Bali books and stories free download online pdf in Gujarati

બલિ

"બલિ"------     --                                                    શહેર ની સુપ્રસિદ્ધ સ્કૂલ ના એક આદર્શ ટીચર ગંગા પ્રસાદ ઉર્ફે જી.પી.સર ગણિત ના સૌથી સારા શિક્ષક હતા.સ્કૂલ ના ભૂતપૂર્વ અને અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ના તેઓ આદર્શ ટીચર હતા.જી.પી.સર વિદ્યાર્થીઓ ના અભ્યાસ માટે જેટલા કડક,તેટલા જ દિલ ના નરમ હતા.   આજ થી SSC board ની પરીક્ષા શરૂ થતી હતી.જીપી સર એટલા કડક હોય છે કે તેમના ક્લાસ માં કોઈ ચોરી કરી શકતું નથી. પરીક્ષા શરૂ થતાં પહેલાં ટીચર્સ રૂમ માં જીપી સરે અન્ય ટીચરો ના ગણગણાટ સાંભળ્યા,કે શહેર ના સુપ્રસિદ્ધ શ્રેષ્ઠી ના સુપુત્ર નો નંબર આજ સ્કૂલ માં આવ્યો છે. પરીક્ષા નો સમય શરૂ થયો.જીપી સર ના ક્લાસ માં વિદ્યાર્થીઓ ચુપચાપ પેપર લખવા માંડ્યા.ના કોઈ ગણગણાટ ના કોઈ અવાજ.                                                                 પેપર શરૂ થયા ના એક કલાક પછી જીપી સરે એક વિદ્યાર્થી ને કાપલીઓ માં થી કોપી કરતો જોયો.સરે કાપલીઓ લઇ પેપર જપ્ત કર્યું.અને વિદ્યાર્થી ને કોપી કેસમાં ક્લાસ ની બહાર કાઢી મૂક્યો.ફક્ત પાંચ મિનિટ માં આચાર્ય શ્રી અંને બે સિનિયર ટીચરો જીપી સર પાસે આવ્યા.અને વિદ્યાર્થી નો કોપી કેસ ના કરવા સમજાવવા માંડ્યા.પરંતુ જીપી સર તે વિદ્યાર્થીને પેપર લખવા સહમતી આપી નહીં.અને કોપી કેસ નો રીપોર્ટ કર્યો.                                                       પેપર પુરું થયા પછી ટીચર્સ રૂમમાં જીપી સરે અન્ય ટીચરો નો ગણગણાટ સાંભળ્યો કે,જીપી સરે જે  વિદ્યાર્થી ને પકડ્યો હતો,તે શહેર ના પ્રસિદ્ધ શ્રેષ્ઠી નો પુત્ર છે.અને તેમણે ગઇ કાલે જ સ્કૂલ ને ₹ પાંચ લાખ નું ડોનેશન આપ્યું હતું.સંધ્યા કાળ નો સમય હતો.જીપી સર ના ઘર ના બારણે સ્કૂલ નો હોશિયાર વિદ્યાર્થી કરણ આવ્યો.સરે પુછ્યું,' કરણ ,કેમ આવવાનું થયું.'કરણ બોલ્યો,' સર,મને ગણિતના દાખલા માં difficulty પડી છે,તે solve કરવા આવ્યો છું.' સર કરણ ને ગણિતના દાખલા શીખવાડવા માંડ્યા.એટલા માં જોર થી બારણે ટકોરા પડ્યા અને ત્રણ, ચાર માણસો ઘર માં ધસી આવ્યા.કરણ ની નોટબુક અને ચોપડી કબજે કરી ને બોલ્યા,' અમે એજ્યુકેશન વિભાગ માં થી આવ્યા છીએ.અમને બાતમી મલી છે કે જીપી સર ટ્યુશન કરે છે.ટયુશન પ્રતિબંધ હોવાં છતાં તમે ટ્યુશન કરો છો તે માટે તમારે જવાબ આપવો પડશે.જીપી સર ના ખુલાસા થી અધિકારી ઓ માન્યા નહીં.આ સમગ્ર બનાવ દરમ્યાન કરણ મૌન રહ્યો.બીજા દિવસે શહેરના મુખ્ય અખબાર માં આ બાબત ના સમાચાર આવ્યા.ને તેમાં જીપી સર ને નોકરી માં થી કાઢી મુકવાના પણ સમાચાર હતાં.                         આટલું વાંચતા જ જીપી સર ના આંખ માં થી આંસુ આવી ગયાં..જીપી સર વિચારે છે કે મેં વિદ્યાર્થીઓ ના અને શિક્ષણ ના ભલા માટે આ કાર્ય કર્યું ને આનો આ બદલો ! તેજ વખતે બારણે ટકોરા પડે છે. વિદ્યાર્થી કરણ બારણે હતો.તે શરમ થી મોઢું નીચે કરી રડવા લાગ્યો.સર બોલ્યા,' કરણ રડવાનું બંધ કર. તું તો નિમિત્ત માત્ર છે.બનવા કાળ ને કોણ રોકી શકવાનું છે!' કરણ બોલ્યો,' સર મને માફ કરો.આબધા માટે હું નિમિત્ત બન્યો છું.જો હું મોન ન રહ્યો હોત તો,મારા પિતા જી નોકરી ગુમાવી દેતા.મારુ અને મારા કુટુંબ નું ભાવિ અંધકારમય થઈ જતું.મારા પિતા જી તે જ શ્રેષ્ઠી ની કંપની માં નોકરી કરે છે.' કરણ ની આ વાતો માં ઘણી વાતો નો અણસાર જીપી સર ને આવી ગયો.અને બોલ્યા,' કરણ, તું હવે સ્વસ્થ થા.અને તારા અભ્યાસ માં ધ્યાન આપ.આજે બે બલિ થઈ ગયા.એક અસ્ત થતો અને બીજો ઉગતો.'-@----કૌશિક દવે--- 'હર કાળે અને હર સમયે આવી હકીકતો બનતી હોય છે.માત્ર પાત્રો અને પ્રસંગો બદલાય છે.સતયુગ થી કલયુગ સુધી બલિ શોધવાં પડતા નથી.બલિ બનાવવા માં આવે છે.આજ કાળ ની ગતિ રહ્યા કરી છે.' @- કૌશિક દવે

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED