Brahamand ni sodhma - talaash books and stories free download online pdf in Gujarati

બ્રહ્માંડ ની શોધમાં- તલાશ

"બ્રહ્માંડ ની શોધમાં-તલાશ "-                                                               --------- " હેલો,ડો.જોન આપના બે અંતરિક્ષ યાત્રી ઓ જે મંગલ યાત્રા માટે નિકળ્યા હતા તે અમારી પાસે છે.તેમને અમે રસ્તા માં થી આંતરી ને  પકડ્યા છે." ડો.જોન જે અમેરિકા ની નાશા સંસ્થા ના વડા છે તેમના કોમ્પ્યુટર માં આ અજાણ્યો મેસેજ આવ્યો.ડો.જોન ચિંતિત થયા.ને નાશા ના અગ્રણીઓ ની મીટીંગ કરી.ડો.ડેવીડ જે ડો.જોન ના આસીસ્ટન્ટ છે.તેમણે કહ્યું," પણ આ લોકો કોણ છે? અને અંતરિક્ષ માં ક્યાં થી ? તેમની માગણી ઓ શું છે? તેમના મેસેજ ના આધારે કોન્ટેક્ટ કરવો જોઈએ." સર્વાનુમતે આ કામગીરી માટે ડો.જોન ને કેસ ડીલ કરવા કહ્યું.ડો.જોન મેસેજ ના આધારે કોન્ટેક્ટ કરવા પ્રયત્ન કરે છે, પરંતુ નિષ્ફળતા મલે છે.                                         નવા મેસેજ માટે નાશા ના વૈજ્ઞાનિકો રાહ જુએ છે.અને બીજે દિવસે નાશા ના કોમ્પ્યુટર સ્ક્રીન પર અજાણ્યા એલીયન દેખાય છે.જેઓ દેખાવ માં તામ્ર વર્ણ ના અને ૧૨ ફુટ લાંબા મોટા ને બિહામણા  હોય છે.અને ધમકી સ્વર માં બોલ્યા," હેલો ,ડો.જોન અમે V2KM  ગ્રહ નાં છીએ.તમે અમારા બે સાથીદારો ને પકડી રાખ્યા છે,જેની  માહિતી અમને મલી છે.જો તમે અમારા સાથીદારો ને મુક્ત નહીં કરો,તો અમે તમારા મંગલ મિશન ના બે અંતરિક્ષ યાત્રી ઓ ને અમારા ગ્રહ પર લઈ જવામાં આવશે.અને તમારાં બીજા બે અંતરિક્ષ યાત્રી જેઓ ચંદ્ર મિશન પર છે તેમને પણ કેદ કરીશું.અમારા બીજા બે સાથીદારો ચંદ્ર પર જ છે અને તમારા યાન ને ચંદ્ર પર જોયા છે."આ સાંભળી ને ડો.જોને તેમના સાથીઓ સાથે ચર્ચા વિચારણા કરી. ને કહે છે," એકાદ મહિના પહેલાં અલાસ્કા વિસ્તારમાં એક અજાણ્યુ યાન તુટી પડ્યું હતું.જેની માહિતી લોકલ લોકો એ પોલીસ ને જાણ કરી પરંતુ તુટી ગયેલા યાન પાસે બે વિચિત્ર પ્રકારના મૃતદેહ પડેલાં હતાં.જેની નાશા ને જાણ થતાં તુટેલા યાન તેમજ મૃતદેહ રીસર્ચ માટે લેબ માં લાવવામાં આવ્યા હતા.આ માહિતી રાષ્ટ્રપતિ અને નાશા ના અમુક વૈજ્ઞાનિકો ને જ હતી.પણ આ માહિતી આ અજાણ્યા  પરગ્રહવાસીઓ ને કેવીરીતે મલી?."હવે શું કરવું તે માટે રાષ્ટ્રપતિ સાથે emergency meeting રાખી.         ****************- ડો.જોન નાશા ના વડા છે.જેઓ ને એક પ્રોજેક્ટ હોય છે. બ્રહ્માંડ માં સજીવ સૃષ્ટિ છે કે નહીં અને કેવી છે? અન્ય ગ્રહો પર એલીયનો  છે?. અને તેમના આસીસ્ટન્ટ ડો.ડેવીડ આપણી સૂર્ય માળા ના ગ્રહો પર સંશોધન કરતા હોય છે.એક દિવસ ડો.જોન અંતરિક્ષ નું રીસર્ચ કરતા ચોંકી જાય છે.આપણા સૂર્ય માળા થી દૂર એક ગ્રહ પર સજીવ સૃષ્ટિ હોય તેવું લાગે છે.આ બાજુ ડો.ડેવીડ ને રીસર્ચ કરતા માલુમ પડે છે કે આજ થી પાંચ હજાર વર્ષ પહેલાં આપણી સૂર્ય માળા માં પ્લુટો ગ્રહ પછી એક ગ્રહ હતો.જે તે વખતે એક અવકાશી ધમાકા ના કારણે તે સૂર્ય માળા થી ઘણો દૂર જતો રહ્યો હોય છે.અને હવે ગ્રહ તીવ્ર ગતિથી આપણી સૂર્ય માળા તરફ આવી રહ્યો છે.                આ સંશોધન ના પાંચ વર્ષ પછી નાશા  સંસ્થા દ્વારા અંતરિક્ષ માં ચંદ્ર પર સમાનવ યાન અને મંગળ પર પણ સમાનવ યાન મોકલવાનો પ્રોજેક્ટ હોય છે.તે માટે બંને યાનો માં બે બે અંતરિક્ષ યાત્રી ઓ નક્કી કરે છે.ચંદ્ર પર જતા યાન ને ચંદ્ર ની બીજી બાજુ જ્યાં અંધકાર હોય છે ત્યાં ઉતારવાનું હોય છે.કારણકે તે બાજુ ઉર્જા ના સ્ત્રોત્ર માટે નો કાચો મટીરીયલ છે તેવું નાશા ના અગ્રણી વૈજ્ઞાનિકો ને લાગે છે.તે ઉપરાંત અગાઉ ના સંશોધનો ઉપર થી એવા  શંકાસ્પદ યાનો ચંદ્ર ની બીજી બાજુ આવતા હોય તેવું લાગતું હોય છે.                        હવે આ બાજુ ભારતે  પણ  ચંદ્ર પર સમાનવ યાન મોકલવાનો પ્રોજેક્ટ હાથ માં લીધો હોય છે.જે માટે અંતરિક્ષ યાત્રી તરીકે ચેન્નાઇ ના મનોહરન ઐયર અને દિલ્હી ના અજય શર્મા ને પ્રોજેક્ટ માટે પસંદ કરી તાલિમ આપવામાં આવે છે. બંને જણા યોગ, ધ્યાન અને ટેલીપથી ના જાણકાર હોય છે.અમેરિકા ની નાશા દ્વારા મંગલ યાન સમાનવ મોકલવામાં આવે છે.જેનો હેતુ   મંગલ વિષે વિસ્તૃત માહિતી મલે.મંગલયાન મોકલ્યા ના  થોડા દિવસ પછી ચંદ્ર યાન મોકલે છે.પરંતુ ચંદ્ર પર પહોંચ્યા પછી નાશા તેનો કોન્ટેક્ટ ગુમાવી દે છે.અને મંગલ મિશન પર ગયેલા યાન પણ સંપર્ક ગુમાવી દે છે.આ પિરિયડમાં જ ભારત સમાનવ યાન ચંદ્ર પર મોકલે છે.અંતરિક્ષ યાત્રી મનોહરન અને અજય શર્મા સહીસલામત રીતે ચંદ્ર પર યાન ઉતારે છે.અને પોતાનું રીસર્ચ કામગીરી કરે છે.*************************************આ બાજુ ડો.જોન ને સ્ક્રીન પર એલીયનો ના મેસેજ આવે છે.જો ૨૪ કલાકમાં એમના બે એલીયનો ને કેદ માં થી મુક્તિ નહીં આપે તો , ચંદ્ર પર ગયેલા તેમના અંતરિક્ષ યાત્રી ઓને કેદ કરશે.અને પૃથ્વી પર આક્રમક કરશે.આ મેસેજ પછી ડો.જોન અને તેના સાથીદારો ચિંતિત બન્યા.અને મદદ માટે ભારત સરકાર નો કોન્ટેક્ટ કરે છે.ડો.જોન ને ખબર હોય છેકે,ભારત નું એક સમાનવ યાન ચંદ્ર પર ગયેલું છે.ભારત સરકાર અમેરિકા ની નાશા ને યોગ્ય મદદ કરવા માટે તૈયાર થાય છે.અને ચંદ્ર પર ગયેલા યાત્રી ઓનો કોન્ટેક્ટ કરવાનો પ્રયત્ન કરે છે.********* ચંદ્ર પર ગયેલા મનોહરન ચંદ્ર પર એક વિચિત્ર યાન જુએ છે.હજુ વિચારે છે ત્યાં જ એ યાનના એલીયને કોઈ વિચિત્ર પ્રકારના સ્પ્રે થી મનોહરને અને અજય ને બેભાન બનાવ્યા.જ્યારે ભાન માં આવે છે ત્યારે બાર ફુટ ઊંચા શ્યામવર્ણી ટકલા એવા બે એલીયનો જુએ છે. એમાં નો એક બોલ્યો,હે ભારતવાસી, અમે તમારા દુશ્મન નથી.અમે તમને મદદ કરવા આવ્યા છીએ." મનોહરન બોલ્યો," અમને કેમ મદદ કરવાના છો? અમે ભારતીય છીએ તે કેવીરીતે ખબર પડી? તમે કોણ છો? અહીં શા માટે? " એલીયન બોલ્યો," અમે સુરા તલ બ્રહ્માંડ માં થી આવીએ છીએ.મારુ નામ પ્રક્ષર, અને મારા સાથી નું નામ પ્રબલીક છે.અમારા ગુરુ પ્રબાલી એ તમને મદદ કરવા મોકલ્યા છે.આ બ્રહ્માંડ ના એક ગ્રહ ના જીવો મંમાયા લોકો  પૃથ્વી પર હુમલો કરવા આવવા ના છે.તેમણે અમેરિકા ના ચંદ્ર પર આવેલા તેમના યાત્રી ઓને કેદ કર્યા છે તેમજ મંગલ મિશન પર ગયેલા બે અમેરિકન ને પણ કેદ કર્યા છે." અજય શર્મા બોલ્યા,"પણ આ બધા ની જાણ તમને કેવી રીતે મળી?અને ચંદ્ર ઉપર તમે અમારી ભાષા ની ઓળખ કેવી રીતે કરી? ચંદ્ર પર શબ્દ અવાજ પ્રસારણ નું માધ્યમ તો નથી?." એક એલીયન બોલ્યો,હે ભાઈ, અમે અક્ષર કંપન, શબ્દ ધ્વનિ અને હોઠ ના હલનચલન પર થી ભાવાર્થ સમજી શકીએ છીએ.તેમજ ટેલીપથી પણ જાણીએ છીએ.અમારા ગુરુ પ્રબાલી  ને આઠ બ્રહ્માંડ ની ભાષા ,આઠ dimensions સુધી ની જાણકારી છે.તેમણે જ અમને મોકલ્યા છે.અમારા ગુરુ ના પણ ગુરુ મહાગરુ વિભિષણ મહારાજ સુરાતલ ના બીજા ગ્રહ ઉપર છે.તેમણે ભગવાન શ્રી રામ ના રાષ્ટ્ર ની સુરક્ષા ની જવાબદારી અમારા ગુરુ પ્રબાલી ને  સોંપી છે." હવે આપણે ચંદ્ર પર ના અમેરિકનો ના બચાવવા જવું પડશે." આ પછી ચારે ચંદ્ર ની પાછળ અમેરિકન યાન પાસે આવ્યા.ત્યા  સુરાતલ ના જીવો એ પેલા વિચિત્ર જીવો નો સામનો કર્યો ને એક  મંમાયા ને કેદ કર્યો.પણ બીજો  મંમાયા એ બે અમેરિકન ને કેદ કરી તેમને લઈ ને મંગલ ગ્રહ પર જતા રહ્યા.હવે પ્રક્ષરે બેભાન કરેલા મંમાયા ના શરીર ની તપાસ કરી ને તેનું હ્રદય ખોલ્યું તો અનેક ચીપ્સ અને સર્કીટ હતી.આ જોઈ ને મનોહરન બોલ્યો," આમ કેમ?".પ્રક્ષર  બોલ્યો," જેમ તમે રોબોટ બનાવો છો તેવી રીતે મંમાયા લોકો એ આવા જીવો બનાવ્યા છે.તેઓ આવા જીવો ની સહસ્ત્ર નંગો  ની બેચ  બનાવે છે. તેમાં તેમની બધી રચના માં કુત્રિમ સાધનો નો ઉપયોગ અને હ્રદય માં ચીપ્સો ને સર્કીટ હોય છે." સૌપ્રથમ મારે આની જે સર્કીટ છે તેમાં પૃથ્વી પર અમેરિકા માં મરેલા રહેલા તેમના સાથીઓ નું લોકેશન છે તેમાં ભાંગફોડ કરી ને પૃથ્વી ને બચાવવી પડશે." આ પછી પ્રક્ષરે સર્કીટ ની નં.૯૯૯ અને નં.૧૦૦૦ માં થી લોકેશન ચીપ્સ શોટ કરી દીધી.અને કહ્યું કે "આપણી પાસે અમેરિકનો ને બચાવવા માટે ફક્ત એક કલાક જ છે."અને પ્રબલિક ને કહ્યું," તું આ મનોહરન ને લઈ ને મંગલ ગ્રહ પર જા અને ચારે અમેરિકન યાત્રી ઓને લઈ ને પૃથ્વી પર પહોંચ.ત્યા સુધી માં મંગલ પર રહેલા મંમાયા ના લોકેશન તને મોકલું છું અને તે મંમાયા ના નંબરો આ બોડી માં થી શોધી કાઢું.અને તે નંબર ની સર્કીટ,ચીપ્સો  ને શોટ કરીશ જેથી તારે તેમનો સામનો કરવો પડશે નહીં." આ સાંભળીને પ્રબલિક અને મનોહરન એક યાન લઈ ને મંગલ ગ્રહ પર પ્રયાણ કર્યું.હવે પ્રક્ષરે અજય ને કહ્યું," તારે અત્યારે જ ભારત માં આવેલ કાશી જવાનું છે.ત્યા ભગવાન વિશ્વનાથ ના અને માં અન્નપૂર્ણા ના દર્શન કરી ને દશાશ્વમેઘ ઘાટ પર એક બાલક જેના હાથમાં પુજા કરેલું બિલિપત્ર હશે.અને બીજી એક બાલિકા જેના હાથમાં માં અન્નપૂર્ણા નું લાલ ફુલ હશે તે તારે લાવવા નું છે.જ્યારે તું તે લેતો હશે ત્યારે હું ત્યાં આવીશ." અજય બોલ્યો," પણ એક કલાક માં હું કેવીરીતે કાશી પહોંચીશ?" પ્રક્ષર  બોલ્યો," ચિંતા ના કર હું લઈ જઈશ.તુ આંખ બંધ કર ને ઈશ્વર નું સ્મરણ કર" અજય શર્મા એ આંખ બંધ કરીને ઈશ્વર નું સ્મરણ કરે છે થોડી વારમાં અવાજ આવ્યો.હવે આંખ ખોલીને જો. અજય શર્મા આંખ ઉઘાડી ને જુએ છે તો તે કાશી માં ગંગા જી માં હોય છે.અજય ગંગાજી માં થી બહાર આવી બાબા વિશ્વનાથ નું સ્મરણ કરે છે.અને દશાશ્વમેઘ ઘાટ પહોંચે છે તેજ વખતે એક બાલક અને બાલિકા હાથ માં પુજા નું લાલ પુષ્પ અને બિલિપત્ર લઈ ને આવે છે.અને અજય શર્મા માગે એ પહેલાં તેઓ આપી દે છે. અને કહે છે અંકલ તમે સુરક્ષિત વાપસ આવજો અને કાર્ય સફળ કરજો. અજય શર્મા આ બે વસ્તુ ને એક તાંબાના પાત્રમાં મુકે છે ત્યારે જ એક બાવા ના રૂપે પ્રક્ષર આવે છે.અને પોતાની ઓળખ આપે છે.પ્રક્ષર તાંબાનું પાત્ર લઈ ને ગંગાજી માં ડુબકી મારવા જાય છે અને અજય ને પણ તેમ કરવા જણાવે છે.બંને ગંગા જી માં ડુબકી મારે છે અને અજય જેવો આંખ ખોલે છે તો તે અને પ્રક્ષર ને ચંદ્ર પર જુએ છે.પુછે છે ," હવે શું કરવાનું છે? મારો સાથીદાર મનોહરન ક્યારે આવશે?" પ્રક્ષર કહે છે," તું ચિંતા ના કર .પ્રબલિક અને મનોહરને ચારે અમેરિકનો ને મુક્ત કરાવ્યા છે.પૃથ્વી પર નો ખતરો હાલ પુરતો નથી. મંગલ પર ના બધા મંમાયા ખતમ થયા છે. પ્રબલિક તેઓને લ ઈને પૃથ્વી પર પહોંચી રહ્યા છે.હજુ પૃથ્વી પરનો ખતરો ઓછો થયો નથી.તે નિવારણ માટે જ બિલિપત્ર અને લાલ ફુલ મંગાવ્યું હતું." થોડી વારમાં પ્રક્ષરે બિલિપત્ર અને લાલ ફુલ ની પુજા અર્ચના કરી અને એક પ્રક્ષેપાત્ર બનાવ્યું તેની પર બંને પુજા ની વસ્તુ ચઢાવી ને અંતરિક્ષ માં પ્રહાર કર્યો.તે જોઈ ને અજય બોલ્યો,"આ શું કરો છો? અને કોના પર પ્રહાર કર્યો? " પ્રક્ષર બોલ્યો," આ શસ્ર થી મંમાયા ના ગ્રહ પર પ્રહાર કર્યો છે.આ ગ્રહ તીવ્ર ગતિથી તમારી સૂર્ય માળા તરફ આવી રહ્યો છે.આના પ્રહાર થી આ ગ્રહ બીજા બ્રહ્માંડ માં પહોચી જશે.પૃથ્વી પર  ખતરો રહેશે નહીં.અને હજુ દસ હજાર વર્ષ સુધી તેઓ આ સૂર્ય માળા તરફ આવી શકશે નહીં.હવે હે અજય તું આંખ બંધ કર." અજય આંખ બંધ કરે છે.જ્યારે અવાજો આવે છે ત્યારે. આંખ ખોલે છે તો અજય કાશી માં ગંગાજી માં હોય છે.અજય બહાર આવી કલેકટર નો સંપર્ક કરે છે ત્યાં થી ઈસરો નો સંપર્ક કરે છે તો જાણવા મલે છે કે મનોહરન અને ચારે અમેરિકનો શ્રી લંકા ના દરિયા કિનારે થી મલ્યા ને સહીસલામત છે તારી જ રાહ જોતા હતા.અજય મનોમન પેલા સુરાતલ વાસી ઓનો આભાર માને છે.બીજા દિવસે નાશા અને અમેરિકા ભારત નો આભાર માને છે.ડો.ડેવીડ અંતરિક્ષ માં રીસર્ચ કરતા ખબર પડે છે કે જે ગ્રહ તીવ્ર ગતિથી સૂર્ય માળા તરફ આવી રહ્યો હતો તે હવે દેખાતો નથી.અને તેમને બ્રહ્માંડ માં ઓમ્ ધ્વનિ નો નાદ સંભળાય છે.ઓમ્ ઓમ્ ઓમ્ ઓમ્ ઓમ્   -@ લેખક- કૌશિક દવે

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED