સુરક્ષા Kaushik Dave દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સુરક્ષા

" સુરક્ષા ".            (આ એક કાલ્પનિક રૂપક વાર્તા છે જેનો હેતુ પૃથ્વી ની સુરક્ષા અને પર્યાવરણ ની જાળવણી ની છે.સત્તા મેળવવા ને વર્ચસ્વ માટે ની હરિફાઈ માં પર્યાવરણ બગડે છે.અને જીવ સૃષ્ટિ નો નાશ થાય છે.)                આપણી સૂર્ય માળા નો એક ગ્રહ,જે સંપૂર્ણ વિકસિત હોય છે. તે ગ્રહ ની પ્રજા ખુબ જ સુખી અને સંપીને રહેતી હોય છે.આ ગ્રહ પર મુખ્ય બે જાતિ હોય છે.   રોહંતીકા જાતિ જે વેપાર, વાણિજ્ય અને વિજ્ઞાન માં પાવરધા હોય છે.પુરંતીકા જાતિ કે જે બાંધકામ,શિલ્પ, ખેતીવાડી અને કલા માં નિષ્ણાત હોય છે.આ બંને જાતિ વચ્ચે સુમેળભર્યા સંબંધો હોય છે જેના કારણે ગ્રહ નો વિકાસ થતો રહે છે. એક સમયે રોહંતીકા  જાતિ ના રાજા 'બુદ્ધિકા' ના નવા મહેલ નું નિર્માણ કરવાનું હોય છે.જે પુરંતીકા જાતિ ના અગ્રણી શિલ્પી 'સંયોગ' ને સોંપવામાં આવે છે.સંયોગ ખુબ જ મહેનતુ અને હોશિયાર હોય છે.સંયોગ નવયુવાન અને દેખાવડો હોય છે.મહેલ નિર્માણ ના કામકાજ માં મગ્ન સંયોગ ને એ ગાળા દરમિયાન એક વ્યક્તિ એને અવારનવાર નિહાળતી હોય છે.આ વ્યક્તિ બીજું કોઈ નહીં પણ રાજા બુદ્ધિકા ની સુંદર યુવાન પુત્રી'રૂચિકા' હોય છે.              રૂચિકા સંયોગ તરફ આકર્ષાય છે.સંયોગ પણ અવારનવાર રૂચિકા ને જોતો હોય છે.જે અંતે પ્રેમ માં પરિણમે છે.રૂચિકા કોઈ ને કોઈ બહાને સંયોગ ને મલતી રહે છે.જેની ખબર રાજા બુદ્ધિકા ના બાતમીદાર ને ખબર પડે છે.અને આ બાબત ની જાણ રાજા ને કરે છે.આ વાત ની જાણ થતાં જ રાજા ગુસ્સે થાય છે.અને પોતાના સિપાઈ ઓ દ્વારા કેદ કરે છે.બીજા દિવસે સંયોગ ને જાહેર માં મૃત્યુ દંડની ની સજા આપે છે.આ જોઈ ને પુરંતીકા જાતિ માં અસંતોષ ફેલાય છે.પુરંતીકા જાતિ ના અગ્રણી ઓ બળવો કરે છે, પરંતુ રાજા ક્રુરતા થી બળવો દબાવી દે છે.આ તરફ સંયોગ ના પ્રેમ માં પાગલ રૂચિકા  વિરહ માં દેહ ત્યાગ કરે છે.આ પ્રસંગ પછી બંને જાતિ વચ્ચે વૈમનસ્ય ઉભું થાય છે.                         પરંતુ રોહંતીકા જાતિ ના વર્ચસ્વ અને  બળ ના લીધે પુરંતીકા  જાતિ દબાયેલી રહે છે.-----આખા ગ્રહ ના વસાહત વિસ્તારમાં નદીઓમાં થી પાણી લાવી ને કેનાલો દ્વારા લોકોને આપવામાં આવે છે.આ કેનાલો પુરંતિકા જાતિ ના લોકો એ બનાવેલી હોય છે.(આશરે બાર તેર વર્ષ પહેલાં) ગ્રહ ના લોકો મતભેદો ને ભુલી ને શાંતિ થી જીવન પસાર કરતા હોય છે.સમય પસાર થતાં આ ગ્રહ પર પાણી ની અછત સર્જાય છે.પાણી ની અછત ની  કટોકટી થાય છે.તેથી બંને જાતિ ના લોકો ભેગા થયા છે અને એ સમાધાન પર આવે છે કે ગ્રહ પર પાણી ના બીજા સ્તોત્ર  શોધવાં.પાણી ના વિપુલ ભંડાર ની શોધમાં બંને જાતિ ના અગ્રણીઓ નીકળે તેમ નક્કી થાય છે.પરંતુ પુરંતિકા જાતિ ને અન્યાય થયેલો હોવા થી,પુરંતિકા  નો અગ્રણી શિલ્પી"આગમન" તે માટે શરત મુકે છે કે રોહંતિકા જાતિ પુરંતિકા જાતિ ના લોકો ને વેપાર-વિજ્ઞાન નું જ્ઞાન આપે- શીખવે .જે સહર્ષ માન્ય રાખવામાં આવે છે.રોહંતિકા લોકો અંતરિક્ષ વિજ્ઞાનમાં પ્રવિણ હોય છે.તેમજ ઘાતક પ્રક્ષેપાત્રો પણ બનાવેલા હોય છે.એક તરફ પાણી ના ભંડારો શોધી ને બંને જાતિ ના લોકો સમય વિતાવે છે.બીજી તરફ રોહંતિકા ના વિજ્ઞાન ના અગ્રણી ' અંતરિક્ષ' પુરંતિકા લોકો ને વિજ્ઞાન નું જ્ઞાન આપે છે.જે શીખવામાં "માનસ" નામનો બુદ્ધિશાળી જીવ પુરંતિકા નો અગ્રણી હોય છે.                             સમય પસાર થતાં બંને જાતિ ના લોકો વિજ્ઞાન માં ઘણી શોધખોળ કરી ગ્રહ નો વિકાસ કરે છે.પુરંતિકાનો બીજો બુદ્ધિશાળી જીવ "આણવિક"ચોરી છુપી થી રોહંતિકા પાસે થી ઘાતક શસ્ત્રો પ્રક્ષેપાત્રો શીખી જાય છે.પુરંતિકા લોકો ગુપ્ત રીતે તેવા ઘાતક શસ્ત્રો બનાવવા લાગે છે.જ્ઞાન વિજ્ઞાન માં આગળ વધે છે.અને શિલ્પ કલા હુન્નર માં વિજ્ઞાન નો ઉપયોગ કરી ગ્રહ ના લોકો નું કલ્યાણ કરે છે.સમય પસાર થતા ગ્રહ ઉપર પાણી ના ભંડારો ખતમ થવા આવે છે.બંને જાતિ ના લોકો  એ સમજુતી પર આવે છે કે એક તરફ અંતરિક્ષ વિજ્ઞાનનો ઉપયોગ કરી બીજા ગ્રહો માં પાણી ના ભંડારો છે કે કેમ? તે માટે બંને જાતિ ના થોડા માણસો ને બીજા ગ્રહો ની શોધ માં મોકલે છે , જ્યાં જીવન શક્ય હોય અને પુરતું પાણી ના ભંડારો હોય.અને બીજી તરફ પોતાના ગ્રહ પર પણ પાણી ના સ્તોત્રો ની શોધ માં રહે છે.ચાર અવકાશી લેબ(ઉડન ખટોલા) સ્પેસ શટલ તૈયાર કરવામાં આવે છે.,જે બીજા ગ્રહો ની શોધમાં નીકળે છે.આ સંશોધન માટે બે જુથો માં વહેંચી નાખવામાં આવે છે.એક જુથ માં બે અવકાશી લેબ હોય છે.જેનો એક અગ્રણી રોહંતિકા "અંતરિક્ષ"હોય છે.બીજા નો પુરંતિકા નો "માનસ" હોય છે. આ જુથ સૂર્ય ની નજીક ના ગ્રહ ની શોધ માં નીકળે છે. જ્યાં જીવન શક્ય હોય.જ્યારે બીજા જુથ માં પણ બે સ્પેસ શટલ હોય છે.જેની એક ની આગેવાની રોહંતિકા નો "રાહ"કરે છે.બીજા ની આગેવાની પુરંતિકા નો "લૌકિક" કરે છે.જેઓ સૂર્ય માળા થી દૂર ના ગ્રહો ની શોધ માં નીકળે છે.આ તરફ ગ્રહ પર રોહંતિકા શોધે છે કે ઉત્તર ધ્રુવ પર બરફ ના વિપુલ ભંડાર છે જે ને પાણી સ્વરૂપે વિજ્ઞાન ની સહાય થી લવાય.પુરંતિકા લોકો આ પાણી ને વસાહતો સુધી લાવવા નહેરો બનાવવા નું સ્વિકારે છે."આગમન"કેનાલો દ્વારા પાણી ના ભંડારો વસાહત સુધી લાવે છે.આમ બંને જાતિ ફરી થી સુખ,વૈભવ થી જીવે છે. બીજી તરફ અંતરિક્ષ અને માનસ ની અવકાશી લેબ પૃથ્વી પાસે આવે છે. તેમને પૃથ્વી પર પાણી ના ભંડારો અને જીવન શક્ય લાગતા પૃથ્વી ના  એક ભાગ તરફ ઉતરે છે.પોતાની વસાહત બનાવે છે.પોતાના ગ્રહ ના લોકો ને આ બાબત ની જાણ ના સંકેતો મોકલે છે. આ સંકેતો મલતા એ ગ્રહ પરથી પૃથ્વી પર અવરજવર વધે છે........................ આશરે ૫૨૦૦ વર્ષ પહેલાં પૃથ્વી પર રહેતા પરગ્રહવાસીઓ પોતાના ગ્રહ ના માણસો ને સંકેતો મોકલે છે કે, પૃથ્વી પર ભારત વર્ષ વસાહત કરવા માટે શ્રેષ્ઠ છે.પરંતુ ત્યાં ની પ્રજા સાથે યુદ્ધ કરવું પડે તેમ છે.આ સંકેતો મલતા જ પરગ્રહ જીવો બે વિશાળ કાય અંતરિક્ષ યાન લઈ ને પૃથ્વી ના ભારત પર આક્રમક કરવા નિકળે છે.આ ગાળા દરમિયાન સૂર્ય ના કલંકો માં મોટા પાયે વધઘટ થાય છે.જેની અસર પૃથ્વી પર અને પરગ્રહીવાસી ઓ ના ગ્રહ પર પડે છે.પ્રથમ પરગ્રહ પર સૂર્ય કલંકો ની અસર દેખાવાની શરૂઆત થાય છે.રોહંતિકા અને પુરંતિકા લોકો વચ્ચે પાણી ની વહેચણી માટે ઝગડા વધે છે.અંતે ભીષણ યુધ્ધ થાય છે. જેમાં બંને જાતિ આણ્વિક શસ્ત્રો ને પ્રક્ષેપાત્રો નો ઉપયોગ થાય છે.જેથી બંને જાતિ ના મોટાભાગના લોકો નું જીવન સમાપ્ત થાય છે.આ આણ્વિક યુદ્ધ ના કારણે પરગ્રહ નું' સુરક્ષા' કવચ તુટી જાય છે.સૂર્ય ની તીવ્ર અસર અને ભયંકર તાપ- ગરમી ના કારણે ગ્રહ નું વાતાવરણ બદલાય છે.અને સજીવો માટે રહેવા લાયક રહેતું નથી.બદલાયેલા વાતાવરણ ને લીધે પાણી ના ભંડારો સુકાઇ જાય છે.અને સમગ્ર જીવ સૃષ્ટિ નષ્ટ થાય છે. બંને જાતિ નું અસ્તિત્વ નષ્ટ થાય છે.બીજી તરફ પૃથ્વી તરફ આગળ વધેલા બે અવકાશ યાન ભારત વર્ષ પર આક્રમક કરવા આવે છે.આ સમયે પૃથ્વી પર મહાભારત નો સમય ચાલતો હોય છે.પરગ્રહીઓ ભારત પર આક્રમક કરવા આવે છે તેની જાણ ભગવાન શ્રી કૃષ્ણ ને થાય છે.શ્રી કૃષ્ણ અને અર્જુન (નર- નારાયણ)આ બંને યાન સામે યુદ્ધ કરવા અંતરિક્ષ માં જાય છે.આ યાનો ને અંતરિક્ષ માં જ  રોકે છે અને શ્રી કૃષ્ણ ની મદદ થી અર્જુન બંને યાનો નો અંતરિક્ષ માં જ ધ્વંશ કરે છે.જેથી પરગ્રહી ઓ નષ્ટ થાય છે.અને પૃથ્વી તેમજ ભારત વર્ષ ની સુરક્ષા થાય છે.સુર્યકલંકો ની અસરો પૃથ્વી પર પડે છે.જેના કારણે મહાભારત નું મહા યુદ્ધ થાય છે. હવે બીજી તરફ પૃથ્વી ના બીજા ભાગમાં વસાહત કરતા પરગ્રહી ઓ ભૂકંપ અને ભુપ્રપાત થી નષ્ટ થાય છે.આમ પૃથ્વી પર થી પરગ્રહી ઓ લુપ્ત થાય છે.કદાચ થોડાઘણા બચ્યા હશે,જે કાળક્રમે કુદરતી પ્રકોપ ના કારણે જીવ બચાવવા રખડુજીવન જીવે છે.કાળક્રમે તેઓ જ્ઞાન વિજ્ઞાન ભુલી જાય છે.રખડુ જાતિ તરીકે પોતાને ઓળખાવે છે.આ વાર્તા લેખ સમાપ્ત થતો નથી.એક વાત ચોક્કસ છે કે, પૃથ્વી પરના માણસો બોધ નહીં લેતો,એ દિવસ દૂર નથી કે આપણી પૃથ્વી પર પણ જીવન  નષ્ટ થઈ જશે.અણુ યુદ્ધ ને પ્રદુષણ ને કારણે પૃથ્વી નું સુરક્ષા કવચ તુટી જશે.અત્યારે પૃથ્વી ના સુરક્ષા કવચ માં પ્રદુષણ ના કારણે છેદ પડેલા છે.સમજદારી થી કામ કરે તો પૃથ્વી બચાવી શકાય.--તમામ યુદ્ધ બંધ કરવા, આણ્વિક શસ્ત્રો પર પ્રતિબંધ, શાંતિ વાર્તા, અને પર્યાવરણ માં સુધારો કરવા દિલ થી પ્રયત્નો.આ શક્ય છે ક્યારે? માનવ વધુ પડતી મહત્વકાંક્ષા,સત્તા લાલસા, વર્ચસ્વ જમાવવાની વૃત્તિ,બંધ કરી "માનવધર્મ"માનવ કલ્યાણ,માનવ પ્રેમ થી રહે, તો જ આ પૃથ્વી પર ફરી થી "સ્વર્ગ" આવી શકે !............... ઓમ્ શાંતિ... ઓમ્ શાંતિ...... ઓમ્ શાંતિ......"सुरक्षा पृथ्वी की, अस्तित्व जीव सृष्टि की"-@કૌશિક દવે.        નોંધ- યાદવ વંશના આચાર્ય ગર્ગાચાર્ય એ ગર્ગસંહિતા માં મહાભારત ના એક પ્રસંગ માં પરગ્રહ જીવો બે અવકાશી યાન લઈ ને ભારત વર્ષ પર આક્રમક કરવા આવે છે જેને પ્રભુ શ્રી કૃષ્ણ અને અર્જુન નર-નારાયણ આ બંને યાન સામે યુદ્ધ કરવા અંતરિક્ષ માં જાય છે અને શ્રી કૃષ્ણ ના માર્ગદર્શન હેઠળ અર્જુન બંને યાનો ને અંતરિક્ષ માં નષ્ટ કરે છે  આ પ્રસંગ ને આ વાર્તા લેખ માં લીધો છે તે માટે  ક્ષમા માંગુ છું.પરંતુ પૃથ્વી ની સુરક્ષા માટે આ જરુરી હોય તેમ હતું."સુરક્ષા પૃથ્વી ની અસ્તિત્વ જીવ સૃષ્ટિ નું"           -@કૌશિક દવે