...* સ્વસ્થ રહો..સલામત રહો..* સાવચેતી એ જ સલામતી.* આજે ઈશાન સવાર થી ખુશખુશાલ હતો.બે દિવસ પછી એનો બર્થ-ડે આવતો હતો.. ઉત્સાહ માં ઈશાને ઓફિસ માં ઝડપી કામગીરી કરવા માંડી.બપોર ના લંચ સુધી માં તો બોસે સોંપેલું બધું કામ પૂરું થયું હતું. લંચ પછી ઓફિસ માં ઈશાન ના ભાગ માં કામ નહોતું.બેઠા બેઠા હવે કંટાળી ગયો હતો.થોડી વાર માં ઈશાન ને બેચેની થવા લાગી.માથુ દુખાવાનું શરૂ થયું..એને થયું ચાલો ને લંચ પછી તો કોમ્પ્યુટર પર તો કોઈ કામ કર્યું નથી.તો કંઈ ક સર્ચ કરું. ઈશાન એના કોમ્પ્યુટર પાસે બેઠો.અને સર્ચ કરવાની શરૂઆત કરી.... ઈશાન નું મગજ માં કંઈ બીજું ચાલતું હતું.જ્યારે એના હાથ ની આંગળી ઓ કોમ્પ્યુટર પર બીજી રીતે ચાલતી હતી.અચાનક આંગળીઓ એ સર્ચ કરવા ફરવા માંડ્યો...universal. ****** ULC. અને જોર થી એન્ટર અપાયું..એ સાથે જ કોમ્પ્યુટર ધડાકા સાથે બંધ થઈ ગયું .કી બોર્ડ માં ફસાયેલી ટાંકણી ઈશાન ની આંગળી માં લાગતા લોહી નીકળવા માંડ્યું.ટાકણી સાથે કોઈ વસ્તુ ઉડી ને પડતા ઈશાને જોયું.. ઈશાન ની આંગળી માં થી લોહી ટપકતું હતું.એણે ટાંકણી ઉપાડી ને વેસ્ટ બાસ્કેટ માં નાખી. એ વખતે એની નજર એક ઝીણા દાણા પર પડી.જે નીચે એના પગ પાસે પડ્યો હતો. ઈશાને એ દાણો જોયો.... ઓહ...આ તો અડદ નો કાળો દાણો..એના પર મારું લોહી નું ટીપું પડ્યું હોય એવું લાગે છે.. ઈશાને એ અડદ નો દાણો બાસ્કેટ માં નાખી દીધો... કોમ્પ્યુટર માં થયેલા ધડાકા ને કારણે સ્ટાફ ના લોકો ભેગા થયા.ઈશાન ની આંગળી માં થી લોહી નીકળતું હતું એથી first-aid લાવી ઈશાન ને દવા અને પટ્ટી લગાવી..સાથે આરામ કરવા કહ્યું... ઈશાને કહ્યું હું ઓકે છું. ઉનાળાની રાત ના સમયે હતો.ઈશાન અને ઈશા ધાબા પર સુવા ગયા.ઈશા:- તું ઓકે છે ને ઈશાન? એવું હોય તો આપણે એસી માં સુવા જઈએ." ઈશાન:- ના ના હું ઓકે છું..આ ઉનાળામાં ધાબા પર કુદરતી પવન નો લાભ લઇ એ. અને જો આ અંધકાર માં આકાશ માં તારા ઓ કેવા ઝગમગે છે...જો.જો ઉત્તર બાજુ... સપ્ત ઋષિ તારા ઓ કેવા સરસ દેખાય છે.". ઈશા:- સારૂં હવે મને ઉંઘ આવે છે..તમ તમારે આનંદ લો.". થોડીવાર માં ઈશા સુઈ ગઈ.. અડધા કલાકમાં ઈશાન ને પણ ઘસઘસાટ ઉંઘ આવી . અડધી રાત્રે અચાનક ઈશાન ઝબકી ને જાગી ગયો...એની આંગળી પર હજુ થોડું થોડું દુખતું હતું.. કદાચ આ આંગળી દબાઈ ગઈ હશે એટલે ઝબકી ગયો.. એવું ઈશાન ને લાગ્યું..પણ..પણ....વાત કંઈક બીજી જ હતી.હવે ઈશાન ને ઊંઘ આવતી નહોતી.એણે પથારીમાં માં સુતા સુતા આકાશ તરફ નજર કરી. આકાશ માં ટમટમતા તારલા ઓ ચમકતા હતા.જાણે એ એક બીજા સાથે વાતો ના કરતા હોય!!. હવે ઈશાને સહેજ ઉત્તર બાજુ જોયું..અરે.. સપ્તર્ષિ ના તારા ઓ કેટલા સરસ દેખાય છે..આને આ છેલ્લા તારા તરફ વધુ પડતું ઝબક ઝબક થતું હોય એવું લાગ્યું.. સુતેલા ઈશાન ના મેરૂદંડ..કરોડ રજ્જુ માં એક નાનો સળવળાટ થયો.. એને લાગ્યું કોઈ જીવાત આવી હશે?. એણે પડખું ફેરવ્યું.અને ઈશા તરફ નજર કરી.ઈશા ઘસઘસાટ ઊંઘી ગઈ હતી.ફરી પાછું કરોડ રજ્જુ માં નાનકડો સળવળાટ થયો.ઈશાન ઊભો થયો.ધીમે થી શરીર ને વ્યવસ્થિત કર્યું.. પથારીમાં જોયું કંઈ નથી. એને થયું મારી ભ્રમણા હશે!!. ઈશાને પથારીમાં સૂઈ જવાનો પ્રયાસ કર્યો...પણ...પણ. ઊંઘ તો આવી નહીં..ફરી આકાશ તરફ નજર ગઈ... કોઈ પદાર્થ ને ચળકતો જોયો..ઈશાન ને જીજ્ઞાસા થઈ.એણે આંખો ને એ બાજુ સ્થિર કરી.. જોયું તો કોઈ ચકરડી લેતો આકાર... કદાચ કોઈ વિમાન....ના..ના..આતો..હજી નજીક આવતું હોય એવું લાગે છે.. અચાનક ઈશાન પર આકાશ માં થી તીવ્ર પ્રકાશ પડ્યો.. ઈશાન ની આંખો અંજાઈ ગઈ.. ગભરાઈ ને આંખો બંધ કરી દીધી.... એને લાગ્યું કોઈ એને ખેંચી ને ઉઠાવતુ ના હોય! ઈશાને આંખો ખોલવાનો પ્રયત્ન કર્યો પણ નિષ્ફળ.. આંખો ખુલી નહીં... ગભરાયેલો ઈશાન બોલવાનો,બુમ પાડવા નો પ્રયત્ન કર્યો..પણ નિષ્ફળ......... થોડી વારમાં ઈશાન ને લાગ્યું કે એ કોઈ બંધ જગ્યાએ છે... એણે આંખો ખોલવાનો પ્રયત્ન કર્યો.. એટલામાં અવાજ આવ્યો..હે..માનવ.. અમે બીજા બ્રહ્માંડ ના યાત્રી ઓ છીએ. તું અમારા સ્પેસ શીપ માં છે. તારી આંખો અત્યારે ખોલી શકીશ નહીં.. ફક્ત અવાજ સાંભળવા મલશે. ગભરાયેલો ઈશાન બોલ્યો.. મને તમે કેમ તમારા શીપ માં લાવ્યા?. હે માનવ હું અમારા સુપર પાવર લીડર ના એક કામ માટે આવ્યા છીએ. અમે તને હાની કરવા માંગતા નથી. ઈશાન ," આપના લીડર ને મારું શું કામ? અને તમારા લીડર નું નામ? ". હે માનવ.. હું આ શીપ નો લીડર છું અમારા સુપર પાવર લીડર નું નામ અંતરિક્ષ છે..એ અત્યારે જીવન મરણ ની કટોકટી માં છે.એના જીવન રક્ષા માટે ના ઉપાય કરવા નિકળ્યા છીએ. ઈશાન ને આ સાંભળી ને નવાઈ લાગી આ તમે અમારા કરતા એડવાન્સ હોય એવું લાગે છે... છતાં પણ તમે તમારા લીડર ના જીવન ને બચાવી શકતા નથી! શીપ લીડર બોલ્યો," હે ઈશાન..અમને તારા નામની ખબર છે.. તું એક પ્રમાણિક વ્યક્તિ છું.અમારા લીડર ને બચાવવા નો છેલ્લો ઉપાય તારી પાસે છે..તેમજ એક બીજું કારણ પણ છે. ઈશાન બોલ્યો હમ્ પણ હું કેવી રીતે બચાવી શકું? બીજું કારણ કયું મહેરબાની કરીને મને પાછો પૃથ્વી પર મારા ઘરે મુકી જાવ.મારી પત્ની મને નહીં જુએ તો ચિંતા માં ને ચિંતા માં મરી જશે... ઈશાને પોતાની તકલીફો જણાવી. શીપ લીડર બોલ્યો..આ બધા બ્રહ્માંડ માં તું જ એકલો બચાવી શકે . હે માનવ, બ્રહ્માંડ માં અમારા અંતરિક્ષ જેવા પાંચ ડુપ્લીકેટ છે. જેમાં નો તું એક છે. ખાસ કારણ માટે તને પસંદ કરવામાં આવ્યો છે.તને અમારા આવવાનું બીજું કારણ પણ જણાવીશ. આજે તારી આંગળી માં જે વાગ્યું છે..એ સામાન્ય ઘા નથી. ઈશાન ચોંક્યો.. ના..ના આ તો સામાન્ય જ વાગ્યું હતું..... જો ઈશાન હવે તારી રક્ષા કરવી એ અમારી ફરજ છે.કારણ કે તું અમારા માટે અગત્ય નો છે... આજે તને મારવા માટે નો પ્રયત્ન થયો છે..જો અમે આજે અહીં ના પહોંચતા તો આજ થી ચોથા દિવસે તારું મૃત્યુ થતું. હે શુભેચ્છક...આ શું ગપ્પા મારો છો.સામાન્ય ઘા છે..મને કોણ મારવાનો પ્રયાસ કરશે?.....હે માનવ..તારી પર કોઈ કાલી શક્તિ નો પ્રભાવ વધે તેવું તારા એક દુશ્મને કર્યું છે..એવી જ રીતે અમારા સુપર પાવર અંતરિક્ષ પર અમારા દુશ્મનો એ કોઈ વિચિત્ર પ્રકારના વાયરસ નો પ્રહાર કર્યો છે..જેના કારણે એમની માનસિક મનોદશા અને આરોગ્ય બગડતું જાય છે.તારા શરીર માં થી એ માટે ની જરૂરી પદાર્થ લેવાનો છે..જો તું રાજી હોય તો?..... પણ..પણ્.. મને તો નુકશાન તો નહીં થાય ને?". ના..તને કોઈ હાની થશે નહીં.... તો હું માનવતા ના કાર્ય માટે તૈયાર છું. થોડી વારમાં ઈશાન ને ઘેન આવવા માંડ્યું.. એને લાગ્યું કે એના મગજ પર કોઈ ક્રિયા કરવામાં આવે છે..તેમજ એના કરોડ રજ્જુ માં થી કંઈક લેવામાં આવ્યું હોય એવું લાગ્યું...... થોડી વારમાં ઈશાન ભાન માં આવ્યો...એ અંતરિક્ષ માનવ બોલ્યો..અમે તારા આભારી છીએ..પણ અમારા તરફથી તને કોઈ નુકશાન થયું નથી..પણ તારા શરીર ની તપાસણી માં અમુક પ્રકારની ક્ષતિ દેખાય છે... એવું લાગે છે કે થોડો સમય તારી યાદશક્તિ ઓછી થઈ જશે..તારા દુશ્મનો એ તારી યાદશક્તિ ના પર પ્રહાર કર્યો છે.અમે એ માટે તને એક જડીબુટ્ટી આપી એ છીએ..એ જ્યારે જરૂર પડે ત્યારે જ લેવાની છે....તો અમે તને તારા સ્થાન પર મુકી આવીએ છીએ..ફરી થી તને મલવા અમે પ્રયત્ન કરીશું..આશા રાખીએ કે તું સ્વસ્થ રહે... આટલું સાંભળતા સાંભળતા ઈશાન ને નિદ્રા આવી...એ ધીમે ધીમે આ બધું ભુલી ગયો.... જ્યારે જાગૃત થયો. બીજા દિવસે ઈશાન ની તબિયત બગડતાં એણે ઓફિસ માં રજા રાખી..ઈશા ઈશાન ને લઈ ને દવાખાને બતાવવા લઇ ગઈ... બે દિવસ દવા લેવા છતાં ઈશાન ને ઠીક લાગ્યું નહીં.. એ હવે કોઈ ને ઓળખી શકતો નહોતો.ત્રીજા દિવસે ફરીથી તબિયત બગડતી એટલે હોસ્પિટલમાં દાખલ કર્યો... ઈશાને પોતાની યાદશક્તિ ગુમાવી દીધી હતી.ચાર દિવસ પછી પણ સારું ના થતા ડોક્ટરો એ ઈશા ને કહી દીધું કે.. હવે આ જીવન ભર આ રીતે રહેશે.. આને કોઈ દવા માફક આવે એમ નથી.. ઈશાન ને હોસ્પિટલ માં થી રજા આપી.... ઈશા ઈશાન ને લઈ ને ઘરે આવી..એ વખતે.. ઈશા ના એક કાકા ગામડે રહેતા હતા..એ ઈશાન ની ખબર કાઢવા આવ્યા. એ ગામડે વૈદરાજ ગણાતા હતા.. એમણે ઈશા અને ઈશાન ને ગામડે રહેવા આવવા કહ્યું..મટી જશે અને પહેલા જેવું સારું થશે એની ગેરંટી આપી..... ઈશાને ઓફિસ માં ત્રણ મહિના ની રજા મુકી ને ઈશા અને ઈશાન કાકા ની સાથે ગામડે રહેવા ગયા. ગામડે ગયા પછી વૈદ કાકા એ ઈશાન ની પાડી તપાસી ને દવા આપવાની ચાલુ કરી..ઈશાને કાકા ને પેલી જડીબુટ્ટી બતાવી..જોઈ ને કાકા બાંધ્યા..આતો દુનિયા ની અમુલ્ય જડીબુટ્ટી છે.જે ફક્ત હિમાલય માં પણ બહુ ઓછી મલે છે..આ જડીબુટ્ટી..બ્રાહ્મી પ્રકાર ની શ્રેષ્ઠ છે..કાલ થી તારી દવા માં આ જડીબુટ્ટી ઉમેરીને દવા બનાવીશ.........આમ ઈશાને આ દવા સાત દિવસ લેતા એની યાદશક્તિ વાપસ આવી..પણ કમજોરી બહુ દેખાતી હતી.કાકા એ એને બે મહિના રોકી રાખી ને જરૂરી દવા કરી..ઈશાન ને લગભગ સારૂં થયું....ઈશાન અને ઈશા એ કાકા નો આભાર માન્યો...અને શહેરમાં જવા રજા માંગી...કાકા એ એને ઘણી સલાહ અને સુચનાઓ આપી. હમણાં ઓફિસ જતો નહીં.... ઈશા અને ઈશાન શહેરમાં આવ્યા.બીજે દિવસે ઈશાન ને ઓફિસ ના એક સ્ટાફ દ્વારા ખબર પડી કે એની જગ્યાએ એના જુનિયર પ્રેમ પ્રકાશ ને પ્રમોશન આપ્યું... ૯૦ દિવસ ની રજા પુરી થતાં ઈશાન ઓફિસ માં હાજર થયો..બધાએ એની ખબર અંતર પુછી..પ્રેમ પ્રકાશ ના જુનિયર તરીકે બે દિવસ કામ કર્યા પછી.. બોસે ઈશાન ની ટ્રાન્સફર નજીક ના એક નાના નગર ની બ્રાન્ચ માં કરી.... આમેય ઈશાન હજુ પણ થોડો અશક્ત હતો..સાત દિવસ ના અપડાઉન કરી ઈશાન થાકી ગયો હતો.એણે ઓફિસ માં રાજીનામું આપી દીધું.બીજી સારી નોકરી ની શોધ કરવા લાગ્યો....નવ દિવસ પછી ઈશાન ને એક સારી કંપનીમાં મેનેજર તરીકે નોકરી મલી. થોડા મહિના માં એણે કંપની ની આર્થિક સ્થિતિ માં સદ્ધરતા લાવ્યો..એના બોસ ઈશાન પર ખુશ રહેતા હતા... એ ગાળા દરમિયાન ઈશાન ને ખબર પડી કે પ્રેમ પ્રકાશે એની જુની કંપની ના બોસ ની પુત્રી સાથે લગ્ન કરી લીધા..અને દિલ્હી માં સ્થાઈ થયો.. એણે સસરા ના ધન થી નવી કંપની ની સ્થાપના કરી ને એનો મુખ્ય હર્તાકર્તા બન્યો... આજે એ વાત ને પાંચ વર્ષ થયા હશે..ઈશાન અને ઈશા નો પુત્ર પૂરબ ત્રણ વર્ષ નો થયો હતો.શહેર માં એક વિચિત્ર પ્રકારની મહામારી ફેલાઈ ગઈ હતી.જે આખી દુનિયા અને દેશ માં મહામારી થી લોકો પીડાઇ રહ્યા હતા. ઈશાન ને આજે ઓફિસ માં રજા હતી.. સાંજે એના પર પ્રેમ પ્રકાશ નો ફોન આવ્યો..પ્રેમ પ્રકાશ: ઈશાન મને માફ કરજે.. મેં ઈર્ષા થી પ્રેરિત થઈને એક ખોટું કામ કર્યું હતું. ...... " પણ એ વાત ને હવે શું?". એ વાત ની જ વાત છે.. મને તું માફ કરજે. હું તારો ગુનેગાર છું.. મારી પાસે હવે સમય નથી.મને મારા કર્મો ના ફળ મલ્યા છે.મને કેન્સર છે. હું હોસ્પિટલમાં છું..થોડા દિવસ નો મહેમાન છું.". તું એવું ના બોલ મિત્ર.. ઈશ્વર કૃપા થી તને સારૂં થઈ જશે.". મિત્ર ઈશાન.. મેં ઈર્ષા થી પ્રેરિત થઈને તારા પર તાંત્રિક વિધિ કરાવી હતી.એ દિવસે તું લંચ માં ગયો તે પછી મેં એક તાંત્રિક પાસે મંત્રેલા અડદ ના દાણા અને ટાંકણી કી બોર્ડ માં મુક્યા હતા. જેના પરિણામે તું હેરાન થયો..તારી પ્રગતિ થી મને ઈર્ષા થતી હતી. હું તારી જગ્યા લેવા માંગતો હતો. મેં જ તારી ટ્રાન્સફર બહારગામ કરાવી હતી..પણ મને મારા કર્મો ની સજા મલી ગઈ છે.મારી પત્ની આ મહામારી માં મૃત્યુ પામી છું.. હું મરણ પથારીએ છું.મારી કંપની પણ ફડચામાં લઈ છે. તું મને માફ કર તોજ મારું મોત સુધરશે.". મિત્ર મેં તો ક્યારનો તને માફ કર્યો છે.. તને સારૂં થઈ જશે.". એટલામાં ફોન કપાઈ ગયો. શહેર માં લોક ડાઉન અને અનલોક થ ઇ ને ૭૩ દિવસ થયા હતા. ૩૦ જુન સુધી અનલોક રહેવાનું છે. ગરમી લાગતી હોવાથી ઈશા અને ઈશાન પુત્ર પૂરબ સાથે ધાબા પર સુવા ગયા...મોડી રાત્રે પવન વાયો.. ઈશા અને પૂરબ હું ઈ ગયા હતા.પણ ઈશાન ને ઉંઘ આવતી નહોતી..એની નજર આકાશ માં ઉત્તર દિશામાં હતી..આકાશ માં કાળા વાદળો છવાઈ ગયા હતા.. ઈશાને અચાનક આકાશમાં કોઈ ચમકતી ચીજ જોઈ. એ ચીજ માં થી ચમકતી વસ્તુ ને એણે પોતાની તરફ આવતા જોઈ..ઈશાન ચમક્યો.. પાછા અંતરિક્ષ માં થી...... એ ચમકતી વસ્તુ ધીમે ધીમે ઈશાન પાસે પડી..અવાજ આવ્યો.હાય..ઈશાન.. ઈશાન ચમક્યો..એ રમકડાં જેવી વસ્તુ હાથ માં લીધી.. એમાં ત્રણ બટન જોયા.. ઈશાને પીળું બટન ને દબાવ્યું તરત જ એ વસ્તુ માં એક સ્ક્રીન દેખાઈ..અને મેસેજ ચાલુ થયા.જે ટેક્ષ મેસેજ હતો.. ઈશાન.. જોયું ને જેવા કર્મ એવા ફળ મલે છે.. તું જે રીતે હેરાનગતિ પામ્યો એ માટે જવાબદાર વ્યક્તિ ઈશ્વર ધામ પહોંચી ગયો છે. હું અંતરિક્ષ.. મારી પત્ની અંતરા સાથે મારા ગ્રહ પર સુખી છીએ..એ પણ તારી મદદ ના કારણે..જ..જેમ તારે એક પુત્ર પૂરબ છે..એ રીતે મારે એક પુત્ર..રાગ...છે અને બીજી પુત્રી ધ્વનિ છે... જ્યારે પણ તારે અમારી જરૂર હોય ત્યારે આ યંત્ર તને કામ લાગશે..પણ હમણાં નહીં...તારો પુત્ર ૨૧ વર્ષ નો થશે ત્યારે આ યંત્ર આપજે..એ યંત્ર ની કામગીરી સારી રીતે ઓળખશે..એ જ્યારે ૨૧ વર્ષ નો થશે ત્યારે એને હાથ માં આ યંત્ર આપજે.એના ટચ થતાં જ આ યંત્ર માં થી તરંગો પેદા થશે..જે ધ્વનિ સ્વરૂપે અમને મેસેજ મલશે.... ભવિષ્યમાં અમને તારા પુત્ર ની જરૂરિયાત રહેશે.. થોડા દિવસ માં ઈશાન માં થી લહેરાતો કે ફુકાતો પવન ધીરે ધીરે ભારત વર્ષમાં પહોંચશે..એના કારણે આ મહામારી માં લોકો ને રાહત રહેશે..તેમજ દક્ષિણ ના વાદળો જે વરસાદ લાવશે..એ તમને બધાને રાહત આપશે..આવનાર સૂર્ય ગ્રહણ પછી ના ૧૯ દિવસ પછી આ દેશ માં મહામારી નહીંવત રહેશે...ચાલો ભવિષ્ય માં મલીશુ. યંત્ર માં આવતા મેસેજ બંધ થયા... એ વખતે આકાશ માં વિજળી ચમકી.ધીમે ધીમે વરસાદ ના છાંટા શરૂ થયા..... .@કૌશિક દવે.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED