Badlata chahera books and stories free download online pdf in Gujarati

બદલાતાં ચહેરા

 " બદલાતાં ચહેરા ".                  " બદલાતાં ચહેરા"......    *********************************... "તું ત્યાં જ ઉભો રહે વિજય,મારી પાસે આવીશ નહીં. તેં મારી સાથે દગો કર્યો." સ્નેહા બોલી.    "પણ, સ્નેહા મારી વાત તો સાંભળ" વિજય એ કહ્યું.રીવર ફ્રન્ટ પર  વિજય અને સ્નેહા   દર વખતની જેમ મલે છે.પરંતુ આ વખત ની વાત જુદી હતી.ગુસ્સે થઈ  ને સ્નેહા બોલી," આપણે એક બીજા સાથે કાયમ રહેવાનું વચન આપ્યું હતું.અને હા, તું લગ્ન કરવા પણ તૈયાર થયો હતો.અને આવતી કાલે તારી સગાઇ છે તે ખબર પડી એટલે તને બોલાવ્યો છે ".   વિજય બોલ્યો," મારી વાત સાંભળ ,મારા પપ્પા ની જીદ ને કારણે તેમના બીઝનેશ પાર્ટનર ની પુત્રી સાથે મારી સગાઈ નક્કી કરી છે.પણ હું તને પ્રેમ કરું છું."                 " આઘો ખસ.મને ટચ કરીશ નહીં.તુ આવો વેવલો થઈ ગયો.તારા પપ્પા ને આપણા પ્રેમની વાત કરી નથી?". વિજય ઘીમે ઘીમે સ્નેહા પાસે આવી ને બોલવા જાય છે ત્યાં જ સ્નેહા બોલી," તારા વગર મારું જીવવું નકામું છે.અ..લ..વિ..દા.."                                              આટલું બોલીને સ્નેહા એ સાબરમતી નદી માં ઝંપલાવ્યું.વિજયે બચાવવા માટે બુમો પાડી.અને ટોળું ભેગું થયું.એક બે તરવૈયાઓ નદી માં કુદી  ને સ્નેહા ને બહાર કાઢી.સ્નેહા બેભાન થઈ ગઈ હતી અને તેના માથા માં  થી લોહી નીકળતું હતું અને પીઠ પર વાગ્યું હોય તેવું લાગતું હતું.તરત જ ૧૦૮ બોલાવી ને વિજય સ્નેહા ને  VS  Hospital લઈ ગયો.*.                       ************ સ્નેહા એક મધ્યમ વર્ગ ની યુવતી હોય છે.તેના પિતા એક ફેક્ટરી માં કામદાર તરીકે કામ કરતા હોય છે.વિજય એક ઉદ્યોગપતિ નો એક નો એક પુત્ર હોય છે.સ્નેહા એક સખી ના લગ્ન પ્રસંગે વિજય ને પહેલી વાર મલી હતી.ધીરે ધીરે મુલાકાતો વધતી ગઈ.અને મિત્રતા ગાઢ થતી ગઈ.અને પછી બંને એ લગ્ન કરવાનું નક્કી કર્યું.પરંતુ વિજય ના પિતા  રજનીભાઇ એક બીઝનેસ મેન હોય  છે.તેમણે પોતાના પાર્ટનર  વસંતભાઈ ની પુત્રી  દીપા સાથે વિજય ની સગાઇ નક્કી કરે છે.વિજય તેના પિતા ને સ્નેહા સાથે ના પ્રેમ ની વાત કહી શકતો નથી.*.   ************* હોસ્પિટલમાં સ્નેહા નું વર્તન સામાન્ય માણસ જેવું રહેતું નથી.તે એકલી એકલી બબડતી હોય છે અને માનસિક સમતુલા ગુમાવી બેસે છે.અને ડોક્ટર ની સલાહ મુજબ તેને મેન્ટલ હેલ્થ સેન્ટર માં સારવાર માટે દાખલ કરે છે.                      *********************** વિજય અને દીપા ની સગાઇ થઈ ગઈ. રજની ભાઈ અને પાર્ટનર વસંતભાઈ  ના સંબંધો ગાઢ થયા.ઐક અઠવાડિયા માં વિજય અને દીપા ના લગ્ન થઈ ગયા............... અને અધુરા  મહિને   દીપા એ એક પુત્ર સોહમ ને જન્મ આપ્યો.સોહમ અધુરા  મહિને જન્મ્યો હોવાથી વિજય અને તેના પપ્પા બંને દીપા અને સોહમ ની ઘણી કાળજી રાખતા હતા.હવે વિજય પોતાના પપ્પા ના બીઝનેસ માં જોડાયો અને મન લગાવીને કામ કરે છે.જોત જોતા માં ત્રણ વર્ષ વિતી ગયા.   ............. અને એક દિવસ દીપા પર એક ફોન આવ્યો.......દીપા," હેલો, કોણ?". સામે થી એક યુવતી નો અવાજ આવ્યો," હેલો ,દીપા તમે મને ઓળખતા નથી .પણ હું તમને ઓળખું છું." " પણ તમે કોણ? હું તને ઓળખતી નથી ને મારું શું કામ છે?" દીપા બોલી." હું તમારી હિતેચ્છુ.તમને એક વાત જણાવું કે તમારે સોહમ અધુરા  મહિને નહીં પણ નવમા મહિને જન્મ આપ્યો.તમે તમારા સસરા અને તમારા પતિ થી છાનું રાખ્યું છે.કેમ?".. યુવતી બોલી.આ સાંભળીને દીપા ના હોશ ઉડી ગયા.અને ફોન કટ કરી દીધો.દીપા ને વારંવાર એ યુવતી ની વાત યાદ આવતી અને અપસેટ થઈ ગઈ. સાંજે વિજય ઓફિસ થી આવ્યો તેને દીપા ની વર્તણૂક થોડી વિચિત્ર લાગી.    ***********બીજા દિવસે સવારે......દીપા ચા નાસ્તો બનાવતી હતી..એજ વખતે તેના ફોન ની રીંગ વાગી.અજાણ્યો નંબર જોઈ ને દીપા ના મુખ પર ના ભાવ બદલાયા.વિજય બોલ્યો ," ફોન જો કોનો છે?". દીપા એ ધ્રુજતાં ધ્રુજતાં ફોન ઉપાડ્યો." હેલો ,કોણ ? કોનું કામ છે?" સામે થી કોઈ પુરુષ નો અવાજ સંભળાયો," હેલો,દીપુ મને ના ઓળખ્યો?. હું  જયેશ દાસા   તારો પહેલો પ્રેમ.હવે ઓળખ્યો ને?".દીપા એ ધ્રુજતાં અવાજે "  wrong no." એમ કહી ને ફોન મુકી દીધો.તરત જ SMS આવ્યો આજે સાંજે ૬ વાગે  SG highway પકવાન ચાર રસ્તા પાસે ના  હેરી ગેસ્ટ હાઉસ માં  મલવા આવ નહીં તો તારા husband ને આપણા પ્રેમની વાત કહીશ.   ******* ઓફિસ જવા  નો ટાઇમ થતાં વિજય ઓફિસ ગયો.ત્યાર પછી દીપા એ તેના પિતા વસંતભાઈ ને ફોન કરી જયેશ ની વાત કરી.વસંતભાઈ એ ચિંતા કરવી નહીં એમ કહી દીપા ને હૈયાધારણ આપી. સાંજ ના ૬ વાગતા દીપા ગેસ્ટ હાઉસ માં જયેશ ને મલી. દીપા," તું તો મને છોડી ને અમેરિકા ગયો હતો. ને ત્યાં લગ્ન કરી લીધા હતા.હવે તું કેમ આવ્યો?." " તારી વાત સાચી છે દીપુ,પણ હું અમેરિકા ના મોહ માં જતો રહ્યો.તુ મને માફ કર.ને આપણા સોહમ ને લઈ ને આપણે દૂર જતા રહીએ.મારી પત્ની એ મને divorce આપ્યા.ને મારી પાસે ખર્ચા પાણી ના રુપિયા પણ નથી.પણ આપણે ખુશી થી રહીશું."         " તું શું બોલે છે તેનું ભાન છે? સોહમ મારો ને વિજય નો પુત્ર છે.હુ સુખી છું.હુ વિજય સાથે જ રહેવાની છું." દીપા બોલી." દીપા મારી મજાક ના કર.મારી પાસે પુરાવા છે કે સોહમ મારો પુત્ર છે.".                            હવે દીપા ઢીલી થઇ ગયી.ને બોલી ," બોલ તારે શું જોઈએ છે? સોહમ તો મલશે જ નહીં.  કેટલી પેટી જોઈએ છે? હું ચેક આપું છું રકમ ભરી લેજે."     " ના ના દીપા, ચેક નહીં.સોહમ ને હું તને સોંપી દઉ પણ..... મને ૧૦ લાખ રોકડા જોઈએ.આજે ને આજે હમણાં".                                 " હું એક કલાક માં રોકડા ૧૦ લાખ ની વ્યવસ્થા કરી ને આવું છું" દીપા બોલી." ઓકે હું આજ નો દિવસ રાહ જોઉં છું." જયેશ બોલ્યો.દીપા રોકડા રૂપિયા ની વ્યવસ્થા કરવા રઘવાતી ગઈ.                               ************** એક કલાક પછી દીપા રોકડા રૂપિયા લઈ ને જયેશ  ના ગેસ્ટ હાઉસમાં આવી.જયેશ  નો રૂમ બંંધ હતો. નોક કરતાં બારણું ખુલ્યું નહીં.દીપા એ બારણાં ને ધક્કો માર્યો.બારણુ ખુલી જતાં દીપા રૂમ માં દાખલ થતાં જ જયેશ  ને પંખા પર લટકેલો જોયો.જયેશે  ફાંસો ખાઈ લીધો હતો.દીપા એ ચીસ પાડી......અને ગભરાઈ ગઈ.તેણે ખુરશી પાસે એક ચીજ જોઈ અને ધીમે થી તેના બેગ માં મુકી દીધી......પછી બુમો પાડી ને ગેસ્ટ હાઉસ ના માલિક અને લોકોને ભેગા કર્યા.જયેશ  નું મૃત્યુ થયું હતું.થોડી વાર માં પોલીસ આવી.પોલીસ તપાસ માં જયેશે  આત્મહત્યા કરી એવી નોંધ લીધી.      ********** ગભરાયેલી દીપા ઘરે આવી તેના પપ્પા વસંતભાઈ ને ફોન કરી બધી વાત કરી.વસંતભાઈ એ આ વાત કોઈ ને પણ ના કરવી એમ જણાવ્યું.અને શાંત રહેવા જણાવ્યું.                          ***** ***** ટ્રીન....ટ્રી ન.....દીપા ના મોબાઈલ માં કોઈ અજાણ્યો ફોન આવ્યો.ગભરાતી ગભરાતી દીપા એ ફોન ઉપાડ્યો." હેલો કોણ?" સામે થી મહિલા" હેલો દીપા, અગાઉ મેં ફોન કર્યો હતો એ જ.તને જણાવું કે જયેશે.  આત્મહત્યા કરી નથી. તેનું ખૂન થયું છે.અને  તેં  ઘટના સ્થળે થી જે ચીજ લીધી છે તે મને ખબર છે." "હેલો ...હેલો ...આપ કોણ? જાસુસી કરો છો? તમને મારાં માં interest કેમ છે ?".     " હું આપની હિતેચ્છુ.અને હાં તેં જે ચીજ લીધી હતી તે તારાં પપ્પા ની છે." અને આ સાંભળીને દીપા ના મોતીયા  મરી ગયા. અને ફોન બંધ કરી દીધો.દીપા ને હવે ચક્કર આવવા માંડ્યા.દીપાએ કંટાળી ને ઉંઘ ની ગોળી લીધી અને સુઈ ગયી.                            ************* બીજા દિવસે દીપા એ સવાર માં તેના પપ્પા વસંતભાઈ ને ફોન કર્યો અને બોલી," સાચું શું છે? શું તમે જયેશ  ની હત્યા કરી છે? આ વારંવાર ફોન કરનાર મહિલા કોણ હશે?" આ સાંભળી ને વસંતભાઈ બોલ્યા," હા, હું ત્યાં ગયો હતો જયેશ કેટલાં દિવસ થી મને બ્લેકમેઇલ કરતો હતો.અને મારી પાસે થી ૩૦ લાખ લીધા હતા.તે દિવસે ફરી મારી પાસે ૨૦ લાખ ની માંગણી કરી. અત્યારે મારે નાણાકીય કટોકટી ચાલે છે અને સટ્ટો ખેલતા લાખો હારી ગયો હતો.તારા ગયા પછી હું ગેસ્ટ હાઉસ પહોંચ્યો.જયેશે   ફરી થી બીજા રૂપિયા ની માંગણી કરી અમારા બંને બોલાચાલી થઇ અને મેં ગુસ્સે થઈ ને........ અને હા મારું મફલર તારી પાસે છે તે સારું થયું.પણ મારી વિંટી ત્યાં જ પડી ગઈ હતી."     " પપ્પા હું તમને મલવા માંગુ છું.ક્યારે આવું?."    " બેટા , સાંજે આપણા બીજા નવા ફ્લેટ માં મલવા આવજે . હું તારી રાહ જોઈશ.તારા મલ્યા પછી હું શું કરવું તે નક્કી કરીશ."               ************* સાંજ ના સમયે દીપા તેના પપ્પા ના બીજા ફ્લેટ માં મલવા ગઈ.દરવાજો બંધ હતો.ધક્કો મારતાં જ દરવાજો ખુલી ગયો. જોયું તો તેના પપ્પા સોફા પર આડા પડેલા હતા.દીપા એ તેમને બુમ પાડી .હલાવ્યા તો તેઓ ઢળી પડ્યા.દીપા થી ચીસ પડાઈ ગઈ............પાસે ટેબલ પર એક કાગળ જોયો.તે વાંચવા લાગી.  ....................       ' દીપા તું મને માફ કરજે જયેશ  ની હત્યા મેં કરી છે.ધન ની લાલસા માં તારું લગ્ન વિજય સાથે કર્યું નાણાકીય કટોકટી અને સટ્ટા ની ખરાબ લત ના લીધે હું પાયમાલ થયો હતો.હુ રાજીખુશીથી આત્મહત્યા કરૂં છું. મેં ઝેરી દવા પી લીધી છે.અને હા જયેશ  પાસે થી વિડીઓ કેસેટ અને DNA રીપોર્ટ લાવ્યો હતો તે કબાટમાં છે.અલવિદા.........' ...........આ વાંચી ને દીપા  ની આંખ માં થી પાણી આવી ગયું.તેણે કબાટ માં ઘણું શોધ્યું પણ  તેને કશું મલ્યું નહીં.દીપા એ તેના પપ્પા નો.  છેલ્લો પત્ર પર્સ માં મુકી ને પોલીસ ને જાણ કરી.     *************ટ્રી.ન...ટ્રી.ન... દીપા નો મોબાઈલ રણક્યો.દીપા એ ફરી થી પેલો અજાણ્યો નંબર જોયો ને ફોન કટ કરી દીધો.અને દીપા ના મોબાઈલ માં મેસેજ આવ્યો.' તારા પિતા જી   આત્મહત્યા કરવા ગયા ......પણ હત્યા થઈ છે...એ પણ તારા .... Father.  in............' ********* આ મેસેજ વાંચી ને દીપા ગુસ્સે થઈ અને આઘાત લાગ્યો.તેણે રજનીભાઇ ને ફોન કર્યો," પપ્પા મારે તમને મલવુ છે.મારા પપ્પા ના આપઘાત વિશે. સાચું શું છે?"           " બેટા, તું મને  આપણા શીલજ વાળા ફાર્મ હાઉસ પર એક કલાક માં મલ.તને બધી માહિતી મલશે."                  ****** ******* એક કલાક પછી દીપા શીલજ ના ફાર્મ માં રજનીભાઇ ને મલી.બંને વચ્ચે બહુ બોલા ચાલી  થઈ. પછી દીપા બોલી.દીપા," પપ્પા,તમે મારા પપ્પા નું ખુન કેમ કર્યું?." "બેટા,તારા પપ્પા ખોટા રવાડે ચઢી ગયા હતા.ઓફિસ માં થી વારંવાર રુપિયા ઉપાડી ને વાપરતા પણ હિસાબ આપતા નહોતા.છેલ્લે છેલ્લે તેમણે ગોલમાલ કરી.તેના વિશે વાત કરવા હું તેમનાં નવા ફ્લેટ માં ગયો.ત્યારે તેઓ એ આત્મહત્યા માટે નો પત્ર લખ્યો હતો.ત્યા ગયા પછી ખબર પડી કે  તેં  અને તારા પપ્પા એ મને અને મારા વિજય સાથે દગો કર્યો. સોહમ વિજય નો નહીં પણ જયેશ  નો પુત્ર છે."  આટલું બોલીને રજનીભાઇ થાકી ગયા અને ગળું સુકાવા માંડ્યું.તેમણે દીપા પાસે પાણી માગ્યું.દીપા ," પપ્પા ગરમી બહુ છે તમે શરબત પીઓ." એમ કહી ને દીપા એ રજનીભાઇ ને શરબત બનાવી ને આપ્યું.  દીપા," પપ્પા,તમે કેમ ખુન કર્યું?"                       " જો દીપા મને તારો અને જયેશ  નો વિડિઓ તારા પપ્પા ના ફ્લેટ માં થી મલ્યો તેમજ DNA રીપોર્ટ સોહમ અને જયેશ નો મલ્યો.જો આ મારી પાસે છે.હવે હું આ વાત વિજય ને કહીશ. વિજય તારી સાથે divorce લેશે.તારા પપ્પા આત્મહત્યા કરવા જતાં હતાં ને હું પહોંચ્યો.બીઝનેશ ની અગત્યની ફાઈલો અને ગબન થયેલા રુપિયા ની પૂછપરછ કરતાં તારા પપ્પા ગુસ્સે થઈ ને જયેશ  ની વાત કહી દીધી.  મેં તેમને શરબત માં ઝેર આપીને ખેલ પતાવી દીધો......આ.. ને..મ..ને.... શું થાય...છે....મારા .. ગળા માં....... કંઈ ........થાય છે......"              " હા..હા..હા... પપ્પા તમને મેં શરબત માં ઝેર આપ્યું છે.... થોડીવાર માં ફી.. ની ...શ."      આ સાંભળીને રજનીભાઇ એ પિસ્તોલ કાઢીને  ધાય...ધાય..........દીપા ને પિસ્તોલ ની ગોળી વાગી .દીપા ત્યાં જ ઢળી પડી.આ અવાજ સાથે ઇન્સ્પેક્ટર પોલીસો સાથે દાખલ થયો પાછળ એક યુવતી હતી.રજનીભાઈ," બેટા મને માફ કરજે.તારી જિંદગી મારા લીધે બગડી ગઈ હતી.તને બહુ કષ્ટ પડ્યું.તારી વાત સાચી નિકળી.વિજય સાથે દગો થયો.મને માફ કરજે.તુ વિજય સાથે........ લગ્ન......." અને રજનીભાઇ ઢળી પડ્યા.  **************** એક મહિના પછી  વિજય અને સ્નેહા એ લગ્ન કરી લીધા સ્નેહા એ સોહમ ને અપનાવી લીધો....................... લેખક- કૌશિક દવે

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED