Aaghat books and stories free download online pdf in Gujarati

આઘાત

      "  આઘાત "*.                                       ************* "અરે સાંભળે છે કે" જયરામ ભાઈ બોલ્યા.    "શું છે? કેમ બુમ પાડી?" રમાબેન બોલ્યા.     " જો સાંભળ ,બોરસદ થી સવજીભાઈ નો ફોન હતો.આપણી દિકરી દીશા માટે માંગુ આવ્યું છે.સવજીભાઈ ના દિકરા અલ્પેશ માટે.છોકરો એન્જિનિયર છે.અને ટુંક સમયમાં કેનેડા જવાનો છે." જયરામ ભાઈ બોલ્યા.                "આપણા તો ભાગ્ય ખુલી ગયા." રમાબેન બોલ્યા.....   " અને મેં મોટાભાઈ ને આ વાત કરી છે.તેમણે પણ હા પાડી.તેમણે કહ્યું સવજીભાઈ તો આપણા સમાજ ના મોભી છે.અને એક પક્ષ ના આગેવાન છે.પાછુ બોરસદ તાલુકા પંચાયત ના સભ્ય છે..મોટાભાઈ કહેતા હતા કે આપણા સમાજ ના મેળાવડા માં તેમને મલ્યો હતો.તેમણે  મંચ પર સવજીભાઈ ને સાંભળ્યા હતા.ઉચ્ચ વિચારો છે.આપણા સમાજ ના યુવાનો ને સામાજીક બદી,વ્યસનો અને દહેજ સામે લડવાની હાકલ કરી હતી." જયરામ ભાઈ બોલ્યા." આપણી દિકરી ભાગ્યશાળી છે.આટલુ મોટું ખાનદાન મલ્યું છે." રમાબેન બોલ્યા.                                      જયરામભાઈ ," કાલે જ આપણ  ને બોરસદ બોલાવ્યા છે." .********  જયરામ ભાઈ આણંદ ની ખાનગી સ્કૂલમાં શિક્ષક તરીકે નોકરી કરતા હોય છે.તેમને બે દિકરીઓ દીશા  અને સ્વીટુ છે.મોટી દીશા આજ વર્ષે BSC થયી.નાની સ્વીટુ કોમર્સ ના બીજા વર્ષ માં છે.જયરામભાઈ ના મોટાભાઈ આણંદ પાસેના ગામમાં સહીયારી બે ભાઈઓ ની  જમીન માં ખેતીવાડી સંભાળતા હોય છે.ખેતીવાડી થી વર્ષે બે લાખ જેવી આવક થતી હોય છે.                .***** બીજા દિવસે જયરામ ભાઈ, રમાબેન અને દીશા ને લઈ ને બોરસદ ગયા.દીશા ને અલ્પેશ  ગમી ગયો.અને વડીલો એ બંને ના લગ્ન નું નક્કી કર્યું.અલ્પેશ ને એક મહિના માં કેનેડા જવાનું હોવાથી પંદર માં દિવસ નું લગ્ન નક્કી કર્યું.જયરામભાઈ અને રમાબેન ખુશ થઈ ને આણંદ આવી ને લગ્ન ની તૈયારી માં લાગ્યા.જયરામભાઈ એ ટુંકા ગાળામાં લગ્ન ની તૈયારી કરી લીધી.હોલ અને કેટરીગ નું નક્કી કર્યું.અઠવાડિયા માં લગ્ન ની કંકોત્રી છપાવી દીધી.અને વેવાઈ ને કંકોત્રી આપવા બોરસદ જવાનું નક્કી કર્યું.લગ્ન ને હવે ફક્ત એક અઠવાડિયું બાકી હતું.દીશા અને સ્વીટુ થોડી ખરીદી કરવા પોતાના મામા ને ઘર વડોદરા ગયા.                              બીજી બાજુ જયરામ ભાઈ અને રમાબેન કંકોત્રી આપવા વેવાઈ ના ઘર બોરસદ ગયા."આવો આવો વેવાઈ, તૈયારીઓ થઈ ગયી." સવજીભાઈ બોલ્યા."હા, અમે કંકોત્રી આપવા આવ્યા છીએ. વેળાસર જાન લઈને આવી જજો." જયરામ ભાઈ બોલ્યા."હા હા, એમાં પુછવાનું શું? હા હવે આપણે લેણદેણ ની વાત કરીએ." વેવાઈ બોલ્યા.               આ સાંભળીને જયરામ ભાઈ અને રમાબેન ચોંકી ગયા." તમે શું કહેવા માંગો છો?" જયરામ ભાઈ બોલ્યા.હવે સમાજ ના મોભીદાર માણસ સવજીભાઈ એ  પોતાની ચાલ ખેલી.    બોલ્યા " મારા દીકરા ને એક મહિના માં કેનેડા જવાનું છે. હું કરીયાવર માંગતો જ નથી પણ કેનેડા જવાના અને બે વર્ષ નો ખર્ચ પચાસ લાખ થાય.તમે તો સમજુ છો.આતો તમારી દિકરી ની ભલાઈ ની વાત છે.જો તમે આપવા તૈયાર ના થતા હોય તો..........ખેર તમને એક વાત કહું આજે સવારે જ સુરત થી ડાયમંડ ના એક વેપારી આપણા સમાજ ના છે તેમની દિકરી માટે મારા અલ્પેશ માટે માંગુ નાખ્યું છે અને કેનેડા નો બધો ખર્ચ ઉપાડવા તૈયાર છે."      " પણ તમે તો દહેજ ની વિરુદ્ધ છો. હું એક સામાન્ય શિક્ષક આટલા બધા રૂપિયા ક્યાંથી લાવું.મારા ખેતર ની કિંમત પણ વીસ લાખ છે. છતાં દિકરી નો બાપ છું પ્રયત્ન કરું." નિરાશ થઈ ને જયરામ ભાઈ બોલ્યા.આમ કહી ને જયરામ ભાઈ અને રમાબેન આણંદ જવા નિકળ્યા.આણંદ આવતાં સાંજ થઈ ગયી.આણંદ ઘર નું તાળું ખોલી ને અંદર ગયા.થોડુ અંધારુ હોવાથી જયરામ ભાઈ એ લાઈટ ની સ્વીચ ચાલુ કરી.અને ધડામ........... અવાજ સાથે ? આગ ની લપેટો માં જયરામ ભાઈ અને રમાબેન સપડાઈ ગયા.અને ત્યાં ને ત્યાં દેવશરણ થયા......આ અવાજ.... ધડાકો......ગેસ ની ....બોટલ નો .......હતો..........      .. (#સમાજ નો ગંભીર - મુદ્દો---કરિયાવર એ આપણા સમાજ ની એક બદી છે.. ભણેલા ગણેલા પણ આ બદી  ને પ્રોત્સાહન આપતા હોય છે.કરિયાવર ના બોજા ના કારણે કેટલીય...જમીન, મકાન,ખેતરો વેચવા પડતા હોય છે...અરે.આત્મહત્યા પણ કરતાં હોય છે. શું આપણે આ કરિયાવર ના  રિવાજો સદંતર બંધ ના કરાવી શકીએ?.) .......................લેખક- કૌશિક દવે

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED