Sangharsh books and stories free download online pdf in Gujarati

સંઘર્ષ

સંઘર્ષ"----------.                                                  "રણવીર શું નક્કી કર્યું આપણા લગ્ન માટે? તેં તારા મા-બાપ ને આપણા પ્રેમની અને લગ્ન માટે ની જાણ કરી" ગૌરી બોલી.રણવીર -"બસ, આજે જ વાત કરું ને ક્યારે લગ્ન કરવા તેની તારીખ પણ કઢાવી લાવીશ.પણ તારા મા-બાપ agree છે?. "હા,મારા મા-બાપ મારી વાત માને છે.તેમની દિકરી ખોટું પગલું ભરવાની નથી."ગૌરી બોલી.              ગૌરી એક graduate યુવતી છે . ગૌરી અને રણવીર બંને અમદાવાદ માં S G High way પર આવેલી એક કંપનીમાં જોબ કરતા હતા.સાથે સાથે નોકરી કરતા બંને પ્રેમ માં પડ્યા.બંને એ એક દિવસ લગ્ન કરવાનું નક્કી કર્યું.ગૌરી એ તે માટે રણવીર ને તેના મા-બાપ ની પરવાનગી લાવવા જણાવ્યું.                                                                ગૌરી ના મા-બાપ ગામડામાં રહેતા હતા.ગૌરી અમદાવાદ માં સોલા વિસ્તારમાં પેઈગ   ગેસ્ટ તરીકે રહેતી હોય છે.અને તેણી એ કરાટે ની તાલીમ લીધેલી હોય છે.બીજા દિવસે રણવીર ઓફિસમાં આવ્યો નહીં તેથી ગૌરી એ ફોન કર્યો.રણવીર નો ફોન સ્વીચ ઓફ આવ્યો.ગૌરી એ દિવસ અજંપા માં પસાર કરી.પછીના દિવસે રણવીર નો ફોન ગૌરી પર આવ્યો-" સોરી ગૌરી,મારા મા-બાપ ની પસંદગી ની કન્યા સાથે ગઇ કાલે લગ્ન કર્યા." આ સાંભળીને ગૌરી ને આઘાત લાગ્યો ને મનોમન તુટી ગયી.આ બાજુ ગૌરી ના મા-બાપ ચાર ધામની યાત્રા એ એક લકઝરી બસ માં નિકળ્યા હતા.પરંતુ કમનશીબે બસ ને એક્સીડન્ટ થયો ને ગૌરી ના મા-બાપ મૃત્યુ પામ્યા.આ ડબલ આઘાત થી ગૌરી બિલકુલ તુટી ગયી.ને નોકરી માં થી રાજીનામું આપી ગામડે જતી રહી.મા બાપ ની ક્રિયા પાણી ને સામાજીક રિવાજ ગૌરી એ પતાવ્યા.પછી ગૌરી પાછી અમદાવાદ આવી,પણ તેને જીવન જીવવાનો રસ રહ્યો નહીં.                                              ગૌરી એ નવી જોબ માટે ચાર પાંચ application કરી.પણ કોઈ જવાબ આવ્યો નહીં.ગૌરી હતાશ થઈ ગઈ,ને એક દિવસ સવારે એક્ટિવા લઇને ગાંધીનગર તરફ જવા નીકળી.રસ્તા માં અડાલજ પાસે કેનાલ આવી.તેણી એ એક્ટિવા બાજું માં મુક્યું.ને ગૌરી કેનાલ પાસે આવી.તેને હવે આત્મહત્યા કરવાના વિચાર આવવા માંડ્યા.ગૌરી કેનાલ માં આત્મહત્યા માટે કુદવા જાય છે, ત્યાં જ બચાવો બચાવો ની બુમ પડે છે.ગૌરી જુએ છે તો એક ટીનેજર છોકરો કેનાલ ના પાણી માં ડુબી રહ્યો છે.ગૌરી એ કેનાલ માં તે છોકરા ને બચાવવા ઝંપલાવ્યું.ને બચાવી ને કીનારે લાવી.એટલા માં એક ઉંમર લાયક દાઢી વાળા ભાઈ દોડતા દોડતા આવ્યા.તેમના ખભે એક બગલથેલો હતો.બોલ્યા, સારું થયું બેટા, તેં મારા પૌત્ર રોની ને બચાવ્યો.તારો આભાર માનું છું.રોની એ સ્વસ્થ થઈ ને કહ્યું ," હું કેનાલ પર સેલ્ફી લેતો હતો ને બેલેન્સ ગુમાવ્યું. મારે SSC ની પરીક્ષા નજીક આવે છે.  વાંચી વાંચીને કંટાળી ગયો હતો તેથી ફ્રેસ થવા માટે મારા દાદા ની સાથે લટાર મારવાની આવ્યો હતો.આપનો આભાર." દાદા પોતાના પૌત્ર નો જીવ બચી જવાથી ખુશ થયા. દાદા બોલ્યા-"બેટા, મારી પાસે તને આપવા આ એક પુસ્તક છે તે સિવાય બીજું કશું નથી.આ પુસ્તક થી તારુ જીવન બદલાઈ જશે.અને તું ઉંચી ઉડાન ભરે તેવા આશિર્વાદ છે." ને બગલ થેલા માં થી એક પુસ્તક કાઢ્યું.ને ગૌરી ને કહ્યું," બેટા મારા તરફથી આ પુસ્તક ભેટ છે.જીવન માં પ્રેરણા મલે તેવું પુસ્તક છે.અને તારી જીંદગી નો ઉકેલ પણ તને કદાચ આમાં થી મલશે." આમ કહી દાદા અને પૌત્ર જતા રહ્યા.ગૌરી ને હવે જીવન માં કંઈક કરવાનું મન થયું આત્મહત્યા ના વિચારો કાઢી નાખ્યાં.                              ગૌરી ઘરે જઈ ને  રાત્રે સુતા પહેલાં તે પુસ્તક નું એક પાનું ખોલી ને વાંચ્યું.લખ્યુ હતું કે આજે એક છોકરા ને કેનાલ માં થી બચાવી ને પુણ્ય નું કામ કરીશ.હવે ગૌરી ને આ લખાણ સામાન્ય લાગ્યું.કાગ નું બેસવું ને ડાળનું પડવું.બીજા દિવસે સવારે ફ્રેશ થઈ.તેને પુસ્તક વાંચવા નો રસ પડ્યો.પુસ્તક નું બીજું એક પાનું વાંચે છે.તેમા લખ્યું છે કે આજે ગૌરી ને એક કંપનીમાં જોબ મલશે.ગૌરી આ વાંચી ને હસી.તેને આ બધું મનોરંજન જેવું ને તુક્કો લાગ્યો.થોડી વાર માં ગૌરી ને એક Email મલ્યો.કે SG highwayપર પ્રહલાદ નગર એરીયા ની એક મોટી કંપની માં જોબ મલી છે.અને આજે જ ૧૦ વાગે જોબ પર હાજર થવાનું છે.હવે ગૌરી ને આ પુસ્તક થોડું વિચિત્ર ને અલ્લાઉદ્દીન ના ચિરાગ જેવું લાગ્યું.ગૌરી નવી જોબ જોઈન કરી.પહેલા દિવસે તેને સારું લાગ્યું ને તેનું મન કામગીરી માં પરોવાયું.બીજા દિવસે ઓફિસ જતા પહેલા તેણે ગમ્મત ખાતર તે પુસ્તક ખોલ્યું.ને એક પાનું વાંચ્યું.એ વાંચી ને તે ચમકી ગઈ.પુસ્તક માં લખ્યું હતું કે આજે ઓફિસ થી ઘરે પાછા ફરતા એક ગાડી ની ટક્કર લાગશે ને એ એક્સીડન્ટ પછી તેના જીવનમાં પરિવર્તન આવશે.ગૌરી એ આ વાત ને હળવાશથી લીધી.ગૌરી ઓફિસ પહોંચી ને કામ માં પરોવાઈ.તે હવે પુસ્તક ની વાત ભૂલી ગયી. સાંજે ઓફિસ થી ઘરે જવા એક્ટિવા લઇને ઇસ્કોન બ્રિજ પર થી પસાર થતી હતી,તેજ વખતે એક Eco વાન સ્પીડ માં આવી ને ગૌરી ની એક્ટિવા ને ટક્કર મારી.ગૌરી એક્ટિવા સાથે પડી.વાન થી ટક્કર લાગવાથી વાન થોડી ઉભી રહી ને તરતજ વાન ફુલ સ્પીડ માં જતી રહી આ ગાળા દરમિયાન ગૌરી એ વાન નો નંબર નોંધી લીધો હતો.અને ગૌરી એ પોલીસ ને ફોન કરી વાને કરેલા એક્સીડન્ટ ની વાત ને વાન નો નંબર જણાવ્યો.ગૌરી ને થોડું વાગ્યું હતું ને એક્ટિવા ને થોડું નુકસાન થયું હતું.એક્સીડન્ટ જોઈ ને થોડા માણસો ભેગા થયા.બે માણસો એ ગૌરી ને તેના ઘરે એક્ટિવા સાથે મુકી આવ્યા.આ બાજુ પોલીસે પકવાન ચાર રસ્તાથી ECO વાન ને પકડી ને ગાડી વાળા ની ઉલટતપાસ દરમિયાન શંકાસ્પદ લાગતા તેને પકડ્યો ગાડી માં થી પોલીસ ને વાંધાજનક સામગ્રીની, હથિયારો ને સ્ફોટક પદાર્થ મલ્યા.                   ગૌરી એ થોડું ડ્રેસિંગ ડોક્ટર પાસે કરાવ્યુ.ને એક્ટિવા રીપેરીંગ માં મુકી. રાત્રે ગુજરાતી ન્યૂઝ માં ગૌરી ને જે વાને ટક્કર મારી હતી,તે હથિયારો સાથે પોલીસે જપ્ત કરી.તે સમાચાર જોયાં.સાથે સાથે ન્યુઝ ચેનલે એ અજાણી યુવતી નો આભાર માન્યો,જેણે પોલીસ ને વાન ની વિગત આપી હતી.હવે ગૌરી ને પુસ્તક ની વાત માં કંઈક જાદુઈ છડી જેવો દમ લાગ્યો.બીજા દિવસ ની ગૌરી એ રજા રાખી.ને ભુતકાળ ની યાદોં માં ખોવાઈ ગઈ. ત્રીજા  દિવસે ગૌરી તેની સખી ની બાઇક લઇને ઓફિસ જવાની હોય છે.તે પહેલાં પુસ્તક વાંચવા લીધું.પાના ફેરવતા એક પાનું વાંચ્યું તેથી તેને આઘાત અને અચંબિત થઈ.લખ્યુ હતું કે, આજે ગૌરી બાઈક લઈને જશે ત્યારે અજાણ્યા બે બાઈક સવારો તેની પર હુમલો કરશે,પણ પછી ગૌરી તે બદમાશો ને પોલીસ ના હાથે પકડાવી દેશે.આ વાંચી ને ગૌરી ને પુસ્તક ની વાત પર થોડો થોડો ભરોસો પડ્યો ને હિંમત આવી ગયી.ઓફિસ નો સમય થતાં ગૌરી બાઈક લઈને સોલા બ્રિજ પરથી પસાર થતી હતી.ત્યારે તેણે જોયું કે એક બાઈક તેનો પીછો કરતી હતી બાઈક પર બે સવાર હતા.ગૌરી એ કરાટે ની તાલીમ લીધી હતી અને તેનામાં સામનો કરવાની હિંમત આવી.ગૌરી બાઈક લઈને પુલ પરથી નીચે ઊતરીને આગળ જતી હતી તેજ વખતે પેલી બાઇક પર થી એક બદમાશે  રિવોલ્વર માં થી ગોળી છોડી .ધાય ધાય અવાજ આવ્યો તેથી ગૌરી સતેજ થયી.ગોળી તેની પાસે થી પસાર થઇ ગયી.જેવી બદમાશ ની બાઈક પાસે આવી,ગૌરી એ ચાલુ બાઈકે સ્ટંટ સીન ની જેમ રિવોલ્વર વાળા બદમાશ ને પછાડી દીધો.ગોળી બાર નો અવાજ આવતા લોકો ભેગા થયા.ને બંને બદમાશો ની ધોલાઈ કરી.એટલા માં પોલીસ વાન આવી ને બદમાશો ને પકડી લીધી.ગૌરી ની બહાદુરી માટે શાબાશી આપી.જ્યારે જરુર હોય ત્યારે પોલીસ ને મદદરૂપ થવા જણાવ્યું.બીજે દિવસે ન્યૂઝ પેપર માં હેડ લાઈન" આતંકવાદી ના બે સાથીદારો એક યુવતી ની સમજ સૂચકતા અને બહાદુરી ને લીધે પકડાયા". અમદાવાદ પોલીસ કમિશનરે ગૌરી નું બહાદુરી માટે  જાહેર સન્માન કર્યું.અને ગુજરાત પોલીસ ફોર્સ માં જોઈન થવા ઓફર કરી.ગૌરી આ જોઈ ને ગદગદિત થઈ ને હવે જીવન જીવવા માટે નો નવો રસ્તો મળ્યો.
જીંદગી મેં કંટક હો, મુશ્કિલ હો ડગર,
હોંશલા  હો બુલંદ, મંઝિલ હર કદમ,
લેખક-@કૌશિક દવે

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED