Bijo Chandra books and stories free download online pdf in Gujarati

બીજો ચંદ્ર

"બીજો ચંદ્ર"                                                                '  હે રામ ', બોલતા હરિશ્ચંદ્ર નું પ્રાણ પંખેરું ઉડી ગયું.સ્વર્ગ માં થી ભગવાન  , હરિશ્ચંદ્ર ને લેવા આવ્યા.' હે ચંદ્ર, હવે આપણે સ્વર્ગ તરફ પ્રયાણ કરીએ' પ્રભુ બોલ્યા.હરિશ્ચંદ્ર બોલ્યા-,' હે ભગવાન, મારું કુટુંબ ને મારા સગા વ્હાલા ને છોડી ને આવવાનું મન થતું નથી'. ભગવાન બોલ્યા,' હે ચંદ્ર, તારું મન માનતું ન હોય તો જુઓ, તારા મૃત્યુ પછી તારા પ્રત્યે ની લાગણી લોકો ની કેવી છે'. હરિશ્ચંદ્ર ને જાણીતા અવાજો સાંભળ્યા કે," સાવ બોચીયો હતો,પણ સારો માણસ હતો"  વેદિયો  હતો પણ વિશ્વાસુ હતો".આજ ના યુગ પ્રમાણે ચાલ્યો નહીં ને કુટુંબ હેરાન થયું,પણ બીજા માટે ઘસાઈ જવાની પરોપકારી વૃત્તિ હતી"." જૂઠ ના આ યુગ સાથે તાલ મિલાવી શક્યો નહીં,પણ એ સાચો રસ્તો બતાવતો હતો"."બસ પ્રભુ બસ,હવે મારી સાંભળવા ની શક્તિ નથી રહી"ચંદ્ર બોલ્યો. પ્રભુ બોલ્યા," હે ચંદ્ર,હવે સ્વર્ગ માં જઈએ".           પ્રભુ અને ચંદ્ર સ્વર્ગ તરફ જાય છે.રસ્તા માં નર્ક આવે છે.                                                 ઉત્સુકતા થી ચંદ્ર નર્ક માં ડોકિયું કરે છે .. ..............જુએ છે કે,તેના સગાં સંબંધીઓ નર્ક માં રીબાતા હોય છે.આ જોઈ પૂછે છે,હે પ્રભુ,મારા આ સગાં ને પેલાં સગાં ધણાં જ સારા હતાં છતાં પણ આમ કેમ?" પ્રભુ બોલ્યા,"હે મારા ભોળા ચંદ્ર, તું જેનાં વિશે જુએ છે તેઓ યુગ ની વાંકી ચાલે ચાલ્યા તેથી તને અને તારા કુટુંબ ને સહન કરવું પડ્યું હતું.તેમા તેમનો ફાળો હતો."આગળ જતાં પોતાના સહ કર્મચારીઓ ને નર્ક માં રીબાતા જુએ છે."પ્રભુ આમ કેમ?" પ્રભુ બોલ્યા,"તું જે જુએ છે તે ભ્રમિત કરે એવું છે.આ નીતિ વાળા માણસો નું મૌન અને અનીતિ ને સહન કરવાની વૃત્તિ જ તેમને નર્ક માં રહેવા માટે પુરતું છે." ચંદ્ર અત્યંત દુઃખી થઈ ને આગળ વધે છે.આગળ જતાં ચંદ્ર નર્ક માં પોતાને રીબાતો જુએ છે.ને મૌન રહે છે.                                              આ જોઈ ને પ્રભુ બોલ્યા,"હે ચંદ્ર,આ બ્રહ્માંડ બ્રહ્મ સ્વરૂપ છે. ને આમાં બધા ભ્રમિત થયાં જ કરે છે.તુ જે  જુએ છે તે તારાં માં રહેલી તટસ્થતા ને સૂચક મૌને  જ તને નર્ક માં મોકલી આપ્યો છે.અનીતિ ને સહન કરવી ને તેનો વિરોધ ન કરવો એ સત્ય ને થતી હાની છે.આનુ ફળ તને નર્ક માં મલી રહ્યુ છે."ચંદ્ર બોલ્યો,"હે પ્રભુ, હું મારા કર્મ નું ફળ ભોગવવા તૈયાર છું આપનો ન્યાય જ વિશ્વ ને સર્વોત્તમ અને ઉચ્ચનીય દશા માં લઇ જાય છે." આ સાંભળીને પ્રભુ બોલ્યા,"હે ચંદ્ર,હવે સ્વર્ગ નજીક આવી ગયું છે તો આપણે જઇએ."આગળ જતાં ચંદ્રે  નર્ક માં પ્રભુ ને સહન કરતાં જોયાં.ચંદ્ર ને આશ્ચર્ય થયું ને પૂછ્યું," પ્રભુ,આમ કેમ ?"    પ્રભુ બોલ્યા," હે ચંદ્ર, આમાં નવાઈ પામવા જેવું નથી.કર્મ ના ફળમાંથી કોઈ ને મુક્તિ મલતી નથી.મારા ભક્તો અને સજ્જનો ને થતો અન્યાય,પીડા,તેમજ અમંગળ કારી ઘટનાઓ થતી હોવા છતાં, તેઓ  સહન કરી મને યાદ કરે છે.પરંતુ યોગ્ય સમયે તેઓને મદદ પહોંચતી નથી.તેનુ ફળ મારે ભોગવવા નું આવે છે. હું સર્વત્ર છું અને સર્વજ્ઞ છું, છતાં પણ આ કલયુગ માં મદદરૂપ ન થઈ શકવાના પરિણામ રુપે નર્ક ની પણ યાતના સહન કરવી પડે છે."આ સાંભળીને ચંદ્ર બોલ્યા,"હે પ્રભુ, દરેક મનુષ્યે  કર્મ નું ફળ તો ભોગવવાનું જ છે.પરંતુ આપ આ યાતના માંથી ક્યારે મુક્ત થશો?" પ્રભુ બોલ્યા," ચીંતા ના કર.મૃત્યુલોક માં જ્યાં સુધી મારા ભક્તો ની સહનશક્તિ રહેશે ત્યાં સુધી.જ્યારે ભક્તો ની સહનશક્તિ હદ વટાવશે ત્યારે હું બ્રહ્માંડ ની ભ્રમિત જાળ તોડી ને ભક્તો ને બચાવવા મૃત્યુ લોક માં ગમેતે સ્વરૂપે આવીશ." આ સાંભળીને ચંદ્ર બોલ્યા,"પ્રભુ મને આજ જવાબ ની આશા હતી." આ બોલ્યા પછી ચંદ્ર ને પ્રભુ ના દર્શન થયા નહીં.ભગવાન અલોપ થઈ ગયા.ચંદ્રે મોટે થી બુમ પાડી કે," હે ઈશ્વર,આપ ક્યાં છો?".                              આ અવાજ ની સાથે ઠંડુ પાણી ચંદ્ર ના માથા પર પડ્યું. શ્રીમતિ નો અવાજ આવ્યો,"હવે જલ્દી ઊભા થાવ.ઈશ્વર તો માથા પર આવી ગયા.પછી કહેશો કે ઓફિસે જવાનું મોડું થાય છે!" અને આ સાથે ચંદ્ર ની આંખો ખુલી ગઈ   .-@લેખક-કૌશિક દવે

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED